Revenge PremVasna Series2 - 40 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | રીવેન્જ - પ્રકરણ - 40

Featured Books
Categories
Share

રીવેન્જ - પ્રકરણ - 40

પ્રકરણ-40

રીવેન્જ

અન્યા રોમેરો પાસેથી મુવીનાં પેમેન્ટમાંથી 50 લાખ કેશ નક્કી કરેલાં એમાંથી 10 લાખ માંગી લીધાં અને રોમેરો જાણે કોઇ મોહીનીમાં ફસાયો હોય એમ હિપ્નોટીઝ થઇને ના ના કરતા પણ આપી દીધાં. અન્યાએ ગુલશન પાટીલ રોકડા આપી ગયો છે એ ટ્રાન્જેકશન કહ્યું અને રોમેરો અવાચક થઇ ગયો. અન્યા પેમેન્ટ લઇને ગઇ પછી રોમેરો માથું ખંજવાળવા માંડ્યો કે અન્યા કેવી રીતે જાણી ગઇ કે પાટીલ રોકડા આપી ગયો છે ? સ્ટુડીયોમાં શું ચાલી રહ્યું છે હમણાંથી ? કંઇ સમજાતું નથી... સાલી એમ નેમ રોકડા લઇને જતી રહી... ચાન્સ મારવાનો પણ ચાન્સના રહ્યો કંઇ નહીં ત્રણ દિવસ પછી આવવા દે હું એનો "સીન" જ કરી દઇશ એમ વિચારી હોઠ દબાવી મનમાં કંઇક નક્કી કરી રહ્યો.

અન્યા ગાડીમાં કેશ મૂકીને મુસ્તાકનાં ઘરે પહોચી ગઇ એણે ગાડી સ્ટુડીયોથી આગળ પાર્કીંગમાં મૂકીને ઝભકારામાં મુસ્તાકનાં ઘરે પહોંચી એનો દરવાજો બંધ હતો અંદરથી કોઇ મ્યુઝીકનો અવાજ આવી રહેલો... એણે દરવાજો નોક કર્યો પણ દરવાજો કોઇએ ખોલ્યો નહીં... અન્યા પ્રેતાત્માનાં રૂપમાં અંદર પ્રવેશી ગઇ તો જોયું મુસ્તાક ટીવીનાં મોટાં 64નાં સ્ક્રીનપર કોઇ બિભત્સ મૂવી જોઇ રહ્યો છે અને મોટા લાઉડ અવાજમાં એનું મ્યુઝીક વાગી રહ્યું છે. એને દરવાજા પર અવાજ જ ના આવ્યો ના સાંભળ્યો. એનાં સોફાની બાજુમાં ટીપોય પર વ્હીસ્કીની બોટલ -ગ્લાસ-સોડા અને ચક ચલાણું પ્લેટમાં હતાં.

મુસ્તાક ફિલ્મી અંદાજમાં ચૂસકીઓ મારી રહ્યો હતો. સામે દિવાલ પર એની બીબી અને દિકરાનો ફોટો હતો પણ ઘરમાં એ લોકો હોય એવું લાગતું નહોતું અન્યા મુસ્તાકની બાજુમાં આવીને બેસી ગઇ પેલાને કંઇ ખબર જ નહોતી અને મુસ્તાકે ડ્રોઇગથી કીચન તરફ જોઇ બૂમ પાડી... આયશા... આયશા.. ત્યાં કોઇ ખાલી ગાઉનમાં છોકરી આવી બોલી "ક્યા માલિક બીબીજી તો કહાઁ હૈ વો તો અપને માઇકે ગઇ હુઇ હૈ ઔર મેરા નામ ભી ભૂલ ગયે ક્યા ?

મુસ્તાકે હસતાં હસતાં કહ્યું "ઓહ મેરી જાન કાસીમાં લવ યુ એમ કહીને એનાં પગ પર બેસાડી દીધી. અને એં રેશ્મી ગાઉનમાં હાથ નાંખીને એનાં શરીર પર હાથ ફેરવવા માંડ્યો કાસીમા કહે "યે ક્યા કર રહે હો ? આપને તો મુઝે ખાના પકાનેકે લીએ રોકા થા... પેલી સમજીને બે સમજ બની રહી હતી અને મુસ્તાકને બધી ક્રિયામાં સાથ આપી રહી હતી મુસ્તાકે એનાં હોઠ પર ગ્લાસ મૂક્યો અને પેલી એક શ્વાસે આખો પેગ પી ગઇ. મુસ્તાકે ગ્લાસ મૂકીને એનાં હોઠ ચૂસવા માંડ્યા અને ધીમે ધીમે એ કાબૂ બહાર જવા માંડ્યો... કાસીમા પણ સાથ આપી રહી હતી.

અન્યાએ બધાં દ્રશ્યો જોયાં.... હવે એને આગળ જોવાતું નહોતું એણે ટીવીમાં શું ત્રાટક કર્યું કે ફીલ્મમાં મુસ્તાક જોવા મળતો હતો અને મુસ્તાકે એની સાથે જે પીશાસી કર્મ કરેલું એની જાણે સીડી ચાલુ થઇ ગઇ અને અન્યાએ ટીવી સ્ક્રીનમાંથી બૂમ પાડી મુસ્તાક.....

મુસ્તાક ગભરાઇને ટીવી તરફ જોયું તો એ ટીવેમાં દેખાઇ રહેલો અને અન્યાને રેપ કરતો દેખાઇ રહેલો એનો ક્ષણભરમાં નશો ઉતરી ગયો એ ફાટીને ફાટી આંખે ટીવીમાં જોવા લાગ્યો કાસીમાએ ચીસ પાડી કે આ ક્યું મૂવી છે ! મુસ્તાક યે ટીવીમેં ક્યા ચલ રહા હૈ ? એ ખૂબ ડરી ગઇ અને ત્યાંથી કીચન તરફ ભાગી ગઇ.

મુસ્તાક ડોળા ફાડીને જોઇ રહેલો એની વાચા સીવાઇ ગઇ જાણે સાપ સૂંધી ગયો. અન્યાએ સ્ક્રીનમાંથી જ રાડ પાડી... સાલા રેપીસ્ટ... શું જોયાં કરે છે ડોળા કાઢીને ઓળખાતી નથી ? તેં મારાં ઉપર રેપ કર્યો મારી નશાની હાલતનો ગેરલાભ ઉઠાવ્યો હવે હું તને નહીં છોડું.....

મુસ્તાક કહે "ઓ બેબી તું ટીવીમાં શું કરે છે ? આ ફીલ્મ ક્યારે બની ? મેં કાંઇ નથી કર્યું. તારાં ઉપર તો રોમેરો સર અને હીંગોરી સર... એ આગળ બોલવાં જાય તે પહેલાં એનાં મોઢાં પર જોરથી લપડાક આવી અને મુસ્તાકનાં મોઢાંમાંથી મોટી ચીસ નીકળી ગઇ અને દાંત તૂટીને બહાર આવી ગયો... લોહી દદડવા માંડ્યું. જોરદાર પંચ હતો એ ખૂબ ગભરાઇ ગયો. કાસીમાએ દૂરથી જોયું અને ચીસ પાડીને એ ઘરની બહાર દોડી ગઇ...

મુસ્તાકે કહ્યું "તું અહીં કેવી રીતે આવી ? મને માફ કરી દે રોમેરો અને હીંગોરી સરે તને ફસાવી છે તારી ઇજ્જત લીધી છે જો જો જો મારી પાસે પુરાવા છે એમ કહીને બે-ત્રણ સીડી બતાવી... બેબી મેં તને કંઇ નથી કર્યું ફ્રેડી અને માઇકલ એ લોકો સાથે ભળેલા છે... મને માફ કર.

અન્યાએ કહ્યું "તું શાણો થાય છે અત્યારે ? તેં પણ મારી લાજ લૂંટી તારાં કેમેરાનું કવર મારી બાજુમાં પડી ગયેલું. તું ઉતાવળથી ભાગેલો. તુ મને બેવકુફ બનાવે છે ?

મુસ્તાક અન્યાના પગમાં પડી ગયો... માફ કર મને મારી ભૂલ થઇ ગઇ... માફ કરું તને... માય ફુટ.. યુ રાસ્કલ એમ કહીને અન્યાએ મુસ્તાકનાં રૂમમાં લાઇટર થી આગ લગાવી દીધી... ધીમે ધીમે આગ ઉગ્ર સ્વરૂપ પકડવા લાગી મુસ્તાક ગભરાઇ ગયો અન્યાએ એનાં ઉપર સળગતી આગ નાંખી અને એ જમીન પર આળો ટવા માંડ્યો.

અન્યા ખડખડાટ હસવા માંડી અને એનાં ઘરનો દરવાજો બહારથી લોક કરી દીધો. દૂર ઉભેલી કાસીમા જોઇ રહેલી કે આ શું થઇ ગયું ? ટીવીમાં રહેલી કોઇ વ્યક્તિ સાથે મુસ્તાક કેવી રીતે વાત કરતો હશે ? અને થોડી વારમાં આખાં ઘરને આગ લાગેલી જોઇ અને એ ત્યાંથી ભાગી... આગ... આગ.. આગ બોલતી રોડ તરફ દોડી ગઇ.

અન્યા હસ્તાં હસતાં થોડાં સંતોષ સાથે ત્યાંથી ગાડી પાસે આવીને ગાડી લઇને રાજવીરનાં ઘર તરફ ગઇ.

**************

અન્યાએ રાજવીર પાસે આવીને કહ્યું "રાજ મારે કલકતા જવું પડશે મેં ફીલ્મમાં પણ 3 દિવસનો બ્રેક લીધો છે પાપા-મંમી ગયા પછી હું એમને મળી જ નથી અને થોડુંક પેમેન્ટ મળ્યું છે એ પણ પાપાને આપતી આવું.

રાજે કહ્યું "કેમ એકદમ જવાનો વિચાર આવ્યો ? અન્યા કહે ઘણાં સમયથી માં-પાપાનું મોં નથી જોયું.. ખૂબ યાદ આવે છે અને મીસ કરું છું. ત્રણ દિવસમાંતો હું પાછી આવી જઇશ એમ બોલતાં બોલતાં એ રાજનાં ખોળામાં આવી બેસી ગઇ. રાજે એનાં વાળમાં હાથ ફેરવતાં ચૂમી લીધી અને કહ્યું "ઓકે ડાર્લીંગ જઇ આવ.. હું નટરાજન અંકલને કહીને તારી આવવા જવાની ફલાઇટ બુક કરાવી લઊં છું.

અન્યાએ કહ્યું "નો રાજ બધી જ એરેજમેન્ટ થઇ ગઇ છે મેં સ્ટુડીયો પર થી જ કરાવી લીધું છે એ લોકોનો કાયમી એજન્ટ છે મેં જવા કીધું તો સરે કરાવીજ લીધી છે. એય... રાજ તને ખૂબ મીસ કરીશ પણ જઇને આવુ જોઇ આવું. એ લોકો સેટ થઇ ગયાં ને ? આમ તો ત્યાં જ હતાં એટલે કોઇ અગવડ નથી. આજે મોમ સાથે વાત થઇ ત્યારે એ ખૂબ ઢીલી લાગતી હતી.

રાજે કહ્યું "સાચી વાત છે જઇ આવ... તું એકલી છોકરી અહીં છે ભલે હું છું પણ તારી ચિંતા રહેતી હશે મળી આવ. ચલ તારું બુકીંગ તો થઇ ગયું છે કેટલાં વાગ્યાની ફાઇટ છે ? હું તને ડ્રોપ કરી જઇશ. અન્યાએ કહ્યું રાત્રે 11.00 વાગ્યાની છે પણ તું પાપા સાથે રહે પ્લીઝ. ડ્રાઇવરને કહેજે એ ડ્રોપ કરી જશે. પ્લીઝ ટેક કેર એમની સાથે રહેજે...

રાજ કહે પણ અત્યારે 9.30 થઇ ગયાં છે તું છેક છેલ્લી ઘડીએ કહે છે ? અન્યાએ કહ્યું "ડોન્ટ વરી હું પહોચી જ જઇશ અને એવું હસીને કર્યું કે રાજે કહ્યું સારું તું નીકળ નહીંતર લેટ થઇ જશે.

રાજે અન્યાને ગળે વળગાવીને કીસ કરી દીધી.... પણ અન્યાનાં શરીરમાં ઉષ્મા અનુભવી નહીં સાવ ઠંડીગાર હતી એણે પૂછ્યું કેમ તારું શરીર આટલું ઠંડુ છે ? પાછું લો બીપી થઇ ગયું ?

અન્યા કહે અરે તારું એસી જોને કેટલું ફાસ્ટ છે ભલભલા ઠરી જાય એમ વાત બદલીને રાજને કીસ કરીને પોતાનું પર્સ અને પૈસા લઇને બાય કહીને નીકળી ગઇ.

રાજ અન્યાને જતાં જોઇ રહ્યો અને ઊંડા વિચારોમાં પડી ગયો એણે ટીવી ઓન કર્યું. તો ન્યૂઝ લાઇનમાં બ્રેકીંગ ન્યૂઝ ચાલી રહેલાં ગોરેગાંવમાં પ્રખ્યાત સીનેમેટોગ્રાફર/કેમેરામેન મુસ્તાકનાં બંગલામાં ભીષણ આગ લાગી છે એમાં મુસ્તાક બળીને ખાક થઇ ગયો. ફેમીલી મુંબઇ બહાર હોવાથી બચી ગઇ. રાજે ન્યૂઝ જોઇને નવાઇ લાગી પણ પછી ચેનલ બદલી નાંખી...

રોમેરો અને હીંગોરી ઓફીસમાં બેઠાં બેઠા ન્યૂઝ જોઇ રહેલાં.... મુસ્તાકનાં ન્યૂઝ જોઇ ચોંકી ગયાં અને ખુરશીમાંથી ઉભા થઇ ગયાં અને ત્યાંજ ફ્રેડી અને માઇકલનાં પ્રેત ઓફીસમાં પ્રવેશ્યા.