AFFECTION - 14 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 14

Featured Books
Categories
Share

AFFECTION - 14

દાદી : તારા પાછળ મેં અમુક કામ કર્યા કે જેથી મને ઘરમાં શુ ચાલે છે એની ખબર પડે...તને ખબર જ છે કે હું કેવી છું..એટલે મેં મારી રીતે શોધ ખોળ કરાવડાવી છે..


પછી હું ઉભો થયો અને દરવાજો સરખો બંધ કર્યો કે કોઈ કાઈ સાંભળી ના જાય..
me : હા તો બોલો...હું સાંભળું છુ...

હું દાદી ની નજીક જઈને ગંભીરતા થઈ વાત સાંભળવા બેઠો...

દાદી : તને ખબર જ છે કે ગામ માં કેટલા ખૂન થઈ ગયા છે...એટલે તને એ વાત તો સમજાઈ જ ગઈ હશે કે અહીંયા તું સુરક્ષિત નથી..

me : હા એ વાત મને ખબર છે દાદી...તો?

દાદી : તો આ ઘર માં આપણી થનાર વહુ ની ફોઈ બહુ હરામી છે....તે કોઈ પણ હદ સુધી નીચે પડી શકે છે..મેં જાતે અનુભવ કર્યું છે..મને તો આ થનારા હત્યાકાંડ માં પણ એનો જ હાથ લાગે છે..

me : લક્ષ્મીફોઈ હરામી હોઈ શકે છે...પણ હત્યા કરાવવી એમના લેવલ બહાર ની વાત છે દાદી...આ ઘર ની બહાર નું જ કોઈ હશે..જે હોય તે પણ તમે કાલે ઘરે જતા રહેજો...તમને હું ખતરા માં નહિ પડવા દઉં..

દાદી : તને એવું લાગતું હોય કે જો કોઈ બહાર નું છે...દીકરા...તો સૌથી પહેલે જ્યાંથી બધું ચાલુ કર્યું ત્યાં જઈને જો...જ્યાંથી બધું શરૂ થયું હતું...તારા અને સનમ વચ્ચે...આપણા પરિવાર ને કોઈ ડરાવી ને તારા અને સનમ ના લગ્ન રોકવા માંગે છે..

me : તમે કેમ આવું બોલો છો દાદી??? શુ થયું તમને કોઈએ ધમકી આપી??

દાદી : દીકરા.....તું સમજદાર છો...અને પૂરતો ખેલાડી છો આવા ખેલ સમજવા માટે....મને પાક્કો વિશ્વાસ છે કે તું ગોતી લઈશ બધું...મારે તને ફક્ત ચેતવવો જ હતો...લક્ષ્મી વિશે. બીજું કાંઈ નહિ..

બસ પછી આવી ઘણી બધી વાતો કરીને દાદી જતા રહ્યા એમના રૂમ માં કારણ કે તે પણ હવે નીકળી જ જવાના હતા કાલે સહ પરિવાર..


દાદી ના આવા સારા વર્તન થી હું ચોંકી ઉઠ્યો હતો...એમને મારા પર પાક્કો વિશ્વાસ છે...એવું બધું શુ કરી નાખ્યું મેં....એમ મનોમન વિચારી હું એમની વાતો પર હસતો હતો..

આજે તો ઊંઘ હરામ હતી....કાલે પરિવાર ને ઘરે મોકલવા ના હતા...કયો માણસ અમારા લગ્ન રોકવા માટે ખૂન કરી નાખે છે....કોણ હશે હું વિચાર માં ખોવાયેલો હતો..બહાર ની તરફ જઈને બેઠો હતો એકલો...અંધારા ને નિહાળતો હતો..ત્યાં અચાનક એક ભાઈ ટોર્ચ સાથે ભાગતો ભાગતો હવેલી માં ઘુસી આવતો હતો...મને લાગ્યું કે જોયેલો તો છે આ..મને થયું કે રાહ જોઈએ હમણે બહાર ની તરફ જ આવશે...


ત્યાં થોડી વાર માં એ ભાઈ જોડે વિરજીભાઈ પણ બહાર ની તરફ ભાગી ને જતા હતા....હાથ માં ટોર્ચ હતી બન્ને ના..

હવે હું ઉભો થયો અને બહાર ની તરફ એમનો પીછો કરવા લાગ્યો...મારા પાસે તો ટોર્ચ પણ નહોતી..અને ફોન પણ ચાર્જ માં રાખ્યો હતો..

વિરજીભાઈ અને એમનો સાથીદાર ઝડપ થી ચાલી રહ્યા હતા હવે...હું પણ લપાતો લપાતો આવી રહ્યો હતો...

જોયું તો તે લોકો એમના ખેતરે આવી ગયા...અને એમના ખેતર માં હજુ એક લાશ પડી હતી..એની આજુબાજુ થોડાક માણસો ઉભા હતા...હવે હું વિરજીભાઈ સામે આવી ગયો આ જોઈને...

વિરજીભાઈ : કાર્તિક....તું અહીંયા શુ કરી રહ્યો છે??

me : મને બધી ખબર પડી ગઈ છે આ લાશ જોઈને..કોઈ અમારી સગાઈ રોકવા માંગે છે..

મને આ વાત ની ખબર એ રીતે પડી કારણ કે આ લાશ આજે આવેલા બીજા ગોરબાપા ની હતી જેમને આજે અમારા સગાઈ માટે મુહૂર્ત જોયું હતું...કોઈને ના ગમ્યું એટલે આજે એની લાશ ખેતર માં ફેંકી ગયું મારીને..

વિરજીભાઈ : કાર્તિક તારે હવે અહીંયાંથી જવું જોઈએ...આ સમય નથી અત્યારે...તું જા...તને પણ ખતરો જ છે...

me : અત્યારે જ ચાલો...આપણે તાત્કાલિક મિટિંગ કરવી પડશે....મારા મગજ માં આનો પ્લાન રેડી....હવે હું આને પકડી જ લઇશ...

વિરજીભાઈ : તારે આમા પડવાની જરૂરત નથી...અમે બધા સંભાળી લઈશું..

me : શુ કીધું તમે??? મારે પડવાની જરૂરત નથી....મારા લીધે બીજી હત્યા થઈ ગઈ....ગામ માં...અને તમે મને ના પાડી રહ્યા છો.....

વિરજીભાઈ : કાના જા આને ઘરે મૂકી આવ....સુરક્ષિત રીતે..

એમના બોલતા જ એમનો નોકર કમ વિશ્વાસુ ભાઈ જેવો એક સારી એવી બોડી ધરાવતો માણસ આવી ગયો મારા પાસે..
મને પણ થયું કે હવે વિરજીભાઈ જોડે વાત કરવી વ્યર્થ જ છે...એટલે હવે મારે એકલા જ કામ કરવું પડશે...જે છે તે હવે આ જ છે....


હું કાના જોડે ચાલતો થયો...એક તો રસ્તા માં અંધારું જ હતું...એમાં પણ રામ જાણે હું પીછો કરતા કરતા ગામ ના સીમાડે આવી ગયો હોય એવું લાગ્યું.....હું ગુસ્સા માં ચૂપ જ હતો...પણ થયું કે સાપ સાથ ના આપે તો શું થયું....સાપ નું ઝેર તો હું વાપરી જ શકું છું....


એટલે જ મેં કાના ને મારી તરફેણ માં કરવાનો ચાલતા ચાલતા જ નિશ્ચય કર્યો અને વાત ચાલુ કરી..

me : હજુ સગાઈ ને આડે વધારે દિવસ નથી...અને જો આ હત્યારા નું કાટલું આપણે અત્યારે નહિ કાઢીએ તો ગોરબાપા જેવી બીજી ઢગલો લાશો ગામ માં આવી રીતે રાત ની જોવા મળશે....વિરજીભાઈ મને દૂર રાખવા માંગે છે...પણ હું આવી રીતે મારા લીધે કોઈને ના મરવા દઈ શકું....જો તમે મારો સાથ આપો તો મારા પાસે એક પ્લાન છે....બોલો??

કાનો : તમારી ચિંતા થાય છે એમને એટલે તમને દૂર રાખે છે....તમે શું કામ નાહક ની ચિંતા કરો છો...એનું થઈ પડશે...

me : તો હું તમારા ભરોસે મારો જીવ કે જેમાં સનમ નો જીવ સમાયેલો છે....એને દાવ માં મૂકી દવ...અને રાહ જોયા રાખું કે ક્યારે તમે લોકો પકડશો પેલા ખૂનીને...એના લીધે સનમ ને રાતે સરખી ઊંઘ નથી આવતી...આ ડર ના લીધે....જો તમે સાથ નહિ આપો...તો હું એકલો કરીશ...અને જો એકલો કરીશ તો તમને ખબર જ છે કે હું કેટલી હદ સુધી સનકી છુ...

નાછૂટકે મેં કાના ને મારા સાથે ભેળવી જ લીધો અને એ પણ વિરજીભાઈ થી છુપી રીતે....

તે જ રાતે મેં ચાલતા ચાલતા કાના ને મારો પ્લાન સમજાવી દીધો....અને હું જેવો હવેલી માં દાખલ થયો તો જોયું કે જાનકી જાગતી જ હતી...સામે જ બેઠી હતી..

જાનકી : કાર્તિક આજકાલ તે શું આખી રાત જાગવાનો નિશ્ચય કર્યો છે કે શું સનમ ની સિક્યોરિટી માટે??

me : સાચી વાત છે પણ તે તો આખા ઘર ની સિક્યોરિટી ની જવાબદારી લીધી લાગે છે....રાતના જાગતી જ હોય છે તું...

જાનકી : મારા મામા હમણે ભાગી ને બહાર ની તરફ ગયા છે મને ખબર છે...તું પણ ભાગ્યો હતી પાછળ પાછળ....ચાલે છે શું...

પછી નાછૂટકે જાનકી ને બધી વાત કરવી પડી...

જાનકી : આવા કામ એક જ માણસ કરાવી શકે છે આખા ગામ માં....

me : જલ્દી બોલ કોણ છે??

જાનકી : મારે તને પહેલે જ કહી દેવું જોઈતું હતું....પણ મેં સનમ ના લીધે તને કઈ ના કહ્યું...મને એમ કે તમારા વચ્ચે ના પ્રેમસંબંધ માં ખટાશ આવી જશે..

me : જાનકી હવે તારે કહેવું હોય તો કહે...

જાનકી : ક્યાંથી ચાલુ કરવું??એ જ ખબર નહિ પડતી...એક તો આ સનમ ની ખૂબસૂરતી ખબર નહિ કેટલા ને પાગલ કરશે ગામ માં....

જાનકી ની વાત સાંભળીને હું મૂંઝવણ માં મુકાઈ ગયો કે કહેવા શુ માંગે છે..

જાનકી : એક છોકરા જોડે પ્રેમ માં હતી સનમ પહેલે...અને પછી કંઈક થયું હશે એ બન્ને વચ્ચે...કંઈક ઝઘડો....અને એ છોકરો પહેલે થી જ ગુંડા જેવો હતો...અને સનમ ના લીધે તે વધારે પડતો એવો થઈ ગયો..મને તો નક્કી તે છોકરા નો જ હાથ લાગે છે...તે છોકરો કોઈ પણ હદ સુધી જઇ શકે છે...સનમ ને તેને બહુ દુઃખી કરી છે...અને હજુ પણ ખૂન કરીને એને ડરાવવા માંગે છે...

me : જાનકી તું નામ બોલ એનું....

જાનકી : સૂર્યો નામ છે એનું....બહુ નામદાર પરિવાર છે...પણ ખૂની પરિવાર છે...ઘણા આરોપ લાગેલા છે એમના ખાનદાન માં...છતાંપણ નામદાર છે ખબર છે કેમ....કારણ કે એમના પાસે ડર અને દોલત બંને નો સમન્વય છે..

me : તને કેવી રીતે ખબર આ બધી...

જાનકી : અરે તે સુર્યા ના મોટાભાઈ ની છોકરી મારી ફ્રેન્ડ છે..

me : તો તું મને એમના ઘર માં મોકલી શકે છે...તારી ફ્રેન્ડ જોડે થી મારી વાત કરાવ અને મને પણ અંદર લઇ જા એના ઘર ની..

જાનકી : એ બધું બહુ ખતરનાક છે કાર્તિક...તારે આમાં ના પડવું જોઈએ...

me : તે કીધું...કે એને ખૂન કર્યા છે..એને સનમ ને દુઃખી કરી છે...હવે એને છોડવાનું હું વિચારી પણ ના શકું....હવે મારે કાઈ સાંભળવું નથી આ બાબતે...પહેલે હું આજે રાતે મારુ એક કામ પતાવી નાખું...પછી કાલે આપણે એના વિશે ચર્ચા કરીએ...

એમ કહી હું નીકળી ગયો...
પણ જાનકી મનોમન ખુશ થઇ ગઇ અને મન માં જ બોલી,"લોકો પણ પ્રેમ માં આંધળા હોય છે...કાર્તિક ને મારે જ્યાં ફસાવવાનો છે તે હવે ત્યાં ફસાઈને જ રહેશે...નિસર્ગ અને મમ્મી શુ કરતા હતા એની પહેલા મેં મારી ચાલ રમી દીધી આ શતરંજ માં..."

એમ બોલી પછી એ પણ એના રૂમ માં જતી રહી....ખબર નહિ કેમ પણ રાત ના ઘર માં શુ ચાલે છે એની જાણકારી રાખવા જ તે જાગતી રહેતી પણ પહેલે તે એના રૂમમાં જાગતી પણ કાર્તિક આવ્યા પછી તે બહાર વધારે પડતા આંટા લગાવવા લાગી હતી..



હું તો મારા રૂમ સુઈ ગયો હતો...સવાર પડતા જ સનમ મારા રૂમ માં આવી અને મને ઉઠાડ્યો...

સનમ : આખી રાત જાગ્યો હતો કે શું???તો અત્યારે આટલી ગાઢ નીંદર માં સુઈ ગયો છે..

me : તારા સપના આવતા હતા તો ઉઠવાનું જ મન નહોતું થતું...

સનમ : કેટલા નાટક કરે છે તું??તારા મમ્મી સાચું જ કીધું હતું કે તું નાટકબાજ છો...

me : સનમ એક વાત કે એવો કોઈ છોકરો ખરા કે જે તને ગમતો હોય મારા પહેલા...પણ પછી તે એને છોડી દીધો હોય...

સનમ : સવાર સવાર માં આવા સવાલ સિવાય બીજું કાંઈ નથી આવડતું તને..
એમ બોલી તે થોડીક ગુસ્સે થઈ...અને જવા લાગી..એટલે મેં તેનો હાથ પકડ્યો સુતા સુતા જ...

me : ઓકે સોરી....બીજી વખત આવા સવાલ નહિ પૂછું..આ વખતે માફ કરી દે...મેં તારો સવાર ના પહોરમાં મૂડ બગાડ્યો..

સનમ : સવાલ થી મને વાંધો નથી કાર્તિક....તને પૂછવાનો હક છે...વાંક મારો છે...મારે આવી રીતે ગુસ્સે નહોતું થવું જોઈતું...આઈ એમ સોરી..

me : આવું તો ચાલ્યા કરે...બીજી બધી વાતો છોડ હવે જા કોફી તો પીવડાવ યાર...
એમ બોલી મેં વાત બદલવાનો પ્રયત્ન કર્યો ..

સનમ : બે જ મિનિટ હું હમણાં બનાવી ને લઇ આવું આપણા બંને માટે....

એમ બોલી તે ખુશ થતી થતી બહાર ગઈ..
મેં સનમ ને જાનકી ના કહેવા પર આવા સવાલ પૂછવાની જરૂરત નહોતી મારે..

પછી થોડાક કામ પતાવ્યા પછી મેં મારા પરિવાર ને પોતાને ઘરે મોકલાવી દીધો...પપ્પા તો મને પણ લઈ જ જવા માંગતા હતા...પણ દાદી અમે વિરજીભાઈ એ એમને સમજાવ્યા અને મને અહીજ રાખ્યો...મેં સગાઈ પહેલા આવી જવાનું વચન આપ્યું...
.
.
.
.

મેં સનમ ને બધી વાત હાલ નહિ કહેવા નો નિર્ણય કર્યો હતો..આજે રાતે મેં પહેલે પેલા ખૂની ને પકડવા માટે પ્લાન કર્યો હતો...જો એ સફળ થઈ જશે તો બધી બાજી મારા હાથ માં આવી જશે...
.
.
.
.
.
.
.
.
(રાતે ગામથી થોડે દૂર દારૂ ના ઠેકા પર)

હું કાના એ મોકલેલા બે ત્રણ માણસો ને લઈને દારૂ ના ઠેકા પર પહોંચી ગયો...થોડીક દારૂ મારા કપડાં પર લગાવી દીધી અને પેલા બે માણસો મારા માટે દારૂ ની બોટલ માં પાણી લાવ્યા જ હતા...એટલે મારે ફક્ત દારૂ પીવાના નાટક કરવા ના હતા...



ત્યાં દારૂ ના ઠેકા પર એક થી એક ખરાબ લોકો દારૂ ઢીંચતા હતા...અમુક લોકો વાતો પણ કરતા હતા કે આ તો વિરજીભાઈ નો જમાઈ છે...જો તો ખરા કેવો દારૂ પીવા બેઠો છે...
.
.
એક કલાક સળંગ બેઠેલો રહ્યો હું ત્યાં..હવે ખેલ શરૂ થઈ ચૂક્યો હતો..


જ્યારે બીજી બાજુ સનમ મને ગોતી રહી હતી હવેલી માં...કારણ કે હું કોઈને જાણ કર્યા વગર આવી રીતે બહાર જોખમ લઈને કાના સાથે આવ્યો હતો...



જોઈએ હવે શું થાય છે....ખૂની પકડાઈ જશે?કાર્તિક નો પ્લાન સફળ થશે કે નહીં? સનમ ને ખબર પડશે કે કાર્તિક આવી રીતે બહાર છે તો તે શું કરશે??કાર્તિક સગાઈ પહેલા પહોંચી શકશે ઘરે....

in next part

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik