The Accident - 17 in Gujarati Love Stories by Dhruv Patel books and stories PDF | ધ એક્સિડન્ટ - 17

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

ધ એક્સિડન્ટ - 17








પ્રિશા:- માહિર થી નારાજ થઈ ને હું ત્યાં થી નીકળી ગઈ હતી.

મને એમ હતું કે 2-3 દિવસ માં હું મારો ગુસ્સો શાંત કરી ને એને સમજાવી લઈશ પણ...એ decision મારું ખોટું હતું... એ દિવસ ના પછી ના દિવસે મેં માહિર ને call કર્યા... એને એક પણ call ના ઉપાડ્યો.. મેં એને message કર્યો પણ એને reply પણ ના કર્યો... જે માણસ મારા એક call પર જ call receive કરી લેતો, એને આજે call કરીને થાકી પણ call ના ઉપાડ્યો. કોલેજ ગઈ પણ એ ત્યાં પણ નહોતો.

મેં એના friends ને પૂછ્યું તો એમણે કહ્યું કે એ લોકોએ પણ કાલ ની વાત નથી કરી અને એના કોઈ સમાચાર નથી....એ કૉલેજ કરવા માટે શહેર માં આવેલો, એનું આ શહેર માં કોઈ જ નહોતું... અહીં એકલો રહેતો હતો ...

હું એને મળવા એના ઘરે ગઈ તો એ ત્યાં થી ઘર ખાલી કરી ને જતો રહ્યો હતો. બાજુ ના પાડોશી એ કહ્યું કે એ હવે નથી આવવાનો પાછો અને હવે એ ક્યાં ગયો એ કોઈ ને નથી ખબર. આ વાત સાંભળી મારા પગ નીચે થી જમીન છૂટી ગઈ હતી... હું મારી આંખ ના આંસુ ને રોકી શકી નહીં અને રડવા લાગી...કે મારો best friend હું ગુમાવી ચૂકી...

પછી મને થયું કે એણે કૉલેજ માંથી લિવિંગ સર્ટી લીધું હશે તો પ્રિન્સીપાલ સર ને મળ્યો જ હશે. હું ત્યાં થી કોલેજ ગઈ ત્યાં પ્રિન્સિપાલ સર ને મળી અને માહિર વિશે પૂછ્યું તો એમણે કહ્યું કે એ એની family જોડે UK જવાનું કહેતો હતો... ત્યાં એની family નો business છે last year પતાવી ને જતો રહેશે અને હાલ એ ક્યાં ગયો એ મને પણ નથી ખબર...

હું આ સાંભળી ને એક દમ tension માં આવી ગયેલી. મારા ગુસ્સા અને નાસમજ ના કારણે મેં એને hurt કર્યું હતું... હું મારા માટે એક ગુનેગાર થઈ ગઈ હતી...

જે માણસે મને હસતાં શીખવ્યું, જેણે મારા દરેક problem માં સાથ આપ્યો, જેણે મારા ખરાબ time માં હાથ પકડી ને સહારો આપ્યો એને જ મેં મારા થી દુર કરી દીધો.....

ધ્રુવ:- તો પછી માહિર ના કોઈ સમાચાર મળ્યા કે નહિ ?

પ્રિશા:- નહિ... last year મેં એના વગર માંડ માંડ પસાર કર્યું ... હું એમ જ જીવતી હતી જાણે જીવ વગર નું શરીર.. હું મને એકલી મહેસુસ કરવા લાગેલી. એકલા માં બેસવું મને ગમવા લાગેલું , હું એકલી જ બેસી રહેતી...હા આ કારણ પણ છે કે મને advanture પર એકલા જવું ગમે છે...

ધ્રુવ:- તો પ્રિશા... તું પેલા દિવસે રડી કેમ હતી!?

પ્રિશા:- અરે ધ્રુવ please એ વાત નહિ કરીએ તો સારું છે...

ધ્રુવ:- તારો husb..... તારો બેસ્ટ ફ્રેન્ડ છું યાર તું મારા જોડે share કરી શકે છે. ( પ્રિશા નો હાથ પકડે છે.)

પ્રિશા:- ok તો સાંભળ...

એ રાત્રે હું માહિર ને રૂમ બતાવવા ગઈ ત્યારે માહિર એ મને અચાનક sorry કહેલું...

મેં એને કારણ પૂછ્યું તો એણે કહ્યું કે હું જાણતો હતો કે હું જતો રહીશ પછી તું એકલી પડી જઈશ છતાં પણ હું જતો રહ્યો એ પણ કહ્યા વગર....

અને જ્યારે મેં પૂછ્યું કે કેમ જતો રહેલો, તો એણે કહ્યું કે પ્રિશા મને તું પહેલી નજરમાં ગમી ગયેલી.

તારા જોડે મને પ્રેમ થઈ ગયો હતો અને મોડું ના થઇ જાય એ માટે મેં તને મારા પ્રેમ વિશે કઇ દીધેલું હતું... પણ તે મને ક્યારેય best friend થી વધારે જોયો જ નહોતો... મારા ખ્યાલ થી પ્રેમ તો એ છે ને જે પસંદગી ના સાથીદાર ને દુઃખી કે નિરાશ ના જોઈ શકે અને મેં તો તને રડાવી હતી... અને એ મારા થી ના જોવાયું.

મને ખબર જ હતી કે તું મારા વગર એકલું feel કરીશ પણ સાથે એ પણ ખબર હતી કે મારી સાથે રહેવાથી તને હંમેશા મારી પ્રેમ વાળી વાત યાદ આવશે અને તું hurt થઈશ..

હું ત્યાં થી નીકળી ગયો એડમિશન પાછું લઈ ને હું રાજકોટ મારું last year કરવા ગયો.
હા પણ એનો મતલબ એ નથી કે હું તને ભૂલી ગયો હતો... મને તારી બધી માહિતી મળી જતી મારા ખાસ friends જોડેથી કે તું હવે કેટલો time કોલેજ ના પાર્કિંગ માં અને કેન્ટીનમાં નીકળે,
કેટલા બંક મારે અને કેટલી વાર રડે... છે... પણ હું મારી મર્યાદા ની કડી થી બંધાયેલો હતો. હું કંઈ જ કરી શકું એમ નહોતું...

હું UK ગયો એના 2 year પછી મમ્મી પપ્પા નું car accident માં નિધન થયું. એમની આખી કંપની નું management નાની ઉંમર માં જ મારા ખભા પર આવી ગયેલું.

પછી મારે મારી જૂની યાદો ને એક તરફ મુકવી જ પડી અને આજે જો સમય પાછો તારા જોડે જ ખેંચી ને લાવ્યો... બસ ધ્રુવ આ સાંભળી ને હું રડી ગઈ હતી કે માહિર મારા થી hurt થઈ ને દૂર ગયો અને એના જીવન માં બહુ બધા problems face કર્યા તો પણ મને sorry કહેતો હતો...

ધ્રુવ:- sorry પ્રિશા... હું કંઈક અલગ જ સમજ્યો અને માહિર સાથે ખરાબ વર્તન કર્યું...( આંખો નીચે કરી ને)

પ્રિશા:- અરે it's ok યાર...તારી ભૂલ નથી હું સમજી શકું છું તું મને પ્રેમ કરે છે એને મારી તકલીફ તું સહન નથી કરી શકતો... ( I'm sorry ...હું તને હજી પણ અધૂરી વાત જણાવું છું . )

ધ્રુવ:- પણ પ્રિશા... હવે માહિર ના accident વિશે UK માં કોઈ ને જાણ કરશું?? એનું કોઈ છે કે નહિ ?

પ્રિશા:- don't worry... UK માં માહિર ની secretary ને હું mail કરી દઉં છું... એ જરૂરી લોકો ને inform કરી દેશે...

ધ્રુવ:- થઈ શકે તો india જ બોલાવી લે......

to be continued.......