બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજ માટે જ હોય છે, તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
જો તમે રેટિંગ આપશો તો સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો તમારી મનગમતી વાતૉઓ અને લેખકોની રચનાઓ તો છે તે પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડશે.
અધુરી આસ્થા - ૧૬
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે.દ્વારા માનવએ રઘુ પર કરેલાં ખુની હુમલામાં એક સ્ત્રી દ્વારા રઘુનો બચાવ થયો. બંગલામાંથી એન્ટીકોની ચોરી કરી ભાગતા રઘુની માનવ સાથે લડાઈ થઈ.
હવે આગળ
રાત્રે ૦૩:૦૦ વાગ્યે
બંગલામાંથી નીકળીને એક મોટો જાંબલી- કાળો પ્રકાશનો લિસોટો માનવ પર પડતાં માનવ એક પ્રકાશના ગોળામાં પરાવર્તિત થઈ ગયો.બંગલાની ઘડિયાળમાં ત્રણ વાગ્યાના ટકોરા પડ્યા હતા.બરોબર આ જ સમયે બંગલાની અંદર પણ મેરી પોતાના ચુડેલ રૂપમાં આવી ગઈ. તેનાં અને પકીયા વચ્ચે પણ રમખાણ શરૂ થઈ ગયું હતું.
માનવનું શરીર જે ચીતાની અગ્નિથી ક્ષત-વિક્ષત થયું હતું હવામાં જ ફરીથી જેવું હતું તેવું થઈ ગયું. માનવ ઝટકા સાથે સ્મશાનની ચિતાથી થોડોક દુર જઈને પડ્યો.માનવ હવે રૂપાંતરીત થઈ રહ્યો હતો.માનવ પહેલા કરતાં વધારે શક્તિશાળી દેખાતો હતો. તેની આંખો ની કીકીઓ ગાયબ હતી અને આંખો ચાંદની જેમ પુરેપુરી ચમકતી હતી. તેનું આખેઆખું શરીર જાંબલી અને કાળા રંગનું થઈ ગયું હતું તેનાં હાથની જગ્યાએ જાણે કોઈ જાનવરના પંજા આવી ગયા હતા. જેમાં બબ્બે ત્રણ ત્રણ ઈંચ લાંબા રાક્ષસી નખ આવી રહ્યા હતા. તેના મોઢામાં આગળની બાજુએ જાનવર જેવા રાક્ષસી દાંત બહાર આવી રહ્યા હતા. આ રૂપાંતરણનો નજારો એકદમ ભયાનક હતો. તે સમયે માનવનાં ભયાનક બરાડાઓ ચાલુ જ હતા.આ નજારો પંદર-વીસ મિનીટ ચાલ્યું.આ બધું રઘુ જોઈ રહ્યો.
રઘુને લડાઈ કરવા સમયે જ પાતાના જીવનની સાર્થકતા લાગતી.તેને લડાઈ સમયે પોતાના જીવની પણ પરવાહ થતી નહોતી. આપણામાંના મોટા ભાગના માણસો આવા જ છે જીવનમાં લડાઈની ક્ષણોમાં જ તેઓ પોતાની જીવંતતા ની અનુભુતિ મેળવે છે. બાકીના સમયે તેઓ આળસુ થઈને પડયા રહે છે.
રઘુ એક જનુની માણસ હતો પરંતુ મુરખો નહીં. રઘુએ પોતાની ગાડી સ્ટાર્ટ કરીને ભાગી જવાની ભરપૂર ટ્રાય કરી જોઈ પણ તે અસફળ રહ્યો આથી તેણે ફટાફટ પાંચ-સાત મિનિટમાં જ પોતાના બચાવની સ્ટ્રેટેજી નક્કી કરી લીધી. હવે રઘુએ સાવજ નહીં પણ હરણની સ્ટ્રેટેજી વાપરવાનો નિર્ણય કર્યો. રઘુ એ ગાડીમાં પડેલા પેઇન્ટિંગ અને રોમન સૈનિકોનાં એન્ટીકો બહાર કાઢી લીધા. રઘુએ કુખરીની મદદથી ગાડીના સેફ્ટી બેલ્ટસ કાપીને જુગાડ બનાવ્યા. એક એન્ટિક પૂતળું પોતાની છાતીએ બાંધી આગળની ઢાલ તરીકે અને યુવતીના પેઇન્ટિંગ ને પોતાના ખંભે બાંધીને પાછળની ઢાલ બનાવી લીધી હતી. બંને સૈનિકોના પૂતળાંમાંથી નાના નાના ભાલાઓ કાઢી અને પોતાના કમર પટ્ટામાં સેટ લીધા હતા. રઘુની તૈયારી જોતા લડાઈ બહુ લાંબી ચાલવાની હતી. ગાડીના કુશન સાથે બીજું સૈનિક નું પૂતળું એડજેસ્ટ કરીને તેણે પોતાના માથાનાં હેલ્મેટ તરીકે બાંધી દીધું.રઘુ માણસ ઓછો પણ એન્ટિકોથી લદાયેલો હાલતો-ચાલતો ભંગાર વધારે લાગતો હતો.
*****સાવચેતી હંમેશા પોતાની જાતને જ કિંમતી તક સમજે છે કે જે અન્ય કોઈ ઝડપી ન જાય (કોઈ છેતરી/ડરાવી/ધમકાવી ના જાય) જ્યારે સતર્કતા એ છે કે બીજા કોઈ તકને ઝડપી લેતાં પહેલા કે તકનાં સંજોગો વિલીન થતાં પહેલા મારે તે તક ઝડપી લેવાની છે. જાગૃતિ ની વાત પછી ક્યારેક
આમ હવે રાક્ષસનો સામનો કરવા માટે અન્ય કયા હથિયારોને અજમાવી શકાય છે તે મગજમાં ગોઠવવા માંડ્યો.અને તેણે સ્મશાનની ચિતાઓમાંથી સળગતા અમુક લાકડાઓને પણ કાઢી એક અલગ જગ્યાએ જમીન પર તાપણાની જેમ સેટ કરી દીધા. આની સાથે મૃતદેહના હાડપિંજર નાં હાડકાઓ અને એકાદ ખોપડી પણ સાથે આવી ગયા પણ તેની રઘુને પરવા નહોતી.
****માનવતાની વાત અલગ છે અત્યારે મોટા ભાગના મનુષ્યો પ્રાણીઓની જેમ જીવે છે આથી જ્યારે હરણ સવારના જાગે છે ત્યારે તે એમ વિચારે છે કે આજે હું જો સાવચેત નહીં રહું તો કોઈનો કોળિયો બની જઈશ. જ્યારે સાવજ ને ખબર છે કે જો આજે હું શિકાર નહીં મેળવી શકું તો ભૂખ્યો રહી જઈશ. આથી સાવજ પોતાના શિકારને શોધવા હંમેશા સતર્ક રહે છે. અને શિકાર કરવા માટે હંમેશા તૈયાર.
રઘુની તૈયારી થી હવે બાજી પલટાઈ ગઈ હતી હવે કોમ સાવજ હતો અને કોણ હરણ એજ કહેવું મુશ્કેલ હતું
વિરામ
શું આસ્થાનું મળવું રાજેન્દ્રનું સપનું હતું કે સાચી ધટના ?આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે?
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? માનવ અને મેરીના ગોડફાધર સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાને ગજવી નાખતી ચિસો શું પકીયાની હતી?માનવ અને રઘુનો શું અંજામ થયો ?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.