બે પાગલ ભાગ ૩૦
HAPPY ENDING.
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
આજે આપણી આ સફર એટલે કે બે પાગલ જીજ્ઞા અને રુહાનના જીવનના સંઘર્ષ , મસ્તી મજાકથી ભરેલા સફરનો આ અંતિમ પડાવ છે. આજે આ કહાનીનો એક સુખદ અને સામાન્ય અંત થવા જઈ રહ્યો છે. દુનીયાનુ સૌથી પવિત્ર બંધન પ્રેમ છે અને એ પ્રેમ જ્યારે હિંદુ મુસ્લિમમા વેચાય છે ત્યારે એ પ્રેમ કરતા વધારે જંગમા ફેરવાઈ જતુ હોય છે. એટલે મારી આ વાર્તા દ્વારા તમને જણાવવાનો ઉદ્દેશ એટલો જ છે કે હિંદુ મુસ્લિમ જોવા કરતા વ્યક્તિ સારો છે કે ખરાબ એ જુઓ.
ખાસ અગત્યની છે તો એ છે કે સાહેબ જેને પણ દિકરી છે ને એ આ દુનિયાનો સૌથી વધુ સુખી અને અમીર માણસ છે. તો દિકરીને બોજો નહીં મા દુર્ગાનો છાયડો માનો અને એટલો પ્રેમ કરો કે મોહમાયાથી ન બંધાયેલો ભગવાન પણ તમને પ્રેમ કરતો થઈ જાય.
હવે આપણે જ્યા અટક્યા હતા ત્યાથી આગળના સુખદ અંત તરફ વળી શું.
બીજા દિવસે સવારે જીજ્ઞા વડોદરા જતા પહેલા પોતાના ધર બહાર ઉભી રહે છે અને પોતાના પિતાના આવવાની રાહ જુએ છે. જીજ્ઞા પોતાના પિતાને મનાવવાના સતત પ્રયત્ન કરી રહી હોય છે. જીજ્ઞાના પિતા બહાર તો આવે છે અને જીજ્ઞાને જુએ પણ છે. પરંતુ જોયા બાદ ગુસ્સાની નજરેથી જીજ્ઞાને ઈગનોર કરીને ત્યાથી ચાલ્યા જાય છે. જીજ્ઞા પણ સામે પોતાના પિતા સામે હાથ જોડીને ઉભા રહેવા સિવાય બીજું કશું જ કરતી નથી અને પોતાના પિતાના ગયા બાદ ચંપાબાને મળીને જીજ્ઞા વડોદરા જવા રવાના થાય છે.
આ બાજુ રુહાનના ઘરે રવી,રુહાન અને મહાવીર ત્રણેય જીજ્ઞાની સ્ક્રીપ્ટ બુક ક્યાથી શોધવી અને ન મળે તો સંજયસર પાસે બીજી વખત લખવા માટેનો સમય કેવી રીતે માંગવો તે બાબતે વિચાર કરી રહ્યાં હતા.
હવે એ બુક મળવી તો ઈમ્પોશીબલ છે આપણે જીજ્ઞા અને સંજયસર બંનેને મનાવવા પડશે. જીજ્ઞાને એટલે કે એ બીજી વાર આ કહાની તૈયાર કરે અને સંજયસરને થોડા વધુ સમય આપવા માટે... રુહાન પરેશાન થતા કહ્યું.
આમેય એના સિવાય મને પણ કોઈ બીજો રસ્તો દેખાતો નથી...રવીએ કહ્યું.
ઓકે તો આપણે જીજ્ઞા અને પુર્વી પહોચે પછી જઇએ સંજયસર પાસે... મહાવીરે કહ્યું.
આટલા સંવાદની વચ્ચે રુહાનનો ફોન થોડો શોર કરે છે. મતલબ રુહાનના ફોનમા કોઈનો કોલ આવે છે. રુહાન ફોન ઉઠાવે છે.
હેલ્લો... રુહાને કહ્યું.
હવે આપણે આ ફોન વાળી બાબતને છોડ થોડા આગળ જતા રહીએ.
વડોદરા બસસ્ટેન્ડ પુર્વી અને જીજ્ઞાને લેવા રુહાન, મહાવીર અને રવી પહોંચે છે. બધા સૌપ્રથમ એકબીજાને ગળે મળે છે. રુહાન જીજ્ઞાને ગળે મળતાની સાથે જ એક સવાલ કરે છે.
રુહાન આપણી લખેલી બુકનુ શુ થયુ ?...જીજ્ઞાએ રુહાનને ગળે મળતા કહ્યું.
બે યાર તને હુ મળી ગયો છું એની ખુશી કરતા વધારે દુઃખ તારી ન મળતી બુક માટે છે ?...રુહાને જીજ્ઞાને કહ્યું.
હોય જ ને કેમ કે એ પપ્પાને મનાવવાની છેલ્લી ચાવી છે... જીજ્ઞાએ કહ્યું.
પણ એ તો નથી મળી અને અમે બધાએ ભેગા મળીને એવો નિર્ણય લીધો છે કે આપણે સંજયસર પાસે થોડો સમય માંગીએ... રુહાને નિરાશ થતા કહ્યું.
યાર રુહાન એ ખુબ જ મોટા ડિરેક્ટર છે. પછી ખબર નહીં ક્યારે મળે અને ત્યા સુધી પપ્પાને ભુલી જવાના. અને જો એમણે કોઈ બીજી સ્ટોરી પર કામ શરૂ કરી દીધુ તો આપણે પપ્પાને મનાવવા માટે કેટલો સમય રાહ જોવી પડશે. તે કંઈ વિચાર્યુ છે આ બાબતે... પરેશાન જીજ્ઞાએ કહ્યું.
સોરી પણ હુ બીજુ શુ કરી શકુ આમા મારી તો કોઈ ભુલ છે નહીં અને હા આઈ થીક આપણે હવે અહીં બસ સ્ટેન્ડ કરતા આપણી કાર પાસે જઈને ચર્ચા કરવી જોઈએ... રુહાને પણ સામે કહ્યું.
દરેક મિત્રો રુહાનની કાર તરફ જાય છે. અને જેવા જ કાર પાસે પહોચે છે અને કારની સીટ પર જીજ્ઞા જુએ છે તો ત્યા સીટ પર જીજ્ઞાની એ જ લખેલી બુક "પપ્પાની પરી" પડી હતી. એ જોઈને જીજ્ઞા ખુબ જ ખુશ થઈ જાય છે અને રુહાનના ગળે ભેટી પડે છે.
બે યાર આ તને ક્યાથી મળી... જીજ્ઞાએ કહ્યું.
બધુ કહુ છું પહેલા ગાડીમા બેસ રસ્તામા જણાવુ છું... રુહાને કહ્યું.
જતા જતા રુહાન બુક ક્યાથી મળી તે જણાવે છે.
આપણી ફરીથી તે ફોન-કોલ વાળી બાબત પર આવી જશુ.
તો રુહાનને એક કોલ આવે છે. રુહાન ફોન ઉઠાવે છે અને કહે છે.
હેલ્લો... રુહાને ફોન પર કહ્યું.
રુહાન...સામે વાળી વ્યક્તિએ કહ્યુ.
હુ મનીષના પત્ની બોલુ છું. તમારી બુક મળી છે મને. જો તમે ફ્રિ હોય તો આવીને લઈ જશો પ્લીસ... મનીષભાઈના પત્નીએ કહ્યું.
રુહાન અને તેના મિત્રો ફટાફટ મનીષભાઈના ઘરે પહોચે છે. ત્રણેય એક શોફા પર બેઠા હતા અને મનીષભાઈના ફોટા તરફ જોઈ રહ્યા હતાં. મનીષભાઈના પત્ની અંદર રૂમમાંથી પપ્પાની પરી નામની બુક લઈને આવે છે અને રુહાનના હાથમાં આપે છે.
તમે લોકો શુ લેશો કોફી કે ચા... મનીષભાઈના પત્નીએ કહ્યું.
ના ના આન્ટી અમારે કશુ નથી જોઈતું પણ મારે એ જાણવુ હતુ કે આ બુક અચાનક તમને મળી ક્યાથી... રુહાને સવાલ કરતા મનીષભાઈના પત્નીને કહ્યું.
એક રીપોટર સવારે આવી હતી અને એમને આ બુક આપતા જણાવ્યુ કે એમને આ બુક મનીષનો એક્સિડન્ટ શુટ કરતી વખતે મળી હતી. અને હા એમને એમ પણ કહ્યું કે એમના નાનપણથી પિતા ન હોવાથી અને આ બુક પિતા અને પુત્રીના સબંધ પર હોય તેવુ ટાઈટલ પરથી લાગવાના કારણે અને બુક વાચવાની ખુબ જ આદત હોવાના કારણે એમને આ બુક ત્યા એક્સિડન્ટ ની જગ્યાએથી છાનછુપીથી લઈ લીધી હતી. અને હા એમને એમ પણ કહ્યું છે કે વાર્તા ખુબ જ સારી છે અને અને એ આ વાર્તાને જો વાર્તા લખનાર ચાહે તો સમાચાર દ્વારા બને તેટલી પ્રખ્યાત બનાવવામાં તમારી મદદ કરશે... આટલુ કહી મનીષભાઈના પત્ની એ રીપોટરનો નંબર વાળી ચીઠ્ઠી રુહાનને આપે છે.
તો આમ આ બધી વાત રુહાન જીજ્ઞા અને પુર્વીને જણાવે છે.
એક દિવસ બાદ આ વાર્તા લઈને દરેક મિત્રો સંજયભાઈને મળે છે અને સંજયભાઈને આ વાર્તા ગમે છે અને ખુબ જ જલ્દી એ વાર્તા પર એક ફિલ્મ બનાવવાનુ કાર્ય શરૂ કરે છે. થોડાક મહિનાઓ વિતે છે. એક બાજુ ફિલ્મ બનાવવાનુ કામ ચાલી રહ્યું હતું અને બીજી બાજુ ફિલ્મમાથી બને ત્યારે સમય કાઢીને પોતાના ઘર પાસે ઉભી રહીને પોતાના પિતાને મનાવવાનુ કામ પણ જીજ્ઞા કરી રહી હતી. જીજ્ઞાના પિતા રોજ આવે પરંતુ જીજ્ઞાને ઈગનોર કરીને જતા રહે.
આમને આમ એક વર્ષ વિતે છે. જીજ્ઞાના પિતા ભલે હજુ સુધી રિસાયેલા હતા પરંતુ રુહાન અને જીજ્ઞા આ એક વર્ષમાં કોઈ પણ કન્ફયુજન વગર એક બીજાના થઈ ચુક્યા હતા.
સમય વિતતા જીજ્ઞાની કહાની પર બનેલી ફિલ્મનુ ટ્રેઈલર લોન્ચ કરવામાં આવે છે અને એક લેખક તરીકે ફિલ્મની સાથે સાથે જીજ્ઞાને પણ પ્રમોટ કરવામાં આવે છે. રુહાન દ્વારા એ રિપોટરને જાણ કરવામાં આવે છે જે સ્ટોરી બુક લઈ ગઈ હતી અને એ રિપોટર અને એમની ચેનલ જીજ્ઞા અને એમની ફિલ્મને પ્રસિધ્ધ કરવામાં ખુબ જ મદદ કરે છે. ધીરે ધીરે જીજ્ઞાના જીવનના દરેક પ્રશ્નો સોલ્વ થઈ ચુક્યા હતા. હવે જો કોઈ તકલીફ હતી તો એ હતી પોતાના પિતાને મનાવવાની.
સમય જતા ફિલ્મ રીલીઝ થાય છે અને ખુબ જ સફળ નિવડે છે. જીજ્ઞા અને રુહાન ગીરધનભાઈને મનાવવા માટે તેમના દોસ્તોની મદદ લે છે અને ગીરધનભાઈને જીજ્ઞાની કહાની પર બનેલી ફિલ્મ જોવા માટે લઈ જાય છે. એક વર્ષ જેટલો સમય વિતવાને કારણે હવે ગીરધનભાઈ પણ આખરે છે તો એક બાપ જ એટલે એ પણ જીજ્ઞાથી પહેલા જેટલા નારાજ નહોતા. ગીરધનભાઈ પુરી ફિલ્મ ન ઈચ્છતા પણ નિહાળે છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો વાર્તા એ જ હતી કે એક દિકરી માટે પિતા ખુબ જ મહત્વના હોય છે અને પિતા પાસે દિકરીને ફક્ત પ્રેમની જ આશા હોય છે. ગીરધનભાઈ ફિલ્મ નિહાળતા નિહાળતા એ સાફ સમજી રહ્યા હતા કે એમની ખુબ જ મોટી ભુલ થઈ ગઈ છે. ફિલ્મ પુર્ણ થાય છે અને એ ફિલ્મ પુર્ણ થયા બાદ એક દ્રશ્ય આવે છે અને એ દ્રશ્ય કોઈ પણ બાપને પીગળાવી દે. ફિલ્મ પુર્ણ થતા જ પડદા પર લખીને આવે છે. WRITER BY :- JIGNA GIRDHANBHAI PATEL. પોતાની દિકરી પાછળ ફિલ્મી પડદા પર પોતાનુ નામ જોતા જ ગીરધનભાઈની આખોમા આસુ સરી પડે છે. પાછળથી જીજ્ઞા પણ ત્યા પોતાના પિતા પાસે આવે છે અને બંને એકબીજાને ભેટી પડે છે.
આમ પિતા અને દિકરી વચ્ચેની દરેક તકલીફો સમેટાઈ જાય છે. જીજ્ઞાને તેનુ સ્વપ્ન અને તેનો પ્રેમ બંને મળી જાય છે. હા જીજ્ઞાને સંઘર્ષ જરૂર કરવો પડ્યો પરંતુ તમારા જીવનનો સંઘર્ષ જ તમારા આવનારા સારા દિવસોનુ પ્રમાણ હોય છે.
આમ બધુ જ ઠિક થઈ જાય છે. રુહાન અને જીજ્ઞા પોતાના દોસ્તો સાથે પોતાની કોલેજ પુર્ણ કરે છે. કોલેજ પુર્ણ થયા બાદ બંને વધુ એક નવા પ્રોજેક્ટ પર કામ શરુ કરે છે અને હવે બંને એકબીજાના દુઃખમા એકબીજાને કસીને ગળે લગાવી લેતા અને આવનારી દરેક મુશ્કેલીને સાથે મળીને પાર કરવા તૈયાર હતાં.
આમ આ બાજુ ગીરધનભાઈ પણ પોતાનો સ્વભાવ અને નજરીયો બદલીને રુહાન અને જીજ્ઞાના લગ્નની જાહેરાત કરે છે. જય હિંદ.
સાહેબ આ 30 ભાગોનો ઉદ્દેશ ફક્ત એટલો છે કે દિકરી ઘરના આંગણાનુ ફુલ છે તો તેને ખિલવા માટે સુર્યરૂપી ઉર્જા આપજો ન કે રાતરૂપી અંધકાર. જય હિંદ જય ભારત.
। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
WRITER BY
VARUN SHANTILAL PATEL
આમ આપણી સફર એટલે કે બે પાગલ નોવેલનો અહીં એક સુખદ અંત આવે છે. તમે દરેક લોકો આ સફરમા જોડોયા અને તમારો મારી આ વાર્તાને ભરપુર પ્રેમ આપવા બદલ ખુબ ખુબ આભાર. આમ જ મારી સાથે જોડાયેલા રહેજો અને મારી આવનારી દરેક વાર્તોઓ વાચતા રહેજો અને તમારા મિત્રોને પણ વંચાવતા રહેજો. આભાર.
અન્યાય સામે એક ગુજરાત્રી પત્રકારની ઘમાસાન એટલે મારી આવનારા સમયમાં આવનારી નવી વાર્તા "કબ તક રોકોગે" વાચવાનુ ભુલતા નહીં.
મારા તરફથી વાર્તા બાબતે કે કોઈ પણ બાબતે જો કોઈ ભુલ થઈ હોય તો માફ કરવા વિનંતી.