Temple in Gujarati Spiritual Stories by Dipti books and stories PDF | મંદિર

The Author
Featured Books
Categories
Share

મંદિર

આછા કેસરિયા રંગના પથ્થર, આકર્ષક ઘુમ્મટ, ભાત ભાતની કોતરણીવાળી દીવાલો, અગરબત્તી અને ધૂપની સુગંધવાળું ધૂંધળું વાતાવરણ, ઘંટડીના સુરીલા રણકાર, ઠંડા- ઠંડા પગથિયાં, સ્વછતા-અભિયાન સિદ્ધ કરતો મોટો ખંડ, અનુશાષિત હારબંધ પથરાયેલ આસન , મોટા પ્રાંગણમાં પકડદાવ રમતા સુખા પાંદડા, મીઠી પ્રસાદની સુવાસ , ધીમો એક સૂરમાં થતો મંત્રનાદ, મંદ મંદ હસતી શ્રી ક્રિષ્ણની મૂર્તિ , અને નીરવ શાંતિ .....

કંઈક આવું જ દૃશ્ય નઝર સમક્ષ ઉભું થાય છે ને જયારે મંદિર શબ્દ કાનમાં આવી થપ્પો આપી જાય છે.

ભગવાનનું ઘર

આસ્થા નું પ્રતીક

પવિત્ર સ્થાન

જેવા ઘણા ઉપનામોથી સમ્માનિત છે મંદિર.

ચાલો આજે , એક અલગ દિશામાં જઈને નવીન વ્યાખ્યા પર વિચાર કર્યે.

સૌ પ્રથમ , મહાન મંદિરોના સ્થળ જે ઋષિમુનિઓ ધ્વરા નિશ્ચિત કરવામાં આવ્યા છે, જેવા કે કોઈ નદી કિનારે છે , તો કોઈ પહાડની ટોચ પર, કોઈ દુર્ગમ સ્થાન પર તો કોઈ સાગરની વચ્ચે છે. તેના પાછળ અવશ્ય વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ રહ્યા છે. સ્થાનની પસંદગી ઉમદા છે. આ સ્થાન સુધી પોહ્ચવાની યાત્રા આપણને ધૈય કરતા શીખવે છે. કોઈ વ્યક્તિ, ભગવાન, ધ્યેય કે લક્ષ્ય સુધી પહોંચવા માટે સંઘર્ષ જરૂરી છે તે સમજાવે છે. જેમ યોજના સાથે, અડગ આસ્થા સાથે, મુશ્કેલીઓ અવગણીને યાત્રા કર્યે છીએ અને મંદિર પોહ્ચયે છે. તે જ રીતે કંઈક પ્રાપ્ત કરવા માટે નાની-મોટી યાત્રા કરવી પડશે. યોજના બનાવી પડશે. જે નિર્ભયતા, વિશ્વાસ, અડગતા મંદિર દર્શનાર્થે જવા માટે હોય છે તે નિર્ભયતા અને વિશ્વાસ જીવનમાં લાવવું પણ આવશ્યક છે.

આપણે ત્યાં દરેક મંદિરનો એક અલગ ઇતિહાસ છે, જેમાં નિર્માણથી લઈને આક્રમણ સુધીની વાતો છે. દરેકની રચના પાછળ એક વાર્તા અને અનેક ધાર્મિક કારણો પણ જોડાયેલ છે. કલા ક્ષેત્ર માટે આપણા મંદિર આશીર્વાદ રૂપ છે. જયારે પણ મંદિર જઇયે ત્યાંનો ઇતિહાસ અવશ્ય જાણવો જોઈએ.

મોટા ભાગે મંદિર આપણે પરિવાર સાથે, આપણા સ્નેહીજન અને મિત્રો સાથે જતા હોય છે તથા જો કોઈ ન આવી શકે એમ હોય તો તેઓ આપણને તેમના તરફથી પ્રાર્થના કરવાનું જણાવે છે. નિષ્કર્ષ રૂપે આપણે તેમનું દિલથી ભગવાન સમક્ષ સ્મરણ કર્યે છે. પરિવાર સાથે સમય વ્યતીત કર્યે છે. મંદિર એક એવું સ્થાન છે જ્યાં દરેકના મનનાં ભાવાર્થ એક જ હોય છે, તેમના સ્નેહીજનોની સુખ અને શાંતિ. જયારે માં બાળકો માટે, મિત્ર બીજા મિત્ર માટે, પતિ-પત્ની એક બીજા માટે, અર્થાત જયારે આપણે બીજી વ્યક્તિ માટે પ્રાર્થના કર્યે છે ત્યારે ભગવાનની સાથે તે વ્યક્તિ માટે પણ આપણું ચિત્ત એકાગ્ર થાય છે. આમ એકબીજા વચ્ચે આત્મીયતા વધે છે.

મારા ગામમાં એક શિવજીનું મંદિર છે, ત્યાંના ગૌર- ગૌરાણી અમુક કારણોસર શારીરિક ખોડ-ખાંપણ નો શિકાર બન્યા હતા. જેથી મંદિરની સાફ સફાઈ, શણગાર, તહેવારોની ઉજવણી, આરતી- પૂજનની તૈયારી ગામના લોકો સાથે મળીને કરે છે. બાળકો ઉત્સાહ સાથે ગૌર મહારાજ ની દેખરેખમાં દરેક આયોજન કરે છે. આ ઉદાહરણ આપણને શીખવે છે કે, આપણી પાસે એક વિષેશ કારણ છે જેના માટે આખો સમૂહ દરેક રંજ ભૂલી ને એક થાય છે, તો કેટલું વિશેષ છે આ મંદિર!!! રામ- મંદિરના પ્રશ્ન પર હાલ જ આપણે દેશને એકજુટ થતા જોયો છે.

આવો હવે પ્રાંગણ તરફ જઈએ..

વિશાળ પ્રાંગણમાં સુશોભિત બેઠકો પર બેઠા અનુભવી અને આદરણીય વૃદ્ધ સમૂહ - રાજકારણ , આરોગ્ય, મોલ- ભાવ, રમતગમત પર પોતાના મંતવ્યો રજૂ કરતા જોવા મળે છે. વિરુદ્ધ મંતવ્ય હોવા છતાં દરેક નો સ્વર સમાન રહે છે. તેમના જીવનની કથા-વસ્તુ સાંભળવાનો અનુભવ પ્રાંગણમાં મળે છે. આસપાસસની લીલોતરી તમારી આંખોને આરામ આપશે. પ્રાંગણમાં ફરતી ખિશકોલીઓ પક્ષીઓ મન પ્રફુલ્લિત કરશે. મનની શાંતિ માટે, ચર્ચા કરવા માટે અથવા મહત્વ નિર્ણય લેવા માટેનું આ વિષેશ સ્થાન છે.

આગળ વધતા, પગથિયા પર જ્યારે નવજાત પગનો સ્પર્શ થાય છે, ત્યારે એક નવી ઉર્જા ગુરુત્વાકર્ષણની વિરુધ શરીરમાં પ્રવેશ કરે છે. થાક, મુશ્કેલીઓ અને પીડા પળભરમાં ગાયબ થઈ જાય છે. કોઈ પણ વાતફૂલન સાધન વગર વાતાવરણમાં રહેલી કુદરતી શીતળતા અધભૂત લાગે છે.

મંદિરમા પ્રવેશ કર્યા બાદ આપણુ સંપુર્ણ ધ્યાન દર્શન કરવા તરફ હોય છે. પરંતુ ખરેખરો ચમત્કાર તો ઉપરની તરફ હોય છે. ખંડની મધ્યમાં ઉભા રહીને ઉપર ઘુમ્મટ તરફ નઝર કરતા, અલગ - અલગ કોતરણીથી એકરસ બનતા ચિત્ર જોવા મળશે, થોડી વાર સુધી એકીટસે જોતા રહયા બાદ આખુ ચિત્ર ગોળ ચક્કર ફરવા લાગશે, અને તેના ધ્વારા અંકિત થયેલ વાર્તા તમારા સમક્ષ હાજરાહજુર પ્રસ્તુત થાય છે. છે ને અદ્ભુત વાત!!

મને નાનપણથી એમ કે મંદિરમાં ભગવાન સામે હાજરી પુરવા માટે ઘંટ વગાડવામાં આવે છે, ત્યારે મારે કુદકા મારીને પણ ઘંટ અચુક વગાળવાનો હોય. નહિ તો ભગવાનને ખબર કેવી રીતે પડે કે હું આવી છું ? વૈજ્ઞાનિક કારણ છે કે ધાતુના રણકારથી હવામા રહેલ જીવ-જંતુ મરી જાય છે. ધીમો- ધીમો નાની ઘંટડીયોનો અવાજ હોય કે મોટા ઘંટનો એક ટકોરો, બન્ને ખુબ લોકપ્રિય સુર છે. જેમાં લેશમાત્ર પણ ઘોંઘાટ નથી. જેના ધ્વનિ તરંગો મંદિરના વાતાવરણને નિર્મળ અને શુદ્ધ બનાવે છે. હવે તો ઘરના મુખ્યદ્વાર પર ઘંટડીયો લગાવવાનુ ચલણ છે.

પરિસ્થિથીથી દૂર જવા માટે ઘણીવાર આપણે પોતાનાથી જ ખોટું બોલ્યે છે, પરંતુ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને , આપણે મનની દરેક વાત અને દુવિધા તેમને કહ્યે છે. શું તમારું ધ્યાન એ વાત તરફ ગયું? કે આ સમયે આપણે પોતાને જ દરેક વાત સાચી જણાવી રહ્યા હોય છે. મનની વાત જણાઈ લીધા બાદ તમારું મન ખાલી અને શાંત થઈ જાય છે. જેમાં નવા વિચારો જન્મ લેશે, આમ આપણે પોતાની મદદ જાતે જ કરતા હોઈએ છે. ઇષ્ટદેવ સમક્ષ ધારેલું મળશે કે થશે એવો દ્રડ વિશ્વાસ થાય ત્યારે સકારાત્મક ઊર્જા પેદા થાય છે, અને ઉર્જા જ આકર્ષણના નિયમ દ્વારા આપણી ધારેલી વસ્તુ કે વાત આપણા સુધી પોંહચાડે છે. જેટલો ઉંડો વિશ્વાસ તેટલી વિશિષ્ટ ઊર્જા.

મંદિરમાં કોઈ પણ ખૂણે ઉભા હોઈએ તો પણ ભગવાન આપણે જોઈ રહ્યા હોય છે એમ લાગે છે. તેમની આંખો આપણી આંખોમાં જોઈ રહી છે તેઓ આભાસ થાય છે. ચોક્કસ તમને પણ આ વાતનો અનુભવ થયો હશે. અહીં મૂર્તિકારની પ્રશંશા કરવી રહી. રંગબેરંગી ફૂલોની ટોકરી અને દીવડાઓ નો પ્રકાશ!! જેનો ફોટો લેવા માટે તમને કોઈ ફિલ્ટરની જરૂર નહીં પડે કારણકે , મૂળ રૂપે જ તેઓ ખુબ સુંદર લાગે છે.

અંતે દર્શન કરીને બહાર આવ્યે ત્યારે નાની નાની દુકાનો પર અચૂક ઉભા રહેવાનું થાય છે. પુસ્તકો , પ્રસાદ, માળા, દવાઓ, જડીબુટી, ફોટો, શણગારની વસ્તુ, નાસ્તો, પીણાં, ઘરના મંદિર માટે વસ્તુ, રસોઈ ઘરનો સમાન, રમકડાં!!! ઓહ હો !!! કેટલું બધું. આ નાની દુકાનોમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે.


આવો, હવે જયારે પણ મંદિર જઇયે, ત્યારે ત્યાંની નાની નાની વસ્તુ કે વાત પાછળનું કારણ વિચાર્યે અને તેનું મહત્વ સમજ્યે. વૈજ્ઞાનિક કારણો તમને આપણી પ્રાચીન સંસ્કૃતિ પર માન ઉપજાવશે અને ધાર્મિક કારણો તમારી આસ્થા મજબૂત બનાવશે. ત્યાંની અલોકિક સુંદરતાનું પોતાના શબ્દોમાં વર્ણન કર્યે.

અહીં મારા દ્ધષ્ટિકોણથી એક પ્રયાસ માત્ર કર્યો છે.

આભાર!!!


© દીપ્તિ ઠક્કર " માહી "