Premni paheli varsha traffic signale - 1 in Gujarati Love Stories by Hitesh Prajapati books and stories PDF | પ્રેમની પહેલી વર્ષા ટ્રાફિક સિગ્નલે - ૧

Featured Books
Categories
Share

પ્રેમની પહેલી વર્ષા ટ્રાફિક સિગ્નલે - ૧

પ્રેમની પહેલી વર્ષા ટ્રાફિક સિગ્નલે ભાગ : ૧


સવારે ૭ વાગીને ૩૦ મિનિટ થઈ હશે અને મમ્મી એ ચાદર ખેંચી અને કીધું બેટા ચાલ ઊભો થા ૮ વાગ્યા... મેં એક આંખ કાંણી કરીને ઘડિયાળ સામે જોયું તો ઘડીયાળમાં ૭ વાગીને ૩૦ મિનિટ થઈ હતી.... મેં મમ્મીને કીધું.... મમ્મી ક્યાં ૮ વાગ્યા છે અને એમબી આજે રવિવાર છે... મેં મમ્મીનાં હાથમાંથી ચાદર લઈ પાછો સૂઈ ગયો....

પછી મમ્મી એ ના તો ચાદર ખેંચી કે ના તો બુમ પાડી.. પરંતુ એટલું બોલી સારું સૂઈ રે તારા પપ્પા ને મોકલું છું.... જેવા પપ્પા શબ્દ મારા કાને પડ્યો તરતજ નાતો મેં આળસ મરડી કે નાતો મેં આંખો ચોળી... તરતજ ઊભો.. મમ્મી સામે જોયું તો એ પ્રેમથી હસતી હતી... પછી મેં વિચાર્યું ચાલો નીચે જઈને પલંગમાં સૂઈ જઈશ.. જેવા નીચે ગયો ત્યાં જ બાપા છાપુ વાંચતા હતા..
એટલે આપણો એ સૂવા નો વિચાર માંડી વાળ્યો.. અને છાનોમાનો બાથરૂમમાં જતો રહ્યો... નાઈધોઈને ચકાચક તૈયાર થઈ.. ચા નાસ્તો કરી લીધો અને પછી સીધો મોબાઇલ ફોન લીધો.. જેવો મોબાઇલ લીધો બાપા છાપાનું પાનું સાઈડમાં કરી અને ચશ્મા નાક પર લાવી મને ટગર ટગર જોતા હતા...

મેં મારા દોસ્ત વિનોદયા ને ફોન લગાવ્યો...

હજી રીંગ વાગતી જ હતી ને હું બોલ્યો વિનોદ મેચ રમવા નથી આવવું ?

એટલું બોલતાં જ બાપા એ ફોન લઈ લીધો અને બોલવા લાગ્યાં... સાની માની મેચ બેચ રમવા આવતી નય ઘરમાં પડી રેજ એટલામાં સામેથી "ધનજી કાકા બોલ્યા : અરે લાલજી ભાઈ હું ધનજી બોલું વિનોદ તો સૂતો છે હજી

(મને ખબર નથી કે શું થયું હશે પણ બાપા મારી સામું લાલ ઘુમ થઈ ને જોતા હતાં)

મને થયું કે બોમ્બ ટાઈમ બોમ્બમાં ફેરવાઇ જાય એ પેલાં ફોન લઈને ભાગવા દે...!
બાપા એ ફોન મૂક્યો એટલે મેં પેહેેલા ફોન લઈ લીધો... બોસ બાપા બગડ્યા... અને બોલ્યા.. મારા હાહરા બાપાને બનાવે છે.. ઊભો રે.......!
મમ્મી : શું બુમાબુમ કરો છો સવાર સવારમાં..
બાપા : આ તારો છોકરો..
મમ્મી : શું તમે સવાર સવારમાં એની પાછળ પડી જાવ
છો.
બાપા : હા ...છોકરાના વકીલ થઈને જ બગાડ્યો છે
મમ્મી : સારું! પેલા રમેશભાઈની છોકરીના લગ્ન છે તો
લાલાને કહેજો જતાવે .. એને ફોન કરો.
હું પાનનાં ગલ્લે ઊભા હતો દોસ્તો જોડે અને અમે મુવી જોવા જવાનો પ્લાન બનાવતા હતા એટલામાં જ બાપા નો ફોન આયો.... બાપાનો ફોન જોઈ ને મારથી બોલાય ગયુ....

બે યાર મારો બાપો રવિવારે પણ જપતો નથી.. મારી મેથીજ માર માર કરે છે.

ફોન ઉપાડ્યો મેં... હા બોલો પપ્પા.
બાપા : ક્યાં છે ?
કનુકાકાની દુકાને
બાપા : ત્યાં શું પડેકા વારવા ગયો છે ?
ના યાર.. કામ બોલોને તમે
બાપા : ઘેર આવ કામ છે
હા આવું...શું ..? ભાઈઓ આપણો મુવી જોવાનો પોગ્રામ કેન્સલ. હું ઘેર ગયો
શું કામ હતું ? પપ્પા...!

એટલામાં મમ્મી બોલી રમેશભાઈ ના ત્યાં જવાનું છે એમની છોકરીના લગ્ન છે અમે ફોઈબાની ખબર કાઢવા હોસ્પિટલ જઈએ છીએ તારે લગ્નમાં હાજરી આપવા જવાનું છે.
યાર મમ્મી મારે મારા દોસ્તો જોડે મુવી જોવા જવાનું છે. એટલામાં બાપા બોલ્યા વાયડીની... ના થા.... ત્યાં આખલા ઉજણી કરવા નથી જવાનું.... સાની માની તૈયાર થઈને રમેશભાઈ ના ત્યાં જા..... અને લે આ ૫૦૦ રુપિયા સાંજે જમીને ચાંલ્લો કરીને આવજે...
અને હા.. જો ૫૦૦ રુપિયાનો જ કરજે પાછો.... અરે મમ્મી.. પપ્પા તો જો યાર જાણે હું ૫૦૦ રુપિયા વાપરી નાખવાનો હોય એમ કરે છે....
મમ્મી હસતા હસતા.. સારું જા હવે...!
પછી મેં એકદમ લાડથી કીધું પપ્પા....આમાં ચા પાણી અને પેટ્રોલના તો પૈસા આવ્યા જ નય..એનું કંઈક કરોને...?
પપ્પા... બોવ વાયડીની ના થઈશ ત્યાં તું પીકનીક માં નથી જતી... પછી તો આપડા વકીલ છે જ... એટલે. મમ્મી બોલી.. આપોને હવે....
હા ..બાપા...આપું છું..હો..
સારું લે..! અને ધીમો જજે.... પાછો... બોવ હિરો વેળા ના કરતી....
હા હવે..અને પપ્પા એમબી હું હિરો જ છું... પપ્પા..હવે ડંફાસ માર્યા વગર નિકળને... ચાંપલી...
આપડેતો એકદમ ચકાચક.... નવી વોચ... નવા ગોગલ્સ.... એકદમ.... હિરો જેવો તૈયાર થઈને.... બાઈક... લઈને નિકળ્યો.....
હજી નિકળતો જ હતો... અને એટલામાં બિલાડી નિકળી....બસ.. એને નિકળતા જોતાં જ... કાળું કાકા બોલ્યા.... અલ્યા લાલ્યા ઉભો રે.... થોડી વાર..
મેં કીધું કેમ....?
ડોબા બિલાડી આડી ઉતરી દેખાતું નથી...
બે..કાકા..તમે કઈ સદીમાં જીવો છો.એવું કાંઈ ન હોય. એટલું કહીને હું તો નિકળી ગયો.
એય.. ભાઈ તો મોજમાં બાઈક ચલાવતાં ચલાવતાં જતાં હતા. અને થોડો આગળ ગયો અને જોયું તો.....
બાપ રે... બાપ... ટ્રાફિક જામ ?.... બે કેટલો બધો ટ્રાફિક... જોયું તો ખબર પડી કે કોઈ કારનું બરોબર ટ્રાફિક સિગ્નલ પર જ એક્સિડન્ટ થયેલું હતું....
આટલો બધો ટ્રાફિક જોઈને જ મોતિયા મરી ગયા હતા.
કાળું કાકાની પેલી બિલાડી વાળી વાત યાદ આવી ગયા
...... મનમાં એમબી થયું...સાલું આમ હકીકતમાં તો
બિલાડી નહિ બાપાનાં લીધે ફસાયો આ ટ્રાફિકમાં.


શાંતિથી દોસ્તો જોડે મુવી જોતો હોત...અને આ મારા બાપાએ આ ગરમીમાં કયાં ફસાવી દીધો...
હું ભગવાને કેવાં લાગ્યો. હે ભગવાન કેમ આવો બાપો આપ્યો મારી મેથી મારવા.
એટલામાં થોડો ટ્રાફિક ખુલ્યો.... હું સહેેજ આગળ ગયો... એટલામાં જ મારી નજર એક છોકરા પર પડી..
એના પગમાં અલગ અલગ કલરના ચંપલ હતા અને એબી ટુટેલા, શર્ટ પહેરેલો હતો પણ બટન એક પણ નોહતા.ગરમીના કારણે એનું આખું શરીર પરસેવાથી રેબઝેબ હતું. અને

અને એ ગાડીએ ગાડીએ જઈને ગાડીઓના બારીના કાચ ખખડાવી. ને એના રમકડાં વેચતો હતો.
એ રમકડાંતો વેચતો હતો પણ એની આંખોમાં એક નિરાશા દેખાય રહી હતી.

મને થયું કે એનું
સવારથી કોઈ રમકડું વેચાયું જ ના હોય..
એટલે મેં એને બોલાવ્યો....
ઓય...!.. દોસ્ત... અહીં આવ..
( મને ખબર નથી કે આ ટ્રાફિકમાં કોઈની આંખો માને નિહાળી રહી હતી પણ હતું કોઈક...)
મેં એને બુમ પાડી બોલાવ્યો કે તરત જ એ દોડતો દોડતો
મારી તરફ આવ્યો....

ત્યારે એની આંખોમાં મને નિરાશા નહી પણ એક ખુશીની ઉમ્મીદ દેખાતી હતી.
એ આવ્યો અને બોલ્યો... બોલો સાહેબ....!
બસ એ સાહેબ બોલ્યો એટલે એક સમય મને નવાઇ લાગી કારણે...યાર મને ગાળો દીધા સિવાય કોઈએ બોલાવ્યો જ નહોતો...

મેં કીધું જો ભાઈ મારા બાપા મને લાલીયો કહીને બોલાવે છે એટલે તું મને લાલીયો કહીને બોલાવી શકે.
એ બોલ્યો : લાલાભાઈ મને પણ બધા લાલીયો જ કહે છે.
શું ? વાત કરે છે, સારું ચાલ આ બધા રમકડાં કેટલા ના છે.
લાલાભાઈ ૩૦૦ રૂપિયાના છે.
સારું ચાલ બધા રમકડાં મને આપ.

મેં પેલી ૫૦૦ રૂપિયાની નોટ કાઢી અને વિચાર્યુ ૫૦૦ રૂપિયામાં ક્યાં રમેશ કાકા નો બંગલો બંધાઈ જવાનો છે એટલે એજ આપી દીધા.
એને કીધું : લાલાભાઈ છુુુટ્ટા નથી.

લે લોચો માર્યા તે !
એટલામાં પાછળથી બુમ આવી મારી પાસે છુુુટ્ટા છે.

હું પાછળ જોવું એ પેહેલા તો મારી બાજુમાં
એક લાલ કલરનું એકટીવા આવ્યું અને એમાં પણ લાલ ડ્રેસ પહેરેલી છોકરી.

એને જેવું મારી સામું જોયું.
અને એને ડુ પટ્ટો બાંધેલો હતો એટલે એની આંખો જ દેખાઈ મને બસ.
"" એનું આમ મારી સામું જોતા જ મારા શરીરના બધા પ્રેમના દરવાજા ખુલી ગયા... પણ સાલું મારા દિલની
ચાવી તો હજી એની પાસે હતી. ""
હું તો બસ એની આંખોમાં જ ખોવાઇ ગયો હતો..
એટલામાં એ બોલી ઓય હિરો !

જ્યારે થોડીવાર તો મને એવું લાગ્યું કે જ્યારે સપનું જોઇ ને જાગ્યો હોય.
મેં કીધું હા બોલો

એને કીધું મારી પાસે છે છુટ્ટા.

સારું લાવો.

એટલે એને મને છુટ્ટા આપ્યાં અને એમાંથી મેં ૩૦૦ રૂપિયા પેલા છોકરાને આપ્યા.
પરંતુ એ ગરીબ નાનકડા છોકરાની અમીરાઈ તો જોવો.
એના રમકડાં ના ૩૦૦ રૂપિયા થતાં હતાં પણ એને મને ૫૦ રૂપિયા પાછા આવ્યા.
મેં કીધું ભઈલા તારા રમકડાં ના તો ૩૦૦ રૂપિયા થાય છે
તો કેમ તે ૫૦ રૂપિયા પાછા આપ્યા મને...!
એટલે એ બોલ્યો : ભાઈ ! હું બે દિવસ સુધી ફરત તો પણ મારા આટલા બધા રમકડાં ના વેચાત એટલે.
એની આ અમીરાઈ તો જોવો તેમ છતાં મેં એને ૫૦ રૂપિયા પાછા આપ્યા તેમ છતાંય એ નોહતો લેતો.
એટલે મેં કીધું લે મોટા ભાઈ રુપે આશીર્વાદ સમજી આપું છું પછી એને લીધા.

પછી તે ત્યાંથી ગયો પણ એની ખુશીનો કોઈ પાર નો હતો.


( આ સમગ્ર ઘટના પેલી લાલ એક્ટિવા વાળી છોકરી જોઈ રહી હતી )
પછી મેં મારું સમગ્ર ધ્યાન એની પર કેન્દ્રિત કર્યું.
અને તરતજ થોડો ટ્રાફિક ખુલ્યો એટલે એનું એકટીવા થોડું આગળ ગયું એટલે મેં પણ એની પાછળ પાછળ જવા દીધું.

એના એકટીવાની પાછળ જોયું તો પ્રિયા લખેલું એટલે મને લાગ્યું એનું નામ પ્રિયા હશે ચાલો ભાઈ લાલીયાની પ્રિયા આવી ગઈ.
સાલું હું આવ્યો ત્યારે એવું વિચારતો હતો કે ક્યાં
આ ટ્રાફિકમાં ફસાઇ ગયો અને હવે સાલું હું ભગવાનને
પ્રાર્થના કરવા લાગ્યો કે ટ્રાફિક હજુ થોડો રહી જાય તો સારું.
પછી મને મારા બાપા સારાં લાગવા માંડયા એટલે હું અંદરોઅંદર હસવા લાગ્યો વાહ લાલજીભાઈ ! વાહ..!
મેં એની સામે જોયું તો એ એનાં એકટીવાના અરીસામાંથી ત્રાંસી નજરોથી જોતી હતી અને તેમછતાં એ એવો દેખાવ કરતી કે જાણે મને એ જોતી જ ના હોય.


પરંતુ એનું ,

મારી સામે આમ અરીસામાંથી છાનુંછુપૂ જોવું શું ? એજ પ્રેમ હશે ? સાલું કાંઈ ખબર પડતી નથી.

પરંતુ એતો હજી પણ એ જાણે બંધ દરવાજાની એક નાનકડી તીરાડ માંથી મને ખબર ના પડે એવી રીતે જોયા કરતી હતી.
અને એની આંખોનાં પલકારા એવાં ડીપર મારતા હતાં કે એની આંખોની ડીપરોએ તો મારા દિલનું તાળું વગર ચાવી એ ખોલી દીધું હોય એવું લાગતું હતું.
થોડીવાર બાઈકને રેસ આપતો અને એની પાસે જતો રહેતો અને એની સાથે વાત કરવા બોલવા જતો પરંતુ યાર સાલું જેવો નજીક જતો અને મારી હવા નિકળી જતી.
આમ વિચાર પણ આવે કે યાર કે વાત કરું અને એ કાંઈ બોલે તો આજુબાજુવાળા મારી વાટ લગાવી દે તો...?
પરંતુ હું મારી આ લવ સ્ટોરી ટ્રાફિક સિગ્નલ સુધી જ સિમિત રાખવા નહોતો માંગતો.
પછી ફરી એની જોડે જઈને બાઈક ઊભી રાખતો હતો અને હવે તો મન મક્કમ કરી દીધું હતું કે હવે તો વાત કરીશ જ જે થવું હોય એ થાય.
હું હાય કહેવા જ જતો હતો.

અને એ બોલી : ઓય હિરો.

બસ એનું આમ ઓય હિરો બોલતાં જ હું તો shocked થય ગયો અને આમ એના સપનામાં ખોવાઇ ગયો પછી તે ફરીથી બોલી ઓય હિરો પરંતુ હું તો અલગ જ ખયાલોમાં ખોવાઇ ગયો હતો.
પછી તેણે મને આમ મારા ખભા ઉપર પ્રેમથી હાથ માર્યો અને કહ્યું ઓય હિરો.

એટલે હું તરતજ સપનામાંથી બહાર આવ્યો અને વિચાર આવ્યો કે સાલું સપના પણ એ બતાવે અને સપનામાંથી બહાર પણ એ લાવે યાર શું છોકરી છે.

પછી મેં કીધું હા બોલો પ્રિયાજી.

એ કહે કે ઓય મારું નામ પ્રિયા છે ક્યાંથી ખબર પડી ..?


તમે એકટીવાની પાછળ કેવું સુંદર રીતે મોટા અક્ષરોમાં લખ્યું છે એટલે મને લાગ્યું કે તમારું નામ પ્રિયા હોઈ શકે.


પ્રિયા : ઓ..હો.. હો... બોવ હોશિયાર


એતો હું બાળપણથી જ છું


પ્રિયા : હા.. એતો લાગ્યું મને પરંતુ તમે આટલાં બધાં રમકડાં કેમ લીધા.

( એને ખબર હતી છતાં પણ અજાણી બનતી હતી)


મેં પણ જવાબ આપ્યો અરે એતો મારે સ્કૂલના વિદ્યાર્થીઓને આપવાના છે એટલે.
પ્રિયા : પરંતુ આજે તો સ્કૂલ બંધના હોય
કેમ ...?
પ્રિયા : આજે રવિવાર છે ને એટલે
( એ હસી રહી હતી)
અરે હા પરંતુ હું જે સ્કૂલમાં જવાનો છું એ હોસ્ટેલ વાળી છે એટલે.
પ્રિયા : ઓકે ..ઓકે.. સરસ..
Thank
પ્રિયા : Welcome
મેં કીધું.. તમે અત્યારે શું કરો છો
પ્રિયા : હું અત્યારે ટ્રાફિકમાં ફસાઇ છું
અરે મારો કહેવાનો મતલબ એવો નથી યાર એટલે તમે job કે Study શું કરો છો એમ..
પ્રિયા : sorry sorry just joke હું Study કરું છું અને અત્યારે મારી Freind ના લગ્નમાં જઈ રહ્યી છું.

( આમ ટ્રાફિક થોડો થોડો ખુલતો હતો અને અમે આગળ જતાં હતાં)


સાલું હું પણ લગ્નમાં જ જતો હતો પરંતુ આપડે તો પહેલાં જ ડાહ્યા બન્યા હતા કે સ્કૂલમાં જઈ રહ્યો છું એટલે બોલાય એવું તો હતું જ નહીં.
પ્રિયા : તમે શું કરો છો હાલ.
હું પણ ટ્રાફિકમાં ફસાયેલો છું હાલ
પ્રિયા : મારો જ ડાયલોગ મને બોવ હોશિયાર
મેં કહ્યું અરે મજાક કરું છું
પ્રિયા : વાંધો નહીં
મેં કીધું જો આપણે જેટલી મજાક કરીએ એટલા નજીક આવીએ એટલે.
પ્રિયા : શું કહ્યું
અરે Freindship એમ
પ્રિયા : ok. ok.

( સાલું આ ટ્રાફિકમાં ને ટ્રાફિકમાં બે કલાક થય ગયાં)


આમ એ થોડી આગળ ગઈ અને હું પણ બાઈક લઈને એની પાછળ જતોં જ હતો ને એટલામાં એક રિક્ષાવાળો વચ્ચે આવી ગયો, હું તો મનમાં ને મનમાં એને ગાળો દેવા લાગ્યો કે યાર ક્યાં મારી લવ સ્ટોરીમાં આ વિલન બનીને આવ્યો છે.
મેં રિક્ષાની બાજુમાંથી જોયું તો એ અરીસામાંથી જોઈ રહ્યી હતી એટલે હું બોવજ ખુશ હતો.
ટ્રાફિક ખુલ્યો તો એ નીકળી ગઈ પરંતુ હું ત્યાં જ રહ્યી ગયો કારણ કે સાલું એ સમયે જ એક રિક્ષાવાળાની રિક્ષા ચાલુના થઈ અને જ્યારે રિક્ષા ચાલુ થઈ તો રેડ સિગ્નલ ચાલુ થયું એટલે ફરીથી હું ટ્રાફિકમાં રહ્ય ગયો.

યાર આ રિક્ષાવાળાએ મારી લવ સ્ટોરીમાં રેડ સિગ્નલ શરૂ કરીને જતો રહ્યો.
હું થોડી વાર પછી ટ્રાફિક ખુલ્યો એટલે હું પણ નિકળી ગયો અને બાઈક થોડું સ્પીડમાં ચલાવ્યું પરંતુ મને એ ક્યાંય જોવા મળી નહિ હુ અંદરથી બહુજ હતાશ થઈ ગયો કે યાર મારા પ્રેમની પહેલી વર્ષા તો ટ્રાફિક સિગ્નલેજ રહી ગઈ
મેં બાઈક સાઈડમાં કરી અને પેલી છોકરીનો જ વિચાર કરતો હતો એટલામાં મારી નજર એક અનાથ આશ્રમ પર ૫ડી એટલે પેહેલા ત્યાં ગયો અને પેલા બધા રમકડાં મેં ત્યાંના છોકરાઓને આપ્યા અને બીજા જે મારી પાસે પૈસા હતા તે મેં ત્યાં ડોનેટ કરી દીધા.

એટલે હવે તો આપણે ઠન ઠન ગોપાલ થઈ ગયા. પછી ત્યાંથી હું લગ્નમાં ગયો.

લગ્નના પાર્ટી પ્લોટે પહોંચીને પાર્કિંગમાં બાઈક મુકવા ગયો અને મારી નજર લાલ એકટિવા પર પડી અને પાછળ પ્રિયા લખેલું યાર મારોતો આનંદનો પાર ના રહ્યોં.

હું છોકરી પક્ષમાં આવ્યો હતો છતાં જાન આવી એટલે નાચવા લાગ્યો.

અને પછી હરખમાં ને હરખમાં દોડતો દોડતો અંદર ગયો અને ગેટ પર જ એક લાલ ડ્રેસ વાળી છોકરી ભટકાઇ
હું ઉતાવળમાં ને ઉતાવળમાં જ બરાબર જોય વગર એને SORRY કહીને નીકળી ગયો.
યાર આ લગ્નમાં તો ઘણા બધાંએ લાલ ડ્રેસ પહેર્યો હતો
હું તો આમ હાંફળો-ફાંફળો થઈ ગયો.

પછી પેલો 3ideate Movie નો ડાયલોગ યાદ કર્યો કે સમર All Is Well ... All Is Well.. કહીને ઊંડો શ્વાસ લીધો અને એક જ્યુસનો ગ્લાસ લઈ ખુરશી પર બેઠો જ્યુસ પીધો.
જ્યુસ પીધા પછી એને શોધવા લાગ્યો.


( સાલું એ મને જોતી હશે મેં તો એને જોઈ પણ નથી ફક્ત એની આંખો જ જોઈ છે કેવી રીતે શોધીશ ? )
હું પછી દરેક લાલ ડ્રેસ વાળની આંખો જોવા લાગ્યો એટલામાં રમેશ કાકા મળ્યા.
રમેશ કાકા આવ્યા : કેમ છે બેટા
મજામાં કાકા..
રમેશ કાકા: લાલજીભાઈ નથી આવ્યા .
ના કાકા મમ્મી - પપ્પા ફોઈની ખબર કાઢવા હોસ્પિટલમાં ગયા છે
રમેશ કાકા : સારું, સારું.. અને તું જમીને જજે
હા એટલે તો આવ્યો છું કાકા
રમેશ કાકા: સાલા તું ના સુધર્યો
સારું કાકા પછી મળું..
રમેશ કાકા : સારું બેટા
એટલામાં મારી નજર રમેશ કાકા ની છોકરી ટીના પર પડી અને એની બાજુમાં એક લાલ ડ્રેસ વાળી છોકરી હતી એટલે હું ત્યાં ગયો.
હાય ટીના ! કેમ છે ?
ટીના : હાય સમર કેમ છે ?
અને પછી મેં પેલી છોકરી સામે જોયું તો એજ આંખો અને એજ લાલ કલરનો ડ્રેસ એટલે હું ખચકાયા વગર જ બોલ્યો.
હાય ' પ્રિયા ?
ટીના : તું ઓળખે છે આને ?
હા.. કેમ નય ?
ટીના : કઈ રીતે ?
પ્રિયા : અમે હમણાં જ મળ્યા ટીના .
ટીના : ક્યાં ?
પ્રિયા : બહાર ગેટ પર નય.... સમર ?
મેં કીધું હા... હા... ત્યાં જ
ટીના : સારું તમે વાતો કરો મમ્મી બોલાવે છે મને
મેં કીધું Thank You ટીના
પ્રિયા : ઓય હિરો ! Thank you કેમ ?
અરે ટીનાએ ના કીધું તમે બંને વાતો કરો એટલે
પ્રિયા : હા.. હા..હો. બોવજ હોશિયાર.
એતો હું નાનપણથી જ છું
પ્રિયા : Ok... Ok.. મને એ વાત ના સમજણ પડી કે તારું નામ તો લાલો છે તો આ સમર ક્યાંથી આવ્યો.
અરે અમારું ઓરીજીનલ નામ છે લાલો બધા પ્યારથી કહે છે... જેમ કે તારા માટે હિરો.
પ્રિયા : ઓહો...હો પરંતુ તને એવું નથી લાગતું કે તું કાંઈ ભુલે છે
શું......?
પ્રિયા : કે તારે રમકડાં આપવા માટે હોસ્ટેલમાં જવાનું હતું ને તો પછી અહીં ક્યાંથી હે...

હા એતો છે.. પરંતુ હું ત્યાંથી અહીંયા આવાનો હતો જે તને કહેવાનું ભુલી ગયો હતો.


પ્રિયા : oh.. Nice one.. Good Story હું આમ શું કહું છું કે તું સ્ટોરી સારી બનાવે છે નય ?


ના.. યાર એવું નથી સાચેજ


પ્રિયા : મજાક કરું છું મેં તને ગેટ પર જ જોયો હતો અને મને એ પણ ખબર હતી કે તે રમકડાં કેમ ખરીદ્યા પરંતુ તે જવાબ પણ એવો જ આપ્યો ?


ઓહો... એટલે તું મારી ફીરકી લેતી હતી કે શું ?


પ્રિયા : ના એવું કાંઈ જ નહોતું ; અને મને એક વાત ના ખબર પડી કે તે મને ઓળખી કેવી રીતે હું ક્યારનીયે તને આમ તેમ આંટા મારતો જોતી હતી મને એવું લાગ્યું કે જાણે તું કોઈને શોધતો હોય.
મેં કીધું અરે એતો પાર્કિંગમાં તારું પ્રિયા લખેલું એકટિવા અને અહીંયા તારો આ લાલ ડ્રેસ અને નજીકથી તારી આ મોતી જેવી આંખો પરથી ઓળખી ગયો, અને રહી વાત આમતેમ આંટા મારવાની તે એ હું રમેશ કાકા ને શોધતો હતો.
પ્રિયા : Oh..ho ! જુઠું ના બોલ કોઈને તો શોધતો હતો. અરે એમાં શું જુઠું રમેશ કાકાને કવર આપવાનું હતું એટલે.
પ્રિયા : તો રમેશ કાકાને કવર આપ્યું
હા આપ્યું ને
પ્રિયા : સારું સારું તો પછી ત્યાં ગેટે કોણ અથડાયું હતું અને માણસ અથડાય તો અથડાય પણ Sorry પણ ના બોલે.
શું વાત કરે છે ! ત્યાં તું અથડાઈ હતી
પ્રિયા : હા
પરંતુ હું Sorry તો બોલ્યો હતો અને હું ઉતાવળમાં હતો .
પ્રિયા : હા પેલું કવર જો આપવાનું હતું નહિતર રમેશ કાકા ભાગી જાત સાચું ને !


હા એવું( પછી મેં વિચાર્યું જો હું આ મોકો છોડીશ તો પછી આ મળશે કે નહિ મળે એની ખબર નથી એટલે જે થવું હોય એ થાય લોકો મારશે તો માર ખાઈ લઈશ પણ કાંઈ ક તો જુગાડ કરવો જ પડશે.) જ હતું.

પ્રિયા : શું એવું જ હતું તો રમેશ કાકાએ તો બધાને બોલાવ્યા હતા તો પછી એ ક્યાં ભાગી જવાના હતા. અને રમેશ કાકાને તો તે જોયાં જ હતા એતો હમણાં સુધી ત્યાં જ બેઠા હતા.
(મેં મનમાં વિચાર્યું કે આ સારો મોકો છે મારા દિલની ચાવી લેવાનો જો આ મોકો છોડ્યો તો હંમેશા તાળું જ લાગેલું રહેશે) એટલે મેં ત્યાંથી લગ્નની ચૌરી માંથી એક ગુલાબનું ફુલ લીધું અને કહ્યું...
હા..! હું તને જ શોધતો હતો ..પ્રિયા..ટ્રાફિક સિગ્નલે મારા પર પ્રેમની વર્ષા કરીને મારા દિલ રૂપી ગાડીને ગ્રીન સિગ્નલ આપી ગઈ અને અચાનક તારી આંખોની ડીપરોથી મારા દિલના દરવાજા ખોલી ગઈ પ્રિયા હું તારી આંખો જોઈને જ તારા પ્રેમરૂપી સાગરમાં ડુબકી મારી છે પ્રિયા
ના હૂં તને ખોવા માંગું છું
ના તારી યાદમાં રોવા માગું છું
ના તારી આંખોમાં આસું દેખવા માગું છું
જ્યાં સુધી છે જીંદગી
હું હમેશા તારી સાથે રહેવા માગું છું " પ્રિયા " I Love You ને યાર.... Do You Marry Me મેં એને ગુલાબ આપ્યું.
પ્રિયા તો એકદમ Shocked થઈ ગઈ હોય એમ મારી સામું જોયું અને બોલી....
પ્રિયા : હું વિચારીને કાલે કહીશ.
મેં કીધું કઈ રીતે ?
પ્રિયા : અરે મારો મોબાઇલ નંબર લખ
મેં એનો નંબર લીધો અને એને Misscall કર્યો અને મારા ફોનમાં સેવ કર્યો. અને કહ્યું કે હું આશા રાખું છું કે તારો જવાબ મારી તરફેણમાં આવે યાર તારે જેટલી લાંચ લેવી હોય એટલી લેજે પરંતુ તારા દિલને કે જે જવાબ મારી તરફેણમાં જ આપે Please.
પ્રિયા : કાલે હો ? Coffee Shop પર 10 વાગે.
સારું પરંતુ આપણે સાથે જમવાનું તો લઈએ ને
પ્રિયા : sure
જમીને અમે બંને છુટા પડ્યા અને હું ટીનાને મળ્યો અને એને બધી વાત કરી પરંતુ સાલું ટીના જોડેથી તો કાંઈ અલગજ જાણવા મળ્યું.
હું ત્યાંથી ઘેર ગયો.
મમ્મી-પપ્પા આવી ગયા હતાં.
એટલામાં મમ્મી બોલી બેટા ! કેવા રહ્યા લગ્ન
સારા મમ્મી તમને યાદ કરતાં હતા રમેશ કાકા.
બાપા : અને ચાંલ્લો લખાવ્યો હતો
અરે યાર મમ્મી સાલું એતો રહી જ ગયું પપ્પા તમે એમના ઘેર જાવ એટલે લખાવી દેજો એટલું કહી હું ઉપર જતો રહ્યો.
બાપા : મને ખબર હતી આ તારા છોકરાનું શું કરું હું.
મમ્મી : હા હવે મુકોને જઈને આવ્યો ને બસ.
હું ઉપર રુમમાં આવ્યો અને ઘડિયાળમાં જોવા લાગ્યો
યાર ટાઈમ જ નહોતો જતોં... છોકરી તો જોવો કેટલી હોંશિયાર જે નંબર આપ્યો હતો એ WhatsApp Number નહોતો ખાલી એમજ નંબર હતો.
મનમાં થયું લાવ ને એને Call કરું.
મેં એને Call કર્યો
હેલો પ્રિયા... સમર બોલું
પ્રિયા : મેં તને કીધું નહિ કાલે તો પછી કાલે જ..હવે Call ના કરતો નહિતર નઈ આવું..
Ok..બાબા
પ્રિયા : કાલે Coffee Shop ઉપર 10 વાગ્યે Ok.. ચાલ Bye Good Night
Ok. Ok.. Good Night .
યાર કાલે શું કહે છે... ખબરજ નથી પડતી.
હું પછી સૂઈ ગયો.