The Tea House - 10 in Gujarati Horror Stories by Ritik barot books and stories PDF | ધી ટી હાઉસ - 10

Featured Books
Categories
Share

ધી ટી હાઉસ - 10

"અમે, તમારી મદદ કરવા માટે તૈયાર છીએ. માત્ર એટલા માટે જ કારણ કે, આ નિર્દોષ વ્યક્તિઓના જીવ ને ખતરો ન રહે. કોઈ, નિર્દોષ વ્યક્તિ ને જીવ ગુમાવવો પડે! એ મને, થોડું હર્ટ કરી જાય. માટે જ, હું તમારી હેલ્પ કરવા તૈયાર થયો છું." હેરી એ કહ્યું.



"આભાર સર! આભાર! તમે, અમારી તકલીફ સમજી! એ બદલ, આભાર. તમારો આ અહેસાન અમે, ક્યારેય નહીં ભુલીએ." મનીષ એ કહ્યું.



"મિસ્ટર મનીષ! મેં તમને હમણાં જ કહ્યું કે, આ બધું હું તમારી માટે નથી કરી રહ્યો. હું આ બધું માત્ર અને માત્ર! એ નિર્દોષ લોકો માટે કરી રહ્યો છું. સો પ્લીઝ! આ ટોપીક પર હવે, ચર્ચા નહીં કરશો. એન્ડ મને કોઈ એવા વ્યક્તિની, જરૂરત છે! જે, આ ઘટના વિષે બધું જ જાણતો હોય. નાકી એવો વ્યક્તિ જે, બીજા વતી બોલ્યા કરે. હું શું કહેવા માગું છું? એ તમે, સમજી જ ગયા હશો!"




"સાહેબ! એવો વ્યક્તિ તોહ, એક જ છે. પ્રવીણ! પ્રવિણ જ , એક એવો વ્યક્તિ હતો. જે આ ઘટનામાં સામેલ હોવા છતાં, હજું જીવીત છે. પરંતુ, તકલીફ એ છે કે, હવે એ આ ગામમાં રહેતો નથી. એ હવે, આ દેશમાં પણ નથી રહેતો. એ વિદેશ જતો રહ્યો છે."



"તોહ, એનો કોઈ કોન્ટેકટ હશે? એની સાથે વાત કરવા માટે, કોઈ રસ્તો શોધો. કઈ રીતે વાત કરી શકાય?"



"સાહેબ! એના ફોન નંબર છે મારી પાસે. પરંતુ, એ સાચા જ હશે? એવી ખાતરી હું ન આપી શકું." આણદા એ કહ્યું.



"તમે, ફોન ટ્રાય તોહ, કરો! સાચા છે? કે, ખોટા? ખબર પડી જશે."



"હા સાહેબ! પ્રયાસ કરી જોઈએ."


આમ, આણદા એ પ્રવીણ ને કોલ લગાવ્યો.
સામે થી પ્રવીણ એ કોલ પણ ઉઠાવ્યો.


"હેલ્લો! પ્રવીણ?"


"હા! તમે, કોણ?"



"પ્રવિણ! હું આણદો! યાદ આવ્યું કંઈ?"


"આણદા! કેમ, આજે અચાનક યાદ કર્યું?"



"યાદ કરવું પડ્યું! અહીં ગામમાં ભયાનક ઘટનાઓ ઘટી રહી છે. લોકોની હત્યાઓ થઈ રહી છે. અને એ હત્યાઓ લખાની આત્મા કરી રહી છે."



"શું? હત્યાઓ? લખાની આત્મા? પરંતુ, એ કઈ રીતે, શક્ય હોઈ શકે? મને તોહ, કંઈ જ સમજાતું નથી."



"પ્રવીણ! લખાની આત્મા ગામવાસીઓ ની હત્યાઓ કરી રહી છે. અને, લખાની હત્યા કરનાર લોકો ની, બેરહમી થી હત્યાઓ થઈ ચુકી છે. એમાનો માત્ર તું જ, એક વ્યક્તિ એવો છે. જે, હજુ જીવી રહ્યો છે. આ વિષય સાહેબ તારી સાથે, વાત કરવા માંગે છે."



"હેલ્લો! મિસ્ટર પ્રવીણ! હું હેરી બોલી રહ્યો છું. આવા જ, કેશોનો સ્પેશિયાલિસ્ટ કહી શકો. હું તમારી સાથે આ વિષે પુછતાછ કરવા માગું છું. બધાય સવાલોના સાચા અને સટીક જવાબ આપજો. હેલ્લો! મિસ્ટર પ્રવીણ! તમે, મને સાંભળી રહ્યા છો?"

થોડા સમય સુંધી, સામે થી કોઈ જ જવાબ ન આવ્યો. અને અચાનક, સામે ફોન પર પ્રવીણની ચીખ સંભળાઈ. અને એ અવાજ પણ શાંત થઈ ગઈ.


"શું થયું સાહેબ?" મનીષ એ પ્રશ્ન કર્યો.


"આઈ થિંક! મિસ્ટર પ્રવીણ હવે, રહ્યા નથી."


"આ શું કહી રહ્યા છો તમે? પરંતુ, હમણાં તોહ.. આ કઈ રીતે શક્ય હોઈ શકે?"



"સર! આ જુઓ! ન્યૂઝ! આ વીડિયો મને, ઈન્ટરનેટ પણ મળ્યો. એ પણ લાઈવ. દુબઈમાં એક ભારતીયની ખરાબ રીતે, હત્યા કરવામાં આવી છે. વિડીઓ ચલાઉ છું. તમે, બધાય સાંભળો."



' નમસ્કાર દર્શકો! દુબઈ સે, એક ન્યૂઝ યે આ રહી હૈ. કી, એક ભારતીય કી, અભીઅભી બુરી તરહ શે, હત્યા કર દી ગઈ હૈ. યહ ઘટના હુઈ કેમેરે કૈદ. પરંતુ, કીસને કી વહ, હત્યા? યહ, અભીભી એક રાઝ હૈ. અચાનક સે, ફોન પર બાતેં કર રહે, ઈસ યુવક! જીસકા નામ પ્રવીણ બતાયા જા રહા હૈ. ઉસકા ગલા કટ કર, નીચે કી ઔર ગીર પડા. ઔર ઉસકે શરીર પર, કઈ સારે છેદ ભી દેખે ગએ! જો, ચાકુ કે, વાર સે બને હુએ થે! વહ, નિશાન સાફસાફ નજર આ રહે હૈ. લેકિન યહ હત્યા હુઈ કૈસે? કીસને કી યહ હત્યા? ક્યાં કોઈ શકતી હૈ? યા હૈ કોઈ શૈતાન? યહ, સબ જાનને કે લીએ, બને રહે.'



આ કેશ ની મુખ્ય કડી! પ્રવીણ! પ્રવીણ ની હત્યા થઈ ચૂકી હતી. શું આ હત્યા લખાની આત્માએ જ કરી હતી? શું થવાનું છે આગળ?

ક્રમશઃ