"સાવ સાચી વાત કીધી સ્વામી જી છે,પેલી હસે ત્યારે એના ગાલમાં જે ખાડા પડે છે એમાં હું ડુબી જવાનો એ નક્કી છે."
(લાફો મારતી વખતે પંજાના માપ કરતા ગાલ નાનો હોય ને મારા રોયાને એના ગાલમાં પડતા ખાડામાં પડી જવાની બીક લાગે છે...હા..હા...હા....)
બધા સમજી ગયા કે આ દ્રષ્ટાંત સંજય ઉપર આપેલું.એટલે હસવા લાગયા.
"ભારત સરકાર દ્વારા એક સરસ આદેશ આપવામાં આવ્યો છે કે "constitution of india" ફરજિયાતપણે ભણાવવાનો રહેશે.
Next લેકચર આપનો "constitution of india" રહેશે. આગળનું શિડયુલ આપને next લેક્ચર માં મળી જશે."
અત્યાર સુધીમાં મુવી માં જોઈને સપનામાં રાચતા હોય એવી જ કોલેજ ની કેન્ટીન માં જ્યારે નવા વરસના ફ્રેશર્સ સ્ટુડન્ટોએ જ્યારે કેન્ટિનમા પગ મુકયો એ સાથે જ કેટલાય મુવી માં જોયેલી કેન્ટિન સાથે સરખાવવા લાગ્યા અને જે તે ગ્રુપ માં ટોળે વળી ને બેઠા.
વૈદિક પટેલ અને મલ્હાર દવે કેન્ટિન માં આવ્યા ત્યારે એક ખૂણામાં ખાલી પડેલા ૪ જણા બેસી શકે એવા ટેબલ પર બેસીને ટીફીનનો ડબ્બો કાઢીને ટેબલ પર જસ્ટ બેઠાં જ હતા.
એટલામાં અપેક્ષા ની એન્ટ્રી થઈ.
અપેક્ષા એ સંજયને થપ્પડ મારી એ પહેલાં દરેક બોય્ઝે જે રીતે અપેક્ષાને ચુપકે ચુપકે જોઈ હતી એ રીતે જોવાની હીંમત હવે કોઈ બોય્સ માં નહોતી.અમુક લોકોને અપેક્ષાના માર-ફાડ એટ્ટીટયુડનો ડર પેસી ગયો હતો.એટલે બધાએ એની સામે જોવાનું ટાળ્યું.
અપેક્ષા એ જોયું કે બધા ટેબલ ભરેલા છે એક જ ટેબલ(વૈદિક અને મલ્હાર) પર જગ્યા છે જ્યાં બેસીને અપેક્ષા શાંતિથી ટીફીન જમી શકશે. એ સીધી જ વૈદિક અને મલ્હાર ની સામે જઈને બેગ ખાલી પડેલી ચેર પર મુકીને ઉભી રહી અને ઔપચારિકતા માટે પુછ્યું,
"હેલ્લો, તમને પ્રોબ્લેમ ના હોય તો હું તમારા ટેબલ પર બેસીને જમી શકું??"
"હા બિલકુલ...." વૈદિક એ ટીફીન ખોલતા જ સામે જોયા વગર જ જવાબ આપ્યો.
"થેંક્યું" કહીને અપેક્ષા સીધી બેસી ગઇ અને જમવાનું ચાલું કરી દીધું. પણ વૈદિક અને મલ્હાર ને મનમાં ડર પેઠો કે જો પેલા સંજયને ખબર પડશે કે અપેક્ષા અમારા ટેબલ પર બેઠેલી તો વગર કામનું લાંબુ થશે.અને એવું જ થયું સંજય ખુદ આંટો મારવા આવ્યો પણ અપેક્ષાનો ફેસ દિવાલ બાજુ હતો એટલે એને ખબર ના પડી કે સંજય આવ્યો છે પણ એ અપેક્ષા પર "મેં અભી જીંદા હું" સ્ટાઈલ માં વેધક નજર નાખીને નીકળી ગયો.
એટલામાં અપેક્ષા પણ જમીને ઉભી થઈ અને ત્યાંથી રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા સ્ટુડન્ટ સેક્શન બાજુ ચાલવા લાગી.
એક તો મારફાડ એટીટ્યુડવાળી ઈમ્પરેશન બની ગયેલી અને માંડ માંડ બુમ પાડીને ધાર્મિક એ અપેક્ષા ને બોલાવી,
"અપેક્ષા......આ...?"
અપેક્ષા રોકાઈ ગઈ અને પાછી ટેબલ પાસે આવી.
"What?"
જે રીતે અપેક્ષા સામે સવાલ પૂછ્યો એ રીતે ધાર્મિક હેબતાઈ ગયો જેમ તેમ શબ્દો ગોઠવીને બોલ્યો.
"પ...પ....પેલો આઈને ગયો પણ તું ઉધી ફરીને બેઠેલી એટલે તને ખબર ના પડી.
"Nothing serious...., relax....." શાંતિથી અપેક્ષા એ જવાબ આપ્યો
"યાર અપેક્ષા.... તને તો બીક જ નથી લાગતી?"
"Forget it..." અપેક્ષાએ ટુંક માં આન્સર આપ્યો
અને ચાલવા લાગી.
રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવીને ફર્સ્ટ ડે હોવાથી બધાને રજા આપી.
વૈદિક પટેલ અને મલ્હાર દવે થોડીવાર પછી કોલેજ નજીકની ચ્હા ની કીટલી પર જઈને એકટીવા ડબલ સ્ટેન્ડ પર કરીને બેઠા.
મલ્હારે કીધું, "જબરદસ્ત હીંમત છે હો બાકી પેલી માં...?"
"વાત તો સાચી છે તારી.... પણ એને જે કર્યું એ બિલકુલ બરાબર હતું" વૈદિક એ જવાબ આપ્યો.
મલ્હાર મુડમાં આવી ગયો અને ચ્હા ની ચુસકી મારતાં મારતાં ગીત ગાવાનું ચાલું કરી દીધું ,
"મેરે સપનો કી રાની કબ આયેગી તું....."
"અબે પેલા સંજય જોડે લડવું છે કે શું તારે?"
"દેખ ભાઈ, કોલેજ મેં હર લડકે કી ડ્રીમ ગર્લ હોતી હૈ.....યે અપનીવાલી........."
વૈદિક એ મલ્હાર સામે જોયું.
"મતલબ દુસરી ના મિલે તબ તક...." મલ્હારે આંખ મારી અને બન્ને એકબીજાને તાલી આપીને હસી પડ્યા.
(આગળની સ્ટોરીમાં મલ્હાર, વૈદિક અને અપેક્ષા બેસ્ટ ફ્રેન્ડ બને છે માટે એ ત્રણેયનો જ ઉલ્લેખ કરું છું જેથી વધારે પાત્રોના નામ કન્ફયુઝન ઉભા ના કરે.... વાંચન બદલ આભાર)
(વધુ આગળના અંકે......)