Online in Gujarati Short Stories by Dipty Patel books and stories PDF | ઓનલાઇન

Featured Books
Categories
Share

ઓનલાઇન

આખરે એ એકલો હતો.અમાપ દરિયા ની વચ્ચે , અને હવે...એની અંદર પણ અમાપ દરિયો જે ધરબી રાખ્યો હતો , એ પણ ઉમડીને આંખોથી છલકાઈ ને બહાર ધસી આવવા માંગતા હોય એમ આંખોમાં વારંવાર આવી જતાં હતાં... પણ દરિયા નાં મોજાં કિનારે થી અફળાય ને પાછા જતાં હોય એમ આંખોના કિનારે થી સખ્તાઇથી પાછાં મોકલી ને વરુણ સામાન્ય હોવાનો દેખાડો માત્ર કરી રહ્યો હતો.

દરિયા ની સામે એકટક જોયાં કરીને વરુણ ખૂબ જ ઊંડા વિચાર કરી રહ્યો હતો.. ત્યાં જ એને ખૂબ સુંદર કોયલ થી પણ મીઠો અવાજ સંભળાયો : " એ મિસ્ટર , તમે એકલાં જ નથી ,જે આ દરિયા ને પી જવાનાં હોય એમ ક્યારનાં અહીં ઊભા ઊભા દરિયા ને જોયાં કરો છો ??? " વરુણે અવાજની દિશામાં જોયું , કોઈ અજાણી સ્ત્રી એને જ ઉદ્દેશી ને બોલી હતી.... પીળા રંગની સાડી ને સુંદર ઢબથી પહેરેલી એ ખૂબસૂરત સ્ત્રી ધરતી ઉપર હોવા માત્રથી અપ્સરા નું સંબોધન નહોતી મેળવી શકતી . પણ અપ્સરા થી ક્યાંય ઊણી ઉતરે એમ નહોતી.કાળી અણીયાળી આંખો ને ગોરો ચહેરો , ગુલાબી હોઠ થી હસે ત્યારે કોઈ પણ મદહોશ થઇ જાય.... વરુણ પણ પોતાનું પહાડ જેટલું દુઃખ ક્ષણિક ભૂલી ગયો..

"બોલો શેની ચિંતા માં ડૂબેલા છો ? કહેશો તો મનનો ભાર ઓછો થશે....!! મારું નામ પારૂલ છે." એક અજાણી સ્ત્રી ને આમ અજાણ્યા વ્યક્તિ જોડે નિઃસંકોચ વાત કરતાં જોઈ વરુણ વધારે ગભરાઈ ગયો.અને પારૂલ પણ જાણે સમજી ગઈ હોય એમ બોલી. : " મને તમારી પર્સનલ લાઈફ જાણવા માં કોઈ જ રસ નથી . હું પણ લાઈફમાં બહુ કિંમતી વ્યક્તિ ગુમાવી ચૂકી છું. તમે કંઈ ગલત રસ્તો ના અપનાવી લો , જેથી કોઈક જેના માટે તમે બહુ કિંમતી હોવ એમનું શું ? તમે તો કલ્પના પણ નહીં કરો એવી... એનાં માટે પૂછ્યું ... તમે મને કહેશો તો વધારે કંઈ નહીં પણ સાચી સલાહ તો આપીશ જ.."

અત્યાર સુધી ચૂપચાપ વરુણે હજારો વિચાર મનમાં કરી લીધાં હતાં... અને કોઈક અજાણ્યા જાદુની અસર થઈ હોય એમ એણે પારૂલ ને કહ્યું ..: " શું તમે મારી વાત સાંભળશો ??? થોડીવાર શાંતિથી બેસવું પડશે... પારૂલ એકદમ સરળતાથી બોલી .." કેમ નહીં .... તો સામે જ બેસીએ.. દરિયા કિનારે થોડે દૂર જઈ ને ત્યાં બેઠા ... વરુણે કહેતાં તો કહી દીધું .. પણ હવે મુંઝાઈ રહ્યો હતો.. શું કહી દઉં...મારી મૂર્ખામી ને લીધે જ આજે અહીં આવ્યો છું... પારૂલ એની અસમંજસ ને પારખી બોલી : બહુ પર્સનલ હોય ના કહેવાય એવું હોય તો રહેવા દો... હું જવું.."

"અરે ના ના , એમ નહીં , હું કહું છું... " વરુણ પોતાની વાત રજૂ કરવા આંખો બંધ કરી ઊંડો શ્વાસ લઈ પછી બોલવાની તૈયારી કરી ... આંખો ખોલી .. પારૂલ સામે જોઈ બોલ્યો : " આજથી બે વર્ષ પહેલાં મારી મુલાકાત એનાં સાથે સોશ્યલ મીડિયા પર થઈ હતી...

પહેલાં તો હાય , હલ્લો થી એકબીજા ની કાળજી રાખવી સુધી ... એક મહિના માં તો જાણે એ જ દુનિયા હોય એમ એકબીજા ને બધી જ પર્સનલ વાતો કરતાં .. ફાઈનાન્સયલી પણ ... પણ કોઈ દિવસ મળ્યા નહીં ..એક દિવસ વરુણે એને મળવા કહ્યું ... એકબીજા ના એડ્રેસ ની આપ લે કરી .. ત્યારે ખબર પડી એ જે એની ગર્લફ્રેન્ડ છે. એ ઈન્ડિયા માં નહોતી રહેતી. હવે ... શું કરવું...???? મળવું તો હતું જ ..પણ ફ્રાન્સ જવું એમ સહેલું પણ નહોતું... સામે એની ગર્લફ્રેન્ડ મારિયા પણ એને મળવા ઉત્સુક હોય એમ જણાવતી રહેતી.... હવે એમની ઓનલાઇન મુલાકાતો વધતી ગઈ... અને એકબીજા ને મળવા શું કરવું...એ નક્કી કરવાં લાગ્યાં.

મારિયા બધાં પ્લાન બનાવતી.. એણે કાગળો ઈન્ડિયા આવવા બનાવવા લાગી છે ... કહ્યું.. વરુણ તો સાતમા આસમાને ... મારિયા આવશે તો .... મારિયા ..... નું રટણ જ કરતો... એની જોબ માંથી નીકળી સૌથી પહેલાં ઓનલાઇન જોડાઈ જતો ... તો રાત્રે મોડાં સુધી વાતો કરતાં પછી જ સૂઈ જતો.... હવે મારિયા એને એક એક ખર્ચા માટે પૈસા મંગાવતી ... અને વરુણ મોકલી આપતો... છેલ્લે બેંક બેલેન્સ બતાવવા માટે દસ લાખ મંગાવ્યા... વરુણે જોબ ના ડોક્યુમેન્ટ થી લોન લઈને મોકલ્યા.. પછી બે દિવસ રેગ્યુલર વાત થઈ... પણ પછી કોઈ કોન્ટેક્ટ થતો નહોતો ... ઓનલાઇન માં ફોન નંબર ની પણ આપ-લે લે થઈ હતી. પણ હવે એ ફોન પણ બંધ આવતો હતો.... બે મહિના થઈ ગયા.... મને પણ હું શું કરું સમજણ જ પડતી નહોતી.. છેવટે એક દિવસ એક મિત્ર નો ભાઈ ફ્રાન્સ માં છે ખબર પડતાં એને મદદ કરવા વાત કરી... એ મિત્ર એ એ નંબર અને એડ્રેસ પોતાના ભાઈને આપી તપાસ કરવા કહ્યું ‌... એનાં ભાઈએ ખબર આપ્યા આ એડ્રેસ પર કોઈ મારિયા છે જ નહીં ... અને નંબર પણ મારિયા ના નામથી નથી....કોઈએ ઓનલાઇન ખોટી ઇન્ફોર્મેશન આપી હશે.... શું આવું શક્ય છે ??? વરુણ ને સાચું જ નહોતું લાગતું... એને તો આજે પણ. મારિયા ની યાદ આવતી.. અને રોજે ઓનલાઇન એની રાહ જોતો હતો...

એક દિવસ એના મિત્ર જેનો ભાઈ ફ્રાન્સ હતો એને મળ્યો કહ્યું :. " ત્યાં કોઈ વ્યક્તિ ( માણસ ) આવી રીતે છોકરી બની બહાર બીજા દેશના વ્યક્તિ સાથે ફ્રેન્ડશીપ બનાવે છે.. એવું કંઈક જાણવા મળ્યું છે.." વરુણને પોતે પ્રેમમાં આંધળો બની ગયેલો ... એનાં લીધે ધરમાં પિતા ના બિમારી માં લોન નહીં કરી અને અજાણ્યા ઉપર વિશ્વાસ કરી છેતરપિંડી થી એ કોઈને કહી પણ શકે નહીં એવી પરિસ્થિતિમાં ગડમથલમાં જ હતો.. ને તમે મને પૂછ્યું... હજી પણ હું કંઈ વિચારી નથી શકતો... શું કરું..???

પારૂલ એની વાત સાંભળીને ખડખડાટ હસતી હતી... એનાં એ મુક્ત હાસ્ય માં નિર્દોષતા હતી . વરુણ મુગ્ધ થઈ એની ખૂબસૂરતી નિહાળી રહ્યો હતો.. એને એના મુક્ત હાસ્ય માં ખોવાઈ જવાની ઈચ્છા થઈ ગઈ ‌.. પણ આ સુંદર સ્ત્રી ની મિત્રતા ના ખોવાઈ જાય એ માટે એને હસતાં જોઈ રહ્યો... છેવટે પારૂલ બોલી. : શું તમને આખા ઈન્ડિયા માં કોઈ ના મળ્યું તો આટલે દૂર શોધી..

"આપણે આપણી પરિસ્થિતિ ની સાથે આપણા પરિવાર ને સૌ પ્રથમ મહત્વ આપવું જોઈએ ‌....ચલો જાગ્યા ત્યારથી સવાર કરો . થોડું ઓવરટાઈમ કરી બેલેન્સ મેન્ટેન કરજો. હું જાવું હવે તમે પણ ઘરે જાવ ." પારૂલ જવા લાગી.

વરુણ એને રોકવા હાથ લાંબો કર્યો પણ પારૂલ આગળ વધી ગઈ હતી... થોડે દૂર જઈ ને પારૂલ પાછી આવી , વરુણને પોતાનો ફોન નંબર આપતાં કહ્યું : " તમે જરૂર લાગે તો ફોન કરજો . હંમણા તમને દોસ્ત ની જરૂર છે.. હું તમારી દોસ્ત છું એમ માનજો..." કહી પારૂલ નીકળી..... વરુણ એને જતાં જોઈ રહ્યો...