માતા પિતા બનવું ? માણસ મોટો થાય છે એમ એના માથે જવાબદારી આવે છે. દરેક માણસે પેલા પોતાની જવાબદારી પોતે લઈ શકે એટલું સક્ષમ બનવું જોઈએ.જ્યાં સુધી પોતાની બધી જવાબદારી આપણે નથી સમજી શકતાં ત્યાં સુધી બીજા ની જવાબદારી આપણે ક્યાં લઈ શકવાનાં. ઘણી વાર માણસ ને ખબર જ નથી હોતી કે એને જોવે છે શું ?પછી એક ખોટો લીધેલો નિર્ણય આપણને પૂરી જિંદગી પછતાવો કરવાં પર મજબૂર કરી નાખે છે.સબંધો માં ભૂલો થાય , ઘણી વાર સબંધો ને સમજવામાં પણ થાય, પરંતુ અે ભૂલો કોઈ ક્યારે કોઈ ગુનાહ નાં હોવી જોઈએ કે જેની માફી માગી સુધરી નાં શકાય.
અમુક લોકો ની માનસિકતા હજુ પણ એવી છે કે છોકરા તો એની જાતે બધું શીખી જાય છે. આપણે આજના જમાના પ્રમાણે જોઈએ તો માતાપિતા બને અે કામતા હોવા જોઈએ, એક માણસ પર બધી જવાબદારી થી બધું પૂરું નાં થઈ શકે.
વાત છે જવાબદાર માણસ બનવાની, જેમાં બધા બધી રીતે સર્વગુણસંપન્ન નથી હોતા.પણ ધીમે ધીમે થોડા થોડા કરીને એક સારા માતાપિતા સાબિત થાય છે. માતા પિતા રીતે એવું નાં હોય કે પૈસા આપી દીધા તો ફરજ પૂરી. પણ પોતાને માતાપિતા બનીને પોતાની જાત ને સમર્પણ કરે છે હર એક માણસ. હું અહીંયા સ્ત્રી કે પુરુષ ની નાઈ પણ માણસ ની વાત કરી રહી છું. માણસ તરીકે તમે સફળ છો, પછી જવાબદારી લેવા માટે સક્ષમ છો, તો જ લગન જેવી મોટી જવાબદારી તમારે ઉપાડવી જોઈએ.મારી વાત કદાચ અમુક લોકો ને ગલત પણ લાગી શકે છે.બાળક પોતાની રીતે પોતાનું જીવન જીવી લે છે. નાં અે બાળક જ્યારે એને માતાપિતા ની જરૂર હોય છે, ત્યારે એની પાસે બંને માંથી એક પણ નથી હોતું, ત્યારે એના એની ખરાબ અસર પડતી હોય છે. માતાપિતા પોતાની રીતે તો હમેશા ધ્યાન રાખે છે બધું સારી રીતે થાય. પણ અમુક લોકો નાં જીવન માં આપણે જોઈએ છે, કે માતાપિતા બંને માંથી એક જવાબદાર વ્યક્તિ નથી. ત્યારે શું ?
ત્યારે બધી જવાબદારી એક માતાપિતા પર આવે છે.ઘણી વાર આપણે જોશું કે કોઈ સંજોગો વશ કોઈ નું મૃત્યુ પામે , છૂટા છેડા થાય હોય કયો માતાપિતા સાથે નાં રહેતા હોય.ઘણી બધી શક્યતાઓ હોય શકે છે. અને ઘણી વાર તો સાથે હોય તો પણ કોઈ એક જ માણસ પતપિતા ની બંને જવાબદારી નિભાવવી લેતું હોય છે.ક્યારે વિચાર્યું છે, અે માણસ નાં માથે કેટલી ચિંતા હશે જે માતાપિતા બને છે બાળક માટે, નઈ.. કોઈ નથી વિચારતું. હર એક માણસ ક્યાંક ને ક્યાંક કોઈ સંજોગો માં પોતાનો સ્વાર્થ સાર્થક કરી ને છટકી જાય છે. આવા ભાગી જવા વાળા માણસ, જે કોઈ પણ પરસ્થિતિ નો સામનો ના કરી શકે અને બસ ભાગી જાય. જ્યાં સુધી એમને પોતાની ભૂલ સમજમાં આવે છે કે મે ભાગીને ભૂલ કરી ત્યાં સુધી સમય રેતી ની જેમ હાથમાં થી સરકી ચૂક્યો હોય છે. અને બાળક નાં મન અને એના મગજ માં એક છબી બની જાય છે, અણે બદલવામાં ઘણી વાર જિંદગી પણ અોછી પડી જાય છે.
મારું માનવું છે કે તમે માતાપિતા બનવાની જવાબદારી બહુ સમજી વિચારીને લો.માતાપિતા માં આપણને લાગે છે. કોઈ એક માણસ પોતાની જિંદગી મોજ થી જીવિલે છે. કારણકે એને ખબર છે, બીજું છે જે જવાબદારી સાચવી રહ્યો છે.અને મને આ માનસિકતા થી નફરત છે, આવા લોકો થી નફરત છે,જે લોકો પોતાની જવાબદારી માં થી છૂટી ને પોતાનું જીવન સુખી થી જીવે છે. અને બીજી તરફ બીજું વ્યક્તિ જે એનું પૂરું જીવન નું સમર્પણ કરી દે છે. પોતાના બાળકો માટે.ઘણી વાર બીજું વ્યક્તિ માં અથવા પા માંથી કોઈ એક હોય છે.
જીવન નો ભરોસો નથી હોતો,
કાલે શું થશે, એની ક્યાં આપણને ખબર છે.
તે છતાં જીવી રહ્યાં છે. આ જીવન આપણે...!!
તમે એક બાળક તરીકે નાપાસ થવાનો હક છે, પણ એક દીકરા,દીકરી,એક માતાપિતા, તરીકે નાપાસ થવાનો હક આપણને ભગવાન પણ નથી આપતાં.
માટે પોતાની જાત ને પેલા સમજો શું ખરેખર તમને તમારા જીવનમાં લગન જોવે છે, કારણકે જરૂરિયાતો પૂરી થઈ જાય.પણ માત્ર જરૂરિયાત પૂરી કરવા લગન કરવા યોગ્ય નથી. ખુદને સમજી લો કે તમને પોતાના જીવનથી શું જોવે છે. ઘણી વાર લોકો ની ઉંમર ૪૦ સુધી પહોંચી જાય છે, અને ત્યાં સુધી અે નથી સમજાતું લગન કરવા શું એમને જોવે છે, કે પછી બસ લોકો માટે કરી લેવા છે.
લગન કરવા પછી તો તમારા જીવન નો ખરો અધ્યાય ની શરૂવાત થાય છે. અને અે અધ્યાય સાબિત કરે છે, કે તમે કેટલા જવાબદાર વ્યક્તિ છો.
માતાપિતા બનીને તો જીવન માં એકબીજાનો સાથ આપીને જીવન જીવવાનું સરળ થઈ જાય છે. પણ એક વ્યક્તિ જ્યારે બંન્ને ની જવાબદારી લે છે, કે કોઈ સંજોગો વશ એના એકલા પર બધી જવાબદારી નો બોજ આવે છે. ત્યારે આપણે લોકો જ એને જજ કરીએ છીએ. એનાં માં કોઈ અવગુણ હશે, સામે વાળો જે જતો રે છે પરિસ્થિતિ માંથી, છટકી જાય છે, એને કોઈ કંઈ કહેવા નઈ માગે.
અને આપણે લોકો જજ બની ને વાતો કરતા રહીશું. ત્યારે કોઈ સમાજ કે કોઈ પણ માણસ વિચારે છે, આવા લોકો માટે. કોઈ ને અત્યારે કોઈ પણ વ્યક્તિ વિશે વિચારવાનો સમય જ નથી.પોતાનું સુખ સર્વોપરી પ્રિય છે.
નોધ.: જીવન માં લગન કરવા જેવો મોટો નિર્ણય લેવા પહેલાં વિચરીલેવું કે તમે શું એક જવાબદાર માણસ છો, અને આ બધું જવાબદારી શું સારી રીતે નિભાવી શકશો.પછી જ લગન કરવા.