અધ્યાય-10
સ્કુલમાં આવ્યાને મહિનો પૂરો થઈ ગયા ની સાથે હવે બીજા બે પ્રોફેસર પણ જોડાઈ ગયા હતા.જેમનું નામ હતું પ્રો.વિદોષ અને પ્રો.તારીણી. પ્રો.વિદોષ ખાસા સમય થી આજ સ્કુલમાં ગુપ્તરહસ્યો વિશે ભણાવતા હતા અને બધાનું માનવું હતું કે અત્યારના સમય માં ગુપ્તરહસ્યો ના તે શ્રેષ્ઠ પ્રોફેસર હતા.તે ઘરડા પણ હતા અને તેમના વર્તનપરથી લાગતું હતું કે તે બધીજ કક્ષામાં એક દમ વિશ્વસનીય માણસ હતા.જ્યારે પ્રો.તારીણી એ એક સુંદર સ્ત્રી હતી અને ખૂબ જ હોંશીયાર અને તે આ સ્કૂલમાં બે કે ત્રણ વર્ષથી ભણાવતી હતી.પ્રો.તારીણી સ્કૂલમાં જાદુઈ નિયમો અને ભવિષ્ય ભણાવતી હતી.તેની રુચિ વધુ ભવિષ્ય પર વધુ હતી એટલે તે ભવિષ્ય વધુ સારું ભણાવતી હતી જ્યારે નિયમો નો વિષય પ્રો.એડમ પણ તેની સાથે લેતા હતા.ક્રિશ તો તેમ કહેતો હતો કે પ્રો.તારીણી જ્યારે ભવિષ્ય વિશે ભણાવતા હતા ત્યારે તે એક ભવિષ્યજોનાર પરી જેવા લાગતા હતા પણ આ બધી કહેવાની વાતો હતી હકીકત માં તેમની વર્ણતુક ક્લાસમાં ઘણીવાર બહુ ખરાબ રહેતી.
એક દિવસ રોજ ની જેમ પ્રો.તારીણી નો કલાસ ચાલી રહ્યો હતો ત્યારે એક પોપટ નું નાનું ઝુંડ કલાસમાં આવી ગયું અને જોરથી એક પોપટ બોલ્યો "બધાજ છૂટી ને હોલમાં ભેગા થવું પ્રિન્સિપાલ સર કંઈક એલાન કરવાના છે તમારી સામે" પોપટ આવું બે વખત બોલ્યો અને બાદમાં આખું ઝુંડ ઉડી ગયું.બધા વિચારમાં હતા અને અંદરો અંદર વાતો કરતા હતા અને એકબીજાને સવાલો પૂછતાં હતા પણ પ્રો.તારીણી એ બધાને એક જ મોટા અવાજે શાંત કરી દીધા.જોકે વિદ્યાર્થીઓ ને તે એલાન સાંભળવાની બહુ રાહ જોવી પડે તેમ હતું નહીં કારણકે સ્કુલ છુટવાને દશ મિનિટની જ વાર હતી.
જ્યારે સ્કુલ છૂટી ત્યારે સૌને તે જાણવાની ઉતાવળ હતી કે પ્રો.અલાઈવ શું એલાન કરવાના છે અને તેમાટે લોકો કંઈક વધુજ ઉતાવળમાં હતા.અર્થને તેનું ગ્રુપ પણ તે હોલ માં જતા હતા જ્યાં પ્રો.અલાઈવ કંઈક એલાન કરવાના હતા.અર્થ અને કરણ,ક્રિશ અને કાયરા તથા વરીના અને સ્મૃતિ પણ તે અંગે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.સાચેજ શું થવાનું હતું તેની તો કોઈને કંઈ ખબર ના હતી. તે બધાજ તે વિશાળ કાય હોલમાં પહોંચ્યા ત્યારે પહેલે થી જ ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા.અર્થ અને તેના ગ્રુપે પણ ઉપર ની જગ્યા લઈ લીધી જ્યાંથી સ્ટેજ એકદમ સ્પષ્ટ દેખાતો હતો પણ હજી સ્ટેજ ઉપર કોઈ આવ્યું ના હતું.અર્થને પહેલા આટલા બધા વિદ્યાર્થીઓ જોઈને તેમ થયું કે તે આખી સ્કુલના વિદ્યાર્થીઓ છે પણ આ તો માત્ર પ્રથમ ત્રણ વર્ષના વિદ્યાર્થીઓ હતા.રૂમ માં બહુજ ઘોંઘાટ હતો કારણકે હજી સ્ટેજ ઉપર કોઈજ નહોતું આવ્યું હજી થોડીકવાર જો કોઇના આવ્યું હોત તો સર્વે આ હોલ છોડીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા હોત પણ નશીબ જોકે તેવું કશું થયું નહીં અને પ્રો.અલાઈવ આવી ગયા અને તેમની સાથે પ્રથમ ત્રણ વર્ષમાં ભણાવતા પ્રોફેસર હતા.
પ્રો.અલાઈવે જાદુઈમોજા ની મદદ થી સર્વે પ્રોફેસરને બેસવા માટે ખુરશી પ્રકટ કરી આ જોઈને સૌ વિદ્યાર્થીઓ શાંત પડી ગયા અને બાદ માં ચિચિયારીઓ પાડવા લાગ્યા.
બીજા પ્રોફેસર પોતાની જગ્યા પર બેસી ગયા અને બાદ માં માત્ર પ્રો.અલાઈવ ઉભા હતા.તેમણે સૌ પ્રથમ તો એક મોટા અવાજ સાથે સૌને શાંત રહેવાની વિનંતી કરી અને જોકે સૌ વિદ્યાર્થીઓ એ તેમની વાત માની પણ લીધી.નવીન વાત તે પણ હતી કે તેમનો અવાજ અત્યારે એટલો મોટો હતો કે કોઈ સ્પીકર કે માઇક વગર જ છેક પાછળ સુધી સંભળાતું હતું.
પ્રો.અલાઈવે પોતાનું ભાષણ ચાલુ કર્યું અને આટલો મોટો હોલ આખો શાંત હતો માત્ર પ્રો.અલાઈવ સિવાય કોઈનો અવાજ આવતો ના હતો.
"નવોદિત જાદુગરો નું આ સ્કૂલમાં સ્વાગત છે.જેમ તમે હંમેશા થી જાણો છો તેમ જાદુગરી ના વિદ્યા અભ્યાસને આપણા પ્રાંતમાં પહેલેથીજ વધુ માન આપ્યું છે.દરેક બાળક એક શ્રેષ્ઠ જાદુગર બને અને પુરી કાલ્પનિકતા ની દુનિયામાં તેનું નામ,આપણી સ્કુલ નું નામ તથા આપણા પ્રાંત નું નામ રોશન કરે.તેથી તે અર્થે આજે મેં એક નિર્ણય લીધો છે.જે તમને પણ ખૂબ ગમશે.હું આજે એક સ્પર્ધાનું એલાન કરું છું એક જાદુગરીની સ્પર્ધા આ સ્પર્ધા નો મુખ્ય હેતુ દરેક વિદ્યાર્થીને હોંશિયાર, ચપળ અને બહાદુર બનવાનો છે આપણો દરેક વિદ્યાર્થી કોઈ પણ મુસીબતનો સામનો કરી શકે તે ક્યારેય પણ કોઈ મુસીબત થી ગભરાય નહીં તે માટે મેં આ સ્પર્ધા નું આયોજન કરેલું છે."
આવા વાક્યો સાંભળી ને દરેક વિદ્યાર્થી જુસ્સામાં આવી ગયા.જે આમતો ક્ષણિક હોય તેવું લાગતું હતું પણ જોઈએ છીએ આગળ શું થાય છે.
"હવે હું તમને સ્પર્ધા વિશે જણાવીશ.મુખ્યત્વે આ સ્પર્ધામાં સાત વિદ્યાર્થીઓ નું ગ્રુપ બનાવવાનું રહેશે અને આજ સાત વિદ્યાર્થીઓ ને બીજા કેટલાક ગ્રુપ સાથે સ્પર્ધામાં ઉતરવું પડશે.તમારા મન માં સવાલ હશે કે સ્પર્ધા શેની હશે.તો હા દરેક સ્પર્ધકો સ્કુલની પાછળ વાળા જંગલમાં રહેશે એકલા અને તમને જરૂર પૂરતો સામાન આપી દેવા માં આવશે જે કોઈ ગ્રુપ અંદરો અંદર વિવાદ કરશે તેને સૌ પ્રથમ બહાર કરવામાં આવશે. આ ઉપરાંત તેને ત્યાં રહેવા માટે લાકડા નું ઘર રહેવા આપવા માં આવશે.સ્પર્ધકો ને પચાસ ટકા સ્કુલ ની હાજરીમાં રાહત મળશે.ઉપરાંત સ્પર્ધકોને પરીક્ષા દેવાની રહેશે નહીં પણ તેમાટે તેમને પ્રથમ રમત જીતવી પડશે. ઉપરાંત સ્પર્ધકોને ચાર જુદી જુદી રમતો રમતો રમવી પડશે પણ ચારેય રમતોમાં જીવ જવાના જોખમ પણ છે અમે બનતી કોશિષ કરીશું કે કોઈ વિદ્યાર્થીને હાનિ ના પહોંચે.જે બે રમત માં જીતશે તેને જ આગળની સ્પર્ધામાં ટકી રહેશે અને છેલ્લે ચાર રમત ને અંતે જે ગ્રુપ જીતશે તેને સૌથી પ્રથમ નંબર ના ઉત્તીર્ણ ગ્રુપ નો દરજ્જો મળશે."
બધા આ વાત થી હેરાન થઈ ગયા હતા.સ્પર્ધામાં ભાગ લેવાના કેટલાક ફાયદા હતા પણ સાથે મોટું નુકસાન પણ હતું.
પ્રો.અલાઈવે પોતાની અધૂરી વાત નો અંત લાવતા કહ્યું
"તો વિદ્યાર્થી મિત્રો મને સૌથી વધુ ગ્રુપ આ સ્પર્ધામાં ભાગ લે તેવી અપેક્ષા છે.હું મારી સ્કુલના જાદુગર વિદ્યાર્થીઓ ને સૌથી શ્રેષ્ઠ જાદુગર બનાવા માગું છું.ધન્યવાદ. હવે સ્પર્ધામાં ભાગ લેવાની વિધિ તમને પ્રો.એડમ કહેશે."
પ્રો.અલાઈવ તેમની જગ્યા એ બેસી ગયા અને તે બેસવા જતા હતા.ત્યારે સર્વે વિદ્યાર્થીઓ તથા સર્વે પ્રોફેસરે તેમને તાળીઓ થી વધાવી લીધા.
ત્યારબાદ પ્રો.એડમ પોતાની ખુરશીમાંથી ઉભા થઈને તે જગ્યા એ આવ્યા જ્યાંથી પ્રો.અલાઈવે ભાષણ આપ્યું હતું.
"જેમ પ્રો.અલાઈવે કહ્યું તેમ આ સ્પર્ધા દરેક વિદ્યાર્થીઓ ના મનમાં જાદુઈ અભિગમ ખીલવવાવનો છે.તેમ દરેક વિદ્યાર્થી પોતાની જાદુગરી ની કળા નો ઉત્કૃષ્ટ નમૂનો દેખાડશે તેવી મને અપેક્ષા છે તથા સાથે વિદ્યાર્થી મિત્રો કલાસમાં પણ પૂરતું ધ્યાન આપે તે પણ જરૂરી છે.બીજી વિદ્યાલયો નું તો હું નથી જાણતો પણ આપણા વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ જાદુગર હોવા જોઈએ.હવે વાત કરીએ સ્પર્ધા ની તો પ્રથમ ત્રણ વર્ષના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તેથી અહીંયા માત્ર પ્રથમ ત્રણ વર્ષના વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દરેક ગ્રુપલીડર સાત જણ નું ગ્રુપ બનાવે અને દરેકના નામ એક ચિઠ્ઠીમાં લખીદે તથા અને તેની બાજુના બીજા રૂમ ના મધ્યમાં રહેલા એક માછલી આકાર ના પાત્રના ખુલ્લા મોં માં નાખી દે બે દિવસ રહીને તે માછલી નું મોં બંધ થઈ જશે. તેની દરેક વિદ્યાર્થી મિત્ર નોંધ લે.ધન્યવાદ."
ત્યારબાદ પ્રો.અલાઈવ આગળ આવ્યા અને બધાજ વિદ્યાર્થીઓ ને ઓલ ધ બેસ્ટ કહ્યું અને ત્યાંથી જતા રહ્યા.પ્રિન્સિપાલ સર વિદાય લે છે ત્યારે તેમની પાછળ પ્રો.વિદોષ પણ જાય છે.પ્રો.અલાઈવ બહુ આગળ નીકળી ગયા હોવાથી પ્રો.વિદોષ બહુ ઝડપથી ચાલે છે અને તેમને પ્રો.અલાઈવ દેખાતા જ બૂમ મારે છે.જ્યારે પ્રો.અલાઈવ ઉભા રહી ગયા અને તે પાછળ ફર્યા
"ઓહહ પ્રો.વિદોષ બોલો શું કામ છે તમારે?,હું ઓફિસ જઈ રહ્યો છું ચલો ત્યાં જઈને વાત કરીએ."
પ્રો.વિદોષ સહમતી દર્શાવે છે અને બંને સાથે સાથે ઓફિસ માં જાયછે અને બેસે છે.
"બોલો પ્રો.વિદોષ તમારે શું કામ હતું?"
"સર તમને નથી લાગતું કે આપણે આ ખોટું કરી રહ્યા છીએ પ્રથમ વર્ષના બાળકો માટે આ સ્પર્ધા યોગ્ય નથી તેમના જીવ જવાના સો ટકા ચાન્સ છે.તે તમે જાણો છો."
"હું એ વસ્તુ જાણું છું પણ હું તેવું થવા નહીં દઉં હું તેમને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ સામે રક્ષણ અપાવવા માગું છું.તે મુશ્કેલીઓ માંથી જ શીખશે."
"તે વાત તમારી સાચી છે પણ સ્કુલની પાછળના મધુવન જંગલની નજીક વિકૃત દાનવો નું જંગલછે તેવાત તો તમે જાણો છો કદાચ તેમણે તેમના ઉપર હુમલો કરી દીધો તો અને અત્યારે તાજા જ સમાચાર મળ્યા છે કે વિનાશ ફરીથી સાતેય પ્રાંતનો પ્રમુખ બનવાનું સ્વપ્ન સેવી રહ્યો છે તે વાતથી તો તમે અજાણ નથી."
"હા, હું તેવાત જાણું છું પણ વિકૃત દાનવો સાથે તો આપણે સુલેહ કરી લીધેલ છે તેથી મને નથી લાગતું કે તે કંઈ તેવું કરે.બીજી બાજુ વિનાશ હજી સાતેય પ્રાંત ની સહમતી વગર કંઈક નવું કરવાનું વિચારશે નહીં નહીતો તે સાતેય પ્રાંતના પ્રમુખનો દુશ્મન બનશે અને આપણે આ નિર્ણય સહુ ની સહમતી થી જ લીધો હતો તેથી હવે તેમાંથી પીછેહટ કરવાના બદલે તેને સારી રીતે પાર પાડીએ તો વધુ સારું રહેશે."
પ્રો.વિદોષ થોડા ચિંતિત હતા પણ તેમણે છેવટે સહમતી દર્શાવી અને ત્યાંથી ચાલ્યા ગયા.
બીજી બાજુ અર્થ અને તેનું ગ્રુપ પણ તે અંગે વિચાર કરી રહયા હતા કે સ્પર્ધામાં ભાગ લેવોકે નહીં.
કાયરા: "મારા મતે આપણે સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ તેમ કરવાથી આપણે ને ઘણું શીખવા મળશે.
વરીના: "પણ શું તે સાંભળ્યું નહોતું કે તેમાં જીવ જવાનો જોખમ રહેલો છે."
કાયરા: "એવું ના હોઈ શકે કોઈ વિદ્યાર્થી જો સ્પર્ધામાં મૃત્યુ પામ્યો તો સ્કુલે ન્યાયાલયમાં જવાબ આપવો પડે.તેથી મને લાગે છે તેમણે તે માત્ર ડરાવવા માટે કહ્યું હતું.જેથી વિદ્યાર્થીનું મનોબળ ચકાસી શકે."
અર્થ: " કાયરા ઠીક કહી રહી છે.કદાચ તેવુંજ હોઈ શકે."
કરણ: "તો તું શું વિચારે છે અર્થ શું સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ."
અર્થ: "મેં તે વિશે કંઈ વિચાર્યું નથી."
કરણ: "ઠીક છે."
કાયરા: "આમ પણ આપણે બધા જ સ્પર્ધામાં ભાગ લઈશું તો એક માણસ ખૂટશે તેથી હજી પહેલા નક્કી કરી લઈએ કે ભાગ લેવો કે નહીં અને ત્યારબાદ આપણે ગ્રુપ માટે એક માણસ ગોતવો પડશે."
અર્થ: "તમે પણ વિચારીલો એક દિવસ છે અને અમે પણ વિચારી લઈએ કાલે સવાર સુધીમાં ફાઇનલ કરીશું કે સ્પર્ધામાં ભાગ લેવો કે નહીં."
કાયરા: "ઠીક છે.તો કાલ સવારે મળીએ."
બધા જ એકબીજા ને બાય કહીને વિદાય લે છે અને પોતપોતાના રૂમમાં જાય છે.
(ક્રમશ)..