Adhuro prem - 4 - Gadmathal in Gujarati Love Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | અધુુુરો પ્રેમ - 4 - ગડમથલ

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

અધુુુરો પ્રેમ - 4 - ગડમથલ

ગડમથલ
આ તરફ આકાશની ભાભી પોતાના ઘરે આવી ને ઘરમાં સુતેલા આકાશના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવી ને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.પોતાના દીયરનું હવે શું થશે એની ચિંતા માં ખોવાઈ ગઈ.પરંતુ આજે આકાશ થોડા નશામાં હતો એટલે ભાભીના આંસુ એને દેખાયા નહી અને આકાશ ઘસઘસાટ નિંદર માં સુતૈ જ રહ્યો. થોડીવાર આકાશ પાસે બેસીને આકાશની ભાભી રાત્રીનું જમવાનું બનાવવામાં લાગી ગઈ. કારણ કે થોડીવારમાં એનો પતિ ઓફીસથી આવશે તેથી એને આવતા પહેલા ભોજન તૈયાર કરવાનું હતુ જેથી આકાશ ની ભાભી જેનું નામ વિભા હતું એ ભોજન બનાવવા લાગી ગઈ.
રાત્રીના લગભગ નવેક વાગ્યે આકાશ નો ભાઈ ઓફીસથી આવ્યો.પોતાની પત્નીને રાહ જોતા જોઈને પ્રેમથી જોવા લાગ્યો ને કહ્યું કે હંમેશા ની જેમ આજે પણ તું અહીંયા જ મારી રાહ જોવે છે વિભા, વિશાલ પ્રેમથી બોલ્યો અને તરતજ પુછ્યું વિભા આકાશ ક્યાં છે. વિભાએ કહ્યું આકાશ જમી ને સુઈ ગયો છે એને ડીસ્ટર્બ ના કરશો કાલે એને વહેલી સવારે ટ્યુશન છે એટલે એને જગાડશો નહી.વિશાલે કહ્યું સારુ અને હું હાથ મોઢું ધોઈ લવ પછી આપણે સાથે જમીએ.વિભાએ જમવાનું કાઢ્યું પરંતુ એકજ થાળી જોઈને વિશાલ બોલ્યો વિભા કેમ એકજ થાળી ? તારે નથી જમવાનું ? વિશાલ બોલ્યો. અરે ના હું હમણાં જ આકાશ સાથે થોડું જમી લીધું છે એટલે મને ભુખ નથી તમે જમી લ્યો.આજે વિભા પોતાના પતિ પાસે જુઠું બોલી.વિશાલે કહ્યું ઠીક છે સારુ લાવ હું જમી લ્ઉ.રાત્રિ ભોજન પછી બન્ને જણ પોતાના ઓરડામાં ગયા.થોડીવારમાં હળવી ફુલ જેવી વાતો કરતાં કરતાં ઓફિસના કામમાં થાકેલો વિશાલ નિંદ્રામાં સરી પડ્યો.
પોતાના પતિને નિંદ્રામાં જોઈને વિભા હળવેકથી ઉભી થઇ ને ઘરનુ બારણું બંધ કરીને આકાશના ઓરડામાં થાળી લઈ ને ગ્ઈ. આકાશના માથે હાથ ફેરવી આકાશને હળવેકથી જગાડ્યો ને કહ્યું કે ચાલ આકાશ થોડું જમીલે.આકાશ ઉભો થયો ને હાથ મો ધોઈ ને જમવા બેઠો.પણ આજે આકાશ આંખો બંધ કરી ને જમે છે.વિભા સમજી ગ્ઈ કે આજે આકાશ નશામાં હોવાથી જમી શકવામાં અસર્મથ દેખાય છે. ત્યારે વિભાએ આકાશ ને કહ્યું કે તું રહેવા દે હું તને જમાડું છું. વિભા પોતાના હાથમાં કોળીયો લઈ ને પોતાના
લાડકવાયા દીયર ને જમાડે છે.એક માં પોતાના નવજાત બાળકને પ્રેમ થી જમાડે એવાજ હેતથી ભાભી એક માં ની ગરજ સારે છે.થોડું ઘણું જમીને આકાશ પાછો પથારીમાં પડી ગયો.આકાશના જમ્યા પછી એની થાળી માં જે વધ્યું હતું એમાંથી વિભાએ ચાર પાંચ કોળીયા ખાધા.પણ આજે વિભાને જમવાનું ભાવ્યું નહીં.એઠા વાસણ ધોઈને વિભા પોતાના પતિના ઓરડામાં ચાલી ગઈ. પરંતુ આજે વિભાને નિંદર નથી આવતી. એ આમતેમ પડખા ફેરવે છે.થોડીવારમાં કયારે ઉંઘ આવી ગઈ એની ભાન ન રહી.ને અચાનક સવાર પડ્યું. વિભા વહેલી સવારે ઉઠીને નાહી ધોઈને ઘરકામ પતાવીને સવારનો નાસ્તો ત્યાર કરીને વિશાલને જગાડ્યો. કારણકે એને ઓફીસ જવાનું હોય. વિશાલ જાગીને નિત્યક્રમ પતાવીને ઓફીસ જવા નીકળી ગયો.
થોડીવારમાં આકાશ પણ જાગ્યો જાગતાં વેતજ ભાભીને
પગે લાગ્યો અને પોતાના રાત્રીના નશો કરવાની માફી માંગી. વિભાએ કહ્યું જો આકાશ તું કોઈને પ્રેમ કરે છે એ સારી વાત છે, પરંતુ એના માટે નશામાં રહેવું પડે એ સારી વાત નથી. પ્રેમ એક પવીત્ર વસ્તુ છે.પ્રેમમાં ગુમાવવાનું જ હોય. એમાં કશું મેળવવાનું ન હોય. તું સમજ્યો ? હવે પલક બીજા કોઈની છે એની પાછળ તું તારી જીંદગી બરબાદ ન કરી શકે હજીતો તું ઉગીને ઉભો થયો છે. તારે હજી લાંબી મંજીલ કાપવાની બાકી છે.તું આમ કોઈ છોકરી માટે નશાનો સહારો લે એ વ્યાજબી ન લાગે.પોતાની પ્રેમાળ ભાભીના સમજણ ભરેલા શબ્દો સાંભળીને આકાશ સમજી ગયો અને કહ્યું કે ભાભી આજ પછી હું ક્યારેય આવું નહી કરું આઈ પ્રોમિસ ભાભી.વિભાએ આકાશને પોતાની બાથમાં ભિડી લીધો અને માથે હાથ ફેરવી કહ્યું ધેટ્સ ગુડ બોય.
ચા પાણી નાસ્તો કરીને આકાશ ટ્યુશન જવા પોતાની સાઈકલ લઈ ને નીકળી ગયો. આ તરફ પલકને કશુંક મીસીંગ લાગ્યું. આજે સવારે આકાશ પલકને ગુડ મોર્નિંગ કહ્યા વગર જ નિકળી ગયો.પણ પલકને જીવનનું ક્ઈક બહું જ મોટી ખોટ પડી હોય એવું લાગ્યું, કારણકે છેલ્લા ઘણા વર્ષોથી પલકને જાગતાં વેતજ આકાશ ના મોઢેથી ગુડ મોર્નિંગ શબ્દ સાંભળવાની ટેવ હતી.પરંતુ આજે પલક પોતાના રસોડાની બારીમાંથી વારંવાર આકાશના ઘરની તરફ જોયા કરતી.આમને આમ એકાદ કલાક પસાર થઈ ગયો. પલકથી ન રહેવાયું એટલે પલક ઓશરીમાં આવીને કહ્યું ભાભી ઓ ભાભી આકાશ હજી જાગ્યો નથીકે શું ? મને ગુડ મોર્નિંગ હજી સુધી સંભળાયું નથી.વિભાએ બહાર આવી ને કહ્યું પલક આકાશ તો કયારનોય ટ્યુશનમાં જતો રહ્યો છે. અરે ! ભાભી આ શું મને ગુડ મોર્નિંગ કહ્યા વગર જ જતો રહ્યો હું કયારની રાહ જોતી હતી.
વિભાએ પલકને કહ્યું કે જો પલક હવે તું આદત પાડી લે તું જાણે છે કે તને લઈ ને આકાશની ફીલિંગ કેવી છે તું હવે એને વારંવાર ડીસ્ટર્બ ના કરીશ તારી પણ હવે એક લાઈફ છે તું એનું વિચાર અને તું પહેલાની માફક એની જોડે વાત કરીશને તો મારો આકાશ આમાં બહું ઉંડો ઉતરી જશે.અને હું નથી ઈચ્તી કે એની લાઈફ પણ ડીસ્ટર્બ થાય. તું સમજે છેને હું શું કહેવા માંગું છું પલક.વિભાના આવા શબ્દો સાંભળીને પલકને થોડો આંચકો લાગ્યો પછી કશું બોલ્યા વગર જ મનમાં ક્ઈક બડબડાટ કરતી કરતી ઘરમાં ચાલી ગઈ. પોતાના ઓરડામાં જ્ઈને સોફામાં માંથે હાથ દ્ઈને બેસી ગ્ઈ.ને બબડાટ કરવા લાગી. આ છોકરો પણ પાગલ છેને.અત્યારે આવું કહેવાની શી જરૂર હતી પાગલ છેને સાલો.હળવી ગાળ બોલી, આવવાદે એને ઘરે આજે તો એનો વારો પાડી દ્ઈશ.મોટો મજનું નો દીકરો બનીને ફરે છે તો અરે એટલી પણ સમજણ ના હોય માણસને કે કોઈ છોકરીની મરજી વિરુદ્ધ પ્રેમ ન થઈ શકે.આજ તો ઈની ખેર નથી આજે ઘેર આવવાદે એને જો પછી ખબર લ્ઉ એની ગધેડાની આવો મનોમન બબડાટ કરવા લાગી. અને પોતે પણ ઘણી બેચેની અનુભવી રહી છે. પલકને કશું ગમતું નથી
પલકનની મમ્મીએ બુમ પાડી પલક અહીંયા આવ શું કરે છે ઘરમાં, અહીંયા કેટલુંય કામ પડ્યું છે ને તું હજીતો ઘરમાંથી બહાર નીકળી નથી.એ હા મમ્મી આવી પલક ઘરકામ કરવામાં વ્યસ્ત થઈ ગઈ પણ પલકનું મન કામમાં લાગતું નથી.એ કપડાં ધોવા બેઠી છે પરંતુ કપડાં સાબુ દીધેલા એમનામજ સુકાવી નાખ્યાં. થોડીવારમાં પલકની મમ્મીએ આવીને જોયું તો કપડાં એમનેમ જ સાંબુ દિધેલા સુકાવેલા જોઈને પલકની મમ્મી એના ઉપર તાડુકી ને કહ્યું અરે આ તું શું કરે છે તારું દિમાગ તો ઠેકાણે છેને, તે કપડાને નિચોવ્યા વગરજ સાબું વાળા જ સુકાવી નાખ્યાં છે તું ગાંડી તો નથી થઈ ગઈ ને પલક ક્યાં ધ્યાન છે તારુ.પલકને પણ સમજાયું નહી કે શું થયું એ પોતાને બેધ્યાન અવસ્થામાં જોઈને અચરજ પામી ગ્ઈ.આ બધું જ આકાશની ભાભીએ પણ સાંભળ્યું એથી વિભાએ પલકને કહ્યું પલક શું વાત છે ક્ઈક એવું તો નથીને તને પણ કોઈ સાથે પ્રેમ થઈ ગયો છે ?
ક્રમશઃ:-
( વિભાના શબ્દો પલકની છાતીમાં ઉંડો ઘા કરી ગયા અને પલક વિચારો ની હારમાળા ની અંદર ખોવાઈ ગઈ.....શું ખરેખર પલકને પણ હ્લદયમાં કશુંક અઘટિત થઈ રહ્યું છે.. જોઈશું ભાગ:-5 મનોમંથન)