Be Pagal - 29 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૨૯

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બે પાગલ - ભાગ ૨૯

બે પાગલ ભાગ ૨૯
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
જ્યા અટક્યુ હતુ ત્યાથી જ શરૂઆત કરીએ તો ? જીજ્ઞાના પિતા એના રડતા ભાઈને મંડપમાથી પરાણે લઈને જતા રહે છે. આ બાજુ રુહાનને પણ પુલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. આ તરફ થીયેટર રૂમમાં પણ બધા લોકોએ આખુ લાઈવ પ્રસારણ જોયા બાદ થોડિવાર રવીની વાતો સાંભળે છે.
તો સર કંઈક આવા સંજોગોના કારણે જ આજે અમારી ટીમ પરફોર્મન્સ નથી આપી શકી. મારે તમને બસ એક જ હકિકત જણાવી છે. તમે ન્યુઝમા જે જીજ્ઞા જોઈ એનુ બસ એક જ સ્વપ્ન હતું. ફિલ્મ લેખક અને ફિલ્મ મેકર્સ બનવુ. પરંતુ પિતાની જીદ, માન, મર્યાદા અને મોભાના અને સમાજના કડવા રીતરિવાજો ના કારણે જીજ્ઞાને આ બધુ જ નચાહતા પણ છોડવુ પડ્યુ. પિતા નાનપણથી જ જીજ્ઞાને માત્ર જવાદારી જ માનતા એટલે ન જાણે આજ સુધી જીજ્ઞાએ કેટકેટલીક ઈચ્છાઓ મારી હશે. સર આ એજ જીજ્ઞા છે જેના પિતા એને લેસ માત્ર પણ પ્રેમ નથી કરતા છતા એને એક ૩૦૦ પાનાની સ્ટોરી અને સ્ક્રીપ્ટ લખી જેનુ નામ છે પપ્પાની પરી જેમા છોકરીનુ નામ જીજ્ઞા જ છે અને પિતાનુ નામ ગીરધનભાઈ અને એમા પિતાના પાત્રને ખુબ જ પ્રેમાળ અને ત્યાગી બતાવવામાં આવ્યું છે...રવી જ્યારે જીજ્ઞાના દર્દને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યા તેને સંજયભાઈ ડિરેક્ટર ત્યા જ રોકી લે છે.
એક મિનિટ જો રવી સ્પર્ધાના નિયમ મુજબ આજે તમે ન આવી શકો તો સામેની ટીમને જીત આપવી જ પડે. એટલે માફ કરજે પણ અમે આ સ્પર્ધાને તો નહીં અટકાવી શકીએ અને હા જીજ્ઞાના અમદાવાદ હોવાથી અને રુહાનના જેલમા હોવાથી આજે તમે લોકો પરફોર્મ કરી શકો તેમ છો નહીં નહીંતર અમે થોડુ લેટ કરીને પણ તમારૂ નાટક નિહાળી લેત પણ આઈ એમ સોરી...સંજયસિહે કહ્યું.
ઓકે સર નો પ્રોબ્લેમ... આભાર... આટલુ બોલી રવી ત્યાથી નિરાશ થઈને ચાલતો થાય છે.
આમ રુહાન અને જીજ્ઞાના દરેક આયોજનો ઉલટા પડી રહ્યા હતા.
રવી જેવોજ થીયેટરની બહાર જવાના દરવાજા તરફ જાય છે ત્યાજ પાછળથી આવીને રવીના ખંભા પર હાથ મુક્તા સંજયભાઈએ કહે છે.
રવી... ખંભા પર હાથ મુકીને સંજયભાઈએ કહ્યું.
હં સર... પાછળ ફરતા રવીએ કહ્યું.
આ મનીષભાઈ પાસે હતી એ જ વાર્તાની તો તુ વાત નથી કરી રહ્યો ને... સંજયભાઈએ રુહાનને સવાલ કરતા કહ્યું.
હા સર આ એજ વાર્તા અને એ જીજ્ઞાએ જ લખેલી છે પરંતુ તમને આની જાણ કઈ રીતે... રવીએ સવાલ કરતા કહ્યું.
કેમ કે આના પર હુ અને મનીષ બંને સાથે મળીને ફિલ્મ બનાવવાના હતા. એને મને કહ્યું હતું કે એક પપ્પાની પરી નામની ખુબજ સારી વાર્તા આવી છે. જે દિવસે મનીષનો અકસ્માત થયો તે દિવસે એ સ્ટોરી લઈને મારી પાસે જ આવતો હતો. પરંતુ અકસ્માત બાદ એનો સંપર્ક તુટી ગયો અને પછી આ વાર્તા પર ફિલ્મ બનાવવાની વાત પણ વાર્તા બનીને જ રહી ગઈ. પણ હા જો તમે લોકો હજુ પણ મને એ વાર્તા લાવીને દો તો આપણે જીજ્ઞાનુ સ્વપ્ન જરૂર પુરૂ કરીશુ અને એનાથી આ સમાજ પણ સમજી જશે કે જે છોકરીઓ કરી શકે એ આ દુનિયામાં કોઈ ન કરી શકે. કેમ કે કોઈક વ્યક્તિએ ખુબ જ સરસ કહ્યું છે કે શેરની સવારી માં દુર્ગા જ કરે પણ આપણે લોકો તે વારંવાર ભુલી જતા હોઈએ છીએ. તારો નંબર મારા મેનેજરને આપી દે અને તમે મને બે દિવસ પછી મારી વડોદરાની ઓફિસે સ્ટોરી સાથે મળો પછી આપણે આગળ કશુ વિચારીએ...સંજયભાઈ આટલુ બોલી ફરીથી પોતાની જગ્યા પર જતા રહે છે.
એક તરફ રુહાન અને જીજ્ઞા સ્પર્ધા હારી જાય છે પરંતુ બીજી તરફ સંજયભાઈના કારણે જીંદગીની સ્પર્ધાની શરૂઆત થાય છે.
આ તરફ લગ્ન મંડપમાં.
મને માફ કરી દેજો અંકલ મે તમારી અને તમારા દિકરાની આબરૂને આચ પહોચાડી તેના બદલ... જીજ્ઞાએ એના થતા થતા રહી ગયેલા સસુરને કહ્યું.
કોઈ વાંધો નહીં દિકરી. મને ખુશી છે કે તે આ મોત જેવી જીંદગી જીવવા કરતા લગ્નની ના પાડી. થોડુ મોડુ થયુ પણ નો પ્રોબ્લેમ. ચાલો બા અમે નિકળીએ છીએ...આટલુ બોલી જાન વાળા દરેક મહેમાન ત્યાથી ચાલતા થાય છે.
તમે પણ જઈ શકો છો...બાકી રહેલા મહેમાનોને હાથ જોડીને વિનંતી કરતા ચંપાબાએ કહ્યું.
બેટા ચાલ આપણા ઘરે. બનેવીલાલનુ હવે થોડુ વધાર પડતુ થઈ ગયુ છે... જીજ્ઞાના મામાએ કહ્યું.
આમ જીજ્ઞાને તેના મામા પોતાના ઘરે લઈ જાય છે.
આ બાજુ રવી અને મહાવીર રુહાન પાસે પુલીસ સ્ટેશન પહોચે છે. મોહમ્મદ ભાઈનો છોકરો હોવાથી રુહાનના નામની કોઈ FIR નથી ફાટતી. થોડિવાર પોલીસ સ્ટેશન બેસાડી પિતા મોહમ્મદ ભાઈને પુરી ઘટના રુહાન તરફથી જણાવ્યા બાદ રુહાનને છોડી દેવામાં આવે છે.
રવી સંજયસરની બધી જ વાત રુહાનને કરે છે. રુહાનને બતાવ્યા પહેલા આખી વાત રવીએ મોબાઈલ દ્વારા પુર્વીને જણાવી દિધી હતી.
જો ખરેખર સંજયસરને આપણી વાર્તા ગમી જાય તો જીજ્ઞા ફરીથી તેના પિતાનુ નામ ઉચુ કરી શકે...રુહાને કહ્યું.
આમ જીજ્ઞાના લગ્નનો દિવસ વિતે છે.
બીજો દિવસ દરેક મિત્રો અમદાવાદ જીજ્ઞાના મામાના એટલે કે પુર્વીના ઘરે જીજ્ઞાને મળવા પહોચે છે. દરેક મિત્રો શોફા પર બેઠા બેઠા ચા પી રહ્યા હતા. અંદર રૂમમાંથી જીજ્ઞા બહાર આવે છે. જીજ્ઞા હજુ પણ થોડી નારાજ અને દુઃખી હતી.
બધા લોકો થોડીવાર જીજ્ઞા અને રુહાનને એકલા છોડી દે છે.
હાય જીજ્ઞા... રુહાન ઉભો થઈને જીજ્ઞાને કહે છે.
હાય... ફિકા અવાજ સાથે સામે જીજ્ઞા પણ કહે છે.
મને માફ કરી દે જે જીજ્ઞા હુ તારા પિતાની ઈજ્જતનુ ઘ્યાન ન રાખી શક્યો...રુહાને ગીલ્ટી ફિલ કરતા કહ્યુ.
ઈટ્સ ઓકે રુહાન તે જે બધુ કર્યુ તે મારા માટે જ કર્યુ છે અને તે પણ તારી ઈજ્જત દાવ પર લગાવી દીધી હતી અને જો વારંવાર હુ તારા પર ગુસ્સે થાઉ તો મારાથી સ્વાર્થી કોણ હોઈ શકે. અને હા ખુબ ખુબ ધન્યવાદ તારો મારી લાઈફ બચાવવા બદલ... જીજ્ઞાએ કહ્યું.
અરે તારા માટે ગમે ત્યારે ગમે તે જીજ્ઞા દોસ્ત છું તારો... રુહાને કહ્યું.
હવે ઢોગ કરવાની કોઈ જરૂર નથી હુ તને પ્રેમ કરૂ છું અને તુ મને તો આપણે હવે એકબીજાના ફક્ત દોસ્ત નહીં એના કરતા પણ વધારે છીએ. પણ હા આઈમ સોરી રુહાન પણ હુ હવે મારા પિતાની રાજીખુશી વગર જીંદગીનુ કોઈ જ પગલુ નહીં લઈ શકુ... જીજ્ઞાને રુહાન અને તેના રિલેશન તરફ જોતા કહ્યું.
તુ એકદમ ઠિક કહે છે જીજ્ઞા આપણો ધ્યેય સૌપ્રથમ તારા પિતાને મનાવવાનો જ હોવો જોઈએ. અને એની માટે આપણી પાસે એક મોકો હજુ પણ છે... રુહાને કહ્યું.
મોકો એવો છે અને એ વ્યક્તિએ આપ્યો છે કે જેનુ નામ સાંભળીને તમને વિશ્વાસ પણ નહીં બેસે... રુહાને કહ્યું.
આમ ત્યાર બાદ રુહાન સંજયસર બાબતે બધી વાતચીત કરે છે.
આ વાત સાંભળી જીજ્ઞાના મો પર થોડી સ્માઈલ આવે છે. અને એને જોઈ રુહાન પણ થોડો ખુશ થાય છે અને કહે છે.
જો જીજ્ઞા તારી આ વાર્તા પર બનેલી ફિલ્મ લોકોના હદયને સ્પર્શી જશે અને સુપર હિટ થઈ જશે તો તારૂ સ્વપ્ન તો પુર્ણ થશેજ પરંતુ સાથે સાથે તારા પિતા પણ તારા નામથી ઓળખાવા લાગશે. અને જીજ્ઞા ગમે તેમ તો એ તારા પિતા છે. મને પુર્ણ ભરોસો છે કે એમનુ હદય પરિવર્તન જરૂર થશે...રુહાને જીજ્ઞાને સમજાવતા કહ્યુ.
કાશ બધુ એમ જ બને જેમ તુ કહી રહ્યો છે. પરંતુ એના માટે આપણે સ્ટોરી બુક જોઈશે અને એ સ્ટોરી બુક ક્યા છે રુહાન. મનીષસરના ગયા બાદ તુ જ એ બુકની તપાસ માટે ગયો હતો અને પછી તે ક્યારેય એવો ઉલ્લેખ નથી કર્યો કે તને એ બુક મળી હોય. તો શુ થયુ એ બુકનુ રુહાન ?...જીજ્ઞાએ રુહાનને સવાલ કરતા કહ્યું.
આ સવાલ સાંભળી રુહાન થોડોક ગભરાય છે.
આઈમ સોરી જીજ્ઞા પણ એ બુક ન તો મને પુલીસ સ્ટેશન મળી કે ન તો મનીષસરના ઘરે...રુહાને પોતાનુ મો નીચુ કરતા કહ્યુ.
રુહાનની આ વાત સાંભળી બધા મિત્રો થોડાક નિરાશ થાય છે.
પણ રુહાન આપણે એ બુક વગર કઈ રીતે સંજયસર પાસે જઈશુ અને આપણી પાસે હવે ફરીથી લખવાનો સમય પણ નથી... થોડી હળબળાટથી જીજ્ઞાએ કહ્યું.
જો જીજ્ઞા તુ શાંત થઈ જા હુ કઈક કરૂ છું... રુહાને કહ્યું.
મને જણાવ તુ શુ કરીશ રુહાન... જીજ્ઞાએ કહ્યું.
એ બધુ તુ મારા પર છોડી દે અને તુ અને પુર્વી બંને કાલે વડોદરા આવી જાવ પછી કંઈ વિચારીએ. અને અમે લોકો નિકળીએ છીએ... રુહાન આટલુ બોલી રુહાન અને જીજ્ઞા જે રૂમમા એકલા હતા તે રૂમમાંથી બહાર નિકળવાના દરવાજા તરફ ચાલવા લાગે છે.
રુહાન... પાછળથી જીજ્ઞા બોલે છે.
બોલ જીજ્ઞા... પાછળ ફરતા રુહાને કહ્યું.
i love you તો નહીં કહુ એ અંગ્રેજોનુ છે પણ. તુ મને બહુ જ ગમે છે અને હુ તને પ્રેમ કરૂ છું. કબુલ છે. કદાચ તારે પણ આ જ સાંભળવુ હતુ રાઈટ... જીજ્ઞાએ રુહાનના હદયની વાત કરતા કહ્યુ.
કબુલ છે... બોલી રુહાન જીજ્ઞાને ભેટી પડે છે.
તો આમ હવે બંનેની પ્રેમ કહાની એકદમ પાટે આવી ચુકી હતી. હવે બસ બે જ નાનીમોટી મુશકેલી બંનેના જીવનમાં હતી. એક જીજ્ઞાના પિતા અને બીજુ એ સ્ટોરી બુક ક્યા છે ?. પણ આ વખતે બંને મુશ્કેલીઓ સામે લડવા માટે સાથે હતા. જોવુ રહ્યુ કે હવે લાસ્ટ એન્ડ ફાસ્ટ શુ થાય છે આ બંનેના જીવનનુ.
જરૂર વાચજો આપણી નાનકડી સફર બે પાગલ નો HAPPY ENDING વાળો આવતો ભાગ.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
BY:- VARUN S PATEL.
Thank you for all my dear.