Adhuro Prem - 4 in Gujarati Love Stories by Anjali Bidiwala books and stories PDF | અધૂરો પ્રેમ - 4

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

અધૂરો પ્રેમ - 4

આગળ જોયું કે જય કાયરા ને પ્રેમ કરવા લાગ્યો હતો તેનો આભાસ જય ને થઈ ગયો હતો.તે કાયરા ને પ્રપોઝ કરે છે.
પણ કાયરા તેને જવાબ આપ્યા વિના જ પાછળ ફરી જતી રહે છે.

કાયરા પાછળ ફરી ને જવા લાગે છે. જય ઉભો થાય છે. તે ઉદાસ થઇ જાય છે.

કાયરા થોડી દુર જઈ ઉભી રહે છે અને હસે છે.ફરી ને તે પાછી જય તરફ આવે છે. જય ની આંખો માં તેને આંસુ દેખાય છે.

"હેય , લાવ મારા રોઝ...." કાયરા એ હસીને કહ્યું.

"વૉટ...." જય એ આશ્ચર્ય થી કહ્યું.

"અરે ....., આ રોઝ મારા માટે છે ને.....તો લાવ ને.." કાયરા એ કહ્યું.

"આર યુ સિરિયસ.....?" જય એ પૂછ્યું.

" યા..... અફકોર્સ.." કાયરા એ કહ્યું.

જય એ ગુલાબ કાયરા ને આપ્યાં અને તેને ભેટી પડ્યો.

"તે તો મને ડરાવી જ દીધો..." જય એ કહ્યું.

" હા... પણ , તે જ તો મને કહ્યું કે તું નાં પાડશે તો પણ આપણે ફ્રેન્ડ તો રહેશું જ....પણ તારી આંખો માં તો આંસુ આવી ગયા." કાયરા એ કહ્યું.

"હમમ...." જય એ કહ્યું.

"પણ આ ફૂલ કેમ કાપતો હતો....?" કાયરા એ પૂછ્યું.

"એની ડાળી ઓમાં કાંટા હતા તે તને હાથ માં વાગે નહીં એટલે ......." જય એ કહ્યું.

" ઓહ... હાઉ સ્વીટ.." કાયરા એ કહ્યું.

"પણ તે હજી મારા સવાલ નો જવાબ નથી આપ્યો ખાલી રોઝ જ લીધું છે..." જય એ કહ્યું.

" હા.... લવ યુ ટુ... બસ.." કાયરા એ કહ્યું.

બંને એ એકબીજા ને ભેટી પડ્યા. બંને ઘણા ખુશ હતા. તેઓ હોસ્પિટલ નાં ગાર્ડન માં બેસી ને વાતો કરતા હતા.
અચાનક જય વિચાર માં પડી ગયો.

શું થયું..?કાયરા એ પૂછ્યું.

"બે દિવસ માં મારા પગ નું પ્લાસ્ટર નીકળી જશે પછી મારે ભારત જવું જ પડશે.., એ વિશે વિચારું છું..." જય એ કહ્યું.

"એમાં વિચારવા નું શું....! હું ડૉક્ટર સાથે વાત કરી લઈશ...એ થોડા સમય માટે અહીં રહેવા દેશે...પછી નું પછી જોવાશે..." કાયરા એ કહ્યું.

"હા....." જય એ કહ્યું.

બે દિવસ પછી ડોક્ટરે જય નાં પગ નું પ્લાસ્ટર કાઢી નાખ્યું.કાયરા એ ડોક્ટર સાથે જય માટે વાત કરી . ડોક્ટર થોડા દિવસો માટે જય ને રહેવા દેવા માની ગયા...

"ચાલ , તને લંડન બતાવ....." કાયરા એ કહ્યું.

"પણ હું અહીં આવ્યો ત્યારે મેં બધું જોઈ લીધું છે...." જય એ કહ્યું.

" અરે...હાઉ અનરોમાંટિક યુ આર!.... ત્યારે હું નહીં હતી ને....."કાયરા એ કહ્યું.

" ઓહ્.... ઓકે ચાલ , જઈએ...."જય એ કહ્યું.

બંને લંડન ફરવા ગયા..ત્યાં એક નદી આવી.. પુલ પર ઊભા રહી કાયરા એ કહ્યું," જય આ નદી માં કોઇન નાખી જે વિશ માંગે તે પૂરી થાય જ છે..."

કાયરા એ પર્સ કાઢી કોઇન કાઢ્યો અને આંખો બંધ કરી મનમાં વિશ માંગી...અને કોઇન નદી માં નાખ્યો.

જય બધું જોતો હતો.

"જય તું કઈ નથી માંગવાનો....?" કાયરા એ કહ્યું.

" મારે હવે કઈ માંગવાની જરૂર નથી....મને તો તું જ મળી ગઈ છે તે...." જય એ કહ્યું.

"ઓહ... એટલે તને હવે કઈ જોઈતું નથી..." કાયરા એ કહ્યું.

"હા..તે શું માંગ્યું...?" જય એ પૂછ્યું.

"કંઈ ખાસ નહીં....બસ એ કે આપને આવી રીતે જ સાથે રહીએ..." કાયરા એ કહ્યું.

" એવું પણ કોઈ માગતું હોય.....આપને સાથે જ રહેશું ને...." જય એ કહ્યું.

" હા...અને તું ઇન્ડિયા જતો રહ્યો તો..." કાયરા એ કહ્યું.

" એક દિવસ ઇન્ડિયા તો જવાનું જ છે ને.....પણ ડોન્ટ વરી.. આપને સાથે જશું ને..." જય એ કહ્યું.

" ઇન્ડિયા...નો.. નેવર...હું ઇન્ડિયા નથી જવાની...તારે અહીં રહેવાનું છે.....હા , તારા ફૅમિલી ને મળવા જવું હોય તો જઈ શકે છે....પણ હું ઇન્ડિયા નહિ આવું"કાયરા એ કહ્યું.

" અરે....પણ....." જય ને બોલતા અટકાવી ને કાયરા એ કહ્યું.. પણ....પણ ..કઈ નહિ....હમણાં આ બધી વાત કરવી જરૂરી નથી....આપનો મૂડ ખરાબ નથી કરવો....."

" ઓકે........પણ હું ઇન્ડિયા જઈશ જ...એ યાદ રાખજે..." જય એ કહ્યું..

" હા...હા..." કાયરા એ જય ની વાત પર ધ્યાન આપ્યું જ નહિ.

બંને હોટેલ માં ડિનર કરવા ગયા....ત્યાં જ બહાર બરફ પડવા લાગ્યો.....બધા રસ્તા બંધ થઈ ગયા..એટલે બંને એ હોટેલ માં જ રેહવું પડ્યું.

કાયરા એ એક રૂમ લીધો.

"કેમ એક જ રૂમ...?" જય એ પૂછ્યું.

"ઓહ...હવે એ પણ હું સમજાવ... આવું મોસમ અને ચાન્સ હોસ્પિટલ માં નહિ મળે.. .." કાયરા એ કહ્યું.

" પણ....આપને હજી મેરેજ પણ નથી કર્યા....તે પહેલાં આવું બધું યોગ્ય નથી...." જય એ કહ્યું.

કાયરા જોર માં હસી.

"વૉટ... આર યુ સિરિયસ.... હું તને સામે થી કહું છું અને તું આવું કહે છે .... આ ઇન્ડિયા નથી....હવે તો છોડ ઇન્ડિયન કલ્ચર ને...." કાયરા એ કહ્યું.

"અમારા કલ્ચર માં જે છે તે બધા નો વિચાર કરી ને જ રિવાજ બનાવ્યો છે....અને આ રિવાજ એટલે છે કે લોકો માસૂમ છોકરીઓ નો લાભ ન ઉઠાવે.....અને મેરેજ એટલે અમારા માટે જન્મો નો સાથ નિભાવવાનું વચન છે જે અમે તોડતા નથી..." જય એ કહ્યું.

"ઓકે...પણ ના તો આ ઇન્ડિયા છે... નાં તો તું મારો લાભ ઉઠાવશે....તો આ બધું છોડ.. અને ચાલ.."કાયરા એ કહ્યું.

"ના, હું નહિ આવીશ...." જય એ કહ્યું.

" તું મને પ્રેમ નથી કરતો ને....એટલે જ આવું કરે છે...હું આજ પછી તારી સાથે વાત ની કરીશ...હું ચાલી..." કાયરા એ કહ્યું અને તે હોટેલ ની બહાર જતી રહી.

જય એ એને રોકી અને કહ્યું....,"એવું નથી કાયરા... હું તને પ્રેમ કરું છું...પણ પ્રેમ નો મતલબ આ નથી....તેમ છતાં તારી ખુશી માં જ મારી ખુશી છે..."

બે મહિના પછી....

જય કાયરા નાં ઘરે ગયો.કાયરા બેડ પર સુતેલી હતી.

"કાલે તું માંદી પડેલી તેનો રિપોર્ટ આવી ગયો છે...." જય એ કહ્યું.

"શું થયું છે....?" કાયરા એ કહ્યું.

"આપણાં પ્રેમ ની નિશાની આવવાની છે..." જય એ ખુશ થઈ ને કહ્યું.

" એટલે...." કાયરા એ કહ્યું.

" અરે.... તું પ્રેગનેટ છે..."જય એ કહ્યું.

"વૉટ..." કાયરા એ કહ્યું.

"હા...સાચું કહું છું.." જય એ કહ્યું.

ક્રમશ......