Rahasya - 2.7 in Gujarati Adventure Stories by Alpesh Barot books and stories PDF | રહસ્ય - ૨.૭

Featured Books
Categories
Share

રહસ્ય - ૨.૭



પૃથ્વી પર હજારો વર્ષ સુધી લાખો જીવ આવ્યા ગયા! તેના અસીમો પણ માનવજાત માટે ખૂબ જ મહત્વના ગણવામા આવે છે.
પ્રિયા ચૂપ હતી. તેની પાસે જીવ વિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાન અંગે જેટલું જ્ઞાન હતું. તે સરખામણીમાં અમારા પાસે એનો એક ટકો પણ નહતું.

"તારે કઈ કહેવું છે? તું ના કહીશ તો પણ મારે જાણવું છે કે તું આ વિશે શું વિચારે છે શુ જાણે છે? " અજયે કહ્યું.

"દરેક વસ્તુ, જીવ-જનતુંની શોધ પાછળ ઘણા બધા ફાયદાઓ છુપાયેલા હોય છે. નુકસાન હોય છે તો ફક્ત તે જીવને હોય છે ખરુંને?"પ્રિયાની વાત પર અમે હામી ભરી...

"ધરતી ઉપર અંદાજે કેટલી પ્રજાતિઓ હશે?" રાજદીપે કહ્યું.

"એક અનુમાન પ્રમાણે! ધરતી પર લગભગ 87 લાખ પ્રજાતિઓ છે.દરોજ કોઈને કોઈ પ્રજાતી શોધ ચાલુ જ હોઈ છે." પ્રિયાએ કહ્યું. બધાના ચેહરાના ભાવ જોવા લાયક હતા.

"શું આ બધી જાતિઓને ઓળખવું સરળ છે? કેટલો સમય લાગે આ બધું જાણવા માટે?" અજયે કહ્યું.

"એક અનુમાન પ્રમાણે આ બધી પ્રજાતિઓ વિશે જાણવા માટે એક હજાર વર્ષ લાગશે! તો કેટલાક અંશે એવી વાતો પણ સાંભળવા મળે છે કે આ પ્રજાતિઓ અંગેના આંકડાઓ હમેશા સાચા નથી હોતા!" પ્રિયાએ કહ્યું.

"આ પ્રજાતિઓ શોધવા પાછળ માણસને કઈ ફાયદો ખરો?" વિજયે કહ્યું.

"હા મોટો ફાયદોતો શોધ કરતાંને જ હોય છે.
આવી પ્રજાતિઓનો શોધ પાછળ શોધકર્તાઓને લાભાલાભ હોય છે. તેંના ફાયદાઓ જાણવા આપણા માટે એટલા જરૂર નથી! " પ્રિયાએ કહ્યું.

"જાતિ એટલ શું? "કલ્પેશે કહ્યું.

"ખૂબ જ સરસ પ્રશ્ન! તમે આ પ્રશ્ન પૂછવાની હિંમત ન કરી પણ કલ્પેશ કરી! આ પ્રશ્ન જેટલો સરળ છે. તેનો જવાબ એટલો સરળ નથી!
જીવ વિજ્ઞાન પ્રમાણે જે એક બીજા સાથે સંભોગ કરી અને નવા જીવને પેદા કરી શકે તેને જાતિ કેહવાય!
જેમ કે ગાય, ભેંસ, સિંહ! જેઓ અલગ અલગ નહિ પણ પોતાની પ્રજાતિઓ સાથે સંભોગ કરી શકે છે અને નવા જીવને જન્મ આપી શકે છે. એક કિસ્સો એવો પણ છે. કદાચ તમે જાણતા હોવ અને ન પણ જાણતા હોવ!

ઘોડો અને ગધેડો બને સંભોગ કરી જીવને જન્મ આપી શકે છે જેને ખચ્ચર કહેવાય છે. પણ ખચ્ચર પછી કોઈને પણ જન્મ આપી શકતો નથી એટલે આ બને જાતિને અલગ અલગ ગણવામાં આવી છે. " પ્રિયાએ કહ્યું.

"મેં સાંભળ્યું છે કે અમુક પ્રાણીઓના લાંબા આયુષ્યના આધારે મનુષ્ય પણ પોતાનું લાબું આયુષ્યને શોધે છે?" અજયે કહ્યું.

"કયો જાનવર કેટલો જીવે છે તે જાણકારીઓ પણ એટલી જ રસપ્રદ ગણવામાં આવે છે. જેમ કે એક કાચબો ત્રણ સો વર્ષ જીવી શકે છે. કેટલાક અમેરિકન કેકડાઓ 140 વર્ષ સુધી જીવી શકે છે. જુરાસિક યુગના કેટલા જીવો હજારો વર્ષ જીવી શકતા હતાં ! એક શંખ જેની ઉંમર પાંચ સો સાત વર્ષ હતી જે વિજ્ઞાનીઓ જેને ભૂલથી મારી નાખ્યો હતો."

"ઓહ! માણસ કેટલો ઘેલો છે. કેટલો મહત્વકાંક્ષી છે." અજયે કહ્યું.

"તો એક ઘટના એવી પણ છે.
1979માં રૂસી વિજ્ઞાની સબિત એબિજોબ એન્ટાર્ટિકાના રૂસી સ્ટેશન વોસ્ટોક પર કામ કરી રહ્યા હતા.ત્યારે 3600 મીટર ઊંડાઈ નીચે કેટલાક બેક્ટેરિયા,ફંફૂદ અને કેટલાક જીવો જોવા મળ્યા હતા. એબિજોબ અનુમાન પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આ જીવો ઉપરથી તો ન જઈ શકે! જેથી એક અનુમાન પ્રમાણે આ જીવ અહીં લાખો વર્ષથી મોજુદ હશે! જીવો પાછળનો ઈતિહાસ અને તેના લાંબા આયુષ્ય પાછળનું રહસ્ય ક્યાંક મનુષ્યને અમરત તરફ લઈ ન જાય!" પ્રિયાએ કહ્યું.

"પ્રો. ડેવીડિશન ખૂબ મહ્ત્વકાંક્ષી માણસ લાગે છે.મને એક ડર એ પણ છે કે આ માણસ આપણો ઉપયોગ લઈને આપણે થ્રો ન કરી દે...." અજયે કહ્યું.

"પ્રકૃતિ સાથે દાત્મ્યતા જાળવી તેને નુકસાન ન પોહચાડીને આપણે આપણી સફર ખેળી હતી. આપણે આપણી નિયત પૈસા માટે તો ન બદલી શકીએ! જે થશે તે જોયો જશે! ત્યાં બધું જ આપણું છે. પોતીકું છે." રાજદીપે કહ્યું.

ક્રમશ.