Varghoda sami vidaay in Gujarati Moral Stories by Matangi Mankad Oza books and stories PDF | વરઘોડા સમી વિદાય

Featured Books
  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

Categories
Share

વરઘોડા સમી વિદાય



પપ્પા ઓ પપ્પા ક્યાં છો તમે, તમારી ચા અને છાપુ રાહ જોવે છે. રોજ ની જેમ આજે જલધિ એ પપ્પા ને હાકલ પાડી.. બસ એક જ અઠવાડિયું છે પછી તો પપ્પા ને ચા છાપું દેનાર આ દીકરી પોતાના પતિ ને સાચવતી હશે. રમેશ ભાઈ એ જ વિચાર કરતા કરતાં નીચે ઉતર્યા અને એક છેલ્લું પગથિયું ભૂલી ગયા ને પડ્યાં જલધિ રસોડામાં થી દોડતી દોડતી આવી. પપ્પા ક્યાં ધ્યાન હતું વાગ્યું તો નથી ને , તમે પણ શું કરો છો ઉભા રહો હું તમને ઉભા કરું. બાપ ને કંઈ થાય એટલે દીકરો મા બની જતી હોય છે.

જલધિ પણ એના પિતાની લાડકી દીકરી હતી એકની એક નોતી પણ એના માટે તો એનાં પપ્પા એકના એક જ હતાં એટલે અત્યાર સુધીનો જેટલો સ્નેહ એની પાસે હતો તે ત્યાં જ ટ્રાન્સફર થતો. સગાઈ થઈ ત્યારે જલધિના ટ્વિન ભાઈ જલય એ કહ્યું પણ ખરું કે "હવે જો ... પપ્પા પપ્પાની ચમચી કેવું કેયુર કેયુર કરે છે" જલધિ માટે તો હમેંશા પહેલાં અને છેલ્લા હીરો એના પપ્પા જ રહ્યા છે.

"અરે જલુ કંઈ નથી થયું એક પગથિયું જ તો ચૂક્યો છું" તું તો નાની નાની વાતમાં ડરી જાય છે અને પછી કોઈનું સાંભળતી પણ નથી. તારો બાપ બહુ કઠણ છે એમ કંઈ જ નહીં થાય" આ કહેતાં કહેતા ઊભા થયા અને લગ્નના કામોમાં વળગ્યા. "જલય જો જોઈ બધાને કંકોત્રી અને કાર્ડ વોટ્સેપ પણ કરી દેજે એટલે હાથ વગુ રહે અને પેલા ઇવેન્ટ વાળાને મહેમાનો ની યાદી મોકલવાની હતી મોકલી કે નહિ" રમેશ ભાઈ ટેન્શન માં બોલી રહ્યા હતાં.

"પપ્પા ચિંતા ન કરો બધું થઈ જશે" જલય પોતાની જવાબદારી સમજતો હતો. "પપ્પા તમે તો હવે વધુ ને વધુ સમય આ જલ કૂકડી સાથે કાઢો પછી તો મારા માટે તમારો સમય જ સમય છે" જલધિ જલય પાછળ દાદીની લાકડી લઈ દોડી. "આ બંને નું બાળપણ ક્યારે જશે? પારુલ બેન રસોડામાંથી બહાર આવતાં બોલ્યા." "મમ્મી આ જલ્યાને કહી દે પપ્પા મારા જ છે માત્ર મારા એ તો મારી સાથે પેલી ફ્રી વાળી સ્કીમમાં આવ્યો છે. ફ્રીની વેલ્યુ ન હોય." જલધિ એ પારૂલબેનને કહ્યું. બધા ખડખડાટ હસવા લાગ્યા .. જલય ને હમેંશા એ આવું કહી જ ચિડવતી ને હવે તો જલય પણ સાંભળી રાજી થતો હતો.

દિવસ જતાં ક્યાં વાર લાગે એમાં પણ જે ઘરમાં દીકરીનો માંડવો હોય એ ઘરની ઘડિયાળ તો ડબલ સ્પીડ પકડે છે. બે દિવસનો ખુબ જ ભવ્ય લગ્નોત્સવ પતી ગયો મહેંદી હોય કે પીઠી ચોળવાની રસમ બધામાં જલધિ એનાં પપ્પાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. એ જાણતી હતી કે રમેશભાઈના કઠણ હ્રદયમાં કેટલું તોફાન ચાલી રહ્યું છે તે આંખના આંસુ વડે બહાર કાઢવું જરૂરી છે પણ રમેશભાઈ એ પોતાના હૃદયના દરવાજા એવા વાસી દીધા હતાં કે એક પણ આંસુ આંખ સુધી ન પહોંચે અને દીકરીની વિદાય હસતાં રમતાં થાય.

આજે એ દિવસ આવી ગયો હતો કન્યાદાન અને ફેરા પતી ગયા હતાં. રમેશભાઈ અને પારૂલબેનને કન્યા વિદાયની તૈયારી કરવા પણ કહેવાય ગયું હતું. રમેશભાઈની ઈચ્છા એની રાજકુમારીની વિદાય બહુ જ ધામધૂમથી કરવી હતી ઘરનાં દરેક સભ્યો અને આવનાર મહેમાનો સહિત બધાને કહેવાય ગયું હતું કે મારી જલધિ રાજકુમારીમાંથી રાણી બનવા જઈ રહી છે. એટલે કોઈએ દુઃખી થઈ એને વિદાય નથી કરવાની અને આમ તો ફટાકડા અને બેન્ડવાજા વર પક્ષ તરફ થી જ હોય છે કારણ વર્ષો થી ચાલ્યું આવે છે કે દીકરીની વિદાય એ કરૂણ પ્રસંગ કહેવાય છે એટલે એમાં આ બધું ન હોય પણ રમેશભાઈ કહેતાં કે આપણી દીકરી એનાં ઘરે જાય એ થોડી કરુણ પ્રસંગ કહેવાય એટલે જ જે લોકો ન કરતાં તે કરવા વિચારેલ એટલે જમણવાર પછી વિદાયનો સમય નજીક આવ્યો અને જલધિ ને ગમતાં ફટાકડા એક પછી એક આકાશમાં ફૂટવા લાગ્યાં. ક્યારેય ન જોઈ હોય એવી આતિશ બાજી થઈ અને જલધિ એ વડીલોને મળવાનું શરૂ કર્યું ત્યાં તો બેન્ડ વાળા એ જલધિને ગમતાં જ ડાન્સના ગીતો વગાડવા લાગ્યા.

વાતાવરણ આખું અલગ જ બની ગયું કે જલધિ એનાં પપ્પાને મળવા આવી તો રમેશભાઈ પણ ગીતો પર નાચતા નાચતા દીકરીને વળાવવા આવ્યા. ગમે તેવો કઠણ બાપ પણ દીકરી ની વિદાય માં ઢીલો પડી જાય પણ રમેશભાઈ તો ખૂબ જ મોજ થી દીકરીને વિદાય કરતાં હતાં. જલધિ ગળે મળી ને રડવાનું શરૂ કર્યું તે પહેલાં જ રમેશભાઈ એ કેયુરને ઈશારો કરી દિધો કે આને તમે લઈ લ્યો. ગઈ કાલે રાત્રે જ કેયુર ને રમેશભાઈ એ મેસેજ કરેલ કે તું મારા જીવનની અમૂલ્ય મૂડીને પામવા જઈ રહ્યો છો. મારા ઘરની રાજકુમારીને તારા ઘરની રાણી બનાવજે જો કે મને ખબર છે કે મારા હૃદય નો ધબકારો તારા હ્રદયમાં હું ટ્રાન્સપ્લાન્ટ કરવા જઈ રહ્યો છું. આવતી કાલે વિદાય વેળા એ મારી દીકરી ને તું પ્રેમ થી મારા થી અળગી કરજે જેથી એની આંખમાં આંસું ન આવે. હું ઈશારો કરીશ ત્યારે તું કંઇક એવું કરજે કે તે તારી સાથે ચાલી આવે . આ મેસેજનો જવાબ માત્ર એક જ વાક્યમાં કેયુર એ આપેલ કે હા તમારો આદેશ હમેંશા મારા માટે અગ્રીમ...

કેયુર એ તિકડમ કરી ને જલધિને લઈ લીધી અને કેયુરના મિત્રો બંને ને ઘેરી વળ્યા અને ગાડી સુધી લઈ ગયા. ગાડીમાં બેસી ને પેડું સીંચીને નાળિયેર આપતાં રમેશભાઈ એ એની રાજકુમારીને કહ્યું કે તારા બાપે બધું જ તને આપી દીધું છે. હવે તું તારા ઘરની રાણી બની સુખી થા. ગાડી જલધિના મહેલ તરફ હંકારાય. (#MMO)

દીકરીની વિદાય પછી લાલ માંડવો એવો કોરી ખાય, હજારો લોકો વચ્ચે પણ એકલતા અનુભવાય, એ જાકજમાળ તમારી મસ્તી કરતી હોય એવું લાગે. સરસ વાગતા સંગીત માં દુઃખના સુરો ભળી જાય. અચાનક એમ થાય કે જમીન છે પણ ઉપર છત નથી કે પગ નીચે જમીન જ નથી. એવુ જ રમેશભાઈને પણ અનુભવાયું અચાનક શાંત થઈ સોફા ઉપર પડી ગયા. સખત બાપનું હ્રદય દીકરીના જવા થી બેસી ગયું અને રમેશભાઈ ચિર નિંદ્રામાં પોઢી ગયા(#માતંગી)