Mahekta Thor - 9 in Gujarati Fiction Stories by HINA DASA books and stories PDF | મહેકતા થોર.. - ૯

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

મહેકતા થોર.. - ૯

ભાગ - ૯

(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ બહુ મોટી મુસીબતમાં ફસાયો, તેનું ભવિષ્ય ખતમ થવાની અણી પર છે, હવે આગળ...)

પોલીસે આવી ગમે તેમ કરી અત્યારે મામલો થાળે પાડ્યો. વ્યોમને કાલે સવારે પોલીસ સ્ટેશન હાજર થવાનું નક્કી કરી બધા છુટ્ટા પડ્યા. વિરોધીઓએ કહ્યું કે અત્યારે જ આ ડૉક્ટરને સસ્પેન્ડ કરો. એનો અભ્યાસ સ્થગિત કરો. પ્રમોદભાઈની ઓળખને લીધે અત્યારે બધું શાંત થયું. બીજી કાર્યવાહી સવારે થશે એમ કહી પોલીસે બધાને ઘરે મોકલી દીધા.

રાત વહી રહી હતી. કઈ કેટલીય મસલતો, વિવાદો ચાલી રહ્યા હતા. પ્રમોદભાઈની ઘરે મેળો ભરાયો હતો. આગળ શું કરવું એના પર ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધું હવે થાળે પાડી શકે એવી એક જ વ્યક્તિ હતી ને એ હતો નિસર્ગ. બધું સાંભળી નિસર્ગ એના મોટાભાઈની મદદ માટે આવ્યો હતો. પ્રમોદભાઈએ જેને મોટો કર્યો હતો એ વ્યોમ માટે કઈ પણ કરી છૂટવા તૈયાર હતો. સામ, દામ, દંડ, ભેદ બધું નિસર્ગ કરી શકે એમ હતો. શહેરનો નામી વ્યક્તિ હતો. એના એક ઈશારે બધું રફેદફે થઈ જાય એમ હતું. પણ પ્રમોદભાઈનો સિદ્ધાંતવાદ એને રોકતો હતો.

નિસર્ગે કહ્યું,
"મોટાભાઈ, તમારા સિદ્ધાંતોના ચક્કરમાં વ્યોમનું ભવિષ્ય તમે દાવ પર લગાવી રહ્યા છો. એક વખત હા કહો તો હું હમણાં બધું સરખું કરી શકું એમ છું."
નિસર્ગને ખબર હતી કે પૈસાને મોઢું નથી પણ એ ભલભલાના મોઢા બંધ કરાવી શકે એમ છે. પણ પ્રમોદભાઈ હા પાડે એવાના ન હતા. નિસર્ગે બીજો ઉકેલ આપ્યો.
"વ્યોમને થોડો સમય વિદેશ મોકલી દઈએ. એકાદ વર્ષ પછી બોલાવી લઈશું. ત્યાં તો બધા ભૂલી પણ ગયા હશે."
વ્યોમને પણ આ વાત તો ગમી. આ બધી ઝંઝટથી બચવાનો આ જ સારો ઉપાય હતો. પણ પ્રમોદભાઈ બોલ્યા,
" નિસર્ગ કેટલોક બચાવીશ એને. એ એની જવાબદારી નહિ સમજે ત્યાં સુધી આ બધું વ્યર્થ છે. બીજા કેટલીક મદદ કરી શકે, જ્યાં સુધી માણસ પોતે જ પોતાની મદદ ન કરવા ધારે બધું જ ખોટું."

વ્યોમને એના પિતા આજે ક્રૂર લાગ્યા. પણ એ કઈ બોલી શકે એમ પણ નહતો. જો વધુ કઈ બોલ્યો તો પ્રમોદભાઈ એને પોલીસને સોંપી દેતા પણ નહીં અચકાય એ વાત વ્યોમ જાણતો હતો. હવે પ્રમોદભાઈએ કહ્યું હું વિચારું છું કઈક, તમે બધા આરામ કરો. નિસર્ગ એના વકીલ સાથે આવ્યો હતો એ બધા ઘરે ગયા. વ્યોમ એના રૂમમાં ગયો. ઊંઘ તો આજે આવવાની ન હતી. તો બસ છત સામે જોતો જોતો જ વ્યોમ વિચારોના વમળમાં ઝોલા ખાવા લાગ્યો. પ્રમોદભાઈને તો આજે ઊંઘવાનું જ ન હતું. એમને તો એક મહત્વનો નિર્ણય લેવાનો હતો.

સવાર થઈ. વ્યોમ તો ધારી ધારીને જ ડરતો હતો કે આ પપ્પાએ શું નક્કી કર્યું હશે. કુમુદનો પણ ડર હતો કે પતિદેવ આજે તો બહુ કઠોર તો નહીં થઈ ગયા હોય ને. નિસર્ગ વકીલને લઈને ફરી આવ્યો. પ્રમોદભાઈએ એનો નિર્ણય જણાવ્યો, જે પથ્થરની લકીર હતો.

"વ્યોમે ભૂલ કરી તો છે તેથી મેં નક્કી કર્યું છે કે એ એક વર્ષ ડૉક્ટર તરીકેની સેવા આપવા સોનગઢ જાય. જે મારા પૂર્વજોનું ગામ છે ને જ્યાં ડોકટરની ખાસ જરૂર છે. વ્યોમ પૂરો ડૉક્ટર તો નથી બન્યો પણ બીજી વ્યવસ્થા થઈ જશે. હાલ અહીંથી દૂર રહે એ જ મહત્વનું છે. નિસર્ગ તું તારા વકીલને કહી કાયદાકીય વ્યવસ્થા કરી દેજે. હું હોસ્પિટલ ને કોલેજમાં વાત કરી બધું પતાવી દઈશ."

બધા છક થઈ ગયા, સોનગઢનું નામ સાંભળી. વ્યોમ એક દિવસ પણ ન રહી શકે ને એને એક વર્ષ ત્યાં કાઢવાનું. એ પણ ડૉક્ટર તરીકે ફરજ નિભાવવાની.

નિસર્ગે પહેલા બળવો કર્યો, પણ મોટાભાઈ પાસે એનું કઈ ન ચાલ્યું. પછી કુમુદ આગળ આવી. પ્રમોદભાઈ આજે આખી રાત આ જ મક્કમતા ભેગી કરવા જાગ્યા હતા. એને ખબર હતી બધા વિરોધ કરશે પણ એમણે નક્કી કરી લીધું જ હતું ને એમનો નિર્ણય અફર હતો. કુમુદના આંસુ પણ પ્રમોદભાઈને ચલાયમાન ન કરી શક્યા. હવે વ્યોમ આગળ આવ્યો. એ બોલ્યો,

" પપ્પા તમે કહેશો એ કરવા હું તૈયાર છું, પણ સોનગઢ મારે નથી જવું. ને એ પણ ડૉક્ટર તરીકે, હજુ તો મારો અભ્યાસ ચાલુ છે, હું એમ કઈ રીતે ત્યાં જઈ શકું. હું કોઈનો ઈલાજ કેમ કરી શકું. પપ્પા પ્લીઝ આ છેલ્લી વખત મને માફ કરી દો, મને બીજી કોઈ સજા કરશો એ હું સ્વીકારી લઈશ પણ આ મારાથી નહિ થાય."

પ્રમોદભાઈ બોલ્યા, " તો ઠીક છે તું તારું સપનું ભૂલી જા, આપણો ધંધો સંભાળી લે."

વ્યોમ ફરી ફસાયો. એણે જીવનમાં એક જ સ્વપ્ન જોયું હતું ડૉક્ટર બનવાનું. એ હવે રોળાતું લાગ્યું. હવે નિર્ણય વ્યોમને લેવાનો હતો. એને પોતાનું સપનું ભૂલી જવું કે જેમતેમ કરી એક વર્ષ સોનગઢ કાઢી લેવું. પ્રમોદભાઈ ઉભા થતા બોલ્યા,

"સાંજ સુધીમાં તારો નિર્ણય જણાવી દેજે વ્યોમ, એટલે હું આગળની કાર્યવાહી હાથ ધરું."

નિસર્ગ ને કુમુદ હવે વ્યોમને સમજાવતા બોલ્યા કે સવાલ તો એક વર્ષનો જ છે ને એક વર્ષ તો ગમે એમ કરીને નીકળી જશે. થોડા દિવસ બીમારીનું બહાનું કાઢી આવી જવાનું અહીં. હવે તારા પિતા માને એમ છે નહીં. તારે જ કંઈક નિર્ણય કરવો પડશે.

વ્યોમ બોલ્યો, " પણ પપ્પાએ પસંદ કરી કરીને સોનગઢ જ શું કર્યું, બીજા કોઈ ગામ નથી. હું ત્યાં જઈને શું કરીશ મમ્મી. તને ખબર છે ને એ ગામ વિશે તો, એના કરતાં તો જેલ સારી."

(શું વ્યોમ જશે સોનગઢ કે પછી બીજો કોઈ નિર્ણય લેશે, વધુ વાત આવતા ભાગમાં.....)

© હિના દાસા