મેસેજ કરો.
બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભવની ખોજ માટે જ હોય છે, તમેં પણ માતૃભારતી પર સ્ટોરીઓ સુખદ અનુભવની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
રેટિંગ આપવાથી સ્ટોરીમાં રહેલાં નાનામાં નાના સુખદ અનુભવનાં ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો તમારી મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડશે.
અધુરી આસ્થા - ૧૫
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
ભુતીયા બંગલામાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ.ગુડાઓએ નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ કર્યું અને અજ્ઞાત સ્ત્રી દ્વારા તેને બચાવવામાં આવ્યો. ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે.દ્વારા માનવએ રઘુ પર કરેલાં ખુની હુમલામાં એક સ્ત્રી દ્વારા રઘુનો બચાવ થયો. રઘુ બંગલામાંથી એન્ટીકોની ચોરી કરી ભાગતા ની સાથે સ્મશાનમાં અટકી જાય છે
હવે આગળ
રઘુ પુરપાટ ઝડપે સો-એક મીટર દૂર આવેલા સ્મશાનની નજીક પહોંચ્યો અને જેવુ તેણે જમણી બાજુએ કાચની બહારની તરફ જોયું તો માનવ અસાધારણ રીતે તેની તરફ જોતા જોતા કારની ઝડપથી જ દોડી રહ્યો હતો. રસ્તામાં આવતા પથ્થરો તેનાં પગની ઠેસ લાગી-લાગીને તૂટી જતા હતા. ઝાડી ઝાંખરાના કાંટાઓ તેના પંજા વડે ટુટી ફૂટી જતા હતા.
"મેં તને મારી રીતે સમજાવ્યો તો પણ તને ખબર ના પડી એમને"માનવ એ આમ કહીને ચાલતી ગાડીમાં રઘુની ગરદન પકડી લીધી.રઘુનો દમ ઘુટાવા લાગ્યો અને સામે માનવ ની આંખો માં શેતાની હાસ્ય મલકી રહ્યુ હતું.
રઘુએ કારની ગ્લાસ પાવર વિન્ડો થી કાચ બંધ કર્યો પરંતુ બંધ થતો કાચ ને જેવો માનવનાં હાથનો સ્પર્શ થતો તેટલો ગ્લાસ કણી કણી રૂપે કપાવા માંડ્યો. રઘુ નું ધ્યાન ડ્રાઇવિંગ પર જ હતું પરંતુ આ ગ્લાસ નીકળી રઘુનાં ચહેરા અને શરીર પર ખુચીને લોહી કાઢી રહ્યો હતો, જાણે કે નિશાન તાકીને મારી રહ્યો હોય. રઘુ એકદમ હોશિયાર હતો તેણે સમય સૂચકતા વાપરીને કાર સનલાઈટ બ્લોકર ને પોતાના ચહેરા પાસે સેટ કરીને પોતાના ચહેરાને રક્ષણ આપી દીધું. આ દરમિયાન જ્યારે તેણે sunlight બ્લોકકર ખોલ્યું ત્યારે તેમાંથી કુખરી(નેપાળી લોકોનું ચાકુ) નીચે પડી. તેની પર સુકાયેલા માનવ રક્તથી તેનો રંગ કાળી ઝાંય તરવરતી હતી. તેણે આ કુકરી ઝડપથી માનવના હાથ પર મારી અને આસાનીથી હાથ કપાઈ ગયો. પણ માનવને કંઈ અસર જ ના થઈ હોય તેમ તે હસ્યો. માનવનાં કપાયેલા હાથ ની પકડ ઢીલી થઈ હતી પરંતુ તેનાં હાથ પરના નખથી રઘુના ગળાની ચામડી ઉતરડાઈ ગઈ.
*****કુખરીની વાત તમે માનવ અને મેરીની પ્રેમકહાનીમાં વાંચી શકશો જે ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે
માનવ હવે હવાની ઝડપથી ગાડીના ફ્રન્ટ મીરર ઉપર ચડી ગયો.તેણે મૂક્કો મારીને ફ્રન્ટ ગ્લાસ તોડી નાખ્યો જેમ તેમ કરીને રઘુખ આ શૈતાની હાથથી પોતાની ગરદન છોડાવી અને તેને બહાર ફેંકી દીધો. પરંતુતરત જ તે કપાયેલો હાથ માનવનાં બીજા હાથમાં આવી જાય છે અને માનવ આસાનીથી કપાયેલા કાંડા સાથે એટેચ થઈ ગયો
રઘુ ખૂબ જ બહાદુર અને જનુની વ્યક્તિ હતો.તેણે તેની સામે થયેલા ચમત્કારની પરવા કરી નહીં. તે એક હાથે સ્ટીયરીંગ સંભાળી રહ્યો હતો.સ્પીડ અને ઈન બેલેન્સ છતાં પણ બીજા હાથમાં કુખરીની મદદથી તે માનવનાં આખા ના શરીર પર ઉજરડાઓ પાડી રહ્યો હતો.
જનુન અને બહાદુરીની સાથે રઘુ એક ચાલાક ડ્રાઈવર પણ હતો તે જાણી જોઈને જમણી-ડાબી બાજુએ અને આગળ-પાછળ (રિવર્સ) અંધાધૂંધ ગાડી ચલાવી રહ્યો હતો.તેણે આ ઝપાઝપીમાં પણ ગાડીનાં ફ્રેન્ટ બોનેટ નું લોક ખોલી નાખ્યું કદાચ તે કામ આવી જાય.
એક જોરદાર ઘા ઝીંકીને રઘુએ કુખરી માનવની છાતી માં ઘુસાડી દીધી. પછી રઘુએ ગાડીને જજમેન્ટ લઈને સ્મશાનની અંદર સળગતી ચિતા સાથે અથડાવાની નજીક લઇ જઈને બે વખત બ્રેક મારી અને કારની બોનેટ પરથી ખસકીને માનવ આગળ સરક્યો પણ તેણે બોનેટ પકડી લીધું પણ ખુલી જવાથી માનવ સળગતી ચિતા ઉપર પડ્યો. ચિતાની અગ્નિમાં માનવ એકદમ સપડાઇ ગયો.
માનવ ભયાનક રીતે મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યો " માલિક માલિક મને બચાવી લો,સરજી ઈઈઈ"
તેની બૂમો એટલી મોટી હતી કે રઘુએ પોતાના કાન બંધ કરી દેવા પડ્યા.માનવનાં દૅદ ભયૉ બરાડાઓએ સ્મશાનની ચીર શાંતિને હણી લીધી આસપાસના નિશાચર પક્ષીઓ મોટે મોટેથી બિહામણા અવાજો કરવા માંડી નાશવા લાગ્યા.
બંગલાના પાછળના જંગલ વિસ્તારમાંથી જંગલી પ્રાણીઓ એવા શિયાળવા ,વરુના પણ બિહામણા અવાજો આવવા મંડયા આખું વાતાવરણ ભયાનક બની ગયું.
દીવાળી ના રોકેટની જેમ બંગલામાંથી એક મોટો જાંબલી અને કાળા રંગના પ્રકાશનો લિસોટો ધડાકાભેર બહાર છૂટ્યો. આ લીસોટો અતી ઝડપે માનવ પર પડતાં તેને ઘેરી વળ્યો માનવ એક પ્રકાશના ગોળામાં પરાવર્તિત થઈ ગયો.
શું આસ્થાનું રાજેન્દ્રનું સપનું માત્ર હતું ? શું આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે
ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાને ગજવી નાખતી ચિસો કોની હતી ? માનવ અને રઘુનો શું અંજામ થયો ?શું રઘુ જેવા લુખ્ખાની પણ લવ સ્ટોરી છે ?રઘુને બચાવવા વાળી સ્ત્રીનું રહસ્ય શું છે?
રઘુ સાથે સ્મશાનમાં શું થયું ?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.