Dil kahe che - 8 in Gujarati Love Stories by Nicky@tk books and stories PDF | દિલ કહે છે - 8

Featured Books
Categories
Share

દિલ કહે છે - 8

"હા, દાદા તો આપણે કયાં હતાં..........???????" દાદા એ એક લાબો શ્વાસ લીધો ને પછી મારી સામે જોતા વાત ની શરૂઆત કરતા કહ્યું,

"બેટા, સુનિતાની સાથે મારો કોઈ સંબધ નથી. પણ, અમે હંમેશાથી સાથે રહેતા હતા એટલે લાગણી સભર સંબધની કડી અમારા વચ્ચે જોડાઈ ગઈ. તે એકદમ પ્રેમાળ હતી. તેના પરીવાર સાથે તે એટલી ખુશ હતી કે તેની જાણે કોઈને તેની નજર લાગી ગઈ હોય...!!! સમયની સાથે બધું જ બદલાતું ગયું ને તેનો પરિવાર કોઈ મુશકેલીનો સામનો કરતો થઈ ગયો. પણ તેને હિમ્મત રાખી તે પરિવારને ડુબવા ન દીધો. મને નથી ખબર કે તેની પરેશાની શું હતી પણ હું એટલું જરૂર જાણતો હતો કે કંઈ મોટી મુશકેલ સામે તે લડી રહી છે. તેના પરિવારમાં ખાલી ચાર જ સભ્ય હતાં. તેના સસુર આ દુખને વધારે સહન ન કરી શકયા ને એક હાડૅ એટક માં મૃત્યું પામ્યાં. તેમની પત્ની પણ તેમના વિયોગમાં થોડુંક જીવયાં પછી મૃત્યું પામી. હવે ખાલી મિયા બીબી બે જ હતા. તેમની દુનિયા વિખેરાઈ ગઈ હતી. ત્યાં જ સુનિતા મા બનવાની છે તેવા સમાચાર સાંભળતા જ ફરી એકવાર તેમના જીવનમાં ખુશીની સાદર પથરાઈ ગઈ. " હું જોઈ શકતી હતી કે તે દાદાની આખો પણ ભીની થવા લાગી હતી. તેની વાત હજું પણ શરુ જ હતી ને હું સાંભળતી જતી હતી. આજે પહેલીવાર મને એવું લાગતું હતું કે જિંદગી હંમેશા રંગીન નથી હોતી તેમા જયારે તકલીફ આવે છે ત્યારે બધું જ વિખેરાઈ જાય છે.

"હજું તેની મુશકેલ ટળી નહોતી. કોઈ હતું જે તેને એટલું પરેશાન કરતું કે તે હારી જતી ને રડી પડતી. પણ તે તેટલી મજબૂત હતી કે કયારે પણ કોઈની સામે જજુમતી નહીં. મને જયારે આ વાતની ખબર પડી કે સુનિતા માં બનવાની છે ત્યારે સમય ધણો નિકળી ગયો હતો. તેનો સાતમો મહિનો બેસતા મે જબરદસ્તી ગોદભરાઈ કરવાઈ ને તે જ ગોદભરાઈના દિવસે સુનિતાના પતિ સુરેશ આ દુનિયા છોડી હંમેશાં જતા રહયાં. સુનિતા જેટલી ખુશ હતી તેટલી જ હવે ખામોશ બની ગઈ હતી. જે તેનો આધાર હતો તે સુરેશ ગળાફાંસો ખાઈને મરી ગયો. તે હવે હારવા લાગી હતી. તેની પાસે પોતાનું કોઈ ન હતું જેના માટે તે જીવવાની આશ રખે. બસ આ પેટમાં પલી રહેલા બાળક ખાતર તે જીવવા માગતી હતી. પણ......" આટલું કહેતા જ તે દાદાની આખમાં આશું છલકાઈ ગયાં.

"પછી શું થયું તેનું.......શું સુનિતા પણ.........????? " મારે પુછવું ધણું હતું પણ હું કંઇ પુછી ન શકી.

" બેટા, દુશ્મન કમજોર ને વધારે કમજોર બનાવે છે. જે લોકો તેને હેરાન કરતા હતા તેને ખબર પડી ગઈ કે સુનિતાના પેટમાં હજુ એક જીવ છે. તે તેને વધું પરેશાન કરવા લાગ્યા ને આખરે સુનિતા તે લોકોથી થાકી ને આ શહેરને છોડી દીધું. મે એને કહ્યુ કે તે મારી સાથે રહે પણ તે મને હેરાન કરવા નહોતી માગતી. તે તેની દુનિયામાં એકલી ચાલી નિકળી ને હું હજું પણ અહીં તેને આવવાની રાહ જોયા કરું છું, કે તે ફરી આવશે. જયારે મે તને જોઈ તો મને એવું જ લાગયું કે મારી સુનિતા ફરી મારી પાસે આવી ગઈ." તેના શબ્દો બોલતા પણ રુધવાતા હતા. તે સુનિતાના વખાણ કરતાં થાકતા જ ન હું સાભળે જતી હતી.

બેટા, સુનિતાને હું ત્યારથી ઓળખું છું જયારથી તે પરણીને અહીં આવી. તેના હસતો ચહેરો આજે પણ મને ભુલાતો નથી. ને કેવી રીતે ભુલું, તેને તું જ બતાવ ??? જે આટલી મીઠી ભાષામાં વાત કરતી કે કોઈનું પણ મન મોહી લેતી."

"તે તમને બધી જ વાતો કરતા. તો તેમને કયારે એ નહીં બતાવયું કે તેના પરીવાર પાછળ કોણ પડયું છે, ને શું કામ પડયું હતું??????? "

" ના બેટા, તે કયારે પણ પોતાના ઘરની વાત બીજા સામે ન કરતી. પણ, મને તેના ગયાં પછી ખબર પડી કે તેના સસુરને પહેલાં કોઈની સાથે ઝગડો થયો હશે ને આમ જ મારામારી થવાથી તેને વેર લેવા તેના આખા પરિવારને ખતમ કરી દીધું. સાઈદ બીજી પણ કોઈ વાત હોય શકે તે મને નથી ખબર. બસ હું તેટલું જ જાણું છું કે તે પોતાના માથા પર બહું મોટો બોજો લઇ ને જીવતી હોવા છતાં પણ હંમેશા હસ્તી રહેતી."

"તે, બિલકુલ મારા જેવા જ દેખાતા હતા..................????" તે દાદા કેટલી વાર એમ કહી ગયાં હોવા છતાં પણ મે આખરી વાર તેને એ પુછી લીધું.

"જો તમે બંને એક સાથે હોવ તો કોઈ એમ જ કહે કે આ કા તો બે બહેનો હશે આ'તો માં-બેટી......." માં શબ્દ સાંભળતા જ મારા મનમાં કરંટ ગુજી ઉઠયો " શું તે મારી માં............. "

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

ઈશાની જિંદગી બદલી રહી હતી. તેમની જિંદગી સામે સવાલ ધણા હતા પણ જવાબ તે પોતે જ હતી. આ સુનિતા સાથે ઈશા નો શું સંબંધ હશે....??? શું ઈશા આ નવા રીશતાને સમજી શકશે કે પછી કોઈ બીજી જ પહેલી તેમની જિંદગીમાં આવી જશે તે જાણવા વાચંતા રહો દિલ કહે છે....(ક્રમશઃ)