Dangerous village in Gujarati Fiction Stories by Jigar books and stories PDF | ખૂંખાર ગામ

The Author
Featured Books
Categories
Share

ખૂંખાર ગામ

સુરત જિલ્લા માં આવેલ બી. એમ. વનસ્પતિ શાસ્ત્ર ઉચ્ચ વિદ્યાલય માં આજે વનસ્પતિ શાસ્ત્ર નો લેકચર ચાલુ હતોઃ પ્રોફેસર ર્ડો આર કે ઉપાધ્યાય આજે વલસાડ જિલ્લા મા આવેલ નાનકડું અદભુત સૌંદર્ય ધરાવતા ગામ ની વાત ચાલુ હતી એ ગામ એટલે ખેડ ગામ પાર નદી ના કિનારે આવેલ સુંદર ગામ બધાજ પ્રકાર ના મેડિસિનલ પ્લાન્ટ્સ ત્યાં જોવા મળે ત્યાંજ ક્લાસ માં બેઠેલા આપરી સ્ટોરી ના હિરો જય અક્ષય, દીપ, રીના, તથા સોનાલી પાંચેય એ નક્કી કરી દિધું . ત્યાં જોવા જવાનુ ક્લાસ પૂરો થયી ગયો ને પાંચેય ભેગા થયાં કેન્ટીન માં નાસ્તા ને ન્યાય આપવા ને સાથે ચર્ચા ચાલુ થયી. ત્યાં જવા માટે ની ને બધાને ત્યાં જવા ની ને નવું જાણવા ની ઉત્સુકતા તેમને ક્યાં લઇ જશે એતો ભવિષ્ય ના દ્વાર પર જ ખબર પડવાની. આપરા પ્રોફેસર સાહેબ બાળકો ને ત્યાંના પ્લાન્ટ વિશે તો જણાવ્યું પણ ત્યાંની ચાલતી મોત ના કિસ્સા વિશે અધૂરું પણ જણાવ્યું નહી, ને આપરા હિરો એ તો આવતા પખવાડિયા માં જ જવાનુ ફાઇનલ કરી દીધું.
જય ના પાપા ફોરેસ્ટ ઓફિસર હોવાના લીધે ત્યાં તમામ મિત્રોને રહેવા તથા જમવા નિ વ્યવસ્થા કરાવી આપી . સમય ને જતા ક્યા વાર લાગે. આવી ગયો એ ગોઝારો દિવસ જ્યારે આ યુવાનો ઉપડ્યા સવાર મા , જય તેની ફોરચુનર કાર લઈને સુરત થી ખેડ જવા નીકળી ગયો. અડાજણ ચાર રસ્તા પાસેથી , સોનાલી ને પીક અપ કરવા, જ્યારે સોનાલી ને જોતા જ જય ના દિલ મા રહેલી લાગણી નું ગોડાપૂર બહાર નીકળી ગયું. પરાણે કંટ્રોલ કર્યું ને આગળ બીજા મિત્રો ને સાથે લઈને વલસાડ -સુરત હાઈવે પર થી નિકડી ખેડ જવા માટે નિકડી ગયા.
બહાર નું સુંદર વાતાવરણ જોઈ બધાજ ખુબ ખુશ થયી ગયા પણ એ કોઈ નહોતા જાણતા એમની ખુશી લોન્ગ ટાઈમ નઈ ટકવાની. ગાડી મા ચાલતુ મસ્ત મધુર કર્ણપ્રિય સંગીત મા મગ્ન બધાજ રસ્તો પસાર કરતા હતા. ને જયની ગાડી નું બેલેન્સ ખોવાઈ ગયું. બધાની ધડકન વધી ગયી મહા મહેનતે જય ને ગાડી કંટ્રોલ કરી સાઈડ મા ઉભી કરી, અને નીચે ઉતરી ને જોતા આગળ ના વ્હઇલ મા પંકચર પડ્યું હતું બધા નિરાશ થયાં અક્ષય ને જય બંને એ વ્હઇલ બદલાવ કરવા લાગ્યા ને જોત જોતા માં સાંજ પડી ગયી બધા ફરી આગળ ના રસ્તા પર જવા લાગ્યા સોનાલી ને સવાર થીજ કંઈક અમંગળ થવાના એંધાણ દેખાતા હતા પણ એ પોતાનો વહેમ સમજી ને કોઈને કઈ કહ્યું નહી. જેમ જેમ આગળ વધવા લાગ્યા તેમ થાક ના લીધે બધીજ ગર્લ નિ આંખો મીંચવાં લાગી ત્યાંજ સોનાલી ને સાઈડ ના કાચ પર એક નિશાચર પક્ષી ટકરાયું. ને એ એના ગરદન ના ભાગ પર કરડવા આવતું લાગ્યું ને એક જોરદાર ભયંકર ચીસ બહાર નિકડી ગયી બધાજ એકસાથે સોનાલી નિ સામે જોવા લાગ્યા ને જય ને ગાડી ઉભી કરી દીધી. સોનાલી એ આંખો ખોલી તો એક ભયંકર સ્વપન એને આવ્યું હોવાનો અહેસાસ થયો ને ખુબ જ ડરી ગયી ને. ઘરે પાછુ જવા કહ્યું બધાએ સમજાવી ને આગળ વધવા કહ્યું. બધા મિત્રો એ એની વાત માની રીટર્ન ગયા હોત તો ..... એક ભયાનક દુર્ગટના અટકી જાત પણ વિધિ ના આગળ ક્યા કોઈનું ચાલવાનું
આગળ વધતા રાત્રી નો ગોર અધંકાર મા તેજ પ્રકાશ પુંજ માફક, અંધારુ ચીરતી ગાડી નીકળી રહી હતી ને એક નિશાચર પક્ષી એમની સાથે જ આગળ વધે જતું હતુ સમય નિ ધાર આગળ ક્યા કરવત લેવાની એ તો એમના આગળ ના સમય ને જ ખબર હતી.........................