Smartphone in Gujarati Philosophy by Raaj books and stories PDF | સ્માર્ટફોન

The Author
Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

સ્માર્ટફોન

હું smartphone ,
જેવું નામ એવું મારુ કામ ,
હું જેની પાસે તે દુનિયા નો સૌથી જ્ઞાની વ્યક્તિ. દુનિયામાં એવી કોઈ માહિતી નહીં હોય જે મારાથકી ના મળી શકે . આજે મારા વગર આ દુનિયા ની કલ્પના ના થઇ શકે .Google અને youtube મારી જાન છે.હું વિકિપીડિયા પર લોકો ની biography સંગ્રહુ છું . હું speaker પર બોલી શકું છું, સાંભળી શકું છું અને બધું અનુભવું છું .આ બધું સાંભળી તમને એમ થતું હશે હું બહુ ખુશ છું . પણ આજે હું દુઃખી છું . પહેલા હું લોકો વચ્ચે રહેલા હજારો કિલોમીટર અંતર ને ઘટાડી તેમને કનેક્ટ કરી દેતો પણ આજે એકજ ઘરના લોકોને disconnect કરી રહ્યો છું. લોકો વચ્ચે misunderstanding વધારી રહ્યો છું. યુવાનો નું ભવિષ્ય બગાડી રહ્યો છું . મારી અંદર રહેલી game બાળકો ને ખોટાંમાર્ગે દોરી જાયછે. આજે હું લોકોનો કિંમતી સમય વેડફી રહ્યો છું .એમાં લોકોનો પણ વાંક નથી, મારોજ વાંક છે .મારી લોભામણી application લોકોના મન કાબુમાં કરી લે છે . Facebook પર લોકો ફ્રેન્ડ તો બનાવી લે છે પણ સાચી મિત્રતા ભૂલી જાય છે . Whatsup પર videocall થતા રૂબરૂ મુલાકાતો ઘટી જાય છે . ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી જોઈ ઈર્ષ્યા જાગી જાય છે .pubg જેવી રમતો કલાકોનો સમય ખાઈ જાય છે . tiktok જેવી એપ્લિકેશન યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે.ઘણી વખત તો મને પણ એમ થાય કે આ બધી એપ્લિકેશન uninstall કરી દઉં , પણ મારા હાથમાં એ નથી ,તેથી થોડીવાર hang થઈ જાવ છું.મારી ઝડપ ઘટાડી દઉં છું . ક્યારેક ,વધારે પડતા વપરાશ થી થાકી જાઉં છું .મારી memory ફુલ થઈ જાય છે .નકામા catche ભરાઈ જાય છે . હું બીમાર થઈ જાઉં એટલે રીપેરીંગ ની દુકાન પર મને વારંવાર ખોલવામાં આવે છે . મારુ ઓપરેશન કરવામાં આવે છે. અને repair થઈ જાઉં પછી પણ આખો દિવસ charging ના બાટલા ચઢાવવામાં આવે છે . ઘણી વાર આખો દિવસ મોટા અવાજે ગીતો વગાડવાના લીધે મારુ સ્પીકર ફાટી જાય છે . ઘણી વાર કોઈ નાના બાળક ના હાથમાં જતા મારો શ્વાસ અધ્ધર થઈ જાય છે કેટલીયે વાર મારી સ્ક્રીન તૂટી હશે .અને છેલ્લે હું મોતના મુખ માં પડેલો હોઉં તો મને એક્સચેન્જ ઓફર માં આપી દેવામાં આવે છે .કંપની નો માણસ મને લઇ જાય છે .મારા ખરાબ થઈ ગયેલા અંગો બદલી નાખે છે . અને ફરી કોઈને વેચી મારો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે .ઘણી વાર મને પણ ગૂગલ પર સવાલ કરવાનું મન થાય કે "how to get rid of humans" પણ હું મજબુર છું ,લાચાર છું .સારા સમય ની રાહ જોઈ રહ્યો છું .

હું ખરાબ નથી , ખરાબ બની રહ્યો છું ,
પાંચ ઇંચની screen માં લોકોને કેદ કરી રહ્યો છું ,
ખુશ થાય છે નાના ભૂલકાં મારી સાથે રમત રમીને ,
વિશાળ મેદાનમાં જોવાતા તેમના સપનાઓ ભરખી રહ્યો છું.

Social media થી લોકોને મળાવી રહ્યો છું ,
જે પોતાના છે તેને આપસ માં લડાવી રહ્યો છું ,
નકામા મેસેજ મોકલી કોઈનો timepass કરી રહ્યો છું ,
કોઈનું દિલ બહેલાવવા, કોઈની લાગણી દુભાવી રહ્યો છું.

ક્યાંક ક્યાંક થોડું જ્ઞાન વેરી, મારો પ્રચાર કરી રહ્યો છું ,
તો ક્યાંક કોઈના મગજની પથારી ફેરવી રહ્યો છું ,
સાચવી લેજો આપણી બન્ને ની જિંદગી કાયમ માટે ,
કેમકે , હું ખરાબ નથી ખરાબ બની રહ્યો છું.



Thanks , for reading.