Truth Behind Love - 16 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ટુથ બિહાઇન્ડ લવ - 16

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ટુથ બિહાઇન્ડ લવ - 16

ટુથ બિહાઇન્ડ લવ

પ્રકરણ-16

નીલમ એની ઐયાશીની આપવીતી કહી રહી હતી અને અનાર નારાજગી સાથે સાંભળી રહેલી. શ્રૃતિ અને સ્તુતિ આશ્ચર્ય સાથે સાંભળીને નવાઇ પામી રહી હતી કે આ શાંત અને સમજુ દેખાતી નીલમ તો ઊંડા પાણીની નીકળી...

નીલમે આગળ કહ્યું "મને જ હવે દારૂની સંગત લાગી હતી ખોટું શું કામ બોલું ? બધુ જ બધાં જ સામે છે મારાં ખોટાં બોલવાથી સત્ય બદલાઈ નથી જવાનું. અને અન્યાને નીલમને બોલતાં અટકાવીને કહ્યું "આગળ હવે તું જો હું તને બતાવું છું એમ કહીને એણે મેકવાને મોકલેલો વીડીયો ચાલુ કરીને બતાવ્યો.

અનારની આંખો ફાટી ગઇ એણે અનારનાં હાથમાંથી રીતસર ફોન ખૂંચવી લીધો અને વીડીયો જોઇને બોલી" ઓહ એ શેતાને મારી ફીલ્મ પણ ઉતારી લીધી ? તને મોકલી ? તમે બધારે આ વિડીયો જોયો ? અને એનાં હાથ શિથિલ થયાં આંખોમાં આંસુ અને ક્રોધ બન્ને ઉભરાયાં એણે કહ્યું "એ રાસ્કલે મને ખૂબ આ વીડીયોમાં કશું નહીં એવું એવું એણે મારી સાથે... અને હીબકે હીબકે રડી પડી ક્યાંય સુધી રડયા પછી એણે અનાર સામે જોયું અને બે હાથ જોડીને ઉભી થઇ ગઇ અને અનારનો પગમાં પડવાં ગઇ. અનારે એમ કરતાં અટકાવી.

નીલમ ચોધાર આંસુએ રડતાં રડતાં બોલી આઇ એમ સોરી અનાર... મને ખબર નહોતી કે મારાં સર મને ત્યાં લઇ જશે કલબમાં જ્યાં મેકવાન એમનો ગેસ્ટ થઇને આવાનો છે મને નોહતી ખબર મને માફ કર.... હું શિકાર બની છું અને સાથે સાથે તારો પ્રેમ શિકાર થયો છે. આઇ એમ સોરી... આઇ એમ સોરી... એમ બોલતાં બોલતાં હીબકે ચઢી...

અનારે કહ્યું "ઇટ્સ ઓકે... પ્હેલાં મને ખૂબ જ દુઃખ થયું આવો વીડીયો જોઇને પણ બીજી પળે એવું થયું કે સારું થયું મેકવાનનું ચરિત્ર મારી નજર સામે આવી ગયું એ દારૂ પીતો, સીગારેટ પીતો...પણ આવું સાવ નીચ કામ કરતો હશે ખબર નહોતી... પણ હવે શું કરવાનું ? મને મારો સંબંધ તૂટયો એની આજે ખુશી છે કોઇ દુઃખ નથી જ પણ હવે તારી ચિંતા છે આ વીડીયો એણે મને જ શેર કર્યો છે કે પછી...

નીલમ એની શંકા સાંભળીને થથરી ગઇ અને વધુ રડવા લાગી અને બે હાથ જોડીને બોલી મને માફ કરો પણ મને હવે મદદ કરો. પ્લીઝ હું કશાને... મદદને કે મિત્રતાને પણ લાયક જ નથી હું શું કરું ? મારાંથી ગંભીર ભૂલ થઇ ગઇ છે હું માં કે મોટીને શું મોં બતાવીશ ? ભાઇ બધાં જ મને ધિક્કારશે હું સાવ ફસાઇ ચૂકી છું મારાં માટે હવે એક જ વિકલ્પ રહ્યો છે મારાં માટે હવે એકજ વિકલ્પ રહ્યો છે એમ બબડતી એ નિશ્ચેતન થઇ ગઇ.

અનાર-શ્રુતિ-સ્તુતિ બધાં ગભરાઇ ગયાં અને એ લોકોએ નીલમને પંખો નાખવા લાગ્યાં - નીલમે વોટર બોટલમાંથી ઠંડુ પાણી કાઢીને નીલમ પર છાંટયુ ખૂબ ઢંઢોળી અને થોડી વારની જહેમત પછી કણસતી ભાનમાં આવી... નીલમ સતત રડી રહી હતી અને મને માફ કરો... માફ કરો બોલી રહી હતી.

સ્તુતિએ નીલમનાં માંથે હાથ ફેરવીને કહ્યું "નીલમ જે થઇ ગયું એ થઇ ગયું જે થયું કરુ છે એ બદલી શકાવાનું નથી... તારાથી ગંભીર ભૂલ થઇ ગઇ છે પણ સમય સંજોગનો આમાં મોટો હાથ છે.... પણ હવે શું કરવાનું છે એ આપણે વિચારવાનું છે. પહેલાં તો તારે આવી નોકરી જ છોડવી પડશે જેમાં પૈસા આપીને તારો ભરપુર ઉપયોગ થાય છે તારું ચરિત્ર એ લોકોએ ફેંદી નાંખ્યુ છે તું પણ લાલચ મોહ-વાસનામાં ફસાઇ જ હતી એટલે શું કરી શકાય ? તારાં મનમાં શું વિચાર આવે છે ? તને શું રસ્તો સૂઝે છે ? તું બધાને ઓળખે છે. બધાની સામે કેવી રીતે કામ લેવું અને મેકવાન પાસેથી બધાં રેકર્ડ કરેલાં વીડીયો લેવાં પડશે.

આ લોકો વાતો કરતાં હોય છે અને અનારનાં ફોન પર કોઇ અજાણ્યાં નંબરથી ફોન આવે છે.. અનાર જોઇને આશ્ચર્ય પામે છે આ કોણ છે ? કોનો નંબર છે ? શ્રૃતિએ કહ્યું ઉપાડીશ જ નહીં અનનોન નંબર પ્લીઝ અત્યારે મગજ ઠેકાણે નથી અને કોણ જાણે કોણ હશે ?

અનાર કહે "જાણવા દેને કોણ છે ? શું કરશે ? પણ મને ખબર તો પડશે કોણ છે ? અને અનારે આગળ કંઇ ચર્ચા વિનાં જ ફોન ઉપાડ્યો. સામેથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો અનાર સમજી ગઇ મેકવાને કોઇ બીજા નંબરથી ફોન કર્યો છે એનાં બંન્ને નંબર બ્લોક કર્યા એટલે.

અનારે ગુસ્સામાં કહ્યું "તું હજી બાઝ નહીં આવે એમ ? તું શું સમજીને ફોન કરે છે ? તારો અવાજ અને બેકગ્રાઊન્ડ બતાવે છે કે હજી તું એંયાશીમાં જ છું જો વાત સાંભળી લે તેં મારી ફ્રેન્ડ નીલમને ટાર્ગેટ કરી છે... તને શું મળ્યું તે મારી સાથેનો સંબંધ ખોયો છે હું તને ઓળખી ગઇ છું.... ફરીવાર જો મને ફોન પણ કર્યો છે તો હવે હું પોલીસમાં કમ્પ્લેઇન કરીશ માઇન્ડવેલ હું તને છોડીશ નહીં બધાની જીંદગી બરબાદ કરવા તુલો થયો છું તો તને એની કિંમત ચૂકવવી પડશે.

મેકવાન નશામાં ચૂર હતો એને અનારની ધમકીની અસર જ નહોતી થતી એણે કહ્યું "ઓય માય બેબી... મુઉઉઉવુહા... એમ કહીને ફોનમાં કીસ આપી પછી લથડતાં અવાજે બોલ્યો બેબી તારી ખૂબ યાદ આવે છે અને તે મારાં નંબર બ્લોક કરી દીધાં શું કરું ? તારાં જેવો કોઇ બીજો માલ જ નથી..... આઇ મીસ યું.

તું શેની કિંમતની વાત કરે છે ? કિંમતતો બેબી તમારે ચૂકવવી પડશે. નીલમનાં વીડીયોની અને જો આ બીજો વીડીયો હું મોકલું છું જોઇ લે જે પછી વાત કરીશું. એન્ડ બાય ધ વે આ નંબર પર હવે વાત નહીં થાય તારાં નંબર ઉપર જ વાત કરવી પડશે. હા... હા.. હા.. એમ કહીને નિર્લજની જેમ હસવાં લાગ્યો અને બોલ્યો યાદ રાખજે કિંમત ચૂકવવાની છે મારી તો મેં તારી ફ્રેન્ડને ચૂકવી દીધી છે જોઇ લેજે એનું પર્સ... મેં એને લૂંટીને પણ માલામાલ કરી દીધી છે... બાય ડાર્લીંગ બાય... કહીને ફોન કાપ્યો.

અનારને ફરીથી ખૂબ ગુસ્સો આવી ગયો. એ એટલી બધી અકળામણમાં હતી અને થોડી ગભરાયેલી પણ લાગી પણ મનમાં પચાવી ગઇ...

શ્રૃતિએ કહ્યું "શું કહ્યું" છે એ રાસ્કલે ! કેમ આટલી ઉદાસ અને ગુસ્સે બંન્ને જણાય છે. શું થયું ? શું બોલ્યો ? કોઇ ધમકી આપી છે ?

અનારે કહ્યું એક મીનીટ... એમ કરીને એણે ફોનમાં મેકવાનને અનબ્લોક કર્યો અને થોડીવારમાં જ અનારનાં ફોનમાં નોટીફીકેશનનાં ટયુન વાગવા લાગ્યાં. અને અનારે વીડીયો અને ફોટાં જોયાં અને એ જોઇને ભડકી ગઇ. એને તો કાપોતો લોહીના નીકળ એવી સ્થિતિમાં આવી ગઇ એ થયું આ બધું શું ? હું આશું જોઇ રહી છું ?

રડતી નીલમ પણ હબક ખાઇને અનારની સામે જોઇ રહી. સ્તુતિ-શ્રૃતિ બંન્ને જણાં ગભરાઇને અનારની સામે જોવા લાગ્યાં. સ્તુતિની ના રહેવાયું એણે પૂછ્યું "અનાર શું થયું અચાનક અને આટલાં ફોટાં અને વીડીયો કોના આવ્યાં ? મેકવાન હતો ? એણે શું કહ્યુ કે શું મોકલ્યું છે ?

અનારની આંખમાં આંસુ આવી ગયાં એણે શ્રુતિનાં ખભે ચહેરો મૂકીને રડવાનુ ચાલુ કર્યું. સ્તુતિ કહે આ બધુ શું ચાલી રહ્યું છે તમે લોકો કેમ રડો છો ? એવું તો તમે શું કર્યુ છે ? શેમાં ફસાયા છો ? કંઇક કહીશ પ્લીઝ.

અનારે આંસુ લૂછતાં કહ્યું "કંઇ નહી પછી કહું છું પણ સ્તુતિ હું પણ ફસાઇ મારે કોઇ રસ્તો કાઢવો પડશે મારે ના છૂટકે પાપાને બધી જ વાત કરવી પડશે આમાં આપણે કંઇ નહીં કરી શકીએ. પણ મને પાપાને કહેવાની પણ ખૂબ બીક લાગે છે. મારામાં ડર પેસી ગયો છે સ્તુતિ શું કરીશ હું ?

શ્રૃતિ કહે હમણાં સુધી નિલમની વાત હતી હવે તું પણ રડે છે શેમાં શું થયું છે ? મોડીને વાત કરીશ. કયા ફોટા અને વીડીયો આવ્યા છે બતાવીશ ?

અનાર કહે મને જ મારાં ફોટા અ વીડીયો... મારાથી જ નથી જોવાંતો તમને કેમ કરીને બતાવું હું ?

અને એટલામાં જ બારણે ટકોરોં વાગ્યા-નીલમની મંમી બૂમો પાડી રહી છે.. "અલી છોકરી ઓ શું થયું ? નીલમ ઉઠી ? ક્યારની અંદર બેસીને શું વાતો કરો છો ? કંઇ ચિંતા જનક છે ? મારું તો ખૂબ દીલ ગભરાય છે. પ્લીઝ દરવાજો ખોલો...

સ્તુતિએ કહ્યું સ્વસ્થ થાવ હું દરવાજો ખોલું છું અને અનાર-નીલમે આંસુ લૂછ્યાં સ્વસ્થ થયાં સ્તુતિએ દરવાજો ખોલ્યો. "અરે આંટી કંઇ નથી ચિંતાના કરો.. આંટી પ્લીઝ અમને કોફી પીવરાવશો ? અને નીલમની માં એ કહ્યું "હાં હાં બેટા હમણાં લાવી પણ દરવાજો બંધ ના કરશો હું આવું છું.

અનારે શ્રૃતિ - સ્તુતિને એનો ફોનની ગેલેરી ઓપન કરીને ફોટાં અને વીડીયો બતાવવા ચાલુ કર્યા અને સ્તુતિ અને શ્રુતિની જીભ જ સીવાઇ ગઇ.

વધુ આવતા અંકે - પ્રકરણ-17માં .