Micro-fiction story in Gujarati Moral Stories by Rupal Mehta books and stories PDF | માઈક્રોફિકશન વાર્તા

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

માઈક્રોફિકશન વાર્તા

સરબત આજે ખૂબ ખુશહાલ ચહેરે વલલરી સાથે ગરબા માં જઈ રહયો હતો.બન્ને પતિ પત્ની હતાં. અને સારા હોદ્દા પર નોકરી કરી રહ્યાં હતાં.
ભગવાન ના દિવા કરતાં કરતાં ઝંખનાબેન ની આંખ માં આંસુ આવી ગયાં. આજે એમને જનકભાઈ ની ખૂબ યાદ આવી ગઈ હતી. નજર સમક્ષ તો રોજ દેખાય જતાં.
પણ આજે દિકરા અને વહુને ગરબી માં રમવા જતાં જોઈ એમને એમનો ભૂતકાળ નજર સમક્ષ યાદ આવી ગયો. ઝંખનાબેન ને ખૂબ શોખ ગરબા નો પણ જયાર થી સરબત નો જન્મ થયો તો એ નિકળી નહોતા શકતા .કયારેક સરબત બિમાર હોય..કયારેક એની પરીક્ષા..ઝંખનાબેન ને જયંતિભાઈ ખૂબ કહેતાં હું રાખીશ પણ તું તારાં શોખ ને ના માર. પણ પુત્ર પ્રેમ માં એમને એમનાં શોખ સાવ નાનકડાં બિંદુ જેવાં લાગ્યા.
પણ આજે એમને ખૂબ દુઃખ થયું કે હજું જયંતિભાઈ ને ધામ ગયે હજુ છ મહિના પણ નહોતાં થયાં ને સરબત આજે વલલરી સાથે ગરબા માં જતો હતો. જાય ..ખુશ રહે એની સામે ઝંખનાબેન ને શું વાંધો હોય? પણ જે પિતા એ આજે એને મોટો કર્યો ..પગભર કર્યો તો ..એક વર્ષ પત્ની સાથે ગરબા રમવા ના જાય તો શું જવાનું હતું એનું????
બસ ઈશ્વર સમક્ષ વાત કરતાં ઝંખનાબેન મન ની વાત કરી રહ્યા હતાં.

રુપલ મહેતા (રુપ ) ✍ 4/10/1

2 આભાર

શહેર નજીક આવેલી એક સોસયટીમાં નવા રહેવા આવેલા મુનાર ને અનુરૂપ માટે બધું નવું નવું હતું.
સોસયટીના ઓછા બંગલા માં માંડ બે જણાં એમને મળવા આવ્યા.
આવી ને ખબર અંતર પુછી ને કંઈ પણ કામ હોય તો કહેજો નો ભાવ દર્શાવી ગયા. મુનાર તો ખુશી થઈ કે અહીં રેહવા ની મજા આવશે. આવા સારા લોકો. ઈશ્વર નો આભાર માન્યો.
ધીરે ધીરે રહીને એક વાત અનુરૂપ ને સમજ આવી કે હકીકત તો સાવ જુદી જ હતી... જે લોકો સારા લોકો લાગ્યા એ જ તો આખી સોસયટી ના પંચાત કરતા લોકો માં એક હતા.
ફરી આભાર ઈશ્વર નો કે આ લોકો ની ખબર જલ્દી પડી.



3, હું અને હું

હેત્વી ખૂબ અભિમાની ને ચપ ચપ બોલકી છોકરી.
ના એને મોટા ઓ નો આદર કરતા આવડે કે ના નાના લોકો ને.
બસ એ તો એના રૂપ માં જ પાગલ. હું કેટલી સુંદર લાગુ છું કે બધાં મારી આગળ પાછળ ફરસે. જેને વાત કરવી હોય તે આવશે મારી જોડે સામેથી. એના માતા પિતા પણ એવી જ શિક્ષા આપતાં. બસ હું જ કઈક છું.
એક દિવસ એવી ઘટના બની કે હેતવી નું અભિમાન એક પળ માં જતું રહ્યું.
જયારે એ નશા માં કાર લઈ ને નીકળી ને રેહાન સાથે અથડાઈ. બેભાન હાલતમાં સારવાર કરવા રેહાન જ આવ્યો. રેહાન નો કોઈ વાંક નહતો છતાં એણે હેત્વિ ની મદદ કરી. નહીંતર આજ એ જેલ માં હોત. જ્યારે એને ખબર પડી ત્યારે એનું હું પણું જતું રહ્યું.


4, વાતો મોટી મોટી

નિકુંજ ભાઈ ને બે વહુ. એમની પત્ની ને ગુજરી ગયે હજુ મહિનો પણ ન્હોતો થયો ને સસરા ને 6 મહિના ના વારા કાઢ્યાં.
લોકો ના દેખતાં બને વહુ ઓ સારું સારું રાખે બાકી તો નિકુંજન ભાઈ ને જ સાચી ખબર...
જેના ત્યાં નિકુંજ ભાઈ 6 મહિના રેહવાના હતા તો બીજો દિકરો કે વહુ મહિના ઓ સુધી દેખાતાં પણ નહી.

5 છોકરી રોજ બનતી ઘટના થી દિલ દ્રવી ઊઠ્યું ઈમલી નું.
એનાં મન માં અજીબ અજીબ સવાલો જન્મવા લાગ્યા.
એને પોતે છોકરી છે.... તો મારી સાથે કોઈ કંઈ પણ કરી જાય?
એનાં કરતાં તો હું છોકરો હોત તો કેટલું સારું?
આવી યાતના તો ના ભોગવી પડત.