Anukaran karo potanu in Gujarati Human Science by Komal Mehta books and stories PDF | અનુકરણ કરો પોતાનું

Featured Books
Categories
Share

અનુકરણ કરો પોતાનું

હું એટલે શું ? આ સવાલ કર્યો છે આપણે પોતાની જાત સાથે.
એનો જવાબ છે, ક્યારેક કોક વાર થાય એવી અનુભૂતિ તો કરી લેતા હોઈએ છીએ. આપણાં જીવનમાં હું નું મહત્ત્વ કેટલું છે, અને શા માટે છે, એવો વિચાર કદાચ ઓછા લોકો કરતાં હોય છે.આપણામાં હું એટલો હદ સુધી સમાવેલો છે કે આપણે હું ની આગળ કોઈ ને જોઈ નથી શકતાં. આ હું આપણને પોતાના લોકો થી વિખૂટો કરે છે, પણ આપણને એ સમજાતું પણ નથી અને અનુભૂતિ પણ નથી થતી કે આ હું, આપણને ક્યારે આપણાં વિનાશ તરફ ખસેડી દે છે. પછી એવું બને છે, ઘણું બધું ગુમાવ્યાં પછી જીવનમાં એક સમય એવો આવે છે, જ્યારે આપણને હું નઈ પણ આપણે ની જરૂર હોય છે.આપણે ની જરૂર અમુક લોકોને સમજાય છે, પણ તેમ છતાં અમુક લોકો હું ને ભૂલી ને પોતાને આપણે સાથે જીવન જીવવા લાગે છે. પણ અમુક એવા પણ લોકો હોય છે, આ દુનિયામાં એમના માટે હું શિવાય કઈજ મહત્ત્વ હોતું નથી.આવા લોકો પાછલી અવસ્થામાં સાવ એકલાં જોવા મળે છે.કારણ કે એમને તો એમની પતિ કે પત્ની જોડે ક્યારે આપણે નો સબંધ નાં જાળવી શક્યા તો બીજા જોડે બહુજ દૂર ની વાત છે.પણ અમુક લોકો પોતાના માતાપિતા માટે પણ પોતાના હું ને ત્યાગી નથી શકતાં તો પછી કોઈ પણ સબંધ હશે એમની સામે એમનો હું એમને જોવે છે.

હું સાથે એક અહંકાર છે,અને અે અહંકાર તમાંરા પર એટલો હાવી થઈ જાય છે, કે તમે અે સમયગાળા દરમિયાન હું ને ભૂલી મે આગળ વાધી નથી શકતાં. જેટલાં પણ લોકો હું કઈક છું એવા અહંકારમાં જીવે છે અે બધા લોકો આપણે જોશું કે એવા લોકો થી આપણને કામ પૂરતો વ્યવહાર રાખવો ગમે છે. આપણે એવા લોકો જે હસીને કેમ છો નથી પૂછી શકતાં? આપણને એમ થાય કે આવા લોકો જોડે પાલો નાં પડે એજ સારું છે.

ઘણી બધી વાર મને પણ વિચાર આવે છે જે માણસ ને કઈ વાત નો અહંકાર નડતો રહેતો હોય છે. પૈસા નો કે પછી રૂપ રંગ નો કે પછી પોતાનાં સ્ટેટ્સ નો પણ હકીકત મારા હિસાબે અે છે માણસ ને પોતાની નકારાત્મક સોચ હું ની તરફ ધકેલે છે. જ્યારે અે જોવે છે સમજે છે સામે વાળો મારાથી ઘણો હોશિયાર છે, પણ અે વસ્તુ માનવી નથી હોતી. બધા પોતાને ન્યુટન સમજે છે. પણ કોઈ અે સમજવા ખરેખર તૈયાર નથી હોતું કે હું ની આગળ ઘણું બધું છે.
વ્યાખ્યા : " અહંકાર એટલે કે ફક્ત હું આ કામ કરી શકું છું, અને એક હકારાત્મક વલણ કે છે, હું આ કામ જરૂર કરીશ અને કરી શકીશ."

આ હું નો કોઈ તો ઈલાજ છે ? હું વાળા લોકો ને સમજવાનો પ્રયાસ થઈ શકે છે .એક હદ સુધી આપણે સામે વાળા ને સાચા અને ખોટા વચ્ચે નો અંતર સમજાવી શકીએ છે.પણ પછી પણ એવા માણસો નથી સમજતાં વાસ્તવિકતા ને! તો આવા લોકો ક્યાંક ને ક્યાંક મન થી અસ્વસ્થ હોય છે."આપણે શરીર થી થોડા જાડા પાતળા હોઈએ તો થોડા સમય માં સ્વસ્થ બની શકીએ છીએ, પણ મન થી અસ્વસ્થ હોવું હાનીકારક હોય છે."

અને આપણે જોઈએ છે, લોકો નાં મનથી અસ્વસ્થ હોવાં નાં ઘણાં કારણો હોય છે.ઘણી વાર ઘણી વાતો લોકો કોઈ ને કહી નાં શકે, મન માં અે વાતો અને અે વાતો થી આવતાં વિચારો માણસ ને કમજોર બનાવી દે છે.બધા લોકો એટલાં સમજદાર નથી હોતા, એમને શું જતું કરવું જોઈએ, અને શું યાદ રાખવું જોઈએ અે નથી સમજાતું.અમુક લોકો તો હર એક નાનામાં નાની વાત માં ખોટું લાગી જતું હોય છે.એનો મતલબ એ નથી અે લોકો ગલત છે, પણ જેમ આપણે ફોન ને અપગ્રેડ કરીએ છીએ, એમ પોતાની જાત ને પણ વધારે નાઈ મહિનામાં બે વાર અપગ્રેડ કરી દેવી જોઈએ,

આપણે આપણો કીમિતી સમય બધાને આપીએ છીએ. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે થોડો સમય આપણે આપણાં પોતાના માટે કાઢીએ. બીજાનું અનુકરણ તો આપણે કરતાં રહીએ છીએ, પણ ક્યારે પોતાનું અનુકરણ કર્યું છે ખરું ??પોતાનું અનુકરણ હર ૧૫ દિવસે કરો.! આપણે જેટલું પોતાને જાણીએ છીએ, એટલું બીજું કોઈ આપણને જાણી નાં શકે.આપણે જેટલું પોતાનું હિત વિચારી શકીએ એટલું કોઈ બીજું આપણું હિત વિચારી જ નાં શકે. માટે એક નોટ લેવાની એમાં તફાવત માટે બે લીટી દોરવાની એમાં લખવાનું આપણા અને - પોઇન્ટ.આપણી કમજોરી અને આપણી તાકાત શું છે.અે બધું અનુકરણ કરવાનું.નાનામાં નાની વાત પોતાના જીવન ની એને અનુકરણ કરવાનું કેમ અને શા માટે.પછી એમાં બીજા ૧૫ દિવસ પછી અપગ્રેડ પેપર પર બદલાવ આપણને મળવો જોઈએ.જેમ જેમ આપણે પોતાનાં પર અનુકરણ કરતા જશું પોતાની ભૂલો ને સ્વીકારીને એમાં બદલાવ લાવતા જશું તેમ આપણે ખુદ સાથે કેટલા સારા છે એવું અનુભવ થશે એક હકારત્મક વલણ એની જાતે આપણામાં જન્મી જશે.

જ્યારે આપણને પોતાની જાત ને મન થી સ્વસ્થ માણવા લગશું ત્યારે આપણા પાસેથી આ હું પણું છે, નકારાત્મક વિચારો છે, અે બધા આપણાથી કિનારો કરી લેશે. અને આપણને પોતાને સમજશે આપણે પેલા કેવા હતાં. અને હવે કેવા બની ગયા. પોતાની ઇન્દ્રીઓ હંમેશા આપણા કાબૂમાં રહેવી જોઈએ.

હું પણું પણ એક માનસિક બીમારી છે, અને એના જેવી બીજી માનસિક બીમારી છે ઘણી બધી...પણ આ બધા માનસિક તાણ થી થતા રોગ છે જે પકડમાં નથી આવતાં.માટે તમારા મન માં કોઈ વાત કે વિચાર આવે છે જેને તમે કોઈ ને કહી નાં શકો તો . અે વાત અને વિચાર ને લખીને ખુદ ને મેલ કરો.તમારું મન ખરેખર અત્યંત શાંતિ ની અનુભૂતિ કરશે.બોલવું ખુબજ જરૂરી થઈ પડે છે, નાં બોલવાથી માનસિક તાણ વધે છે,અને પછી ધીમે ધીમે આપણે ડિપ્રેશન ની તરફ વળવા લાગીએ છે, આપણને એકલતા પસંદ આવવા લાગે છે. કોઈ નાં જોડે વાતો કરવું નથી ગમતું, હસવું નથી ગમતું, ખુશ રહેવું એ શું છે એની પણ આપણને જાણ નથી હોતી.જીવનમાં જે પણ બને છે અે આપણે સતત વાગોળ્યા કરતાં હોઈએ છીએ.

આ ડિપ્રેશન આપણને નથી છોડતું..અને આપણે આ સુંદર જીવન નાં ખબર નઈ કેટલાં દિવસો કેટલા મહિનો ને કેટલા વર્ષો, ખોટા વિચારોમાં વ્યર્થ કરી નાખતા હોઈએ છે. સમજાતું બધું હોય છે કે આ વિચારો ખોટા છે, તે છતાં પણ આ વિચારો પર કાબૂ પામવું આપણા વશમાં નથી હોતું.જેમ કે તમે દરવાજે તાળુ લગાડ્યું છે, અને પછી તમને સતત વિચાર આવ્યા કરે કે તાળુ બરાબર નથી લાગ્યું એટલે આપણે પાછું તાળુ જોવા જશું બરાબર લાગ્યું છે કે નઈ. આવા ખોટા વિચારો પર કાબૂ નથી હોતું.

બીજી આવી ઘણી પ્રોબ્લેમ થી આપણે માણસો પીડાતા રહીએ છીએ.અને આપણને એ પણ નથી સમજાતું આ એક મોટી પ્રોબ્લેમ છે.પછી આ પ્રોબ્લેમ વાધી જાય છે, માનસિક રીતે સ્વસ્થ રહેવું સુખી જીવન માટે જરૂરી છે.તમારા પાસે બધુંજ છે તે છતાં પણ તમે ખુશ નથી તો એનો મતલબ છે કઈક છે જે ખૂટે છે, તમારા મન થી અસંતોષ છે. અને એટલે તમે ખુશ નથી. પણ ઘણા ની માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ખુશ નથી.

ઘણાં આપણને કે માટે આપઘાત કરવો છે, હવે મારા જીવનમાં કઈ રાખ્યું નથી એવું બોલતા રહેતા હોય, આપણે શું કરીશું આ વાતો ને હસવામાં લઈ લઈએ છે. અને પછી આપણને સમાચાર મળે છે.અે માણસ અે આપઘાત કરી લીધો. જ્યારે આવા વિચારો આપણાં મન માં જન્મે ત્યારે આપણે કોઈ સારા મગજ નાં ડોકટર ને મળવું જોઈએ.

આપણે શરીર થી બીમાર છે એની અનુભૂતિ આપણને થાય છે અને આપણી આસપાસ રહેતા બીજા લોકો ને પણ સમજાય છે કે પણ સ્વસ્થ નથી. પણ જ્યારે તમે મન થી અસ્વસ્થ છો, અે કોઈને દેખાશે નઈ અને કદાચ તમને ખુદ ને પણ અે વસ્તુ બહુ જલદી સમજશે નઈ.

માટે જ્યારે તમને એકલતા ની અનુભૂતિ થવા માંડે, ત્યારે કોઈ ની જોડે જઈને વાત કરો.એવો વાતો કોઈને કેવા નાં માગતા હો તો બધું જે મનમાં ભર્યું છે એને તમારા ફોન માં રેકૉર્ડ કરો, પોતાને મેઈલ કરી દો.બોલતાં શીખો...

🙂🙂🙂

પોતાની જાત માટે ૩૦ મિનિટ નીકળો રોજ સવારે વધારે નાઈ તો અડધો કલાક ચાલો, ૧૫ મિનિટ બે પાંચ સોંગ પોતાના ગમતા દિવસ માં બે વાર સાંભળવાના જ !!!ગમતા માણસ જોડે દિવસ માં એક વાર તો વધારે નાઈ તો ૫ મિનિટ વાત કરવાની જ! અને બીજું તમને મન થાય મે થોડો ડાંસ કરવો છે તો કરી લેવાનો. પોતાના માટે જે પણ કઈ ગમે અે બિન્દાસ કરી લેવું જોઈએ.

હમેશાં ખુશ રહો....🙏