શંકા એ માત્ર બે અક્ષરનો એક શબ્દ છે.
પણ જીવનની અંદર ઘણું બધું ગુમાવી દે છે. એક વાર જીવનમાં શંકા નામનો અગ્નિ સમાન શબ્દ આવી જાય એ જીવનની અંદર ફરી પાછો પ્રેમ રૂપે હરિયાળી આવતા બહુ મુશ્કેલ થાય છે .
દેવિકા ખુબસંસ્કારી અને સુશીલ છોકરી છે . અને એ આશા રાખે છે અખંડ પ્રેમની . કેમ કે 'દુનિયામાં પ્રેમ જ એક એવી જડીબુટ્ટી છે જે માણસને જન્મ જન્માંતર સુધી અમર બનાવે છે.' અહી જન્મ જન્માંતર સુધી અમર બનાવવા નો મતલબ એવો નથી કે એનું મૃત્યુ ન થાય! પણ એ પ્રેમને ક્યારેય મૃત્યુ આવતું નથી એમના પ્રેમને યુગોના યુગ સુધી જન્મ જન્માંતર સુધી લોકો યાદ કરે છે!. એવું એમનું જીવન ચરિત્ર બની જાય છે. અને એવા અખંડ અમર પ્રેમ ત્યારે જ બની શકે કે જ્યારે એ જીવનની અંદર શંકા નામનું કોય સ્થાન ના હોય!.
હા વાત કરવી છે દેવિકા અને દેવ ની. દેવિકા પ્રેમની દેવી છે . અને દેવ પણ કંઈક આવો જ પ્રેમ નિભાવવે છે. દેવ ને તો આ દુનિયાના કાવાદાવા કે દુનિયાના પંચોની ખબરય નથી પડતી . આવો સાવભોળો દેવ જીવનમાં એકલવાયું જીવન જીવે છે. એવા માણસને એમ થાય છે કે મારી સાથે પણ કોઈ મારુ પોતાનુ હોય તો કેવું સારું. !!.
એક દિવસ ગામડાની નદીની પાળપર એ બેઠા બેઠા નદી ની અંદર જીણી જીણી કાંકરી નાખે રયો છે. ચારે બાજુ હરિયાળી છવાઇ છે. ચોમાસાની ઋતુના કારણે ચારે બાજુ લીલોતરી છવાઇ છે. કુદરતે જાણે કે હજાર હાથે આ ધરતી પર છુટા હાથે સુંદરતા ને વિખેરી છે. !!!
છુટા છવાયા પશુઓ ચરે છે. આસપાસ માં પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે! નદીના આછા નિર કાંઠા ઉપર બેસી અને પક્ષીઓ પોતે જાણે કે સ્નાન કરીને જીવનને ધન્ય બનાવે છે !! પાંખો ફફડાવીને એકબીજાને છાંટા પણ ઉડાડી રહ્યાં છે . ટહુકારો કરી રહ્યા છે . ગાયો પોતાના વાછરડાને હેતથી અંગ પર જીભ ફેરવી રહી છે. આવા અનેક દ્રશ્યો જોયા. અને , એકલવાયું જીવન જીવતા એ દેવાને એમ થયુ કે મારા જીવનમાં પણ આવું કોઈ ખાસ હોય તો !!! અને એ માત્ર અને માત્ર મારી કાળજી કરે ,તે માત્ર મારો ખ્યાલ રાખે , એવું કોઈ વ્યક્તિ હોય તો કેવું સારું !! અને આ વિચાર કરતા કરતાં દેવો પોતાના મિત્રોની સાથે વાતો કરવા મંડાયો છે .
શરીરથી મોટો થઇ ગયેલો પણ મને અને આત્માથી તો સાવ નાનું બાળક જ છે. જાણે દુનિયાના પ્રપંચો ની ખબર નથી. પણ હા મનની અંદર આજે આવો એક ભાવ જરુર છે કે, કોઈ વ્યક્તિ મારુ હોય તો કેવું સારું ! ! ! મારુ જ હોય. મને સુખી કે દુઃખી જોઈ અને એ પણ સુખી કે દુઃખી થાય. એવું કોઈ વ્યક્તિ હોય તો કેવું સારું! આવા વિચારો કરે છે. બરાબર એ જ સમયે એક એમના જ ઉંમરની એટલે કે વીશેક વર્ષની સુંદર કન્યા એની નજરની સામે આવે છે . એમને જોતાનિસાથે જ દેવાનું મન એ કન્યાને જોઇને એમની અંદર મોહિત થયું !!જાણે કે દુનિયા આખીની ખૂબસૂરતી એમની અંદર છલકાતી હતી!! નદીઓ ની અંદર જે મિઠી મિઠી ધ્વનિ આવતો હતો એ જાણે આ કન્યા ના જાંજર છે એવું લાગ્યુ હતુ. એટલી સુંદરતા એમને એ કન્યા માં દેખાય, થોડીવાર પહેલા જ પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા ને મીઠો અવાજ અને ભરી દેતો હતો એવો જ મીઠ્ઠો કંકણ નો અવાજ લાગ્યો!! ધીરે ધીરે કન્યા દેવાની તરફ આવી રહી હતી તેવું લાગતું હતું. દેવો એમના મિત્રોને સાથે બેઠો બેઠો વાતો કરે છે . પણ હવે ત્યાં વાતમા ધ્યાન નથી ! અને નજર તો આવનારી છોકરી પર પડી છે. તે વિચારે છે કે આ કોણ હશે? હું કુદરત પાસે કે ભગવાન પાસે જાણે કે માંગુછુ કે મને કોઈ મારું એવું આપ કે જે મારા સુખે સુખી ને મારા દુઃખે દુઃખી હોય એવુ વ્યક્તિ મને આપ ! તો કદાચ ભગવાનેજ મારા માટે આ કન્યાને મોકલી નહીં હોય ને !! ભગવાન પાસે માંગુ છું તો ભગવાને જ મોકલી હોય ને ! બીજું શું હોય!!
આવા મનની અંદર વિચારો કરતાં કરતાં દેવો એ કન્યા પાસે ક્યારે આવી અને ઉભો રઇ ગયો ખબર નથી રહી ! આ કોણ છે ?ક્યાંથી આવે છે? હું ક્યાં છું ? મારા મિત્રો મારી સાથે છે . અત્યારે એ બધુ જ દ્રશ્ય જાણે દેવો ભૂલી ગયો! અને એ કન્યા સામે ઉભો રહી અને પૂછવા લાગ્યો. તમે કોણ છો? ક્યાંથી આવ્યા છે ? શું તમને ભગવાને મોકલ્યા છે ? હું ભગવાનને હમણાં જ કે'તોહતો કે હે , ભગવાન મને પણ કોઈ એવુ વ્યક્તિ આપ કે જેમની સાથે હું મન ભરીને વાતો કરી શકુ, હરખ કે શોક, સુખ- દુઃખ એ લાગણીઓને હું તેમની સાથે વર્ણવી શકું. એવું કોઈ વ્યક્તિ મને મળે. હે ભગવાન મને તુ એવુ વ્યક્તિ આપ. મારે તો જીવનમાં મારુ કેહવાય એવુ પોતાનું કોઇ નથી!! . કુટુંબ શું કહેવાય એને મને ખબર નથી. અને આવા સમયે ભગવાન પાસે માગતો હોય તો ભગવાને જ મારા માટે તમને મોકલ્યા હોય ને !! તમને સાચે જ ભગવાને મોકલેલા હોયને .
કંઈક બોલો તો ખરા, તમે કઈ બોલતા પણ નથી! આમ અનેક રીતે દેવો સવાલ કરવા લાગ્યો. અને ત્યારે જવાબમાં ખાલી મીઠું હલકું સ્મિત કરે છે એ કન્યા.
અને સ્મિતમાં તો જાણે કે દેવાને આખુંયે સ્વર્ગ મળી ગયું !! . દેવિકા ને થોડીવાર થયુ કે કદાચ આ કોઈ પાગલ છે. અને કાં તો પછી મારી મજાક કરે છે. છતાં પણ જે હોય તે. જોવામા લાગે છે કે આ કોઈ સાવ ભોળો વ્યક્તિ છે. એના મિત્રો પણ એમની પાછળ તેમની હાંસી ઉડાવી રહ્યા હતા. એટલે એવું લાગ્યું ખરુ કે આ વ્યક્તિ કોઈ મારી મજાક નથી કરતો પણ એ સાવ ભોળો માણસ લાગે છે. આવું વિચારી અને એ કન્યા એટલે કે દેવિકા એમણે પાછુ સ્મિત કરી અને પછી કહ્યું કે " હા હું દેવિકા છું મારું નામ દેવિકા છે અને કદાચ મને ભગવાને જ નહીં મોકલે છે " આટલું કહી અને એ ખડખડાટ હસવા લાગી. એની ખડખડાટ હાસ્યને ઝરણા સાથે ના કલકલ અવાજ સાથે જોડી અને વધારે અને વધારે સુંદર બનાવે દીધો છે. !!!
ચારે કોર વાતાવરણ જાણે પ્રસન્ન બની ગયુ છે! પક્ષીઓના કલરવ ની અંદર જાણે કે કોઈ એકઅનેરો સુર મળી ગયો છે. નદીના કલકલ વેહતા પ્રવાહ-રવ ની અંદર જાણે કે કૃષ્ણની આંગળીઓથી સેવાતી બંસી ને ફૂંક મારી અને જે કૃષ્ણના પ્રાણને સુરની અંદર બદલે એવી વાંસળીના સૂર ભળી ગયા. !!! આવું લાગવા માંડ્યુ!! અને દેવો ફાટી આંખે દેવિકા ની સામે જોવા લાગ્યો. આશ્ચર્યની અંદર દેવો કંઇ વધારે બોલી ન શક્યો.
ક્રમશઃ