પુરાતન કાળમાં આદિમાનવો માંસાહાર છોડી શાકાહાર તરફ વળ્યા હશે. ત્યારે સૌપ્રથમ ફળ ફૂલ અને કંદમૂળ નો ઉપયોગ શરૂ કર્યો હશે. અને ત્યારે જ ડુંગળીની કદાચ સૌપ્રથમ શરૂઆત થઈ હશે. આમ ડુંગળીનો ઉપયોગ આદિકાળથી ચાલ્યો આવ્યો હશે એવું લાગી રહ્યું છે.
ડુંગળી એ જમીનમાં થતું એક જાતનું કંદ છે.આમ તો ઘણા બધા જાતના કંદનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છે. ડુંગળી પણ આમાંનુજ એક કંદ છે. કિંમતમાં સસ્તી હોવાથી તેનો ભરપુર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. પણ વરસાદ આધારીત ખેતી કરતા આપણા દેશમાં ક્યારેક પાક નિષ્ફળ જવાથી બધી વસ્તુઓનો ભાવ વધઘટ થતો રહે છે. ડુંગળીનો પ્રમાણમાં વધારે ઉપયોગ જોઈ વેપારીઓ પણ તેના તરફ આકર્ષાય છે. અને પછી શરૂ થાય છે સંગ્રહખોરી નો ખેલ. ખેડૂતો પાસેથી સસ્તામાં ડુંગળી ખરીદીને સંગ્રહ કરી પછી મોંઘા ભાવે વેચવાનો ધંધા શરૂ થાય છે. આમાં ખેડૂતોને તો મોટા ભાગે કોઇ ખાસ ફાયદો થતો નથી. અને વેપારીઓ માલામાલ થઈ જાય છે.
આમ જોવા જઈએ તો ડુંગળી એક એવું કંદ છે. કે જે સરકારને ઉથલાવવાની તાકાત રાખે છે. કારણ કે સામાન્ય અને ગરીબ પ્રજા માં તેની લોકપ્રિયતા ખૂબ વધુ છે. ડુંગળીએ એનો પહેલો પરચો અંગ્રેજ સરકારનેે બતાવ્યો હતો. જ્યારે આપના એક સ્વતંત્રસેનાની મોહનલાલ પંડ્યા એ ડુંગળીની ચોરી કરી હતી. અને ગાંધીજીએ તેમને ડુંગળી ચોર નું ઉપનાામ આપ્યું હતું. ત્યારબાદ જ્યારે જ્યારે ડુંગળીના ભાવો વધ્યા છે.ત્યારે સરકાર માટે ઘણો ચિંતાનો વિષય બની રહ્યો છે.અત્યારની પરિસ્થિતિમાં પણ બધી સમસ્યાઓ કરતા ડુંગળીના ભાવ એક મોટી સમસ્યા બની છે.
વસ્ત્ર પરિધાનમાં જોવા જઈએ તો ડુંગળી કે ભારતીય નારી જેવી છે. જેમ ભારતીય નારીઓ સાડીમાં શોભી ઊઠે છે. એમ ડુંગળી એ પણ સાડી જેવુજ વસ્ત્ર ધારણ કરેલું હોય છે. અને એ પણ એક નહીં પાચ છ સાડીઓ. જેના લીધે તેની ઈજ્જત પણ એટલીજ સચવાયેલી આજ સુધી રહેલી છે. અને સ્વભાવ એવો ટીખો કે સામાન્ય માણસ એનું નામ ન શકે. સામાન્ય માણસને દુઃખ-દર્દ વગર રડાવવાની ડુંગળીમાં તાકાત રહેલી છે. અને કોઈ એક ઋતુમાં નહીં પણ આખા વર્ષ દરમિયાન આપણને સાથ આપે છે.
અને તેની ઉપયોગીતા પણ એટલી બધી કે માંસાહાર ખોરાક માં તો એના વગર ચાલે નહીં. અને શાકાહારી માં પણ ઘણા બધા શાક નો પાયો બનાવવાનું કામ કરે છે. એના વગર વઘાર કરવો લગભગ અશકય થઇ પડે છે. એને બીજા શાક જોડે મેળવીને કરીને ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે. અને ફક્ત ડુંગળીનું પણ શાક બનાવી શકાય છે. અને ડુંગળી વગર નું સલાડ તો સલાડ ન કહી શકાય. ઘણી હોટલો અને પાણીપુરી વાળી લારી ઉપર સલાડમાં ડુંગળી ના હોવાથી થતા ઝઘડા તમે જોયા હશે. જ્યાં ડુંગળી ઉપલબ્ધ ના હોય ત્યાં તેનો પાવડર પણ વાપરવામાં આવે છે. તેના પાનનો પણ ખોરાકનો ઉપયોગ થાય છે. ડુંગળીને આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. એક ઉત્તમ પ્રકારની ઔષધિ પણ છે. આટલા બધા ઉપયોગ હોવા છતાં પણ તે સ્વાદમાં થોડી તીખી, ચરખી અને તમોગુણ ધરાવતી હોવાથી ઘણા સંપ્રદાયો અને પંથોમાં તેનો ઉપયોગ વર્જીત કરવામાં આવ્યો છે.
હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો અત્યારે ડુંગળીનો ભાવ ખૂબ જ વધ્યો છે. પણ માલની ઓછી ઉપજ સંગ્રહખોરી વગેરે કારણોને લઈને ભાવ વધેલો છે. ઉપયોગ કર્તાઓને જણાવવાનું કે થોડી ધીરજ રાખો. આ કોઈ સોનુ ચાંદી નથી. નવો માલ ઉત્પાદિત થતા ફરીવાર ભાવ પૂર્વવત થઈ જશે. તેનાથી ગભરાવાની કે રાષ્ટ્રીય મુદ્દો કરવાની કોઈ જરૂર નથી. આના કરતાં પણ ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.
તો આવો આવા બધા મુદ્દાઓ છોડી દેશનો વિકાસ થાય તેવા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપીએ અને દેશનો વિકાસ કરીએ.