અધ્યાય-9
પરોઢિયા નો સમય હતો.ત્રણે શાંતિ થી સુતા હતા પણ એક સ્વપ્ન જે અર્થને ઉઠાડી દે છે.
અર્થ સ્વપ્ન માં હતો જ્યાં તેને એક અજાણ્યો અવાજ સંભળાયો.અર્થ મને બચાવીલે,મને બચાવી લે અર્થ.જ્યારે અર્થે સ્વપ્નમાંજ સામે જવાબ આપ્યો "તમે કોણ છો અને હું તમને કંઈ રીતે મદદ કરી શકું."તું મારી આત્મકથા વાંચ જે તારી જોડે બુક છે તે વાંચ મારી વિશે જાણ અને મને બચાવીલે.તે બુક થી જ તને મારા સુધી પહોંચવાનો રસ્તો મળશે. બસ તું મને બચાવીલે મને તારી ઉપર વિશ્વાસ છે અને તુજ મારી છેલ્લી આશા છો.
અર્થનું સ્વપ્ન ધૂંધળું થઈ ગયુ જ્યારે તે ઉઠી ગયો અને અચાનક જ તેના બેડ ઉપર થી બેઠો થઈ ગયો તે વિચારમાં હતો કે આવું કોઈ સ્વપ્ન તો ક્યારેય નથી આવ્યું તેના જીવનમાં.
તે આંખો બંધ કરીને સ્વપ્નનું ફરી એક વાર પુનરાવર્તન કરેછે. સ્વપ્ન માં કોણ હતું જેણે તેને તે બુક વાંચવાની કહી.તેણે પોતાના બેડ પરથી ઉભા થઈને બુક હાથમાં લીધી કરણ અને ક્રિશ હજી સુઈ રહ્યા હતા. તેણે જ્યારે લેખક નું નામ વાંચ્યું ત્યારે તેની ઉપર પ્રો.અનંત લખ્યું હતું તેનાથી વધુ તેણે વાંચવા બુક ખોલી પણ ત્યારે તેને તે ઠીંગણા માણસના શબ્દો યાદ આવ્યા તેણે કહ્યું હતું કે "પ્રો.અનંત તો દશ વર્ષ થી ગાયબ છે તે ક્યાં છે તેની કોઈને કંઈજ ખબર નથી.તે જીવિત છે કે મૃત્યુ તેની પણ કોઈને કંઈજ ખબર નથી.તેથી લોકોએ તેમને મૃતક ઘોષિત કરી દીધા છે."
અર્થ બુક લઈને આ બધું વિચારતો હોય છે ત્યાં પાછળ થી કરણ નો અવાજ આવ્યો "અર્થ હજી સ્કુલ જવાની બહુ વાર છે સુઈ જા શાંતિ થી."
અર્થ ને તેનું કહેવું બરોબર લાગ્યું તેમ પણ તે કાચી ઊંઘ માંથી જાગ્યો હતો.
અર્થ પાછો ફરીથી તેની જગ્યા એ આવીને સુઈ ગયો અને તે જાગ્યો ત્યારે તો સ્કુલ જવાનો સમય થઈ ગયો હતો.તેને તે પરોઢિયાનું સ્વપ્ન યાદ હતું પણ તે કંઈ વિચારી શકે તેટલો સમય તેની પાસે હતો નહીં.નહીતો સ્કુલ જવામાં મોડું થઈ જાત. કદાચ તે ખરાબ સ્વપ્ન છે તેમ વિચારીને તેણે તે વિશે વિચારવાનું છોડી દીધું અને તે સ્કુલજવા નીકળી ગયો.
તે પુલ ઉપર પહોંચ્યા ત્યારે તેને વરીના અને સ્મૃતિ મળ્યા જ્યારે અર્થે તેને કાયરા વિશે પૂછ્યું ત્યારે વરીનાએ કહ્યું કે તેને મોડું થઈ જતા તે પાછળ આવેછે.
અર્થે વરીના ને પૂછ્યું "આજે જાદુગરી અને ભવિષ્ય નો કલાસ છેને?"
વરીના એ હકાર માં માથું હલાવ્યું.એક દિવસ માં અર્થને બધા જોડે સારી રીતે ફાવી ગયું હતું.અર્થ ને પણ અહીંયા મજા આવતી હતી.
જયારે બધાજ મિત્રો સ્કુલના કલાસ માં પહોંચ્યા ત્યારે કલાસ માં પહેલાથી જ કેટલાક આવેલા હતા.અર્થ અને કરણે પોતાની જગ્યા બદલી નહીં બાકી બધા પણ પોતાની સીટ પર બેસી ગયા હતા.જ્યારે પાછળ થી પ્રો.એડમ ક્લાસની અંદર આવ્યા ત્યારે સૌ એ ઉભા થઈને શુભસવાર કહ્યું જોકે તેનો વળતો જવાબ ધીમો આપ્યા બાદ તેમણે આવતાની સાથેજ પૂછ્યું "શું અહીંયા કોઈ બુક કે જાદુઈ મોજા વગર આવેલું છે?"
જોકે કાલ ના તેમના કહેવામાં ખાસો ભાર હતો.તેથી આજે બુક કે મોજા વગર કોઈ આવે તો તેમની હિંમત ને વખાણવી પડે.
તેવું કોઈ ના હતું અને અડધા લોકો તો આજે આવ્યા જ ન હતા કદાચ તેની પાછળ પ્રો.એડમ નો ડર હશે.
પ્રો.એડમ: "આપ સહુ બહુ હોંશિયાર લાગો છો.તો હું આજના અભ્યાસ ની શરૂઆત કરતા પહેલા જાદુઈમોજા ના મહત્વ વિશે તમને કહીશ.જાદુઈમોજા દરેક જાદુગર નું વિભિન્ન અંગ છે તે તો તમે સર્વે જાણો છો પણ તે સાથે જાદુઈમોજા નો ઉપયોગ કરવામાટે તમારા મન ને સ્થિર કરવું તથા તમારા વિચારો પાર કાબુ રાખવું અને મને ને એક ચિત્ત રાખવું બહુજ જરૂરી છે. જેથી તમને જાદુ કરવા માં સહેલાઇ પડશે.
તો સૌ મારી પાછળ આવો અને એક દમ હરોળમાં મારે કોઈ ધક્કામુક્કી કે કોઈ જાત નો અવાજ નથી જોઈતો.
બધાજ વિદ્યાર્થી એક સાથે હરોળમાં પ્રો.એડમ ની પાછળ ચાલ્યા જતા હતા.કેટલાક પાછળ મસ્તી કરતા હતા પણ જોકે પ્રો.એડમ ની નજર ત્યાં સુધી પહોંચે તેમ ન હતું. પ્રો.એડમ બધાને ઉપર ચડવાની બહુ મોટી સીડી બાજુ માંથી એક મોટો દરવાજો હતો તે તેમણે જાદુઈમોજા વડે ખોલ્યો આ જોઈને કેટલીક છોકરીઓ ના મોઢા માંથી ચિચિયારીઓ નીકળી ગઈ અને પ્રો. એડમ અંદર આવ્યા અને તેની સાથે બધા વિદ્યાર્થીઓ તે ઓરડો ખુબજ મોટો હતો તેને એક હોલ કહી શકાય.ત્યાં એક પણ બેસવામાટે ખુરશી કે ટેબલ ના હતી માત્ર નીચે ગાલિચો પાથરેલો હતો. બધા વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં હતા કે પ્રો.એડમ અહીં કેમ લઈ આવ્યા હતા.તે પ્રશ્નનો જવાબ પણ તેમને પૂછ્યા વગર મળી ગયો જયારે પ્રો.એડમ એ કહ્યું કે "સૌ અહીં નીચે ગાલીચા ઉપર પ્રાણાયામ ની મુદ્રા માં બેસી ને આંખો બંધ કરી ને ધ્યાન ધરવાનું હતું.ઘણા વિદ્યાર્થીઓ માટે તો આ કામ બહુ અઘરું હતું કારણકે પ્રાણાયામ ની મુદ્રા માં કલાક બેસવું એ કોઈ કંટાળાજનક કલાસ ભરવા કરતા અઘરું હતું. છતાંય પ્રો.એડમ નો આદેશ કોણ ટાળી શકે છે.સૌ ને ના ગમતા હોવા છતા પણ કરવું પડતું પણ પાછળ થી કોઈએ આવી વાત ફેલાવી હતી કે પ્રો.એડમ સ્કુલના પ્રથમ મહિનામાં આ રોજ કરાવે છે અને જેણે મહિનો ધ્યાન ના કલાસ પુરા ભર્યા હશે તેને જ આગળના કલાસ માં બેસવા મળશે આ વાત થી હાહાકાર મચી ગયો અને ત્યારે પ્રો.એડમ ત્યાં હાજર જ નહતા.જોકે આવ્યા બાદ પ્રો.એડમે બધાને ખૂબ સંભળાવ્યું.આમ આજ નો જાદુગરીનો કલાસ આમ જ વીતી ગયો અને ત્યાર બાદ નાની એક જમવાની રિશેષ પડી જેમાં બધા જ સ્કુલના કેન્ટીનમાં જમવા ગયા.બધાએ પોતાની જમવાની ડીશ કાઉન્ટર પરથી લીધી જ્યાં બહુ બધા લોકો જમવાનું પીરસીને તૈયાર ડીશ આપી રહ્યા હતા.બધા જ ડીશ લઈને એક ટેબલ પર બેઠા બેઠા જમતાં હતા.જ્યારે અર્થે આજે કંઈક વહેલા જ જમી લીધું હતું.તેણે બધાને કહ્યું કે તે કલાસરૂમમાં છે અને બાદ માં ત્યાં ચાલ્યો ગયો.કલાસમાં અર્થ એકલોજ બેઠો હતો અને તેને હજી સવાર વાળા સ્વપ્નને ભુલાવી નહોતો શક્યો તેને એક વસ્તુ નું આશ્ચર્ય થયું હતું કે આનાથી પહેલા કોઈ વાર રાત્રે બીક લાગે અને ઉઠી જવાય તેવા કેટલાક સ્વપ્ન આવ્યા હતા પણ કોઈ દિવસ એવું બન્યું ના હતું કે તે સ્વપ્ન ત્રણ કે ચાર કલાક થી વધુ યાદ રહ્યું હોય.અર્થ ને કંઈક વિચિત્ર લાગતું હતું પણ તેને કશું જ સમજણ પડતી ના હતી.જ્યારે અર્થ કલાસ માં એકલો બેઠો હતો ત્યારે કલાસ માં એક તેમના કલાસ માં ભણતા છોકરો અને છોકરી અંદર આવ્યા.તે બંને નું નામ પ્રથમ અને માનુષી હતું પ્રથમના પિતા આજ સ્કુલમાં પહેલા પ્રોફેસર હતા પણ આજકાલ તે બીજા પ્રાંત જે દક્ષિણ તરફ છે ત્યાં તેમની બીજી પત્ની સાથે રહેછે અને પ્રથમ અહીંયા તેની માસી ને ત્યાં રહેતો હતો.તેના પિતા તેની માટે જોઈતા પૈસા મોકલાવતા રહેતા જોકે પ્રથમ ને તેની કોઈ જરૂર ના હતી કારણકે તેની માસી ખૂબ અમીર હતી.પ્રથમ સ્વભાવે બહુજ ઘમંડી હતો.જે અર્થને તેની વાતો ઉપરથી ખબર પડી પણ અર્થ ને તેની સાથે પાલો બહુ ઓછો પડ્યો હતો અને હજી બીજો દિવસ હતો એટલે તે બહુ ખાસ કંઈ કોઈને વિશે જાણતો પણ નહતો પણ પ્રથમ પર તેને ચીડ ચડવાનું કારણ બીજું પણ હતું તે હતુ માનુષી,માનુષી એક સુંદર છોકરી હતી જે તેની પ્રથમની સાથેજ રહેતી આમતો જ્યારથી અર્થ સ્કુલમાં આવ્યો હતો ત્યાં સુધીતો તેને સાથે જ જોઈ હતી.જે જોઈને અર્થ ને વધારે ગુસ્સો આવતો જોકે આ વાત તેણે કોઈને કહી ના હતી.
બીજો કલાસ શરૂ થયો અને એક ખરાબ ખબર સાંભળવા મળી કે ભવિષ્ય ભણવાનારા પ્રોફેસર રજા ઉપર છે.તેથી તે કલાસ પણ પ્રો.એડમ જ લેશે આ સાંભળીને અડધા એ તો કલાસ ના ભરવો જ ઠીક સમજ્યું અને કેટલાક વિદ્યાર્થીઓ બેસી રહ્યા જેમાં અર્થ અને તેનું ગ્રુપ પણ હતું.સાથે બીજ કેટલાક વિદ્યાર્થીઓ હતા જેમ પ્રથમ અને માનુષી પણ હતા.પ્રો.એડમ પણ ચાલાક નીકળ્યા તેમણે બાકી રહેલા વિદ્યાર્થીઓ ને ધ્યાનના કલાસ માં ના લઈ જતા નવું કંઈક શીખવાનું નક્કી કર્યું જેમાં એવું હતું કે ટેબલ પરની બુક્સ એક કબાટમાં મૂકી દેવાની હતી તે પણ જાદુઇ મોજાની મદદ થી.
બધાનો વારાફરતી વારો આવ્યો અને દરેક થી બુક કબાટ આગળ હવામાં લઈ જતા ધ્યાનભંગ થતા નીચે પડી જતી હતી પણ ત્યારબાદ પ્રથમે બુક ત્યાં વ્યવસ્થિત મૂકી દીધી જાદુઈમોજા ની મદદથી અને ત્યારબાદ તે બધાની મજાક ઉડાવતો હતો અને સૌથી પહેલું મજાક નું પાત્ર બન્યો ક્રિશ તેથી ક્રિશ પણ તેની ઉપર ગુસ્સે થયો પણ પ્રથમ સિવાય કલાસ માં બીજા અર્થ અને કાયરા એ તે ટેબલપરની બુક્સ વ્યવસ્થિત મૂકી દીધી જેની પ્રથમને ઈર્ષા આવી તેવું અર્થને તેના મુખ પરથી લાગતું હતું પણ તોય તે જોઈને અર્થ ખુશ હતો. આમ આવીજ રીતે મહિનો ક્યાં નીકળી ગયો તેની કોઈને ખબર જ ના રહી બધાજ દરેક વિષયોને ખુશ થઈને તો કોઈવાર જબરદસ્તીથી ભણતાં હતા પણ તે ભણતા હતા તે મહત્વનું હતું.અર્થ ના પણ જીવનમાં આમ તો બધું સારું જ ચાલી રહ્યું હતું શિવાય બે ત્રણ વસ્તુ છોડીને. તે તેમ હતું કે અર્થ ને હજી તે રીત ના સ્વપ્ન આવતા હતા અને હમણાં થી તેને સ્વપ્નમાં એક ઘર પણ દેખાતું હતું જે બહુ મોટું અને જૂનું હતું અર્થે આવું ઘર કોઈ દિવસ તેના જીવનમાં જોયું ના હતું તે થોડોક આજકાલ વધુ વિચારતો થઈ ગયો હતો.તે સ્વપ્ન તેને રોજ નહીં પણ દર બે કે ત્રણ ચાર દિવસે આવતા હતા.આ ઉપરાંત તે ઘણીવાર ત્રાટકને પત્ર પણ લખતો અને પત્રમાં સ્કુલની રમુજી વાતો લખતો.તે રવિવારની રજા ના દિવસે તે ઘરે જવાનું ગોઠવતો પણ પછી માંડી વાળતા હતા.અર્થે પત્ર માં ત્રાટકને સ્વપ્ન અંગે કોઈ વાત નહોતી કરી તે તેવું વિચારતો કે ત્રાટક અંકલ અમસ્તા જ તે વાત ને લઈને પરેશાન થશે.આટલા દિવસ વિત્યા પછી હવે તે બધા જ મિત્રો એટલેકે અર્થ,કરણ,ક્રિશ,વરીના,કાયરા,અને સ્મૃતિ ની દોસ્તી પણ ગાઢ બની ગઈ હતી બધાજ એકબીજાની સાથે હળીમળીને રહેતા.
(ક્રમશ)
વધુ વાંંચો આવતા અંકે..