Truth Behind Love - 15 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ટૂથ બિહાઇન્ડ લવ - 15

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ટૂથ બિહાઇન્ડ લવ - 15

પ્રકરણ-15

ટૂથ બિહાઇન્ડ લવ

નીલમ એક ધારી બોલી રહી હતી એક એક પળનું દ્રશ્ય ખૂબ વિસ્તારથી સમજાવી રહી હતી. જાણે હમણાં જ બધું બન્યુ છે એમ ફિલ્મ પટ્ટી ફરે એમ વર્ણવી રહી હતી. ત્રણે બહેનપણીઓ પણ ખૂબ રસપૂર્વક સાંભળી રહી હતી જાણે કોઇ સાચી જ ફિલ્મની સક્રીપ્ટ.

નીલમે કહ્યું "ડીનર લીધાં પછી શેખ સરે કહ્યું "આપણે જોઇએ અંદર.. મારું તો મન શરીર બધુ નશામાં હતું. અને સાચું કબૂલૂ તો ખૂબ આનંદમાં હતું ખબર નહીં મને શું થઇ ગયું હતું હજી શેખ સરે જે પરફ્યુમ છાંટયું હતું એની સુવાસમાં તરબતર જ હતી.

તેઓ એક મોટાં સ્યુટમાં લઇ આવ્યાં અને પછી એમણે કાર્ડથી ખોલેલું ડોર બંધ થઇ ગયું. એટલો મોટો વિશાળ રૂમ હતો નશામાં પણ ખયાલ આવતો હતો કે દરિયા કિનારની હોટલ છે સામે ઉછળતો દરિયો... હું તો ખુશ થઇ ગઇ હતી જાણએ ઝન્નતમાં હતી. મારાં મનમાં હર્ષનો દરિયો ઉછળતો હતો.

શેખ સરે મને સોફા પર બેસવા કહ્યું.... હું ત્યાં બેસી ગઇ થોડીવારમાં બેલ વાગ્યો અને શેખ સર ડોર પર ગયાં ત્યાં કોઇ આવીને બેગ્સ આપી ગયું. પછી પાછું ડોર બંધ થયું તેઓ મારી પાસે આવીને એક બેગ આપી અને બાથરૂમ તરફ ઇશારો કરીને કહ્યું "ગો એન્ડ ચેઇન્જ યોર કલોથ અને હું કહયાગરીની જેમ ઉઠીને બેગ લઇને બાથરૂમમાં ગઇ.

શું વિશાળ એકદમ સ્વચ્છ સંગેમરમરનો બાથરૂમ હતો.. મા ગોડ.. ફીલ્મમાં પણ ના જોયો હોય એવો. જાકુઝી -શાવર-મોટું ટબ એમાં શીતળ જળ હતું. મેં સ્પર્શ કર્યો ભારે હુંફાળું લાગ્યું. મેં તો કપડાં ઉતારીને કહ્યું શાવર નીચે જઇને બાથ લીધો શું માર્વેલસ બાથરૂમ..... પછી મોટાં શાવર ટબમાં જતાં લલચાઇ રોકીના શકી મારી જાતને અને અંદર પ્રવેશી ગઇ અને શું હાંશ થઇ છે હું બાથ-એન્જોય કરી રહી હતી અને....

શેખ સરને માત્ર નીકીમાં પ્રવેશતાં જોયાં... હું શરમાઇ સંકોચ પામી ગઇ... મારાથી બોલાઇ ગયું સર.. હુ નીકળું જ છું. પણ તેતો હસતાં હસતાં શાવર લઇને મારી સાથે ટબમાં જ આવી ગયાં બાજુમાં પડેલી બોટલ એમણે મોંડે માંડી જ્યાં મારી નજર જ નહોતી પડી. એમણે મને ઓફર કરી... મેં ના પાડી મે કહયું ના સર મને આમ પણ ખૂબ જ નશો હોય એવું લાગે છે. મને કહ્યું "ડોન્ટ વરી ટેક ઇટ એન્ડ એન્જોય મોર એન્ડ મોર...

મેં પણ સંકોચ છોડી બે મોટાં ઘૂંટ મારી દીધાં. સારું કહ્યું તો એ નશો કંઇક અલગ જ હતો હું સાવ ભાન ભૂલી હતી મારો મારી જાત ઉપર કન્ટ્રોલ જ નહોતો આટલી મજા જીવનમાં ક્યારેય લૂંટી નહોતી મેં નફ્ફટની જેમ મારી જાતને છૂટી મૂકી દીધી અને શેખ સરને સાથ આપવા માંડ્યો એમણે ખૂબ પ્રેમથી મને સંપૂર્ણ લૂંટી લીધી મેં મારી જાત લૂંટાવી દીધી.... આમ બોલીને નીલમની આંખો શરમથી નીચી થઇ ગઇ... થોડીવાર એ શાંત રહી.. આ ત્રણે જણાં પણ એની આ નફ્ફટાઇ ભરી કબૂલાત સાંભળી રહેલાં.... પછી નીલમે જોરથી ધૂસ્કુ નાંખ્યું અને ખૂબ રડી....

શ્રૃતિએ કહ્યું "તેં તો પોતાની જાતે જ તારી જાતને લૂંટાવી ખૂબ આનંદ કર્યો મોજ ઉડાવી તો અત્યેર શેનાં આંસુ પાડે છે ? તો ઘરે કેટલા વાગે આવી ? કે આખી રાત શેખ સાથે... ?

શ્રૃતિને અટકાવીને નીલમ બોલી.. સ્નાન કરી જાત લૂંટાવી ખૂબ ગીફ્ટ કપડાં મળ્યા મને બીજા પૈસા મળ્યા શેખે ખુશ થઇને આપ્યા અને રાત્રે બે વાગે ફરહાદ ઘરે મૂકી ગયો. પણ પછી બીજા દિવસથી મારી ઘોર ખોદાઇ... ખૂબ બરબાદ થઇ જે મને બીજા દિવસો પછી ખબર પડી કે હું ફસાઇ ગઇ છું હું આ ચક્રવ્યૂમાં થી હવે નીકળી નહીં શકું... પછી ધીમે ધીમે ભાન આવ્યું કે પૈસા ખૂબ મળે છે પણ મારું શોષણ શરૂ થયું છે. મારી મરજી વિરૂધ્ધ કરાવવામાં આવી રહ્યું છે બળજબરી થવા માંડી... એ એક જ રાત હું મારી મરજીથી... પણ બાકીનાં દિવસોમાં તો મારી નોકરી જ એવી થઇ પડી કે.. જ્યાં કહેવામાં આવે એ ગેસ્ટ સાથે જવું પડતું... હવે એવી ગીફ્ટ કે પૈસા પણ નથી મળતાં... મને આ ચક્રવ્યૂમાં ફસાવવા માટે બધો પ્લાન હતો. શ્રૃતિ મારામાં કંઇ જ બચ્યું નથી આટલાં સમયમાં તો હું સાવ પાયમાલ થઇ ગઇ છું મને છેલ્લાં ત્રણ દિવસથી ઝીણો અંદરને અંદર તાવ રહે છે હું કહી નથી શકતી અને મને આ લોકો...

અગત્યનો પ્રસંગ એ છે કે શેખ સર લોકો તો બે દિવસ પછી જતાં રહેલાં. એનાં 2-3 દિવસ પછી મને ફરહાદે જ સીધું કીધું કે નીલમમેમ સરનો ફોન હતો તમારે હોટલ રાઇન્ડન્ટ પહોચવાનું છે ત્યાં આપણાં ગેસ્ટ આવ્યાં છે તમને બધી જ ડીટેલ્સ ફોનમાં મોકલી દીધી છે. મેં કહ્યું હું તો એકાઉટસમાં કામ કરું છું રોજ રોજ મને નહીં ફાવે... તું જા તારે જવું હોય તો જા.

મારો જવાબ સાંભળીને હસવા લાગ્યો. મને એટલું અપમાન જનક લાગ્યું. મેં કીધું હસે છે કેમ ? હું નથી જવાની અને આ રાઇડન્ટ હોટલ મેં જોઇ નથી. મને કહે.. તમારે જવાબ મને નથી આપવાનો સરફરાઝ સરને આપી દો.. હું લગાવી આપું નંબર ? કે તમારી પાસે તો છે જ ને ? ત્યાંથી પેમેન્ટ ના મળે તો રાશીદ સર આપી દેશે. હોટલ પર હું જ ડ્રોપ કરવા આવીશ અને હું જ લઇ જઇશ તમારે ત્યાં માત્ર બે કલાકનું જ કામ છે કહીને મૂછમાં હસવા લાગ્યો.

મને મનમાં થયું મારાથી લાલચમાં આ શું થઇ ગયું હું આમાંથી કોઇપણ રીતે નીકળી જઇશ મારે આવુ કામ નથી. કરવું. મારું શરીર ધોવાઇ રહ્યં છે માત્ર આટલા જ દિવસમાં મારાં શરીરે જવાબ દઇ દીધો છે... હું શું કરું ? સરફરાઝ સરને ફોન કરું કે નહીં જઇ શકું.. હાં આજે તો કહી દઊં. અને મેં મોબાઇલથી એમને ફોન જોડયો.. એમણે તરત જ ઉઠાવ્યો મેં ક્યુ સર હું ત્યાં ... હજી આગળ કંઇ બોલું એ પહેલા કહે અરે નીલમ ડાર્લીંગ હું નીચે પાર્કીંગમાં તારી જ રાહ જોઇ રહ્યો છું આવીજા આપણે સાથે જ રેડીમેન્ટ જઇએ છીએ કમ સુન.. કહીને ફોન મૂકી દીધો.

મારે જાણે કંઇ બોલવાનું જ ના રહ્યું. હું કંઇ બોલી જ ના શકી અને ફરહાદ સામે જોયા વિના જ નીચે પાર્કીંગમાં ગઇ સરફરાઝ મારી સાથે એટલાં વિનયથી વર્તે કે મને આશ્ચર્ય થાય. એમણે કદી મારી સામે ગંદી નજરે જોયું નથી કે કહી પણ સ્પર્શે કરવાનો પ્રયત્ન જ નથી કર્યો. હું એમની સાથે મરજી વિરૂધ્ધ ગઇ અને રેડીએન્ટમાં કોપીશોપમાં બેઠાં થોડીવારમાં જ કોઇ ઇંગ્લીશ કપલ આવ્યું અને સરફરાઝ સરે મારો ઇન્ટ્રો કરાવ્યો અને એવું બોલ્યા મીટ માટ ઓફીસ એસ્કોર્ટ નીલમ એન મી. જહોન એન્ડ મીસીસ જ્હોન પ્લીઝ ગો વીથ નીલમ એન્ડ એન્જોય યોર વીઝીટ. એટલું કહીને તેઓએ કહ્યું ગેસ્ટ ખૂબ આઇ.એમ.પી. છે સાચવી લેજે તું ફોન કરીશ એટલે કોઇપણ લેવા આવી જશે. મને આશ્ચર્ય થયું કે આ કપલ સાથે જવાનુ છે..... હાંશ શોપીંગથી પતી જશે મારે આજે અને મેં એમની સાથે ખૂબ રીસ્પેક્ટથી વાત કરી પછી જ્હોને કહ્યું કેન વી એન્જયો બાર ફર્સ્ટ પ્લીઝ અને હું રેડીએન્ટનાં બારમાં લઇ ગઇ.

અમે ત્યાં ડ્રીંક્સ લીધું. મીસીસ જ્હોન અને મી. જ્હોનતો જાણએ પીવા જ આવેલાં. મીસીસ જ્હોને મને એક પેગ બનાવીને આપ્યો અને મુંબઇ અને ઇન્ડીયાની વાતો કરવા લાગી. મારું ઇલ્ગીશ એટલું પણ વાતો કરી શકી. એમનો આપેલો પેગ પીધાં પછી જાણે મારી અસર વધી ગઇ. મીસીસ જ્હોને મને જોઇને પૂછ્યું વોટ હેપન્ડ ? મે કહ્યું નથીંગ નથીંગ આઇ એમ ઓકે. પણ મારું મન મારાં શરીરને કન્ટ્રોલ ન્હોતું કરતું... પછી તમને લોકોને શું કહું ? હું પડતીની અને નીચતાની એટલી ઊંડી ખાઇમાં પડી હતી કે હું અહીં વર્ણવી નહીં શકું સોરી...

એટલું કહું કે મને ભાન આટલું ત્યારે હું મીસીસ એન્ડ મી. જ્હોન ની વચ્ચે સાવ નગ્ન સૂતેલી હતી.. મે શું કર્યું કે એ લોકોએ શું કર્યું. મને પૂછશો નહીં મને ભાન આવ્યું ત્યારે મારી પાસે કંઇ બચ્યું નહોતું.

આમને આમ દિવસો વિત્યા વચ્ચે એક વીક કંઇજ ના થયું અને મેં એકાઉન્ટસ જોવાનાં બહાને ટાઇમ પાસ કર્યો. ઘરમાં પૈસા ઘણાં લાવી હતી મારાં પગાર ઉપરાંત લગભગ બે લાખ જેવા હું બચાવી લઇ આવી હતી અનેક ગીફ્ટ કપડાં ઝવેલરી પર્સ એવું તો ઘણુ બધું. પણ હું મારી નિર્દોષતાં...જુવાની આત્મા સન્માન -વર્જીનીટી -શરમ બધુ જ ગૂમાવી ચૂકી હતી. હું મારાં શરીરને નફરત કરવા માંડી હતી અને શુક્રવારે એટલે કે ગઇકાલે સરે કહ્યું "નીલમ બી પ્રીપેડ તારે કલબમાં જવાનું છે મારાં ખાસ મિત્રની બર્થડે છે તો આપણે સાથે જઇશું અને સાથે જ પાછાં આવીશું. ડોન્ટ અફ્રેઇડ પ્લીઝ આઇ વીલ બી વીથ યું. ડોન્ટ વરી અને થોડી હાંશ સાથે મેં હા પાડી પણ હું હવે આ બધાથી ટેવાઇ ગઇ હતી માત્ર પૈસા તરફ જ ધ્યાન રહેતું મારું બધું જ ગૂમાવી ચૂકી હતી.

સાંજે સર સાથે કલબમાં ગઇ. બારરૂમમાં એન્ટ્રી લીધી સરનાં બેત્રણ મિત્ર આવ્યા બધાં સાથે પાર્ટી કરી રહી હતી આવતાં પ્હેલાં સરે બહુજ મોંઘો ડ્રેસ આપેલો એ પ્હેરેલો મેં અને પાર્ટીનું કેન્દ્ર જ હું હતી. સર ક્યારે બારરૂમ છોડી ગયાં ખબર ના પડી અને હું દારૂમાં ડૂબી રહી હતી નશો આંખોમાં અને તન પર સ્પષ્ટ જણાતો હતો અને અનાર સામે જોઇ કહ્યું તારો મેકવાન આવ્યો એણે મને ડ્રીંક આપ્યું હું સાવ બેહોશ બની અને પછી એ મને....

પ્રકરણ -15 સમાપ્ત.

"""""""""""""""""