Adhuro prem - 3 in Gujarati Love Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | અધુુુરો પ્રેમ - 3 - ધર્મસંકટ

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

અધુુુરો પ્રેમ - 3 - ધર્મસંકટ


ધર્મસંકટ

આકાશના પલક પ્રત્યે ના પ્રેમ ના એકરાર પછી પલક કશું બોલી પણ શકી નહીં ને કશું સમજી પણ શકી નહી આમ અચાનક પલકના સામે ધર્મસંકટ આવીને ઉભું રહ્યું. હજી તો હાલજ પલકનું વેવિશાળ નક્કી કર્યું છે. ને આજે આકાશે પલકને પ્રપોઝ કરીને હચમચાવી નાખી.પલકની આંખો સામે અંધકાર છવાઈ ગયો. થોડીવાર પછી પલકને ભાન થયું. એણે એકદમ આકાશનો હાથ પોતાના હાથમાંથી તરછોડાવી લીધો.અને એકપણ શબ્દ બોલ્યા વગર જ પાણીના રેલાની જેમ સડસડાટ આકાશના ઘરમાંથી નીકળી ગઈ. અને પોતાના ઘરમાં જ્ઈ ને પોતાના રૂમનું બારણું બંધ કરી ને પથારીમાં પોતાનું મોં છુપાવીને પડી ગઈ. એને અવનવા વિચારો આવવા લાગ્યા. એણે થયું કે આકાશ મારો બેસ્ટ ફ્રેન્ડ છે એણે મારા નિખાલસપણાનો નાજાયજ ફાયદો ઉઠાવ્યો. એણે મને બદનામ કરવા માટે તો આવું નહી કર્યું હોય ને ? આવા અનેક પ્રકારના વિચારો પલકના દિમાગમાં ઉભરવા લાગ્યા. અને પલકના મનમાં એક ઉંડો ઉંડો ડર સતાવવા લાગ્યો. એને થયું કે જો મારા થનાર પતિને આ વાત ની જાણ થશે તો ? હું એને શું મોઢું દેખાડીશ.આ છોકરાએ તો મને કાઈની ન રહેવા દીધી.

અચાનક પલક પથારીમાંથી ઉભી થઇ ગઇ અને કાલનું દ્રશ્ય પલકના માનસ પટલ ઉપર છવાઈ ગયું. આકાશની ભાભીએ પલકના ગાલ ઉપર જે પ્રેમથી હાથ ફેરવ્યો હતો એ પલકની નજર સામે ફરી તાદ્દસ થઈ ઉઠ્યું. એને થયું કે હોય ન હોય પણ ભાભીને આ વાત ની જરુર ખબર હોવી જોઈએ. પલકની મમ્મી ઘેર હાજર ન હતા જેથી પલકે આકાશની ભાભીને જોરથી બુમ પાડી ને કહ્યું ભાભી ઓ ભાભી અહીંયા આવો મારે તમારું કામ છે.પલકના સાદ કરવાથી આકાશની ભાભી પલકના ઘેર ગ્ઈ એટલે પલકને બેબાકળી જોઈને પુછ્યું કે પલક કેમ આમ બાવરી બની ગ્ઈ છે શું વાત છે.તેથી પલકે ભાભીને કહ્યું ભાભી હું તમને શું વાત કરું આ આકાશ મને કેવું કહ્યું મારા રુવાડા ઉભા થઇ ગયા છે. હું શું કરું ભાભી મને કશું સમજાતું નથી. મારા મમ્મી ગામમાં ગયા હોવાથી મે તમને બોલાવ્યા છે આકાશ કહે છે કે એ મને પ્રેમ કરે છે જો આ વાત ની મારા ફીયાન્સેને ખબર પડશે તો એતો અમારુ વેવિશાળ તોડી નાખશે.મને તો કશું સમજાતું નથી. મને ખૂબ જ બીક લાગે છે ભાભી તમે કશુ જાણતા હોય તો મને કહો, આકાશે તમને કશુંક કહ્યું છે મારા વિશે પ્લિઝ ભાભી જલ્દી કહો હમણાં મમ્મી આવી જશે.
આમ પલકને બે બાકળી બનેલી જોઈને ભાભીએ કહ્યું પલક તું ફીકર ન કરીશ તું જેવું વિચારી રહી છે એવું કશું જ આકાશ નહિ કરે તું એને જાણે છે પલક અને ખૂબ જ સારી રીતે જાણે છે તને મુશ્કેલી પડે એવું તો એ કયારેય નહી કરે.પણ હા એક વાત છે પલક એ તને ખૂબ જ પ્રેમ કરે છે. એ વાત તો સાચી છે પરંતુ મે આકાશ ને સમજાવી દીધો છે કે જો એવુજ હતું તો તારે પલકને પહેલા કહેવું જોઈએ. જેથી પલકને પણ થોડો સમજવાનો સમય મળી જાય. પલક મારો આકાશ ખૂબ જ ભોળો છે એ તને બહુજ પ્રેમ કરે છે જો મને પણ આ વાત ની જાણ હોતને તો હું પણ તને જરુર જણાવી દેત.મને પણ ઈ છોકરાની હવે ચિંતા થાય છે. એને ખરા કે ખોટાનુ ભાન કયાં છે.જે મનમાં હોય તે ફટાફટ બોલી નાખે વિચાર્યા વગરજ.
પલક ભાભીની તરફ જોઈને રડવા લાગી. જેથી ભાભીએ પલકને પોતાની છાતીએ લગાડી દીધી અને કહ્યું બેટા રડીશ નહી અને આ વાત ને અહીંયા જ દબાવી દે.આપણા ત્રણ સીવાય આ વાત ની કોઈ પણને જાણ ન થવી જોઈએ.તારી જીંદગી ખરાબ થાય અથવા કોઇ તને આંગળી ચિંધે એ અમને પણ ન પોસાય. જેથી હવે આ વાત ની કોઈને જાણ ન થવી જોઈએ. પલકે પોતાનું માથું ધુણાવ્યું ને કહ્યું સારું ભાભી પણ તમે આકાશને જરા સમજાવી લેજો અને જોજો એ કાઈ અજુગતું ન કરી બેસે એ આજે નશો કરીને આવ્યો છે.મારા માટે આવું ફાલતું કામ ના કરે એનું ધ્યાન રાખજો.અને એને વઢશો નહીં ભાભી એને પ્રેમથી સમજણ આપજો પ્લિઝ.અરે તું જરાય ચિંતા ન કરીશ હું એને સમજાવી દ્ઈશ એ હવે પછી ક્યારેય તારી સાથે અને તારા વિશે આવી વાત નહીં કરે.ચાલ હવે હું જાવ.એટલું કહીને ભાભી પલકના ઘેરથી રજા લઈ ને પોતાના ઘરે આવી ગયા પણ ભાભીની આંખોમાં આજે આંસુ છલોછલ છલકાઈ ગયા.......?..................ક્રમશઃ


(ભાભી આકાશ ને શું કહેશે જેનાથી આકાશ સમજી શકે અને આકાશ ના પ્રપોઝ થી પલકને શું ચેન થશે....જોઈશું ભાગ :- 4 ગડમથલ)