Kalyug na ochaya - 25 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | કળયુગના ઓછાયા - ૨૫

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

કળયુગના ઓછાયા - ૨૫

રૂહી પહેલાં હોસ્ટેલ પહોચીને  સ્વરાના રૂમમાં જાય છે‌‌...તો સ્વરા હોતી નથી...તે ફોન કરે છે તો એ ઈવાદીદીના રૂમમાં હોય છે..એટલે એ ત્યાં જાય છે...

ઈવાદીદી : હવે તો નવા ફ્રેન્ડ મળી ગયા એટલે અમને ભુલી ગઈ નહી ??

રૂહી : ના હવે દીદી... હમણાં થોડો ટાઈમ ઓછો મળે છે...

ઈવાદીદી : હમમ.. કંઈ નહી ફ્રી હોય એટલે આવવાનું.‌..તુ મને પેલા દિવસે અહી હોસ્ટેલ પહેલાં શું હતુ આ જગ્યા પર અને સૌથી જુનુ કોણ છે એનુ મે તને કહ્યુ હતુ જે ખબર હતી એ પણ શું કામ હતુ એનુ તારે ?? કંઈ પ્રોબ્લેમ છે...

સ્વરા : ના હવે દીદી મને ખબર છે એને ક્યાંય પણ જાય આવુ બધુ જાણવાની બહુ જિજ્ઞાસા હોય...બાકી ડોક્ટર રહ્યા ને એટલે....

એમ કહીને સ્વરા વાત ફેરવી દે છે અને કહે છે રૂહી તારે બહાર જવાનુ હતુ ને કંઈ કામ માટે ચાલ જઈએ કહીને બહાર જાય છે બંને‌..

રૂહી : યાર ઈવાદીદીને કારણે તો આપણને આટલી ખબર પડી પણ એમનાથી જ ખોટું બોલવુ પડે છે...જો એમણે લીલાબેન ના સસરાનુ ના કહ્યું હોત તો આપણ ને કંઈ ખબર ના પડત...

સ્વરા : સાચી વાત છે પણ હમણાં કંઈ આડુંઅવળું થશે ને જો મેડમ સુધી વાત પહોચશે તો બધી બાજી બગડી જશે...

રૂહી : હમમમ...સ્વરા મારે તને કંઈ બતાવવાનુ છે અને કહેવાનુ છે...

રૂહી સ્વરાને કેયા અને આસ્થાના સરખા ફોટાવાળી વાત કરે છે....અને બતાવે છે ફોટોઝ....

રૂહી અને સ્વરા આસ્થાને ત્યાં એના રૂમમાં જમીને પુછવાની વાત રૂહીના પ્લાન પ્રમાણે નક્કી કરે છે.....

                         *.    *.    *.    *.    *.

જમીને આવીને રૂહી ને ત્રણેય જણા બેસે છે. રૂહી આસ્થાને કહે છે મારી પાસે તારો એક મસ્ત ફોટો છે. હુ તને બતાવું.

રૂહી તેને ફેસબુક માથી સેવ કરી દીધેલો કેયાનો ફોટો બતાવે છે અને કહે છે જો કેવો છે ...

આસ્થા : યાર આતો મારા જેવો જ છે પણ હુ નથી આમાં તો ફોટા પર તેના ફેસ પર એક તલ છે...મારે ક્યાં છે ??

રૂહી : હમમમ....તુ આને ઓળખે છે ??

આસ્થા : હુ ક્યાથી ઓળખુ ??

રૂહી : પ્લીઝ તુ જે હોય તે સાચુ કહે...‌મે તને અને સ્વરાને મારા બેસ્ટ ફ્રેન્ડ માન્યા છે....હુ તમારી સાથે બધુ જ સેર કરૂ છું.... પ્લીઝ જે સાચુ કહે તને તારી મમ્મી ના સમ છે...

રૂહી જાણતી હતી કે આસ્થા તેની મમ્મી તેની સૌથી ક્લોઝ છે...તે રોજ તેની મમ્મી ને તેની બધી વાત કરતી..તેના પપ્પા સાથે તે ક્યારેક જ કામ પુરતી વાત કરતી..

રૂહીને ખબર હતી કે સામાન્ય રીતે છોકરીઓ કોઈ પણ કામ કઢાવવા પપ્પા ને પહેલા મનાવે...જેથી તેનુ કામ સરળ થઈ જાય......પણ આસ્થા તો બધુ તેની મમ્મીને જ બધુ કહેતી જેથી રૂહીને એ બાબત થોડી અસામાન્ય લાગતી...

આસ્થા એકદમ મુઝાઈ જાય છે...રૂહી તને શું થયું છે તુ કેમ અચાનક આવુ પુછે છે....હુ ખરેખર કોઈ આવી છોકરીને ઓળખતી નથી...મારે કોઈ સગી બહેન પણ નથી.

રૂહીને અત્યારે આસ્થાની આંખોમાં સચ્ચાઈ હોય એવું લાગ્યું...તેને સ્વરાની સામે જોયું...તેને પણ એવું જ લાગ્યું.....

રૂહી : તુ તારી મમ્મી ને એમ પુછી શકે કે આ ફોટાવાળી વ્યક્તિ ને ઓળખે છે ??

આસ્થા : પણ રૂહી મને કંઈ સમજાતું નથી કે તુ કેમ આ બધુ કહે છે...સારૂ તુ કહે છે તો હુ પુછી જોઉ પણ મને નથી લાગતુ કે કંઈ ખબર પડે..

રૂહી : ઓકે થેન્કયુ....

                   *.       *.       *.       *.       *.

આજે રૂહી બધાને મોબાઈલમાં લુડો રમવાનુ કહે છે જેથી બધાનુ મગજ ફ્રેશ થાય...છતા રૂહીનુ ધ્યાન સ્વરાના મોબાઈલ પર જ હતુ કારણ કે તેને તેની મમ્મીને ફોટો વોટ્સએપ કર્યાને લગભગ અડધો કલાક થઈ ગયો હતો પણ તેમનો કોઈ મેસેજ કે ફોન આવ્યો નહોતો...

એટલામાં જ મેડમ રાઉન્ડમાં આવ્યા....એ રોજ નહોતા આવતા આજે અચાનક આવ્યા...હવે રૂહીને લોકો એમની સાથે એકદમ નોર્મલ રીતે જ વાત કરતા જાણે એમણે કોઈ ખબર જ ન હોય...

મેડમ : કાલે તો તમારી નવી રૂમમેટ આવે છે....ગાથા...

આસ્થા : હમમમ મેડમ તો તો સારું ને...પછી થોડી વાત કરીને નીકળી જાય છે...

રૂહી : મને હવે ચિંતા થાય છે કે આપણ ને તો બધી ખબર છે પણ આ નવી રૂમમેટ આવશે તો ??

યાર છેક બધુ પતવા આવ્યું છે ને તેના પર પાણી ના ફેરવાઈ જાય..... અક્ષત કહેતો હતો કે એના પેલા ફ્રેન્ડે કહ્યું છે કે પરમદિવસે કદાચ એ વિધિ કરવાની છે....અહીયા......પણ હવે ???

સ્વરા : કંઈ નહી.. જોઈએ કંઈક કરીએ કાલે આવવા તો દે એને પછી વાત....

રૂહી કંઈક કહેવા જાય એ પહેલાં જ આસ્થા ના મોબાઈલ મા એના મમ્મી નો ફોન આવે છે....અને આસ્થા વાત કરે છે....

સ્વરા અને રૂહીનુ ધ્યાન સંપુર્ણપણે એના પર હતુ...પણ તેમને એ યોગ્ય ન લાગ્યું એટલે એ વાત કરવા લાગ્યા...

થોડી લાબી વાતચીત પછી આસ્થા એ ફોન મુક્યો ત્યા એક સાથે જ રૂહી અને સ્વરા બોલ્યા.... શું કહ્યુ આન્ટીએ આસ્થા ???

આસ્થા : તારો વાત સાચી નીકળી....આ છોકરી મારી બેન છે...

રૂહી : તને ખબર નહોતી એમ કેમ બને ??

આસ્થા : એ કેયા છે મારી બહેન...હુ બે  વર્ષની હતી અને મારી બહેન સાત વર્ષની ત્યારે મારા મમ્મી પપ્પા ના ડિવોર્સ થઈ ગયા હતા....

મારા પપ્પા એકદમ થોડા ગુસ્સાવાળા, પૈસા માટે મહાત્વાકાંક્ષી હતા... જ્યારે મારા મમ્મી થોડા શાત, શ્રીમંત પરિવારની દીકરી હોવા છતાં એકદમ સરળ છે...

પપ્પા ને એમની દીકરીઓને એમના જેવી બનાવવી હતી... જ્યારે મારી મમ્મી ને એના જેવી સરળ...પણ વધુ પડતા લાડકોડથી મારી બહેન એમના જેવી અભિમાની અને સ્વછંદી બની ગઈ હતી...મારા પપ્પા એનુ બહુ ઉપરાણું લેતા....આ જોઈને મારી મમ્મી બહુ દુખી થતી...

મારી મમ્મી એવુ નહોતી ઈચ્છતી કે હુ પણ તેના જેવી બનુ....એક દિવસ આ બાબતને લઈને બંને વચ્ચે બહુ ઝઘડો થયો....અને આખરે મારી મમ્મી મને લઈને અને પપ્પા મારી બહેન ને લઈને બંને છુટા પડી ગયા....

મારી મમ્મી ની તો બીજા લગ્નની ઈચ્છા નહોતી પણ ઘરવાળા ના દબાણ અને મારા કારણે થઈને એને બીજા લગ્ન કર્યા...મારા પપ્પા એ પણ બીજા લગ્ન કર્યા દીધા....પણ આ મારા પપ્પા અને પરિવાર વાળા બધા જ સારા છે અને મને પણ એટલું સારુ રાખતા હોવાથી મમ્મી એ મને કહેવાનુ ટાળ્યું...એમને જરૂર ન લાગી હતી અત્યાર સુધી...

પણ આજે મે પુછ્યું એટલે એને મને બધુ સાચુ કહી દીધું...

રૂહી : સોરી બકા...આ વાતથી તને અને આન્ટી બંનેને દુઃખ થયુ...આઈ એમ રીઅલી સોરી....પણ તને ખબર છે આ કેયા કોણ છે ??

આસ્થા : કોણ ??

રૂહી : લાવણ્યાના કાકાની દીકરી.....જેને લાવણ્યાની હત્યા કરી હતી એ.....

આસ્થા : મતલબ કે કેયા મારી બહેન એક મર્ડરર?? અને લાવણ્યા મારી કઝીન હતી??......આસ્થાને એકદમ બધુ ગોળ ગોળ ઘુમતુ દેખાય છે....અને તે એકદમ બેઠા બેઠા જ બેડ પર પડી જાય છે.......

શું થશે હવે આગળ?? આસ્થા કંઈ મદદ કરી શકશે રૂહીને હવે ?? કોણ હશે રૂહીની નવી રૂમમેટ ?? તેના આવવાથી રૂમમાં વિધિ કરવી શક્ય બનશે ?? શું એ વિધિ રૂહી એ લોકોથી શક્ય બનશે??

વાચો અવનવા રોમાંચ....અને વળાંક..... માટે આગળનો ભાગ કળયુગના ઓછાયા - ૨૬

બહુ જલ્દીથી................. મળીએ એક નવા ભાગ સાથે.....