My Cooking in Gujarati Cooking Recipe by Grishma Parmar books and stories PDF | ખાણી-પીણી

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ખાણી-પીણી

બધા લોકો અપોઅપમાં એક લેખક તો હોય છે પણ આપણને સમજ નથી હોતી કે તેનો કેવી રીતે પ્રયોગ કરવો. મારો એક પ્રયત્ન છે જેના દ્વારા હું તમને લોકોને મારો કેહેવાનો અર્થ છે, મેં તમામ ગુજરાતીઓ માટે ખાણીપીણી નો લેખ લખવાની સુરુવાત કરી છે.. આજ કાલની ફાસ્ટ લાઈફ માં બધાને ફાસ્ટ ફૂડ ખાવાની બહુજ આદત પડી ગઈ છે. એમાની "હું પણ એક છું". પરંતુ થાય છે એવું કે ઘણાખરા લોકો ને તેની આડ અસર થઇ છે. માટે બજારમાં મળતું એવુજ આપને ઘરે કેમ ના બનવી શકીએ.

આ માટે એક માધ્યમ મારી ભોજન વાનગીઓ નામની એક website મેં શરુ કરેલ છે. તેમનાજ એક-બે લેખ તમને લખી જાણવું છું. જો તમને પસંદ પડે તો મને તમારો અભિપ્રાય જણાવજૉ.

તમે મારી વાનગીઓ ઑન્લીને site પાર જઈને પણ વાંચી શકો છો. અને જો તમને કંઈક નવી રેસીપી ખબર હોય તો મને જરૂર થી જાણવાજૉ. http://www.myfoodrecipes.co.uk/

૧. ભાત ના ભજીયા

સામગ્રી:

૧ વાટકી વધેલા ભાત(બાફેલા ચોખા)
૧ ડુંગળી
૧ બટેકુ
૧-૨ લીલા મરચાં
૧/૪ ચમચી હળદર પાવડર
૧ ચમચી મરચું પાવડર
૧ ચમચી ધાણાજીરૂ
મીઠું સ્વાદ અનુસાર
તેલ તળવા માટે
૧ ચમચો ચણાનો લોટ
૧/૨ વાટકી સમારેલી કોથમીર


રીતઃ


1. સૌપ્રથમ એક બાઉલમાં ભાત, ઝીણી સમારેલી ડુંગળી, બટાકા, મરચાં, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો.


2. હવે તેમાં બાકી ના મસાલા ઉમેરીને બધું મિક્સ કરી લો.


3. હવે તેમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી લો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરી ઘટ્ટ બેટર(અડવણ) તૈયાર કરો.


4. હવે ગેસ ચાલુ કરી કડાઈ માં તેલ ગરમ થવા દો.


5. ત્યાર પછી થોડું થોડું બેટર લઈ કડાઈ પર ભભરાવો. તે દરમિયાન તમારો હાથ વરાળથી દાઝે નહીં તેનું ધ્યાન રાખવું.


6. હવે પકોડા ગોલ્ડન બ્રાઉન થવા દો. પછી તેને ચટણી સાથે પીરસો. આ નાસ્તો ચા સાથે પણ લઈ શકાય.


૨. સામાના ઢોકળા

સામગ્રી:
બે વાટકી સામો
એક વાટકી દહીં
મીઠું સ્વાદ પ્રમાણમાં
બે-ત્રણ લીલા મરચા


રીત:

1.સૌપ્રથમ સામાને મિક્સરમાં દરી એકદમ બારીક પાવડર બનાવવો।

2. ત્યાર બાદ તેમાં એક વાટકી દહીં ઉમેરો. હવે મીઠું સ્વાદપ્રમાણે ઉમેરી બધું મિક્સ કરવું।

3. ત્યારબાદ તેમાં લીલા મરચાં ની પેસ્ટ નાખી અને થોડું થોડું પાણી ઉમેરી બધું મિક્સ કરવું અને એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.

3. હવે આ મિશ્રણ માં ખાવાનો સોડા નાખી મિક્સ કરવું.

4. તે દરમ્યાન એક બાજુ ગેસ પર ગરમ પાણી સ્ટીમરમાં મૂકો. એક ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાડી તેમાં ખીરાને ઉમેરો. હવે ઉપરથી થોડું મરી પાવડર છાંટી દો.

5. હવે ઢાંકણ બંધ કરી ચઢવા દો. અને દસેક મિનિટમાં સામાના ઢોકળા તૈયાર થઇ જશે. ગરમાગરમ ઢોકળા ચટણી સાથે પીરસો. 😋😋😋

3.ભરેલા ટમેટા નું શાક

સામગ્રીઃ


4-5 નંગ ટામેટાં
250 ગ્રામ ફ્લાવર
1/2 ચમચી ગરમ મસાલો
1/4 ચમચી ખાંડ
2 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી ધાણાજીરું પાવડર ,
1/2 ચમચી હળદર
મીઠું સ્વાદપ્રમાણે
1/2 વાટકી કોથમરી
2 ચમચી ચણાનો લોટ
ટિપ્સ:

ભરેલા ટમેટામાં ચણાનો લોટ ઉમેરવાથી તેની ગ્રેવી એકદમ ઘટ બને છે અને દેખાવમાં અને સ્વાદ માં પણ સરસ લાગે છે.

રીત:

1. ભરેલા ટમેટા બનાવવા માટે સૌપ્રથમ ફ્લાવર વરાળથી બાફી લેવો (કૂકરમાં બે સીટી લગભગ તરત ખોલી નાખો).

2. હવે બાફેલા ફ્લવરમાં એક ચમચી ચણાનો લોટ, એક ચમચી ધાણાજીરૂ, એક ચમચી મરચું, એક ચમચી ખાંડ, એક ચમચી કોથમીર, ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે નાખી મિક્સ કરો.

3. પછી ચારથી પાંચ મધ્યમ સાઇઝનાં ટામેટાં લેવા એમાં ચોકડી થાય એ રીતે બે કાપા મારવા.


4. ત્યારબાદ આ સ્ટફિંગ ટમેટામાં ભરી લો અને થોડું બચાવીને રાખો. ત્યારબાદ જરૂર પ્રમાણે તેલ ઉમેરી હિંગ જીરું મૂકી પાણી નો વઘાર કરવો.


5. હવે પાણી ઉકાળે પછી તેમાં ટમેટા ઉમેરો. ત્યારબાદ બચેલો મસાલો ઉપર ભભરાવો. તેને ધીમા તાપે ચડવા દો અને ઉપર થી બંધ કરી દો.વચ્ચે-વચ્ચે ચેક કરી લેવું કે શાક બેસે નહિ.


6.ભરેલા ટમેટાનું શાક 15 મિનિટમાં તૈયાર થઇ જશે. ગરમાગરમ પીરસો.