Revenge PremVasna Series 2 - 36 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | રિવેન્જ - પ્રકરણ - 36

Featured Books
Categories
Share

રિવેન્જ - પ્રકરણ - 36

પ્રકરણ - 36

અન્યા ગંભીરતાથી સાંભળી રહી હતી એણે આંખનું એક મટકું નહોતું માર્યું. રાજવીરે વાત આગળ વધારતાં કહ્યું "ડોલ મોમે એનું ધાર્યું કર્યું અને પાપા અને મોમ વચ્ચે સંબંધો સાવ જ વણસી ગયાં. મોમની ઓફબીટ અને મોટીવેશનલ મૂવી ખૂબ પસંદ પડવા માંડી એમાં એને સફળતા મળવા માંડી અને ઘરમાં પૈસો આવવા માંડ્યો. પાપા મોમનો એક રૂપિયો નહોતાં લેતાં. અચાનક એક દીવસ ખૂબ મોટો ટર્નીંગ પોઇન્ટ આવ્યો એમાં એક સાથે બે પ્રસંગ બની ગયાં.

માં ને એક હરિયાળી ક્રાંતિ માટેની કોઇ ફીલ્મ મળી જે રાજ્ય સરકારનાં સહકારથી બનવાની હતી અને સમગ્ર રાજ્યનાં ખેડૂતો અને લોકો માટે હતી ખેતી અને પર્યાવરણ ઉપર એક સરકારી ફીલ્મ હતી. માં ને પૈસા પણ સારાં ઓફર થયેલાં અને એકજ તકલીફ પહેલીવાર આવી એમાં શુટીંગ આઉડોર હતું અને એ અંતરિયાળ ગામ અને અમુક ભાગ હિમાચલ પ્રદેશમાં શુટીંગ હતું અને એવું સળંગ શુટીંગ હતું મોમે સળંગ 2 થી 3 મહીના આઉટડોર જ રહેવાનું હતું.

આજ સમયે પાપાને લંગોટીયો મિત્ર પરદેશથી પાપાને મળવા આવેલો. પાપાની સ્થિતિ જોઇએ એને ખૂબ દુઃખ થયું એણે પાપાને આશ્વાસન આપતાં પ્રોમીસ કર્યું અને લીધું. કે પાપા સાચી સારી સ્ટ્રીપ્ટ પર કામ ફરી શરૃ કરે તો એ પૈસા રોકવા તૈયાર છે અને એક આખી કંપની ઉભી કરવા માંગે છે અને પાર્ટનરશીપ ઓફર કરી. પાપાને શરેબજાર અને અન્યા રોકાણોનો જબરજસ્ત અનુભવ નોલેજ હતું સી.એ.હતાં. એટલે ગર્વમેન્ટનાં કાયદા એની છટકબારી બધુ જ જણાતાં હતાં. ફક્ત કમજોરી પૈસાની હતી. અને આ અધભૂત તક ઘર બેઠાં આવી. પાપાએ કોઇ સમય બગાડ્યા વિનાં શરત અને ઓફર સ્વીકારી લીધી. એમને માં ને કહેલાં શબ્દો યાદ આવી ગયાં કે છ મહીનાનો સમય આપ હું તને ફલેટમાં નહીં બંગલામાં રાણીની જેમ રાખીશ.

અન્યા... પછી થયું પણ એવું જ પાપા અને એમનાં ફ્રેન્ડે બંન્ને જણાએ ભાગીદારીમાં ઝમ્પલાવ્યું એમનાં ફ્રેન્ડનાં પૈસા અને પાપાનું નોલેજ, કામ અને સતત નિરીક્ષણ બજાર પર અને એમનું જ્ઞાન અને અનુભવ એવો કામ લાગ્યો. અન્યા કે સાચેજ પાપા 6 મહિના પહેલાંજ પાછા સેટ થઇ ગયાં. એમનાં નામની ફરી હાક વણવા ભાગી હતી.

આ બાજુ મોમ પણ એનાં નક્કી કરેલાં કાર્ય માટે મને મજબૂરીથી મૂકીને ચાલી ગઇ. આ ભવદાસ ઘરમાં છેને એ અમારો એ સમય પ્હેલાનો ચાકર છે એને બધીજ કૂંડળી અમારે કુટુંબની છે હવે આપણાં... એમ કહી અન્યાને ચૂમી ભરી. અન્યા તો એનો ભૂતકાળ સાંભળવામાં મગ્ન હતી એણે લવ યું કહીને બોલી... આગળ કહે હવે મારી ધીરજ નથી રહેતી પછી મોમ સાથે શું થયું ? તમે લોકો આ બંગલે ક્યારે આવ્યાં ?

રાજવીરે કહ્યું "ડાર્લીગ મોમ જતાં પહેલા પાપા સાથે મીટીંગ કરેલી એણે પાપાને કહ્યું "હજી આપણાં ઘરમાં પૈસાની તકલીફ છે રાજનાં ટયુશન અને સ્કૂલનાં ખર્ચા માટે પણ પૈસા નથી મારે આ ફીલ્મ સ્વીકારવીજ પડશે અત્યારે પૈસા આવે છે તે ફલેટનાં ભાડા અને અન્ય ખર્ચામાં ક્યાં હવા થઇ ગયા છે ખબર જ નથી પડતી આ છેલ્લી ફીલ્મ પછી હું કામ નહીં કરું પ્રોમીસ. એ સમયે હું હાજર હતો અન્યા માં-પાપા વાત કરતાં હતાં હું બુક લઇને વાંચવા બેઠો હતો પણ મારું ધ્યાન એ લોકોની વાતોમાં જ હતું.

પાપાએ કહ્યું "હું તને અત્યાર સુધી સહેતો આવ્યો છું. તેં કામ લીધાં ઘર માટે પૈસા લાવવા પણ મારાં મોઢાં પર તમાચો જ હતો. તારામાં ધીરજ કે વિશ્વાસ મારાં માટે છે જ નહીં હું સી.એ. છું કંઇકનો કરીશ જ મારાં પર વિશ્વાસ રાખ કાલે સમય બદલિ જશે. નસીબનું પાંદડું ફરતાં વાર નથી લાગતી પછી ભલે આબાદી હોય કે બરબાદી. આપણે બરબાદ થયાં છીએ મારાં કારણે આબાદ પણ હું જ કરીશ. ટ્રસ્ટ મી નલી ની આઇ લવ યુ એન્ડ માય સન રાજ તું ના જા... જે માણસો સાથે તું કામ કરે છે તેઓ સારાં નથી હું સારી રીતે જાણું છું.

નલિનીએ કહ્યું "આજ સુધી કોઇ પુરુષ મને સ્પર્શ નથી કરી શક્યો. નેવર અને પાત્રની જરૂરીયાત હોય તો પણ સહ કલાકારને સ્પર્શ નથી કરતી મારી પાત્રતા ઊંચી છે અને મારી આ સ્ટાઇલ વખણાઇ છે અને એને જ બધાં વધાવીને ખૂબ માનની નજરે જુએ છે. આ હરિયાળી ક્રાંતિ ફીલ્મ થઇ જાય પછી હું કામ નહીં કરું મેં કીધું જ છે અને આની પાછળ મારી મહત્વકાંશા પણ છે મને વિશ્વાસ છે કે એમાં હું નેશનલ એવાર્ડ પણ જીતી લાવીશ.

પાપાએ કહ્યું "તારી ક્ષમતા અને અભિનય માટે મને કોઇ શક નથી તારી પાત્રતા પર પણ વિશ્વાસ છે મને આ દુનિયાનાં ખંધા અને બાયસ માણસો પર વિશ્વાસ નથી તું અત્યાર સુધી અહીંના સ્ટુડીયોમાં કામ કરતી હતી ત્યાં સુધી ઓકે હતું તું સાંજે ઘરે આવી જતી હતી આમાં તારે 2 થી 3 મહીના મીનીમમ આઉટ ડોર મુંબઇથી બહાર આ બધાં પિશાચોની વચ્ચે રહેવાનું છે કેમ સમજતી નથી ?

મોમે ખૂબ આર્ગ્યુમેન્ટ કર્યા કે હું જયાં સ્વચ્છ અને સંસ્કારી છું પછી મને કોનો ડર છે ? કોઇની હિંમત નથી મને કોઇ રીતે જોવાની-અડવાની કે મને ગંદી રીતે સ્પર્શવાની અને હું એકલી નથી આખો સ્ટાફ અને કેટલાં બધાં કલાકારો છે એમાં મારી જેવી સ્ત્રીઓ 60% થી ઉપર છે મને મારી જાત સાચવાની ત્રેવડ છે અને માણસની પરખ છે ચિંતા ના કરો.

પાપાએ છેલ્લે મારો પાસો ફેકી જોયો એમણે કહ્યું પણ આ રાજને કોણ જોશે ? કોણ સંભાળશે ? કોણ ભણાવશે ? એનું નથી જોવાનું તારે ? હું કામમાં હોઊ છું વ્હેલી સવારથી મોડી સાંજથી બજાર -ઇન્વેસ્ટર અને ગ્રાહકો સાથે જ લમણાં લઊં છું સાંજે એટલો એઝોસ્ટ હોઉં છું કે કોઇ કામનો નથી રહેતો મારી સ્થિતિતો સમજ.

મોમે સ્પષ્ટ કહી દીધું કે રાજનાં ટયૂશનની અને ભણાવવાની એણે વ્યવસ્થા કરી દીધી છે રોજે રોજ હું એની સાથે વાત કરીશ રીપોર્ટ લઇશ અને ભવદાસતો છે જ જે મારાં કરતાં વધુ રાજને સાચવે છે હું તમને ક્યારની કહું છું આ છેલ્લી ફીલ્મ છે હું જવાની મને સમજણ અને આનંદ સાથે જવાદો હું તમને વિનવું છું પછી ક્યારેય ઘરની બહાર પગ નહીં મૂકું. અને એ પણ કહું છું કે મારાં પર કોઇ દાગ લાગશે તો ક્યારેય તમારાં ઘરમાં પગ નહીં મૂકું બસ આટલું બોલીને એ લોકોની વાત પુરી થઇ ગઇ મોમ એનાં રૂમમાં ગઇ. પાપાં ગુસ્સે થતાં બહાર જવા નીકળી ગયાં.

અન્યાનાં આંખમાં આંસુ આવી ગયાં. એ બોલી રાજ પૈસો માણસને કેટલો વિવશ કરે છે અને પછી મનમાં જન્મ લેતી મહત્વકાંક્ષા માણસની જીંદગી બરબાદ કરે છે બહું જ ઓછી વ્યક્તિઓ હશે કે જે નિષ્કલંક સફળ થતી હશે અને હું થોડીકને પણ આ સમયમાં શક્ય નથી જોતી. ગીવ એન્ડ ટેકનાં જમાનામાં બધાની કિંમત હોય છે એ ચૂકવ્યા છે કર્યો તો વસૂલાય છે એમનેમ કોઇ કઈ નથી આપતું કેવું વિચિત્ર છે નહી રાજ ? છતાં સત્ય છે. પછી અન્યા મનમાં વિચારવા લાગી કે મારી સાથે શું થયું ? મારું રૂપ અને એનું ગુમાન જ મને અભડી ગયું મારો જીવ જ લઇ ગયું.

રાજે કહ્યું કેમ શું વિચારમાં પડી ગઇ ? અન્યાએ કહ્યું "ઓહ કંઇ નહીં.... કેટલી ટ્રેજેડી હતી તારાં કિશોરાવ્યવસ્થામાં જીવનમાં તેં નાની ઊંમરે કેટલુંયે જોયુ અને સહ્યું છે અને આજે તું એક સફળ વ્યક્તિ છે એનો આનંદ પણ છે. પછી શું થયું આગળ કેહને બીજી વાતો ના કર.

રાજવીરે કહ્યું માં એનાં નિર્ણય પ્રમાણે બીજા દિવસે કપડાં અને જરૂરી એની વસ્તુઓ લઇને ભવદાસને સમજાવી ટયુશન ટીચર સાથે ચર્ચા કરી મને રોજ ફોન કરશે કહી મને ખૂબ બધો પ્રેમ કરીને રડતી આંખે ઘરમાંથી નીકળી હતી. પાપા સાંજે આવ્યાં અને જાણ્યું કે મોમ ગઇ છે તો એ સાવજ નિરાશ થઇ ગયાં. અને એ ખુરશી પર બેસી જ પડ્યાં કંઇજ રીએક્ટ ના કર્યું કંઇ જ ના બોલ્યા ના ગુસ્સો ના કંઇ સંવાદ બસ બેસી જ રહ્યાં.

કેટલીયે વાર બેઠાં પછી બોલ્યાં રાજ હું અને તું જ છીએ....પણ આજે તારી મોમ હોત તો હું રોકી શક્યો હોત એને આજેજ પાર્ટનરશીપ નક્કી થઇ ગઇ છે મને એકવારમાં ઘણાં પૈસા મળ્યાં છે પણ હાય રે નસીબ કે હું એટલો વ્યસ્ત હતો કે એક ફોન કરી જણાવી ના શક્યો ના તારી મોમે ફોન કર્યો જતાં પહેલાં.

"ના પાપા મોમ તમને ખૂબ ફોન કરતી હતી પણ તમારો ફોન સતત બીઝી આવ્યો જુઓ તમારાં ફોનમાં રેકર્ડ હશે. અને પાપાએ ફોન હાથમાં લઇ ચેક કર્યો જોયું અને જોરથી ફોનનો ધા કરી ફેંકી દીધો.

પ્રકરણ -36 સમાપ્ત.