Break up story - 2 in Gujarati Love Stories by Denis Christian books and stories PDF | બ્રેકઅપ સ્ટોરી - 2

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

બ્રેકઅપ સ્ટોરી - 2

અડધી રાત્રી થઈ ચૂકી હતી. શહેર એ ટ્રાફિક ની ભાગદોડ થી કાંટાળી ને વિરામ લેવાનો નો ચાલુ કર્યો હતો. ચોકીદારો ની નોકરી ચાલુ થઈ ગઈ હતી. ચા ની કીટલી પર છૂટક ભીડ દેખાતી હતી. જેમ આકાશ માં તારા પથરાયેલા હોય એમ શહેર ની ધરતી પર પણ કુત્રિમ પ્રકાશ ચમકી રહ્યો હતો. આ બધા વચ્ચે રેડિયો એક એવી વસ્તુ હતી જે હજું એજ ગતિ થી દોડી રહી હતી. એજ frequency એજ ગીતો એજ જોશ. ત્યાં કોઈ એક FM પર Rj એ બોલવાનું શરૂ કર્યું.

Rj: આજે આપણી જોડે આપણા એક મિત્ર પોતાની life નો એક પ્રશ્ન લઈ ને આવી ચુક્યા છે. અને સવાલ છે, "હું મારી GF જોડે breakup કરવા માગું છું પણ એને દુઃખ પોહચાડવા નથી માંગતો. તો હું બ્રેકઅપ કઈ રીતે કરું?"

વાહ!! શુ સવાલ છે. વાત સાચી છે, "I love you." કેહવા જેટલું જ અઘરું છે, "I don't love you" કહેવું. કારણકે સામે વાળી વ્યક્તિ ને તમે એક સમયે પ્રેમ કરતા હતા અને હવે નથી કરતા, અઘરું છે કહેવું પણ ના-મુનકીન નથી.
અને એમાં તમારી મદદ કરશે તમારો આ RJ મિત્ર. તો volume વધારી લો અને કાગળ પેન કાઢી લો કારણકે આજે હું આપવાનો છું tips : to do a breakup in perfect and respectfull way.

See, breakup કરવું એ હાથી ને મારવા જેવું complex કામ છે. જુના જમાનામાં આદિવાસીઓ હાથી ને મારતાં હતાં એવું. એટલે પેહલા તો તમે હાથી ને જુવો અટલે જેટલા બને એટલા ready થઈ જવાનું કે breakup તો કારવાનુ જ છે, ગાંડો થયેલો relationship નો હાથી તમને રગડોળે એ પહેલાં તમે તૈયાર થઈ જાવ.
પછી એ હાથી ની સામે થાવ face to face.. sms અને call પાછળ છુપાઈ ને તમે હાથી ને નહીં મારી શકો, you have to kill it in personal meeting. પણ એ માટે હાથી ને એના ઝુંડ થી અલગ કરી ને personal જગ્યા એ લઈ જવું પડશે. Some lonely place, એકલતા માં, public embarrassment થી બચવા. હવે પહેલો વાર તમારો જ હોવો જોઈએ. બીજું કોઈ એને જઈ ને કહેશે કે તમે break up કરવાના છો તો બની શકે, તમને વધુ નુકશાન થાય. એ બાદ એમને કહીદો clearly about your feeling. That you want to kill, તમે એ હાથી ને મારવા માંગો છો, breakup કરવા માંગો છો.
then give reason to killing or break up કે તમને કેવી રીતે આ relationship નો ગાંડો હાથી નુકશાન કરી રહ્યો છે. પણ blame game થી બચો, ભૂલ તમારી પણ હશે એને accept કરો. અને સમજાવો એમને કે આ killing / break up થી એમને પણ શું ફાયદો છે. Nature માં balance બની રેહવું જોઈએ. Give respect to dead body. મૃતદેહને માન આપો. કામ પતી ગયું એટલે હાથી ના દાંત લઈને ભાગી જતા નહીં થોડો સમય ઉભા રહેજો, કદાચ એમને છેલ્લે કંઈક કેહવું હોય. બેસણાં માં આંસુ જરૂરી હોય જ છે. એટલે પહેલે થી નક્કી કરી નાખો કે તમે કેવા શબ્દો ના હથિયાર વાપરશો. બે - ત્રણ વાર breakup speech ની practice કરી લો. પણ એ meeting માં પોતાને emotional થવા દેવાના નહીં અને please don't do breakup sex.
That's stupidity. એ તો ગાંડપણ છે. આ meeting પછી એમને space આપો તમે એમના ના ખભો બની શકો છો, ના મિત્ર. એમના ભાગે આવેલા relationship ના મડદા ને માટે એમને જ ખભો શોધવાદો. પણ એમના માટે intention સારા રાખો. future (ભવિષ્ય) માં એમની success (સફળતા) માં જલસો નહીં, છો એમને તમને દુઃખી કર્યા હોય. પણ એ બધા કરતા પેહલા નક્કી કરીલો કે આ હાથી ગાંડો જ છે ને?? કારણકે એક વાર relationship તોડ્યા પછી જોડવી બહુ અઘરી છે.You have to be sure, તમે તમારા નિર્ણય પર અડગ હોવા જોઈએ કે તમને આ relationship નથી જ જોઈતો.
So first think, before act. પેહલા શાંતિ થી વિચારો પછી પગલું ભરો. અને આ જ advice હતી મારા તરફ થી... તમને... ( રેડિયો નો અવાજ ધીરો થતો ગયો અને એક છોકરો Boy) પોતાના રૂમમાં એકલો બેસી કોઈક વિચારો માં ખોવાઈ ગયો.)

બીજા દિવસ ની સવાર. શિયાળા નો સમય હતો. હજુ થોડી ઠંડી હતી. આપણો boy એક બેન્ચ પર પાર્ક માં એક ખૂણો પકડી ને બેઠો હતો. એના થી દુર લોકો નો કોલાહલ હતો પણ એ બેન્ચ પાસે એક શાંતિ હતી વાતાવરણ માં, જાણે કોઈક મરી ગયું હોય કે મારવાની તૈયારી હતી????

Boy:

મેં કાલે આખી રાત વિચાર્યુ, કે મારે તને શું કહેવું.

(Boy એ નિસાસો નાખ્યો. એક ડૂમો ગળે ઉતાર્યો. બાજુ માં બેન્ચ પર ના જોતા દૂર કંઈક જોવા લાગ્યો..જાણે કોઈક થી નજરો છુપાવતો હોય.)

હું ઇચ્છતો હતો કે શાંતિ થી વાત થાય એટલે જ મેં તને અહીં બોલાવી. અહીં બધા થઈ દૂર જ્યાં આપણે પેહલી વાર મળ્યા હતાં. હું ઇચ્છતો હતો કે બધું ત્યાંજ પૂરું થાય જ્યાં થી શરૂ થયું હતું. હા, તે સાચું સાંભળયું, પૂરું થાય. ચોંકી ના જઈશ. આપણે ઘણાં દિવસો થી વાત નથી કરી રહ્યાં. તું કામ માં અને family માં busy રહે છે અને મને લાગે છે કે તું મને ignore કરે છે.... હા, મને ખબર છે... તું ignore નથી કરતી પણ, that's what i feel... (મને તો એવું જ લાગ્યા કરે છે)... In a relationship but alone. (સબંધ માં પણ સાવ એકલો) મને મળવું ગમે, હાથમાં હાથ નાખી ને ફરવું ગમે, મને ગમતાં વ્યક્તિ જોડે time spend કરવું ગમે.. મને ખબર છે હું emotional થઇ ને વાત કરી રહ્યો છું, પણ મને આજ જોઈએ છે મારા patner જોડે. અને એમાં તારી કોઈ ભૂલ નથી. તેં પણ બહુ try કર્યું આ relationship ને આગળ વધારવા નું, પણ નથી થઈ રહ્યું... અને એટલે જ હું વિચારું છું કે.. આપણે... breakup કરી લેવું જોઈએ.. Please, રડ ના .... આપણાં બેવ માટે આ સારું છે. તું પણ તારા career પર focus કરી શકીશ અનેં હું પણ. તું કોઈ Mr. Robot શોધી લે જે અને હું કોઈ Ms. નાજુક કળી. It's best for our future.. આપણાં ભવિષ્ય માટે આજ સારું રહેશે.. બસ મારે એટલું જ કેહવું હતું.... તારે કંઈક કેહવું હોય તો... please ગુસ્સો ના કરીશ...


Wait! આ છેલ્લી line કેહવી જોઈએ??? ના, યાર નહી સારી લાગે...

Boy બાજુ માં જુએ છે.. કોઈ બેઠું નથી બાંકડો ખાલી છે. Breakup સ્પીચ નું rehersal, boy માટે સારું ગયું. છેલ્લે લોચો પડ્યો. એણે ફરી પોતાની જોડે વાત કરવાની શરુ કરી..

ના, યારર... ગુસ્સા વાળી line નહીં સારી લાગે...

(Girl એકદમ થી ત્યાં આવે છે, ઉતાવળ માં, જાણે જેમ તેમ આવી હોય.)

Girl:
શુ નહિં સારું લાગે?

(Boy ઉભો થઇ જાય છે. અને girl ને મળવા, ભેટવા આગળ આવે છે. Girl એની બાજુ માંથી પસાર થઈ એ બાંકડા પર એ જગ્યાએ બેસી જાય છે જ્યાં. પેહલા boy બેઠો હતો. )

Boy: અ.... તું આ બાજુ નહિ... આ બાજુ બેસને...
Girl: કેમ?
Boy: (થોડો ઘુચવાઇ જઈ ને.)
કારણકે, એ મારી જગ્યા છે... મેં એવું વિચાર્યું તું કે ... તું ત્યાં બેસીશ અને હું અહી..


Girl: (confused)
શું??? Okay. Fine. લે.. બેસ તારી જગ્યાએ...( એ બાંકડા ની બીજી બાજુ ખસી જાય છે.)
Boy: (બેસે છે.)
હા, હવે બરાબર છે.
(અને girl તરફ જુએ છે.)
Hy

Girl: hy??? બોલ, શું કામ બોલાવી છે તે મને આટલી દૂર, આટલી સવારે, એ પણ અહીંયા...

Boy: (ગળું ખનખેરે છે.)
હા, એટલે એમાં એવું છે કે મારે તને કંઈક કેહવું છે...

Girl: (boy ને વાક્યની વચ્ચે જ રોકી ને)
Wait!! તું તારી વાત પછી કર જે.. પેહલા.. let me kill the elephant in the room.

Boy: (ચોંકી ને)
Killing elephant in the room???

Girl:
yes. તને ખબર નથી પડતી કે આપણે આટલા time થી નથી મળી રહ્યાં ..
Boy: હા....

Girl:yes કારણકે હું તને signal આપી રહી છું...

Boy: (confused)
શેનું signal???

Girl: હું ignore કરું છું તને કે તને ખબર પડી જાય કે મારા માટે આપણું breakup થઈ ચૂક્યું છે.....

Boy : આપણું breakup થઈ ચૂક્યું છે??

Girl: હા.

Boy: ક્યારે???

Girl: something, 2 મહિના પહેલા.

Boy: what??? આપણું break up થઈ ગયું છે અને મને જ ખબર નથી....???

Girl: ya last time, જયારે આપણે તારા room એ મળ્યાં હતાં??? અને આપણે જોડે રાત વિતાવી હતી...બસ એ પહેલાં થી, મને ખબર હતી કે આ last night છે તારી જોડે.... મેં તને કીધું પણ હતું કે આજે રાતે મને એવી રીતે પ્રેમ કર જાણે આ દુનિયા ની છેલ્લી રાત હોય.

Boy: (ચોંકી ને) દુનિયાની છેલ્લી રાત કીધી હતી, relationship ની છેલ્લી રાત નહીં... તારે મને કેહવું તો જોઈએ ને કે તારે break up કરવું છે..

Girl (ગુસ્સે થઈ જાય છે):
હું તને કેમ કહું?? તારે સમજી જવાનું હોય ને. દૂધ પીતો બચ્ચો થોડી છું તું???

Boy: પણ at least તારે મને clarify (ચોખવટ) તો કરવી જોઈએ ને..

Girl: (વધુ ગુસ્સે થઈ જઇ.)
એટલે હવે મારે મારી life ના decisions (નિર્ણય) લેતા પહેલા તને clarification આપવાનુ?? તને મારે બધી ચોખવટ કરવાની?? તને સફાઈ આપવાની??? તને clarify (ચોખવટ) કેમ કરું હું?? કોણ છું તું??

Boy: કોણ છું હું ??? આપણે relationship માં હતાં..

Girl: હતાં ને??? Past tense. ભૂત કાલ.. મારે આજે તને કશું કહેવાની જરૂર નથી. 6 મહિના ની relationship હતી જે 2 મહિના પહેલા પતી ગઈ....

Boy: અરે પણ break up કેમ???

Girl: અરે બધો તારો જ વાંક હતો.

Boy: મારો???

Girl: yes. You are the emotional one (તું સંવેદનશીલ છે), હું નહીં.. તને કોઈક ની જરૂર હોય છે મને નહીં. Yes, માન્યું મેં જ તને propose કર્યું હતું પણ એ time એ crush (આકર્ષણ) હતું હવે તને ઓળખ્યા પછી નથી. અને તારી worst (સૌથી ખરાબ) વસ્તુ: saulty french fries કોણ મંગાવે યારર.. મસાલા same price માં આવે છે..

Boy: તું break up saulty frech fries ના લીધે કરી રહી છું???

(તેમની પાછળથી એક નાનો છોકરો - small boy પ્રવેશે છે.)

Small boy: દીદી, હજુ કેટલી વાર. Breakup કરતા આટલી વાર કોણ લગાડે??? અને તમારું તો 2 મહિના પહેલા થી.... over છે ને..

Boy: wait. આને પણ ખબર છે કે 2 મહિના થી over છે....???

Girl: (એના ભાઈ ને.) ભાઈ, બે મિનિટ. હું આવી તું જા.
( Boy ને) હા, એને ખબર છે અને આપણાં બધા common friends ને પણ...

Boy: what??? (શું???) અને મને જ આજે ખબર પડે છે???

Girl: see (જોયું?) હું એટલે જ તને નોહતી face કરવા માંગતી, તું પોતાનું જ ચલાયા કરીશ, મને ખબર હતી. હું તો આજે આવાની પણ નોહતી. Sms અથવા call પર જ discuss (ચર્ચા) કરી લેવાનું વિચારતી હતી... પછી મને તારા પર દયા આવી....

Boy: મારા પર દયા આવી??? તને બે મહિના થી બધું... confusion clear (ગેરસમજ દૂર) કરવાનું ના ખબર પડી???

Girl: શેનું confusion??? It is as simple as killing an elephant in the room, ( રૂમ માં રહેલ હાથી ને મારી નાખવા જેવું સરળ તો છે બધું) બંદૂક લો , આટલો મોટો હાથી સામે ઉભો છે એના મોટા કપાળ પર નિશાન ટાંકો અને ભુમમમમમમમ!!! As simple as that. (સાવ સરળ) Keep it simple, silly. (બધું સરળ રાખ, પાગલ) Killing the elephant. (હાથી ને મારવા જેટલું સરળ)

Boy: killing the elephant....??? (હાથી ને મારવા જેટલું સરળ??) (ચોંકી ને ક્યાંક ખોવાઈ જાય છે. વિચારો માં)

Girl: okay હું જાઉં,we will be in touch (આપણે ફરી મળીશું) As a friend. (મિત્રો ની જેમ.) Break up ના લીધે mood off હોય તો call કર જે i will help. Okay. Bye. મારે જવું છે, film જોવા અડધા કલાક માં show છે. Bye. અને હા.... ખોટું ના લગાડતો, future કોણે જોયું છે?? બની શકે આપણે ફરી એક થઈ જઈએ. !!! Hope is there.!! (હજુ આશા છે.) Bye.

(Girl, boy ને ગળેમળે છે અને જતી રહે છે..)

Boy: (હજુ વિચારો માં) killing the elephant??? (હાથી ને મારવો.. ???)

(ત્યાં જ એક ઉંચો હાથી Boy ની બાજુ માં આવી ઉભો રહી જાય છે. હાથી પોતાની સૂંઢ ને boy ના ખભા પર મૂકે છે. Boy હાથી ને જુએ છે.)

Boy: killing the elephant. (હાથી ને મારવો.) ( પોતાના હાથ ની બે આંગળીઓ વાળી ને બંદૂક બનાવે છે. હાથી તરફ એને ટાંકે છે.. પછી એજ હાથ ની બનાવેલી બંદૂક નું નિશાન પોતની છાતી પર દિલ તરફ કરે છે.)

Boy: booom!!! (નકલી ગોળી નો અવાજ)

Boy: killing the elephant.

########## The End ###########


Keep it simple, silly.
Kill the elephant.
Before it kills you.

(બધું સરળ રાખો.
હાથી ને મારવા જેટલું સરળ.
એ તમને મારે એ પહેલાં તમે એને મારી નાખો.)
*************
દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.

Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.