સાક્ષી ઘણી આતુરતાથી રાહુલને જોઈ રહી હતી ... એટલા માં રાહુલે એના આંખ પર પટ્ટી બાંધી અને એના કાર માં બેસાડી ક્યાંક લઇ ગયો સાક્ષી સતત પૂછતી રહી પણ એના મોહક ચેહરો હવે ગિફ્ટ માટે તડપી રહ્યો હતો ...
રાહુલે કાર ઉભી રાખી અને સાક્ષીને કાર માંથી બહાર ઉતારી .. પછી હળવાશથી રાહુલે સાક્ષીના આંખ પરથી પટ્ટી ઉતારી એના હાથ પકડી આંખ ખોલવા માટે કહ્યું ..
સાક્ષીએ એકદમ હળવાશથી આંખો ખોલી ,જોયું તો એ બન્ને કોલેજના ગાર્ડનમાં હતા ....
રાહુલ એકદમ ઉત્સાહથી ' સાક્ષી તને યાદ આવ્યું .. આજ થી ત્રણ વર્ષ પહેલાં આપણે બન્ને આજ દિવસે આજ તારીખે આટલા જ વાગ્યે પ્રથમવાર ભેગા થયા હતા ..
સાક્ષી તારુએ યેલૉ રંગના ડ્રેસ માં તું ખૂબ જ સરસ દેખાતી હતી ..
હું તો તારો ત્યાં જ દીવાનો થઇ ગયો હતો ..તારા આંખ ની કાજલ , તારા હોઠની લીપસ્ટિક ખૂબ જ શોભતી હતી અને ઉપરથી તારા કાળા ઘના વાળ .. મારુ મન મોહી લીધેલું ...
સાક્ષી થોડી લાલચોળ થઇ ગઈ અને રાહુલને થોડા ઉંચા અવાજે કહ્યું "તો પછી કેમ મને આ રીતે ડરાવી તને ખબર છે મકરો શ્વાસ છૂટો પડી ગયો હતો તારે સીધી રીતે બોલવું જોઈએ ને ......અને."
રાહુલ એની વાત ને કાપતા "અચ્છા જી!! એક તો કંજુસાઈ થી કોલ ઊંચકે અને મેસેજ તો છેલ્લે તે ક્યારે કરેલો યાદ છે ????
પાછી ડોળ મને કેહવા આવી કે સીધી રીતે બોલવું જોઈએ ને ....
સાક્ષી હસતા હસતા : હા તો તે કામ જ સરસ કર્યા તે ..
અચાનક સાક્ષી ના આંખમાંથી ભીની થઇ ગઇ એને ભીના અવાજે :રાહુલ તું કેમ મારા ધીરજની આટલી પ્રતીક્ષાલે છે , મારા થી નહીં રેવશે તારા વગર તું કેમ સમજી ને નાસમજ બને છે રાહુલ..
આપણો પ્રેમ તો એકબીજા ના સપના સાર્થક કરવાની સીડી છે , પણ આ પ્રેમ ને ક્યારે તો નામ આપવા પડશે ને ખબર છે ને મારા ઘરેથી રોજ મમ્મી કઈ ને કઈ બહાને લગન ની વાત કાઢે જ છે હવે મારા બહાના પણ ખૂટી પડ્યા છે અને તું ......
સાક્ષી ની ઘણી બધી ફરિયાદ હતી ...અને એવા માં રાહુલે સંતાઈને જવાબ આપે છે..
"સાક્ષી મને નોકરી મળી ગઈ છે "
તારી પ્રતિક્ષાની ક્ષણ હવે જલ્દી પુરી થશે ..હવે આપણે બે એક થતા કોઈ ના રોકશે ..
સાક્ષી ખૂબ જ ઉત્સાહ - સાચે રાહુલ તું સાચું બોલે છે ને ..
રાહુલ જવાબ આપતા .- હા સાક્ષી સાચે પણ સાક્ષી...... રાહુલ થોડા અચકાતા ... સાક્ષી ને કહે છે
સાક્ષી પ્રશ્ન પૂછતાં - શુ 'પણ' રાહુલ ..????
રાહુલ સહજતાથી સાક્ષીને જવાબ આપતા - સાક્ષી મને જોબ તો મળી ગઈ છે પરંતુ ત્યાં જવા પહેલા મારે ટ્રેનીંગ માટે આઉટ ઓફ ઇન્ડિયા જવા પડશે . એ પણ 6 મહિના માટે .... - રાહુલ થોડા ભીનાશ ભર્યા અવાજ માં સાક્ષીને કહે છે .
સાક્ષી થોડી ક્ષણ માટે ચૂપ થઈ જાય છે અને પછી રાહુલને પ્રેમભર્યા અવાજમાં કહે છે - રાહુલ આપણે શું નક્કી કરેલું ભૂલી ગયો તું ..? શુ આપણે કેવળ એકબીજા ને પામવા માટે આટલો સંઘર્ષ કરીએ છે ? એવું નથી આપણે એકબીજાના સપના સાકાર કરનાર સીડી બનશું નહીં કે બાધા રૂપ ખાડો .....
અને તું વધારે ના વિચારીશ આટલી તો પ્રતીક્ષા કરાવી જ છે હજી 6 મહિના નવા બહાના શોધશું બીજું શું !! સાક્ષી મસ્તી અને પ્રેમભર્યા લાગણીથી રાહુલ ને કહે છે ..
આમ સાક્ષી અને રાહુલ હવે એક થવાના ખૂબ જ નજીક છે .. એમનો અનહદ પ્રેમ એકબીજા પ્રત્યેની લાગણી એ શબ્દમાં ક્યારે વર્ણન ના કરી શકાય ..