Kyarek to madishu - 14 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | ક્યારેક તો મળીશું - ભાગ ૧૪

Featured Books
Categories
Share

ક્યારેક તો મળીશું - ભાગ ૧૪

મૌસમ રિક્ષામાં બેસે છે. મૌસમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. "મલ્હાર મારા વિશે આવું વિચારી જ કેવી રીતે શકે. હું અને પ્રથમ માત્ર મિત્રો છીએ. હું પ્રથમ વિશે આવું વિચારી પણ નહિ શકું. હું તો તને ચાહું છું મલ્હાર તો તે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું અને પ્રથમ...." આવું વિચારતા વિચારતા મૌસમ ઘરે પહોંચી ગઈ.

રાતે સવા આઠ વાગ્યે મૌસમ પર પ્રથમનો ફોન આવે છે.

પ્રથમ:- "હેલો મૌસમ..."

મૌસમ:- "હેલો પ્રથમ..."

પ્રથમ:- "મૌસમ આવતીકાલે સાડા આઠ વાગે તૈયાર રહેજે. વડોદરા જવાનું છે. એક નાનકડો ફેશન શો છે. કદાચ રાત ત્યાં જ રોકાવાનું થશે."

મૌસમ:- "ઑકે પ્રથમ..."

પ્રથમ:- "Bye..."

મૌસમ:- "Bye પ્રથમ..."

રાઘવ અને સોહમ ક્લબમાં બેઠા હતા.

રાઘવ થોડો ગુસ્સામાં હતો. મૌસમે નહિ મારેલી થપ્પડ રાઘવને બેચેન કરી રહી હતી.

રાઘવ:- "હું મૌસમને તો છોડીશ નહિં. મૌસમની બહેનને હું એટલું દુ:ખ આપીશ કે મૌસમ અંદરથી તૂટી જશે."

મૌસમે એક જોડી કપડા લઈ લીધા.

સવારે મૌસમના ઘરે એક કાર ઉભી રહે છે અને હોર્ન વગાડે છે.

મૌસમ ભારતીબહેનને કહે છે "મમ્મી હું જાઉં છું. પ્રથમ આવી ગયો છે."

ભારતીબહેન:- "સારું સંભાળીને જજે. અને રસ્તે કંઈક ખાઈ લેજે."

મૌસમ નીચે જોઈને ઝડપથી ચાલતી આવે છે અને કારમાં બેસે છે. કારમાં બેસતા જ "Good morning પ્રથમ" કહીને જોય છે તો કારમાં તો ફક્ત મલ્હાર જ હતો.

મૌસમ:- "પ્રથમસર નથી આવ્યા?"

મલ્હાર:- "જરૂરી નથી કે પ્રથમ જ આવે હું પણ તો આવી શકું ને?"

મલ્હાર કાર સ્ટાર્ટ કરે છે.

ખાસ્સુ અંતર કાપ્યા પછી એક રેસ્ટોરન્ટ આવે છે.
બોટલમાનુ પાણી પણ પૂરું થઈ ગયું હતું. મલ્હારને પાણી પીવું હતું.

મલ્હાર:- "રેસ્ટોરન્ટ છે. કંઈક ખાઈ લઈએ."

મૌસમ:- "ઑકે..."

મૌસમ કારમાંથી ઉતરે છે. ફરી મૌસમની ઓઢણી કારમાં ફસાઈ જાય છે. મૌસમ કાઢવાની કોશિશ કરે છે પણ નીકળતી નથી.

મલ્હાર તો દરવાજો ખોલી ચાલવા લાગ્યો હતો. મલ્હારને એમજ કે મૌસમ પાછળ જ આવતી હશે.
મલ્હારે પાછળ ફરી જોયું તો મૌસમ દુપટ્ટો કાઢવામાં જ વ્યસ્ત હતી.

મલ્હાર:- "ઑહ God શું કરું આ છોકરીનું."

મલ્હાર મૌસમ પાસે જાય છે.

મૌસમ:- "સર પ્લીઝ હેલ્પ કરો."

મલ્હાર મૌસમની એકદમ નજીક જઈ દુપટ્ટો કાઢ્યો.

દુપટ્ટો કાઢતા કાઢતા બંન્નેને જુની વાત યાદ આવી ગઈ અને બંન્નેના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

મૌસમ અને મલ્હારે નાસ્તો કર્યો.

રેસ્ટોરન્ટમાંથી નીકળ્યા. મૌસમ કારમાં બેસી ગઈ.

થોડે જતા મલ્હાર Song ચાલું કરે છે.

हम तुम से ना कुछ कह पाए
तुम हम से ना कुछ कह पाए
लगता है डर ये
बात ये दिल की
दिल में ना रह जाए

हम तुम से ना कुछ कह पाए
तुम हम से ना कुछ कह पाए
तुम सुनो गौर से क्या कह रहा है समां
हमनशी छेड़ दो चाहत भरी दास्तां
कितने दिनों तक कुछ ना बताएं तुम हम को तड़पाए
हम तुम से ना कुछ कह पाए
तुम हम से ना कुछ कह पाए

થોડીવાર પછી મલ્હાર ગાડી ઉભી રખાડે છે.

મલ્હાર:- " લાગે છે કંઈક પ્રોબ્લેમ થયો છે. એકવાર હું જોઈ લઉં. એક મિનીટ હું હમણા આવ્યો."

એટલામાં જ મલ્હારના ફોનની રીંગ વાગે છે. મલ્હાર તો નહોતો કારમાં એટલે મૌસમ ફોન રિસીવ કરે છે.

મૌસમ:- "હેલો..."

તન્વી:- "Hi મૌસમ...તો આ વખતે તું છે મલ્હાર સાથે. Don't Worry રાતના મલ્હાર તને હોટલ પર તો લઈ જશે પણ તારી સાથે કંઈ કરશે નહિ. જુની આદત છે એની...યુવતીઓને આવી રીતે બહાર લઈ જવાની."

તન્વી ફોન કટ કરે છે અને વડોદરાની હોટલ પર ફોન કરી મેનેજર સાથે કંઈક વાત કરે છે.

મલ્હાર અને મૌસમ હોટલ પહોંચે છે.
મલ્હાર અને મૌસમ કામ કરવામાં ખૂબ બિઝી થઈ જાય છે.

મલ્હાર:- "હોટલનો એક જ રૂમ છે. આપણે એક જ રૂમ શેર કરવો પડશે."

મૌસમને તન્વીની વાત યાદ આવી ગઈ કે મલ્હારની જુની આદત છે યુવતીઓને આવી રીતે બહાર લઈ જવાની.

"સર મને ખબર હતી કે તમે આવી જ કોઈ ચીપ હરકત કરશો. તમારી તો આદત છે ને યુવતીઓને આવી રીતે બહાર કોઈ હોટલમાં લાવવાની. તમે ઈચ્છતે તો પહેલેથી જ રૂમ બુક કરાવી શકતે. પણ ના તમારે તો મને અહીં લાવવું હતું ને. એક જ રૂમ શેર કરવો હતો...રાઈટ?" આટલું કહી મૌસમ બહાર જતી રહે છે અને નીચે જઈ સોફા પર બેસે છે.

એક ફેમિલી રૂમ માટે હોટલના મેનેજર સાથે વાત કરી રહી હતી.

મેનેજર:- "સૉરી સર અહીં કોઈ રૂમ ખાલી નથી. અહીં રેગ્યુલર આવતા અમારા ખાસ માણસ મલ્હાર શાહએ તો ગઈકાલે જ બે રૂમ બુક કરવા માટે કહ્યું હતું પણ એક જ રૂમ અવેલેબલ હતો."

મૌસમે આ વાત સાંભળી. મૌસમ મનમાં જ કહે છે "મે આ શું કર્યું? મલ્હારને મે ન સંભળાવવાનું સંભળાવી દીધું."

મૌસમ રૂમમાં ગઈ. "મૌસમ તું અહીં રૂમમાં સૂઈ જજે. હું બહાર કારમાં સૂઈ જઈશ." આટલું કહી મલ્હાર નીચે જતો રહ્યો.

મૌસમ પણ મલ્હારની પાછળ પાછળ જાય છે.

મૌસમ:- "સર તમારે કારમાં સૂવાની જરૂર નથી."

"It's ok મૌસમ... હું અહીં કારમાં જ સૂઈ જઈશ." એમ કહી મલ્હાર કારમાં જતો રહ્યો.

મૌસમ ત્યાં જ ઉભી હતી.

મલ્હાર:- "અહીં ઉભી રહી શું કરે છે? રૂમમાં જા."

મૌસમ અદબ વાળી બોલે છે "સર જ્યાં સુધી તમે રૂમમાં નહિ આવો ત્યાં સુધી હું અહીં જ ઉભી રહીશ."

મલ્હાર કારમાંથી ઉતરે છે અને બોલે છે "સારું ચાલ તો જઈએ."

મલ્હાર અને મૌસમ રૂમ તરફ જાય છે.

મૌસમને પોતાના વર્તનને લઈ આશ્ચર્ય થયું.
"મૌસમ આ શું હતું. મલ્હાર સામે જીદ કરી.
મૌસમ શું થઈ રહ્યું છે તને."

બીજા દિવસે તન્વી આવે છે. રિસેપ્શનિસ્ટને કહે છે "મારી Keys..."

રિસેપ્શનિસ્ટ:- "આ રહી મેડમ."

તન્વી:- "મલ્હાર શાહનો રૂમ ક્યો છે?"

રિસેપ્શનિસ્ટ:- "રૂમ નં ૧૧૦"

મૌસમ અને મલ્હાર દરવાજાનો રૂમ ખોલે છે તો સામે જ તન્વી ઉભી હોય છે.

તન્વી:- "ઑ Hi મલ્હાર...Hi મૌસમ..

મલ્હાર:- "hi તન્વી..."

તન્વી:- "તમે બંન્ને એક જ રૂમમાં."

મલ્હાર:- "એક જ રૂમ અવેલેબલ હતો એટલે એક જ રૂમમાં રહેવું પડ્યું."

તન્વી:- "પણ એક રૂમ તો ખાલી હતો. મને રિસેપ્શનિસ્ટે ચાવી આપી. અરે મલ્હાર આ તો એ જ રૂમ છે જ્યાં આપણે ગયા વખતે રોકાયા હતા."

મૌસમ:- "સર હું નીચે તમારી રાહ જોઉં છું."

મલ્હાર:- "તન્વી આપણે ગયે વખતે રોકાયા હતા એ વાત સાચી પણ આપણે ફેમિલી સાથે આવ્યા હતા. તારે મૌસમ સામે કહેવાની શું જરૂર હતી. હવે એ મારા વિશે શું વિચારતી હશે?"

તન્વી:- "શું ફરક પડે છે. એ જે વિચારે તે આપણે શું?"

મલ્હાર:- "હું નીકળું છું. Bye.."

તન્વી:- "ઑકે bye..."

મલ્હાર મૌસમને ઘરે મૂકી આવે છે.

મલ્હાર કાર ચલાવતા ચલાવતા વિચારે છે "મૌસમ તું કેમ સમજતી નથી કે હું તને પસંદ કરું છું. હું તને ચાહવા લાગ્યો છું મૌસમ."

મૌસમ ઘરે જઈને વિચારે છે "મારી પ્રોબ્લેમ શું છે? હું કેમ દર વખતે મલ્હાર‌ વિશે ગેરસમજ કરું છું. મેં તન્વીની વાત પર વિશ્વાસ કરી લીધો અને મલ્હાર વિશે ખબર નહિ શું વિચારવા લાગી. ભૂલ મારી છે કે મેં તન્વીની વાત પર વિશ્વાસ કર્યો ને મલ્હારને ન સંભળાવવા જેવું સંભળાવી દીધું."

મૌસમ જમીને ડાયરી લખે છે.

"કોણ જાણે શું કામ સાગરની શોધમાં ફરતી હશે આ નદીઓ...? પાણીને પાણીની એવી તે કેવી તરસ?
મારી તરસ અધૂરી છે...આ દિલમાં તારી તરસ છે.
તરસ તારી ચાહતની છે. તારા વિના અધૂરી છે કહાની મારી...ક્યારેક તો આવશે ને એ સમય...ક્યારેક તો મળીશું ને આપણે...અને તું જો મળી જશે તો જીવન જીવવાનો આનંદ પણ અનેરો થઈ જશે."

બીજા દિવસે મૌસમ ઑફિસ પહોંચે છે. મૌસમ અને મલ્હાર વચ્ચે રોજની જેમ કામની સામાન્ય વાતચીત થાય છે.

બપોરે પ્રક્ષેશ આવે છે. અને પ્રક્ષેશ અમુક લોકોને પોતાની પાર્ટી માં ઈન્વાઈટ કરે છે.

પ્રક્ષેશ:- "મૌસમ તારે પણ આજે સાંજે પાર્ટીમાં આવવાનું છે. તુ ઈચ્છે તો તારી બહેનોને લઈ આવી શકે."

મૌસમ:- "ઑકે."

મૌસમ ઘરે જઈ મલ્હારને એક લેટર લખે છે.

"શું લખું...શું કહું તને...કંઈ સમજાતું નથી...મારા જીવનનો પહેલો એ વ્યક્તિ જેની સાથે કોઈ જ મૂંઝવણ વગર હું વાત કરી શકું એ વ્યક્તિ એટલે તું...તું એટલે એ અહેસાસ જે સાથે હોય ત્યારે આખી દુનિયા મારી સાથે હોવા ના હોવાથી મને કંઈ જ ફરક ના પડે...મારા સપનાનો રાજકુમાર એટલે તું..."

સાંજે બધા પાર્ટી માં ડાન્સ કરી રહ્યા હતા.
મૌસમ પંક્તિ ને લઈને પાર્ટીમાં આવે છે.

પંક્તિ:- "Didu હું ડાન્સ કરવા જાઉં છું. આ જેકેટ તમારી પાસે રાખો."

મૌસમ:- "પંક્તિ જેકેટ શું કરવા કાઢે છે? પહેરી રાખ."

પંક્તિ:- "જેકેટ પહેરીને ડાન્સ કરવામાં મજા નહિ આવે."

પોતાના પ્રેમનો ઈઝહાર કરતો એ લેટર મૌસમ પર્સમાંથી કાઢે છે અને એક વેઈટરને બોલાવે છે અને વેઈટર દ્રારા એ લેટર મલ્હાર પાસે મોકલાવે છે. મલ્હાર અને પ્રથમ તો પાર્ટી એન્જોય કરી રહ્યા હતા. ડાન્સ કરતો રાઘવ મૌસમે મોકલેલા વેઈટર પર નજર રાખે છે. રાઘવ ડાન્સ પાર્ટીમાંથી માંથી ધીમેથી નીકળી જાય છે અને વેઈટરને પોતાની બોટલમાં ઉતારે છે. મૌસમે આપેલો લેટર રાઘવ વાંચે છે.
મૌસમની નજરોથી ચૂકી મલ્હાર એ વેઈટર સાથે વાત કરે છે. થોડા રૂપિયા આપે છે અને મૌસમે આપેલો લેટર પ્રથમને આપવા કહે છે. મૌસમ વેઈટરને જોય છે તો એ મલ્હારને કંઈક આપી રહ્યો હતો. મૌસમને એમ કે વેઈટરે એ લેટર આપી દીધો. મૌસમ વેઈટર પરથી નજર હટાવી કાશ્મીરા સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ જાય છે. વેઈટર એ લેટર પ્રથમને આપી દે છે. પ્રથમને એમ કે હશે કોઈ લેટર એમ વિચારી પોતાના જેકેટના ખિસ્સામાં મૂકી દે છે.

પછી એ વેઈટર રાઘવ પાસે જાય છે અને કહે છે "તમે કહ્યું હતું તે પ્રમાણે જ કર્યું."

રાઘવ મનમાં જ કહે છે "તને શું લાગ્યું મૌસમ હું તને મારા ઘરમાં અને મારા ભાઈની લાઈફમાં આવવા દઈશ...ક્યારેય નહીં...!"

વીકી સોહમને પંક્તિ તરફ ઈશારો કરે છે.
સોહમને મલ્હારભાઈ ખીજવાયા હતા તે યાદ આવે છે.

રાઘવ:- "ઑહ નો આ તો આટલે આવી ગઈ."

વીકી:- "no problem તારો હિસાબ અત્યારે જ પૂરો કરી દઈએ."

સોહમ:- "છોડને યાર આ તો પ્રક્ષેશની પાર્ટી છે અને મલ્હારભાઈને ખબર પડી ગઈ તો? ખબર નહિ શું કરશે."

વીકી:- "just chill....કંઈ નહિ થાય."

પંક્તિ પોતાની રીતે પાર્ટીમાં ડાન્સ કરી રહી હતી.
પંક્તિની પાછળ પ્રક્ષેશ એના ફ્રેન્ડસ સાથે ડાન્સ કરી રહ્યો હતો. ડાન્સ કરતા કરતા પ્રક્ષેશ અને પંક્તિને એકબીજાની હળવી ટક્કર લાગે છે.
બંન્ને પાછળ ફરીને જોય છે. બંન્ને એકબીજાને સ્માઈલ આપે છે અને Hi કહીને પોતપોતાના ફ્રેન્ડસ સાથે ડાન્સ કરવા લાગી જાય છે. થોડીવાર ડાન્સ કરી પ્રક્ષેશ બીજા લોકો સાથે ડાન્સ કરવા જાય છે.

વીકી પંક્તિની પાછળ આવે છે અને પંક્તિને ખ્યાલ ન આવે એ રીતે પાછળના ભાગે ચપ્પુથી કપડા ફાળે છે. અને વીકી તરત જ નજર ચૂકવીને ચપ્પુ ફેકી રાઘવ સાથે ડાન્સ કરે છે.

પંક્તિને ખ્યાલ આવે છે કે એના કપડા ફાટી ગયા છે. પંક્તિ જ્યાં કપડા ફાટ્યા હતા ત્યાં તરત જ જેકેટ પહેરી લે છે. પંક્તિની નજર ચપ્પુ પર જાય છે. એ ચપ્પુ પ્રક્ષેશના પગ પાસે પડ્યો હતો.

પંક્તિ મનમાં વિચારે છે "ઑહ તો પ્રક્ષેશ મારી પાછળ એટલે ડાન્સ કરતો હતો કે એ મારા કપડા ફાળી શકે. પ્રક્ષેશે આવી ચીપ હરકત કરી."

પંક્તિ પ્રક્ષેશ પાસે જાય છે "તારી હિમંત જ કેમ થઈ મારી સાથે આવું કરવાની હા... તું શું સમજે છે પોતાની જાતને?"

પ્રક્ષેશ:- "એ જ મે છું. Any problem?"

પંક્તિ:- "મને ખબર જ હતી કે સોહમ,વીકી,રાઘવ અને તું ચીપ મેન્ટાલિટીવાળા છો."

પ્રક્ષેશ:- "તારી આ ચીપ વાતોનો મતલબ શું છે?"

પંક્તિ:- "તારી હિમંત જ કેમ થઈ ચપ્પુથી મારા ડ્રેસને ફાળવાની."

પ્રક્ષેશ:- "કેવી વાત કરે છે?"

પંક્તિ પ્રક્ષેશના પગ પાસે પડેલા ચપ્પુને હાથમાં લઈ કહે છે "તો આ શું છે? આ ચપ્પુ નું તું કરે છે શું?

પ્રક્ષેશ:- "એક્સક્યુઝમી"

"તને શું લાગ્યું તું ગમે તે કરશે અને તને કોઈ રોકશે નહિં પણ હું તને રોકીશ. તને શું લાગ્યુ કોઈ કંઈ બોલશે નહિ અને કંઈ કહેશે નહિ તો તું બચીને જતો રહેશે. પણ ના હું તને રોકીશ." એમ કહી પંક્તિ થપ્પડ મારવા જાય છે.

પ્રક્ષેશ પંક્તિ નો હાથ પકડી લે છે અને કહે છે "એક છોકરી પર તાકાત અજમાવીને એને પામવામાં હું વિશ્વાસ નથી કરતો પણ જો કોઈ એ તાકાત મારા પર અજમાવે તો એને રોકતા મને આવડે છે."

પ્રક્ષેશ:- "તને શું લાગ્યું મે તારો ડ્રેસ ફાડ્યો છે. તારા દિમાગમાં જે ભર્યું હોય એ જ વિચારે છે. જે મનમાં આવે તે વિચાર. I don't care..આ સમયે તારી સૌથી નજીક હું છું અને હું ધારું તો" આવું સાંભળતા જ પંક્તિ પ્રક્ષેશના પગ પર જોરથી પગ મારવા જાય છે પણ પ્રક્ષેશ પગ પાછળ હટાવી લે છે.

પ્રક્ષેશ:- "એક સલાહ આપું સુંદર અને સ્માર્ટ લોકો એ હોય છે જે પોતાના હાથ પગનો નહિ પણ દિમાગનો ઉપયોગ કરે છે. સુંદર તો તું છે જ...તો થોડું તારા મગજનો પણ ઉપયોગ કર."

સવારે રાઘવ અને એમનું મિત્ર મંડળ કેન્ટીનમાં
ગપ્પા મારી રહ્યા હતા. માહી, પંક્તિ, રાહી,નિશા,અંકિતા, યોગીતા પણ કેન્ટીનમાં નાસ્તો કરવા માટે આવ્યા.

એક સુંદર યુવતી આવે છે અને રાઘવની પાસે જ બેસે છે. માહી એ યુવતીને જોઈ રહે છે. રાઘવે આ વાત નોટીસ કરી.

બપોરે પણ રાઘવ એ યુવતી સાથે ખૂબ હળીભળી ગયો હતો. માહી રાઘવ અને એ યુવતીને પર નજર રાખતી.

સાંજે લેક્ચર પૂરા કરી રાઘવ એ યુવતી સાથે ક્લાસમાંથી બહાર ગયો. માહી વિચારી રહી હતી રાઘવે આજે મારી સામે નજર સુધ્ધાં નથી કરી.

માહી વિચાર કરતી ક્લાસમાં જ હતી.

સોહમ પણ બેગ લઈ જવાની તૈયારીમાં હતો.

સોહમે માહીને જાણી જોઈને બોલાવી " Hey માહી ઘરે જવાનો વિચાર નથી કે શું?"

માહી:- "બસ જવાની તૈયારી."

સોહમ:- "Ok bye."

સોહમ જવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે "માહીએ મને કંઈ પૂછ્યું કેમ નહિ?"

સોહમે ક્લાસની બહાર પગ મૂક્યો કે માહીએ સોહમને બોલાવ્યો. સોહમ ઉભો રહી ગયો. સોહમના ચહેરા પર સ્માઈલ આવી.

સોહમ માહી સામે ફર્યો અને કહ્યું "શું થયું માહી...
નોટ્સ જોઈએ છે?"

માહી:- "હું તને કંઈક પૂછી શકું?"

સોહમ:- "હા બોલ શું કહેવું છે?"

માહી:- "રાઘવ સાથે પેલી યુવતી કોણ હતી?"

સોહમ:- "રિચા નામ છે. એ મારી મિત્ર છે. એકચ્યુઅલી હું એની હેલ્પ કરું છું."

માહી:- "કેવી હેલ્પ?"

સોહમ:- "એ રાઘવને ખૂબ પસંદ કરે છે. I think રિચાના મનમાં રાઘવ માટે લાગણી છે. એટલે રિચાના મનની વાત હું રાઘવને જણાવીશ."

આ સાંભળતા જ માહી વધારે ઉદાસ થઈ ગઈ.

પંક્તિ ત્યાં આવે છે અને માહીને કહે છે "ઘરે નથી જવું કે શું? ક્યારની ગેટ પર તારી રાહ જોઈએ છીએ."

માહી નીકળી જાય છે.

માહીના નીકળતા જ સોહમ પણ રાઘવ પાસે પહોંચે છે. રાઘવ પાર્કિંગ એરિયામાં સોહમની રાહ જોતો ઉભો હોય છે.

સોહમ:- "તારી યોજના સફળ થઈ."

રાઘવ:- "યોજના તો સફળ થવાની જ હતી મે અને રિચાએ એક્ટિગ જ એટલી જોરદાર કરી કે માહીને ઈર્ષા થઈ આવી."

રિચા પાર્કિંગ એરિયામાં આવી.

રિચા:- "મારી પેમેન્ટ જલ્દીથી આપી દે રાઘવ. મારો બોયફ્રેન્ડ રાહ જોતો હશે."

રાઘવ રૂપિયા આપતા કહે છે "જરૂર પડે તો ફરી આ નાટક કરવા બોલાવીશ."

રિચા:- "ઑકે Bye..."

ક્રમશઃ