" પર્યાવરણ - કાવ્ય સંગ્રહ "
પર્યાવરણ.... કાવ્ય સંગ્રહ.. પર્યાવરણ અને તેની સુરક્ષા તેમજ સ્વચ્છતા અભિયાન પરની મારી કવિતાઓ નું કાવ્ય સંગ્રહ અહીં રજુ કરૂં છું જે પસંદ પડશે........... " આ સિમેન્ટ જંગલોમાં ભરાઇ રહેલા આપણે, પ્રકૃતિ ના બન્યાં છીએ દુશ્મન,એક સમય ના પોતીકાં શહેરમાં, બન્યા છીએ અજનબી........ પર્યાવરણ ની સુરક્ષા કરવી આપણી ફરજ છે. સ્વચ્છતા અભિયાન માં સાથ આપવો તેમજ વૃક્ષા રોપણ કરવું.તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન માં સહકાર આપવો જરૂરી છે..... સુુરક્ષા પૃથ્વી કી, અસ્તિત્વ જીવ સૃષ્ટિ કી.........
" કુદરત નું સંગીત "
સૂરજ ના ઉગતા સવાર થાતી,
પક્ષીઓ ના કલરવ થાતાં,
પતંગિયાઓ બગીચામાં ઉડતાં,
ફુલો માંથી મધુરસ પીતા,
માળામાં થી પંખી ઓ જાતાં,
બચ્ચાં ઓ માટે ચણ લાવતાં,
ખીસકોલી ઓનાં કુદાકુદ વચ્ચે,
મંકોડા ઓ પણ બહાર નીકળતાં,
કીડીઓની સાથે હરિફાઈ કરતાં,
કોણ જાણે તેઓ શું કરતાં !,
કુદરત નાં સંગીત માં સાથ આપતાં,
સૃષ્ટિ નો એ ક્રમ જાળવતાં,
દાના પાની શામતક લાવતાં,
ના કોઈ તેઓ યુદ્ધ ખેલતાં,
પર્યાવરણ ને સાથ આપતાં,
બોલો, આપણે આવું કરી શકતાં ?.......
@કૌશિક દવે
" અભિયાન "
ફરી આવ્યો સમય,
થેલી હવે હાથ માં દેખાય,,
પસંદ ના કરો પ્લાસ્ટિક ને,
જમીન બંજર થાય,,,
કાગળ,કાપડ,શણ ની,
બનાવટ હવે વપરાય,,,
પ્લાસ્ટિક ના પ્રદુષણ થી,
હવે ભારત મુક્ત કરાય,,
બીજી ઓક્ટોબર થી,
અભિયાન ચલાવાય,,,
બહાર જતી વખતે,
કાપડ ની બેગ (થેલી) રખાય,
નાના કારીગરો હવે,
પગભર બનવા જાય,,,
@ કૌશિક દવે
" હિત "
કેસર ની મહેક થી ના થાવ રાજી,
આપે વિમલ દુનિયા માં થી આઝાદી,
અમૂલ્ય શરીર નું જતન કરો,
ગુટકા થી લોકો ને મુક્ત કરો,
તંબાકુ છે ધીમું ઝેર,
થાય કેન્સર વ્યસની ને એમ,
ચેતવણી સિગારેટ માં પણ હોય,
વાંચવાની ફુરસદ કોને હોય,
યુવાધન વ્યસન માં વેડફાય,
ધન વૈભવ એમાં જ જાય,
વ્યસન માં થી મુક્ત પામે એજ,
જે મક્કમ મનોબળ થી જ હોય,
કુટુંબ નું હિત જેને હૈયે,
એજ વસે હરિના ને હૈયે........
@ કૌશિક દવે
વ્યસન મુક્તિ અને સ્વચ્છતા"
પીનારા પી જાય છે, કેન્સર નો ધુમાડો છોડી જાય છે,
ચેતવણી હોવા છતાં, સિગારેટ પાછળ દિવાના થતાં જાય છે,
બસ એક કસ લઈ, આનંદ માં આવી જાય છે,
કેન્સર ને આમંત્રણ અપાઈ જાય છે,
ઘડી ભર નો આનંદ, જીવનમાં પસ્તાવો લઈ જાય છે,
થાય જો કેન્સર, કુટુંબ પણ પાયમાલ થઈ જાય છે.....
- તંબાકુ અને સિગારેટ હેલ્થ માટે હાનીકારક છે.
- હાલ માં સ્કૂલ ના વિદ્યાર્થીઓ પણ આ ખોટી લત માં પડ્યા છે
- જાહેર જગ્યાએ સિગરેટ પીવી પ્રતિબંધ હોવા છતાં,
મોલ, કોમ્પલેક્ષ અને જાહેર જગ્યાએ,બાગ બગીચા
માં પણ જાહેર માં તંબાકુ અને સિગારેટ નું વ્યસનો થાય છે.
- દેશ ના નાગરિક તરીકે આપણે જાહેર માં,
સિગારેટ પીવાનું અને તંબાકુ ખાઈ ને જાહેર માં,
થુકવાનુ બંધ ના કરી શકીએ?.
વ્યસન મુક્તિ પણ સ્વચ્છતા અભિયાન નું એક અંગ છે.
- આવો આપણે આપણા દેશ માં સ્વચ્છતા જાળવીએ.@ કૌશિક દવે
વૃક્ષ"---. .........." વૃક્ષ"🌲 ... તરુલતા ની લીલી ચાદર, કુદરત ના શણગાર જી, વૃક્ષો ના શ્વાસો શ્વાસે , ધરતી નો આધાર છે, વૃક્ષો બન્યા પ્રેમ નું પ્રતિક, બીજ અને માટી છે, આયુર્વેદ નું અમૃત બન્યું, વૃક્ષ ની ઔષધિ છે, વડલો લીમડો પીપળો વૃક્ષ, શીતળતા નો છાંયો છે, પોલ્યુશન હવામાં એવું, જોખમ વધતું જાય છે, વૃક્ષો ની તમે રક્ષાકરો, અસ્તિત્વ સૃષ્ટિ નું છે..................... @-કૌશિક દવે
સુકાયેલુ વૃક્ષ " " સુકાયેલુ વૃક્ષ"
આ સુકાયેલુ વૃક્ષ,
માંગે સ્નેહ નું પોષણ,
અપનાપન નો અહેસાસ,,,
આશરો કેટલાય લેતાં,
બસ બીજા નો છાંયો બનતા,
જ્યારે લીલું છમ હતું એ,,,
નડતરરૂપ બન્યું આજે,
એ સુકાયેલુ વૃક્ષ,
આખરે એ ખરી પડ્યું.......
-@ કૌશિક દવે
અમદાવાદ.