Jivan Sangram - 8 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીવન સંગ્રામ - 8

The Author
Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

જીવન સંગ્રામ - 8

પ્રકરણ - ૮


આગળ આપણે જોયું તેમ આનંદ અર્ધપાગલ જેવું જીવન જીવી રહ્યો હતો હવે આગળ

એક દિવસ આનંદ કોઈ ઊંડા વિચારમાં ઘરની અંદર આછા પ્રકાશ માં ખોવાયેલો હતો. આમ તો આનંદનું આવું રોજનું હતું. મોટાભાગે આખો દિવસ ઘરમાં જ કોઈ ખૂણામાં પડ્યો રહેતો. અને જો બહાર નીકળી જાય તો આખો દિવસ બહાર જ રખડ્યા કરતો .ઘરની અંદર આછો પ્રકાશ ફેલાયો હતો નજર નાખતા સીધા કોઇ જોઇ ન શકે તેવો પ્રકાશ હતો. ત્યાં જ અવાજ આવે છે આનંદ સર............. આનંદ સર ..............
આનંદના મગજમાં ઝબકારો થયો જાણે અંધારી રાતમાં વીજળીનો ચમકારો થાય અને શક્ષણ વાર પ્રકાશ ફેલાવી દે તે જ રીતે આનંદની સામે જાણે પ્રકાશનો ઝબકારો થયો . જેને સમાજે અર્ધપાગલ ગણિ હડધૂત કર્યો હતો તે આનંદને આજે કોઈ મળવા આવ્યું અને આનંદથી પુછાઈ ગયું કોણ ? કોણ છે ?..............સામેથી જવાબ આવ્યો એ તો હું જીજ્ઞા સર ......... આનંદના મનમાં ભૂતકાળ ટકરાયો . અરે જીજ્ઞાન તું અહીંયા ! આનંદે આશ્ચર્યથી પૂછ્યું . હા સર, તમને મળવા આવી છું. ઘણા દિવસથી નિશાળે નથી આવ્યા. મારે કેટલીય મૂંઝવણો ના જવાબ મેળવવા છે . પણ સર ,તમારા ઘરમાં અંધકાર કેમ છે . અરે ઉભી રહે લાઈટ કરું. આનંદ લાઈટ કરે છે ...........લાઈટ થતાં જ .........જીજ્ઞાને આશ્ચર્ય થાય છે અને જીજ્ઞાના મોઢામાંથી એક ચિખ નીકળી જાય છે . અરે આ શું ????? આનંદ સર ના ચહેરા પરનું તેજ ક્યાં ગયું ?? સરની ચમકતી આંખો આજે દ્રષ્ટિહીન થઈ ગઈ હોય એવું કેમ લાગે છે ???? ખુંમારી ને બદલે નિરાશા દેખાતી હતી . અને જીજ્ઞા થી બોલાઈ ગયું નહીં !!!!! આનંદે પૂછ્યું જીજ્ઞા શું થયું ??? સર આ તમને શું થયું છે ?? જીજ્ઞા બોલી. ત્યારે આનંદે જવાબ આપતા કહ્યું જીજ્ઞા સમયે મારા પર પ્રહાર કર્યો છે. મારા જીવન સંગ્રામમાં હું હારી ગયો છું. મારા બા- પત્ની ,પુત્ર , પિતા , ગુરુ બધા જ આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે. હવે મારું કોઈ નથી. મને જીવવા કોઇ રસ નથી .....આનંદ ઊંડા શ્વાસના નિસાસા સાથે બોલ્યો.જીજ્ઞા ના મનમાં તમારા બોલતા હોય તેવો ભાસ થાય છે ને ,કટાક્ષમાં કહ્યું વાહ સર વાહ....... તમે કેટલીક સહેલાઈથી કહી દીધું કે મારું કોઈ નથી... અરે હું છું તમારી ....... અને રહી વાત પોતાના સ્વજનના મૃત્યુની... તો તમે જ તો કહેતા હતા કે મૃત્યુ જ જીવનની સચ્ચાઈ છે. તો પછી તમે આ સચ્ચાઈને શા માટે નથી સ્વીકારતા ???? અને તમે આમ પડ્યા રહેશો તેથી કંઈ ગયા તે પાછા આવવાના .... પણ હવે મારે જીવીને શું કરવું છે ???? કોના માટે જીવવું ?????મારું લક્ષ્ય છું????? શું આનંદ એ પૂછ્યું . જીજ્ઞા જવાબ આપતા બોલી તમારા શિષ્યો માટે ...... અમારા માટે .... તમે જ કહેતા હતા કે શિક્ષકનું જીવન માત્ર પોતાના કુટુંબ પૂરતું જ મર્યાદિત નથી હોતું પણ પોતાના વિદ્યાર્થીઓ સુધી ફેલાયેલું હોય છે .... અને સર તમે જ તો કહેતા હતા કે કોઈ દુઃખ આવે કે આફત આવે ત્યારે જીવનમાં કંઈક ફેરફાર થાય છે , હવે તે ફેરફાર કેવો કરવો તે આપણા હાથની વાત છે... તો પછી તમે શા માટે આવા નિરાશાના પોટલાં બાંધીને બેઠા છો .. અને રહી વાત લક્ષ્યની તો સમાજમાં શાંતિની, ભાઈચારાની ભાવનાની સ્થાપના થાય તે જ તો તમારી ઈચ્છા હતી ને......

લગભગ બેથી ત્રણ કલાક સુધી જીજ્ઞા અને આનંદ વચ્ચે આવી ચર્ચાઓ ચાલી અને અંતે આવી બધી વાતો સાંભળી આનંદની સામેથી અંધકાર દૂર થઈ ગયો... નિરાશા ગાયબ થઈ ગઈ .............. પણ ત્યાં જ પાછો એક પ્રશ્ન ઉભો થયો અને બોલ્યો પણ જીજ્ઞા હવે ઘણું મોડું થઈ ગયું છે. કારણ ?? વળતો પ્રશ્ન જીજ્ઞાએ પૂછ્યો .....જીજ્ઞા મે નોકરી છોડી દીધી છે, માટે મારે કઈ રીતે વિદ્યાર્થીઓના જીવનમાં જવું .... સર તમે પહેલા તપોવનની વાત કરતા હતા યાદ છે ??? જૂની વાતો યાદ કરતા જીજ્ઞા બોલી . આનંદ એ જવાબ આપ્યો હા.....
હા........ તો પછી નોકરી છૂટી ગઈ તો શું થયું તમે તમારા સ્વપ્નનું તપોવન ધામ શરૂ કરો, તમે હવે ગુરુ બને......આનંદ માં આવી જીજ્ઞા બોલી....

આનંદ :- પણ તેમાં રહેવા માટે........

જીજ્ઞા :- એ મારા પર છોડી દો...... કેટલા શિષ્યને આપ આપના શરણે લેવાના છો ??????
આનંદ:- દસથી બાર...
જીજ્ઞા :- ઠીક છે સર , તમે તપોવન ધામ બનાવવાનું શરૂ કરો હું બાળકો ના વાલીઓને સમજાવી તેના બાળકોને તપોવનમાં એડમિશન માટે તૈયાર કરવા લાગી જાવ છું. બરાબર....

આનંદ:- ઠીક છે. જીજ્ઞા તારો ખૂબ ખૂબ આભાર.

જીજ્ઞા :- મને આભાર શા????

આનંદ :- મને એક નવી દિશા બતાવી તેનો....

જીજ્ઞા :- સર હું તમને દિશા બતાવનાર કોણ ??? મેં તો તમારી પાસેથી સાંભળેલું, મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કર્યો છે .. તમારું તમને પાછું આપ્યું છે... ખરેખર મારું જીવન ધન્ય બની ગયું કે તમારી સેવા કરવાનો મોકો મળ્યો.

આનંદ :- અરે વાહ, જીજ્ઞા તુ તો ખૂબ મોટી થઈ ગઈ છે .. મોટા ની જેમ વાતો કરવા લાગી...

જીજ્ઞા :- હા સર આપના વિચારો અપનાવ્યા ત્યારથી જ મોટી થઈ ગઈ છું.....

આનંદ :- ઠીક છે હવે સાંજ થવા આવી છે તું તારે ઘેર જા.....

જીજ્ઞા ત્યાંથી જાય છે. આ તરફ આનંદ પોતાના બાપદાદાની મિલકત વેચી શહેરથી થોડે દૂર આવેલી જમીનમાં તપોવન ગામનું બિલ્ડીંગ બનાવવાનું શરૂ કરે છે .. થોડા જ સમયમાં બિલ્ડિંગ બની ગયું . સામેની તરફ જીજ્ઞાએ આનંદ સરના હિતેચ્છુ વાલીઓ હતા તેમને મળી તપોવન ધામ વિશેની વાત કરી. ત્યાં બાળકોનો કેવો ઉછેર થશે .. તે વાતો કરી અને પાંચમા ધોરણમાં ભણતા 12 વિદ્યાર્થીઓના વાલી ને તૈયાર કરી આનંદ પાસે લઈ જાય છે.

જીજ્ઞા :- સરા ૧૨ વિદ્યાર્થીઓ ના પિતાજી આપને મળવા માંગે છે.

આનંદ :- આવો ભાઈઓ કેમ છો ??
મનુભાઈ :- બસ મજામાં સાહેબ..

આનંદ :- તો તમે તમારા બાળકોને મારી પાસે મુકવા તૈયાર છો??

કનુભાઈ :- હા સાહેબ.

આનંદ :- મારા પર ભરોસો છે ને ???

નવીનભાઈ :- પૂરેપૂરો સાહેબ.

આનંદ :- તો ઠીક છે ,આ તપોવન ધામ ના નિયમો જણાવી દઉં. આમાં ૧૨ વિદ્યાર્થીઓને જ રાખવામાં આવશે . એટલે વધારે વિદ્યાર્થીઓ ની ભલામણ કરવી નહીં અને વળી ભણવા માટે બાજુની શાળામાં જવાનું થશે . શાળા સમય બાદ મારી ઈચ્છા પ્રમાણે બધાને રહેવું પડશે . અને બધા બાળકો માટે ખાણી-પીણીનો તમારે અડધો ખર્ચ આપવો પડશે...
મનુભાઈ :- (વચ્ચે જ ) સાહેબ અડધો જ ??? બાકીના અર્ધા ખર્ચનો.......
આનંદ :- એ મારા પર છોડી દો . આ જમીનમાં જે ઉપજ આવશે તેમાંથી બાકીનો અડધો ખર્ચ નીકળી જશે . અને આ બારે બાર વિદ્યાર્થીઓ આજથી મારા પુત્ર છે . અને જ્યારે મને એમ થશે કે તે એક આદર્શ માણસ ,તેજસ્વી ,ખુમારીથી થનગનતા યુવાન થઈ ગયા છે ,ત્યાર પછી જ તમને પરત શોપીસ.અહીંથી જાણ કરવામાં આવે ત્યારે જ મળવા આવું. અને બાળકોની કોઇ પણ પ્રકારની ચિંતા કરવી નહીં . બરાબર બીજો કોઈ પ્રશ્ન હોય તો જણાવો....

કનુભાઈ :- સાહેબ તમારી આર્થિક પરિસ્થિતિ અમે જાણીએ છીએ . તમે આ નાનકડું પણ સુંદર બિલ્ડીંગ અમારા બાળકો માટે તૈયાર કર્યું છે તો તેની પાછળ થયેલ ખર્ચ અમને કહો અમે એ ખર્ચની વ્યવસ્થા કરી આપીશું....

આનંદ:હ મેં મારા બાપ-દાદા ના જુના મકાન અને જે થોડા ઘણા દાગીના હતા અને મારી જે કંઈ બચત હતી તેનો આમાં ઉપયોગ કર્યો છે અને આમાં તમારા નહીં પણ મારા જ બાળકો રહેવાના છે તેથી તમે એ વાત રહેવા દો . અને આ જમીન ભલે થોડી છે પણ એમાં અમારા ૧૩ જણા ના રોટલા તો આરામથી નીકળશે અને વળી મેં મને પોસાય તેવું તેવું જ આ નાનું એવું બિલ્ડિંગ બનાવ્યું છે .બરાબર

નવીનભાઈ :- સાહેબ અમારે અમારા બાળકોને ક્યારે મોકલવાના છે ????

આનંદ :- જૂન મહિનાની પહેલી તારીખે પણ તે પહેલા તેની નિશાળનું લીવીંગ સર્ટી તથા માર્કશીટ અહીં મોકલી દેજો.

નવીનભાઈ :- ભલે સાહેબ.
આનંદ :- ઠીક છે ત્યારે ચાલો જૂન મહિનાની પહેલી તારીખે મળીએ છીએ...

બધા વાલીમિત્રો જાય છે જીજ્ઞા ઉભી રહે છે.
આનંદ :- વર્ષે તો તારો અભ્યાસ પણ પૂર્ણ થઈ જશે પછી શું વિચાર્યું છે????

જીજ્ઞા :- તમારા વિચારો સમાજના માણસો સુધી પહોંચાડવાનું કાર્ય કરીશ...

આનંદ :- હવે ગાંડી ના થા. તું સ્ત્રી છે.....
જીજ્ઞા :- ( વચ્ચે જ ) સર તમે જ તો કહેતા હતા કે સ્ત્રીએ મહાશક્તિ છે, તે ધારે તો આપણને સફળતાના શિખરે પહોંચાડે અને ધારે તો.... અને વળી આજે તમે મને ....... અને હા સર તમે હવે જે વાત કહેવા માગો છો તેનો જવાબ અગાઉથી આપી દઉં.... સર તમે મને લગ્ન માટે દબાણ ન કરતા નહીં.. નહીં તો તમને મારા સમ છે.......
આનંદ :- પણ તારે શા માટે લગ્ન નથી કરવા ??????

જીજ્ઞા :- સર મેં એવી વ્યક્તિને પ્રેમ કર્યો છે જે મને કદી મળવાનો જ નથી .... અને માટે જ મારે લગ્ન નથી કરવા.....

આનંદ :- મને કહે હું તે વ્યક્તિને તૈયાર કરીશ, સમજાવીશ....

જીજ્ઞા :- એ બાબતમાં સર પ્લીઝ હું કંઈ ચર્ચા કરવા માગતી નથી......

આનંદ :- પણ જીજ્ઞા શા માટે મારાથી બધું છુપાવે છે????

જીજ્ઞા :-. સર પ્લીઝ ........

આનંદ :- ઠીક છે.... પણ આખી જિંદગી એકલતાથી નીકળશે ???????

જીજ્ઞા :- જેના જીવનમાં તમારા જેવી મહાન વ્યક્તિના વિચારો હોય તેને એકેય વસ્તુ નો કંટાળો આવતો નથી......

આનંદ :- પણ જીજ્ઞા સમાજ.........
જીજ્ઞા :- સર સમાજ સાથે લડવાની મારી તૈયારી છે.

આનંદ :- જિજ્ઞા આમેય હું ચર્ચામાં ક્યારે ય તને પહોંચ્યો નથી ઠીક છે.........
જીજ્ઞા :- સર તમારે ફરીથી લગ્ન નથી કરવા????
આનંદ :- ના જીજ્ઞા હવે તો આ બાળકોને મારા બાળકો ગણીને જ જિંદગી વિતાવી છે . ચાલ હવે સાંજ થવા આવી છે માટે તું ઘેર જા.

જીજ્ઞા ઘેર જતી રહે છે ને આમને આમ જૂન મહિનાની પહેલી તારીખે બધા જ વાલી મિત્રો પોતાના બાળકોને લઇ જરૂરી સામગ્રી સાથે મૂકવા આવે છે . અને ત્યારથી આનંદ અરેના એ આનંદ તો ક્યારનો ખલાસ થઈ ગયો હતો અને હવે તો તે નવી જ જિંદગી જીવે છે અને તે તમારી સામે બેઠો તે આ પરમાનંદ પોતે જ છે . તમે બધા મારા વિશે , મારા કુટુંબ વિશે જાણવા માગતા હતા એટલે તમને બધી હકીકત જણાવી . આટલું બોલતા પરમાનંદ નો અવાજ થોડો દબાય છે , પણ હવે તે થોડો આનંદ હતો કે દુઃખ તેના ચહેરા પર દેખાય . આતો પરમાનંદ છે જે દરેક વાતમાં પરમ આનંદ મેળવે છે. તેથી તે દુઃખ ખાખેરી નાખી ને કહેવા લાગ્યો ....... હવે બીજું કંઈ પૂછવું હોય તો પૂછો.......

સામે બધા આવી હકીકત જાણી અવાક બની ગયા . બધાની આંખમાં આંસુ વહેવા લાગ્યા . બીજાના બાળકોને પોતાના ગણી તેની પાછળ પોતાનું બધું જ તન-મન-ધન સમય વાપરનારા આજના સમયમાં ભાગ્યે જ જોવા મળે છે . સનત ઊભો થઇ બોલ્યો સર અમારે કંઈ નથી પૂછવું પણ અમારે જીજ્ઞા બહેન ને મળવું છે...

પરમાનંદ :- ઠીક છે આજે સવારની પ્રાર્થનામાં તે તમને મળવા આવશે. ચાલો હવે સવાર થવા આવ્યું બધા નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ આજે છેલ્લી વાર સૂર્યનમસ્કાર યોગ સાથે કરીશું.....


આગળના પ્રકરણમાં આપણે જીજ્ઞા એ લડેલ પોતાનો જીવન સંગ્રામ વિશે જાણીશું..........

અને પરમાનંદ જીજ્ઞા ને પ્રેમ અને હૂંફ કઈ રીતે આપી અને જીજ્ઞા તથા તેના કુટુંબ વિશે જાણવા માટે વાંચતા રહો જીવન સંગ્રામ

બધા વાચક મિત્રો નો ખુબ ખુબ આભાર તમારા પ્રતિભાવો એ મને લખવાની ખૂબ જ પ્રેરણા આપી અને તમને મારી આ જીવન સંગ્રામ ગમી તે માટે ફરીથી બધાનો ખુબ ખુબ આભાર આવી જ લાગણી, પ્રેમ અને હૂંફ આપતા રહેજો જેથી મારી કલમ વધુ વેગવાન બને....................

આપના પ્રતિભાવોની રાહ હે રાજુ સર.......