ખજાના ની ખોજ
રામ છેલ્લા ઘણા સમય થી એકલો એકલો કઈક વિચાર કરતો ઘર મા જ બેઠો રહેતો. એ સવાર થી લઈ ને સાંજ સુધી એક કમરા મા ખુરશી પર બેસી ને દીવાલ પર લાગેલા એક પોસ્ટર પર નજર નાખી ને કઈક વિચારતો પણ કોઈ ચોક્કસ નિર્દેશ તરફ એ પહોંચતો નહિ. અને એમજ એ ખુરશી મા બેઠા બેઠા સુઈ પણ જતો. આખરે પંદર દિવસ આજ સ્થિતિ મા ગાળ્યા બાદ એ બહાર ની દુનિયા જોવા નીકળ્યો પણ એક દુવિધા હતી જે એનો પીછો છોડતી નહોતી. પેલું પોસ્ટર કે જે એ છેલ્લા પંદર દિવસ થી જોતો હતો એ સુ કહેવા માંગે છે અને એ કયાનું છે એ જાણવાની એક ઈચ્છા હતી એટલે રામ એ પોસ્ટર ને પણ પોતાની સાથે લઈ ને નીકળે છે.
પોસ્ટર તો એણે ઘણા સમય સુધી જોયું પણ એ પોસ્ટર માં જે જગ્યા દર્શાવી હતી એ ક્યાં આવી એને ખબર નહોતી. અને જે વાત એને સાંભળી હતી એ કેટલી સાચી છે એજ રામ ને જાણવું હતું જો એ વાત સાચી હોય અને રામ તે જગ્યાએ પહોંચી જાય તો એ આ દુનિયા મા રહેલ અમીર લોકો જેવી જિંદગી જીવવા મળે. અને એ પોતાના ભૂતકાળ ને ભુલાવી ને એક નવી જ શરૂઆત કરી શકે. આ બધા સવાલ નો જવાબ રામને એ પોસ્ટર માંથી મેળવવા નો હતો અને એ માટે રામ ને કોઈની મદદ લેવી પડે એમ હતી. રામ જાણતો હતો કે કોણ એની મદદ કરી શકે એમ છે અને કોણ એને આ જગ્યા વિશે માહિતી આપી શકે એમ છે એટલે જ રામ આજ પંદર દિવસ પછી તૈયાર થઈ ને પોસ્ટર લઈ ને નીકળ્યો હતો.
રામ એના શહેર ની સૌથી જાણીતી એક ટુર એન્ડ ટ્રાવેલ્સ ની ઓફીસ મા ગયો અને આ સ્થળ વિશે માહિતી મેળવવી હતી જે એને ત્યાંથી જ મળી શકે એમ હતી.ટ્રાવેલ્સ ની ઓફીસ માંથી નીકળી ને રામ એના એક જુના મિત્ર પાસે ગયો. રામ ને ખબર હતી કે એનો મિત્ર ભરત એની મદદ જરૂર કરશે અને ભરત રામને પૂરા વિશ્વાસ થી સાથ આપશે. રામ જ્યારે ભરત થી અલગ થયો ત્યારે ભરત ની હાલત રામ કરતા થોડીક જ અલગ હતી અને એ એ કે રામ જેલ મા હતો અને ભરત બહાર બાકી બન્ને ના ખિસ્સા એકદમ ખાલી હતા. એટલે જ રામ ને ખબર હતી કે ભરત અત્યારે આ કામ કરવામાં રામ નો સાથ આપશે. બસ રામ ને એક જ વાત ની ચિંતા હતી કે ભરત અત્યારે તેને સાથ આપી શકે એટલો સશક્ત હોય તો સારું આ વિચાર રામ ને થતો હતો એટલે જ એ જેમ બને એમ જલ્દી ભરત પાસે પહોંચવા માંગતો હતો. અડધી કલાક ખૂબ ઝડપથી ચાલી ને રામ ભરત ના ઘર પાસે પહોંચી ગયો.
ભરત ના ઘરે પહોંચી ને રામ ને એક આંચકો લાગ્યો એ જાણી ને કે ભરત હવે ક્યારેય એને સાથ નહિ આપી શકે કેમ કે રામ જ્યારે જેલ મા પોતાની સજા કાપતો હતો એ દિવસો મા ભરત નો એક ટ્રક સાથે અકસ્માત થયો અને ભરત નો એક પગ કપાઈ ગયો. હવે રામ ને એમ થયું કે ભરત જો મારો સાથ ના આપી શકે તો આ પોસ્ટર મા જે જગ્યા દેખાડી છે એનો પતો હું ક્યારેય નહીં મેળવી શકું. આ બધી મુંજવણ રામે ભરત ને કીધી એટલે ભરતે એનો એક ઉપાય બતાવ્યો જે જાણી ને રામ તો ખુશ ખુશ થઈ ગયો. ભરતે જણાવ્યું કે મારો એક મિત્ર જે તું જેલ મા ગયો ત્યારે બન્યો હતો અને એ આ જ જગ્યા વિશે માહિતી ભેગી કરે છે હું તને એની સાથે મેળાપ કરવી શકું એમ છું એમ કહી ને ભરતે એની પત્ની ભાવના ને કઈક કાન મા કહ્યું. ભાવના એ બન્ને ને વાત કરતા મૂકી ને ઘરની બહાર નીકળી ગઈ. થોડી વાર રહી ને એ એક ભાઈ ની સાથે આવતા જોઈ ને રામ ચકિત થઈ ગયો આ એજ વ્યક્તિ જે રામ ની સાથે જેલ મા થોડો સમય રહી ચુક્યો હતો પણ એ અહીંયા સુ કરે છે એ જાણવા ની રામ ને જિજ્ઞાસા થઈ આવી.
ભાવના ની સાથે આવનાર વ્યક્તિ એ આવી ને સીધું રામ ને જ પૂછ્યું કેમ છે રામ તું અહીંયા કેમ?.
ધમા ના આ સવાલ થી તો ભરત પણ વિચારમાં પડી ગયો કે આ બન્ને એકબીજા ને કેમ ઓળખે છે પછી બધી વાત કરી ત્યારે બધા એકબીજા સામે જોઈ ને હસવા લાગ્યા. થોડી આડીઅવળી વાત થયા બાદ ભરતે મેન મુદ્દા ની વાત પર આવતા કહ્યું કે ધમા મારા એક કામ માટે તને અહીંયા બોલાવ્યો છે અને એ કામ જે તું અત્યારે કરી રહ્યો છે એજ કામ માટે મારે તારી જરૂર છે તો શુ તું એ કામ મા મને મદદ કરીશ?