Ek anokhi bhet in Gujarati Children Stories by Davda Kishan books and stories PDF | એક અનોખી ભેટ

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

એક અનોખી ભેટ

પપ્પા, ચાલો આજ તો ફટાકડા લેવા જવાનું છે. જલ્દી ચાલો ને..
એ હા બેટા, પેલા હું જમી લવ,
પણ પપ્પા,....
(વચ્ચે થી ધ્રુવ ને ટોકતા એક અવાજ આવે છે.)
એ ધ્રુવ, તું જીદ ના કર, હજુ તારા પપ્પા ઓફિસે થી આવ્યા જ છે, એમને જમી લેવા દે. પછી લઈ જશે.
દિશા, તું ધ્રુવ ને વઢ નહિ હો. એક નો એક તો દીકરો છે આપણો, એ જીદ નહિ કરે તો શું એના પપ્પા કરશે.. ધ્રુવ બેટા, હું હમણાં જ જમી ને તને ફટાકડા અપાવવું છું. (ધ્રુવ ની તરફેણ માં પપ્પા બોલ્યા.)

આઠમાં ધોરણમાં ભણતો ધ્રુવ આમ તો ડાહ્યો, પણ ફટાકડા ફોડવા બાબતે એકદમ જિદ્દી. બધા મિત્રોમાં ધ્રુવ જ સૌથી હોશિયાર અને સમજુ. પણ દિવાળીના તહેવારના પાંચેય દિવસો ધ્રુવ ના માટે જાણે ઓનલી ફટાકડા ફેસ્ટિવલ. ધ્રુવ નો એક માત્ર પ્રિય તહેવાર એટલે દિવાળી. મમ્મી, પપ્પા, હિરેન કાકા અને ધ્રુવ. આ નાનકડા પરિવાર ની વાત જ કંઈક અલગ હતી.

(સ્કૂલ છૂટ્યા પછી) હુરરે, આજ થી તો દિવાળી વેકેશન.. આજ ઘરે જઈને જ ફટાકડા ફોડવા મળશે.
ધ્રુવ ઘરે પહોંચી દફતરનો બેડ પર ઘા કરી, એવું સરખું મોઢું ધોઈ ફટાકડા નું બોક્સ લઈ બહાર જતો રહ્યો. ધ્રુવ ને આ એક તહેવાર ખૂબ જ પ્રિય હોવાથી તેની આ હરકત પર મમ્મી પણ બહુ વઢયા નહિ. આમ ધ્રુવ રોજ ફટાકડા ફોડતો અને આનંદ માણતો. અગિયારસ નો દિવસ હતો. દિવાળી માટે ધ્રુવ પપ્પા સાથે શોપિંગ કરવા ગયો. ધ્રુવ ના પપ્પા એ ધ્રુવને જોઈતી બધી વસ્તુઓ લઈ આપી, સાથે જ ઘર માટે પણ ઘણી ડેકોરેશન ના સામાન ની ખરીદી કરી અને રંગોળી ના રંગો પણ લીધા. ઘરે પાછા ફરતી વખતે ધ્રુવે એક એવું દ્રશ્ય જોયું કે હંમેશાં દિવાળી ની તત્પરતા થી રાહ જોતો ધ્રુવ ઘરે આવી પોતાના રૂમમાં બેસીને સાવ શાંત અને ઊંડા વિચાર માં પડી ગયો. તે દિવસે ધ્રુવ એ ફટાકડા પણ ના ફોડ્યા. ત્યારે બધાને આશ્ચર્ય થયું. ત્યારે હિરેનભઈ બોલ્યા, "અરે મોટા ભાઈ, લાગે છે આજ ધ્રુવ થાકી ગયો છે." પરેશ ભાઈ પણ બોલ્યા હા નાનકા, આજ મારી જોડે આવ્યો હતો, આખો મોલ ફર્યા એટલે કદાચ થાકી ગયો હસે.

આવું સતત ત્રણ દિવસ ચાલ્યું. ધ્રુવ એ ફટાકડા ને હાથ પણ ના લગાવ્યો. હંમેશા પોતાની મોજ માં રહેતો, હસતો રમતો ધ્રુવ સાવ શાંત અને હતાશ થઈ ગયો હતો. તેના મમ્મી પપ્પા એ તેને ખૂબ મનાવ્યો કે તું વાત કર, શું થયું બેટા તને ? આમ મમ્મી પપ્પા ના મનાવવા થી ધ્રુવ તેમને કશું એવું કહે છે કે તેના પપ્પા ખૂબ ખુશ થઈ જાય છે, દિવાળી ની સાંજે સહપરિવાર ગાડી લઈ એક સંસ્થા માં જાય છે કે જ્યાં મહિલા વૃધ્ધાશ્રમ અને અનાથાશ્રમ બંને હોય છે. ધ્રુવના કહેવાથી તેના પરિવાર ના લોકો આ સંસ્થા માં આવ્યા હોય છે. ધ્રુવ તેના પપ્પા સાથે અને બધા અનાથ બાળકો સાથે ફટાકડા ફોડે છે અને હિરેન ભાઈ અને ધ્રુવના મમ્મી વૃધ્ધાશ્રમ ના બહેનો સાથે રંગોળી કરે છે. ત્યાર બાદ તેઓ બધા ખૂબ વાતો કરે છે, મીઠાઈઓ આરોગે છે, આમ ધ્રુવના આ સંસ્થા માં દિવાળી ઉજવવાના ખ્યાલ થી બધા ખૂબ ખુશ થાય અને ત્યાં ની બહેનો પણ ધ્રુવને આશીર્વાદ આપે છે, અને બધા બાળકો ધ્રુવના ફ્રેન્ડ્સ બની જાય છે. બસ પછી તો આ સિલસિલો દર તેહવાર પર આમ જ ચાલે છે અને તેના પાડોશીઓ પણ આ શુભ કાર્ય માં તેમની સાથે જોડાઈ જાય છે અને એક અનોખી જ આનંદની અનુભૂતિ ની ભેટ મેળવે છે.