Stree in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | સ્ત્રી

Featured Books
Categories
Share

સ્ત્રી

લગ્ન ના મંગલ ફેરા પૂરા થયા ને જાન ની વિદાય થઈ રહી હતી. આરતી દીકરી પારકુ પોતાનું કરવા જઈ રહી હતી. આરતી ધ્રુજકે ધ્રુજકે રડી રહી હતી, વારે વારે માં બાપ ના ખભે માથું મૂકી રડતી. બાપ આરતી ના માથા પર હાથ મૂકી આશ્વાસન આપી રહ્યો હતો. બેટા આજ થી તે તારું ઘર છે. તારા સાસુ સસરા ને તારા મા બાપ સમજ જે. દીકરી તો વ્હાલ નો દરિયો હોય પતિ ને ખુબ પ્રેમ કરજે અને દુખ પડે તો સહન કરજે. 
આરતી તેનું ઘર, ગામ અને ત્યાં ની સખીઓ ને છોડી ને સાસરે જઈ રહી હતી.

સાસરે આરતી ને બધું સુખ મળ્યું. ત્યાં તે બહુ ખુશ હતી. પતિ નો ભરપુર પ્રેમ, સાસુ સસરા ની આરતી પ્રત્યે દીકરી જેવો ભાવ, અને ઘરે પણ સારું હતું એટલે તે ગર્વ કરી માં બાપ ને હમેશા યાદ કરતી કે મને સારું ઠેકાણું મળ્યું. તો આરતી પણ મા બાપ ની સેવા કરતી તેમ સાસુ સસરા ની સેવા કરતી. સાસુ સસરા પણ આરતી પર બેટી જેવી વહુ મળતા ગર્વ કરી રહ્યા હતા.

આરતી હવે મા બનવા જઈ રહી હતી. ઘર મા ખુશી નો માહોલ હતો. બધા નવા મહેમાન ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અરતી ને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી બધા હોસ્પિટલમાં હતા. આરતી એક સ્વસ્થ બાળક જન્મ આપે છે. બહાર બેઠેલા આરતી ના પરિવાર જનોને જાણ કરી કે દીકરી નો જન્મ થયો છે. આ સાંભળી આરતી ના સાસુ સિવાઈ કોઈ ના ચહેરા સ્મિત ન હતું બધાના મોં પડી ગયા હતા લાગી રહ્યું હતું કે તેમને દીકરી નહીં દિકરો જોતો હોય. પહેલું સંતાન હતું એટલે પતિ સ્વીકારી લે છે. અને આરતી ને ઘરે લઈ આવે છે.

આરતી દીકરી ની સાલ સંભાળ સાથે ઘરનું બધું કામ એ રીતે કરતી કે કોઈને ઠપકો આપવા નો મોકો ન મળે છતાં પણ દીકરી આવતા ઘરનું વાતાવરણ બદલાવવા લાગ્યું. પહેલા જેવો પ્રેમ હવે સાસુ સસરા આપતા ન હતા. ને ધીરે ધીરે મેણા ટોણા મારવા લાગ્યા. આરતી સહન શક્તિ ની મૂરત હતી એટલે સામુ બોલવાનું ઠીક પણ સામુ પણ જોતી નહીં એટલી મર્યાદામાં રહેતી.

આરતી ને ફરી સારા દિવસો શરૂ થયા. સાસુ સસરા એ આરતી ને વોર્નિંગ આપી કહી દીધું જો હવે દીકરી આવશે તો ખોટું થશે. તેનું પરિણામ તારે ભોગવુ પડશે. આરતી મુંજાય ગઈ શું કરવું આમાં મારો શું વાંક. આરતી આ વાત તેના પતિ ને કહે છે. પહેલા તો તેની મમ્મી પપ્પા નું રટણ કરે છે પછી એક રસ્તો કાઢે છે જે અત્યાર ના સમય મા વધી રહ્યો છે. આરતી ને તેનો પતિ એક હોસ્પિટલમાં લઇ જાય છે થોડા પૈસા જમા કરાવી તેની ચેકઅપ થાય છે ને રીપોર્ટ આવે છે કે દીકરી છે. આ સાંભળતા પતિ તેને ગર્ભપાત કરવાનું કહે છે. પણ આરતી ના પાડે છે હું મારા આવનાર બાળક ની હત્યા નથી કરવા માંગતી. ત્યાં થી આરતી ઘરે આવે છે ને આ વાત તેના સાસુ સસરા ને ખબર પડે છે. દિકરા ની ઘેલછા માં આરતી ને ન કેવા ના વેણ કહે છે. આરતી ચૂપ ચાપ સાંભળી લે છે. ધીરે ધીરે આરતી પર ત્રાસ વધવા લાગ્યો. 

એક સમય આવ્યો આરતીએ દીકરી ને જન્મ આપ્યો. બધા ત્યારે હાજર હતા પણ જેવી દીકરી ના જન્મ ની વાત સાંભળી એટલે ત્યાં થી જતાં રહ્યાં ને આરતી ના બાપ ને ફોન કરી કહી દીધું તમે આરતી ને ત્યાં આરામ કરવા લઈ જાવ. આરતી ને ખબર પડતાં બધું સમજી ગઈ ને તેના પપ્પા ની સાથે તેની ઘરે ગઈ.

પંદર દિવસ થયા તોય સાસરિયા તરફ થી કોઈ ફોન કે તેડવા ન આવ્યું એટલે પેલા આરતીએ તેના પતિ ને ફોન કર્યો તેણે ફોન રીસીવ ન કર્યો એટલે આરતી ના પપ્પાએ વેવાઈ ને ફોન કર્યો જવાબ આપ્યો ભલે ત્યાં રોકાય આમ પણ તેને આરામ ની જરૂર છે. પાછા પંદર દિવસ ગયા એટલે ફોન કર્યો. આ વખતે જવાબ હતો અમારે તમારી દીકરી નથી જોતી. આ સાંભળી ને બાપા ના પગે થી જમીન સરકી ગઈ. દીકરી ને રડતા રડતા વાત કરી. આરતી ને ખબર હતી આવું થવાનું છે. પણ તે લાચાર છું કરે.

આરતી ના પપ્પા રડતા રડતા વાત કરે છે. બેટા તારું ઘર તો સાસરું છે હું તને કેટલા દિવસ સાચવીશ આખરે ઘર તો તારું તે કેવાય આ સંભાળી આરતી ના વિચાર ફરી ગયા હવે તો આત્મહત્યા સિવાઈ કોઈ રસ્તો નથી. જો અહીં રહીશ તો બાપ દુખી થશે અને ત્યાં રહીશ તો હું ને મારી દીકરી બંને દુખી થઈશુ. વિચારો ના વંટોળ ચડવા લાગ્યા.

બીજે દિવસે આરતી એ દીકરી ને સાથે લઈ ટ્રેનમાં પાટા બાજુ દોટ મુકી. ને ટ્રેન ની રાહ જોવા લાગી ક્યારે આવે. ત્યાં આરતી ને નાનપણ નો મિત્ર પ્રતિક જોઈ ગયો છે તો આરતી.. પાસે જઈ પેલા પાટા પાસે થી આરતી ને દૂર કરે છે પછી પૂછે છે એવું તે ક્યું દુખ છે આરતી આમ જીવન ટૂંકાવા નો વારો આવ્યો પ્રતિક કહે હું તારી મદદ કરીશ. આરતી પહેલેથી પ્રતિક ને સારો દોસ્ત માનતો તો એટલે તેને માંડી ને બધી વાત કરી. પ્રતિક આરતી પાસે થી તેના સાસરિયા પક્ષ ની બધી માહિતી લીધી ને કહ્યું તું ચિંતા ન કર હવે મારી પર છોડી દે. તારા હિતમાં હું કામ કરીશ.

પ્રતિક એક વકીલ ની મુલાકાત લીધી ને આરતી ની બધી વાત કરી. વકીલે તેને પેલા સામાવાળા ને વોર્નિંગ આપવાનું કહ્યું પછી જો કોઈ સારો રીપ્લાઈ ન આવે તો આપણે કૅશ કરીશું. પ્રતિક આરતી ના સાસરિયા ફોન કરી જણાવ્યું કે તમે શું કરવા માંગો છો. તો તેનો એક જ જવાબ હતો અમારે આરતી નથી જોઈતી.

પ્રતિક આરતી ને સાથે લઈ તેના આરતી ના સાસરિયા વાળા પર ભરણ પોષણ નો કૅશ દાખલ કર્યો. આરતી ને આશ્વાસન આપે છે જ્યાં સુધી તને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું તારી સાથે છું. આરતી ને હિંમત આવી ને જીવ માં જીવ આવ્યો.

કોર્ટ માં કૅશ શરૂ થાઈ છે બંને પક્ષો હાજર થાય છે. બંને વકીલો તેની દલીલો રજૂ કરે છે. કેશ ચાલ્યા બાદ તારીખ પડે છે. ફરી બધા કોર્ટ માં હાજર થાય છે. ફરી કેશ શરૂ થાય છે. આરતી નો વકીલ ભરણ પોષણ ની દલીલ કરે છે. આરતી નો પક્ષ મજબૂત હતો એટલે આરતી કેશ જીતી જાય છે ને આરતી ને મહિને દસ હજાર ભરણ પોષણ મળે તે માટે સાસરિયા વાળા ને ફરમાન જજ આપે છે. આરતી ને જીવવાની આશા જાગી.

આરતી પપ્પા ની ઘરે રહે છે પણ પપ્પા ને સમાજ ની વાતું થી તેને તેની દીકરી બોજ લાગે છે. દીકરી ની ભૂલો કાઢે છે પણ દીકરી જાય તો ક્યાં જાય. પ્રતિક રોજ તેને આશ્વાસન આપી સપોર્ટ કરતો તો પણ આ બાજુ સાસરિયા વાળા ડાઇવોર્સ માટે કોર્ટમાં એપ્લાઇ કરે છે ને હવે કોર્ટ માં તેનો કૅશ સાલે છે. આરતી ડાઇવોર્સ ની ના પાડતી હોવાથી કેશ લાંબો ચાલવા લાગ્યો. ફરી આરતી મુંઝવણમાં મુકાઈ. હવે તેના પપ્પા પણ તેને સપોર્ટ નથી કરતા ને ઉલટાનુ દોષિત માને છે. ફરી આત્મહત્યા નો વિચાર આવે છે પણ પ્રતિકે આપેલી હિંમત યાદ આવે છે ને ફરી છેલ્લી વાર પ્રતિક ની રાઇ લેવા તેની ઘરે ગઈ.

પ્રતિક ઘરે એકલો હતો મમ્મી બહાર ગઈ હતી. તે ટીવી જોઈ રહ્યો હતો. આરતી ને જોતા તેને આવકાર આપી બાજુમાં બેસાડી પાણી આપ્યું. આરતી ની નજર પ્રતિક ના હાથ પર પડી તો એક ફોટો હતો. પ્રતિક ને બતાવવાનું કહ્યું પણ તે ના પાડતો રહ્યો તો આરતી તેના હાથમાં છીનવી લઇ જોવે છે તો થોડી વાર જોતી રહી ગઈ. પ્રતિક આ છું... તું મને હજી પ્રેમ કરે છે. પ્રતિક છું બોલે બસ આંખ માંથી આંસુ આવી ગયા. આરતી મારાથી તારું દુખ નથી જોવાતી તને જોવ છું તો હું પાગલ બની જાવ છું.

પ્રતિક તારે લગ્ન પહેલા વાત કરવી જોતી તી હું પણ તને પ્રેમ કરતી તી પણ મારી હિંમત ન ચાલી તને કહેવાની પણ હવે તો મારે બે દીકરીઓ છે. એટલે તું ભૂલી જા હવે મને . આમ તો હું આત્મહત્યા વિશે વિચારી રહી હતી પણ તારી ધીરજ જોઈ મને ફરી હિંમત આવી. એક વાત નો જવાબ આપીશ તું હજી મારી સાથે લગ્ન કરવા તૈયાર છો. પ્રતિક ઊભો થયો ને આરતી નો હાથ પકડી ને કહ્યુ તું જ્યારે હા પાડીશ ત્યારે મારી હા હસે અને જીવીશ ત્યાં સુધી તારી રાહ જોઈશ. આ સાંભળી આરતી થેન્ક યુ કહી જતી રહી.

કેસની તારીખ હોય આરતી અને બધા ફરી કોર્ટમાં હાજર થયા હોય છે. બંને પક્ષ ની દલીલ સાંભળવા મા આવે છે કોઇ ઉકેલ આવતો નથી એટલે જજ સાહેબ તારીખ આપવા જઈ રહ્યા હતા ત્યાં આરતી કોર્ટ માં બોલવાની પરમીટ માંગે છે. આરતી જજ સાહેબ સામે બોલે છે. સાહેબ લગ્ન પછી મારા સાસરિયા પક્ષ તરફથી મને બહુ ત્રાસ મળ્યો છે. હું પણ છુટાછેડા ઈચ્છૂ છું પણ મારી દીકરીઓ નું શું થશે તેથી હું છુટાછેડા માટે ત્યાર ન હતી પણ જો મારી દીકરીઓ માટે વિચારવા મા આવે તો હું ત્યાર છું.

આરતી ના સસરા ઊભા થઈ બોલ્યા અમે ત્યાર છીએ જજ તમે જે કહે છો તે છોકરીઓ માટે અમને મંજૂર છે બસ અમારે ડાઇવોર્સ જોઈ છે. જજ સાહેબ તેની દલીલ સંભાળે છે. જજ સાહેબ તેનો છેલ્લો નિર્ણય આપે છે કે છોકરીઓ ના ભરણ પોષણ માટે તેનું બેંક ખાતા ખોલી તે ખાતા માં પાંચ પાંચ લાખ જમા કરવામા આવે. સામે પક્ષ વાળા કોર્ટ ના ધક્કા ખાઈ કંટાળી ગયા હતા એટલે તરત હા પાડી દીધી. બંને ના સહી સિક્કા થઈ ડાઇવોર્સ થઈ જાય છે.

ફરી આરતી જજ સાહેબ ને કાંઈક કહેવા માંગે છે. જજ સાહેબ હા પાડે છે. આરતી પ્રતિક ને પાસે બોલાવે છે ને કહ્યું જજ સાહેબ હું પ્રતિક સાથે કોર્ટ મેરેજ કરવા માંગુ છું. જજ સાહેબ પ્રતિક ની રાય લે છે તે પણ હા પાડે છે બસ પછી છું બધાની હાજરીમાં આરતી અને પ્રતિક ના કોર્ટ મેરેજ થાય છે.

જીત ગજ્જર