છ દિવસ તૈયારી માં કેમ પસાર થઇ ગયા એ કોઈને પણ ખબર ન રહી. બધા લોકો ગુરુવારે રેલવે સ્ટેશન પર ભેગા થયા બધા પોતપોતાનો સામાન ગોઠવી પોતાની સીટ પર ગોઠવાયા. બધાને પોતપોતાની સીટ મળી ગઈ. બધા થોડી વાર પછી શાંતિ નગર થી ટ્રેન રવાના થઈ, એ લોકો મનાલી ત્રણ દિવસ પછી પહોંચવાના હતાં. આ મુસાફરી દરમિયાન ટ્રેન ઘણી બધી એવી જગ્યાઓ થી પસાર થાય છે કે ત્યાં કુદરતી રીતે રચાતા દ્રશ્યો નયનરમ્ય હોય છે. ત્યાં તમને એવી અનુભૂતિ થાય કે જાણે તમે સ્વર્ગમાં આવી ગયા હોય આ બધા મિત્રો થોડીવાર વાતચીત કરતાં, ગેમ રમતા. આવી રીતે સમય પસાર કરતા બધા મિત્રોની મુસાફરીનો આરંભ થયો અને મનાલી પહોંચવા સ્ટેશનથી બહાર નીકળી બધા હોટેલ સનશાઇન જવા રવાના થયા જેનું બુકિંગ રાજે ઓનલાઈન કરાવેલ હતું.
હોટેલ સનશાઇન મનાલીની એક સુપ્રસિદ્ધ હોટલ છે. આ હોટલમાં આશરે ૩૦૦ થી ૪૦૦ રૂમ હતા. હોટેલનું બાંધકામ વિશાળ જગ્યામાં કરેલું હતુ. સાત માળની આ હોટલ અત્યાદ્વાનીક સાધનો તેમજ ટેકનોલોજી યુક્ત હતી હોટલમાં અંદર પ્રવેશતાં ખૂબ જ વિશાળ દ્વાર હતો. બહારની બાજુ ગાર્ડન તેમાં વ્યવસ્થિત રીતે કટીંગ કરેલા વૃક્ષો હતા. તેમજ ગાર્ડનમાં ફરતે ફુવારા ગોઠવેલા હતા. હોટેલ બહારથી જોતા તો જુનવાણી મહેલ જેવી લાગતી હતી. પરંતુ તેમાં અંદર પ્રવેશતા સંપૂર્ણ તસ્વીર બદલાઈ જતી હતી. હોટલમાં અંદર પ્રવેશતાની સાથે એક મોટો હોલ આવેલ હતો. તેમાં રિસેપ્શન કાઉન્ટર અને તેની સામે હોટેલ-રેસ્ટોરન્ટ કે જેમાં એક સમયે સોથી દોઢસો માણસો એક સાથે બેસીને જમી શકે એટલું વિશાળ હતું. આ સિવાય હોટલનું સુશોભન પણ આધુનિક ડિઝાઈન તેમજ લાઈટીંગ સાથે કરેલ હતું. હોટેલના પાછળના ભાગમાં ગાર્ડન તેમજ બેસવા માટે બેંચ, હોટેલમાં સ્વિમિંગ પૂલ અને તેની ફરતે બેસવા માટે આરામ ખુરશી ની પણ વ્યવસ્થા હતી. બધા આ હોટલમાં ચેકિંગ કર્યું જેમાં રાજે ત્રણ રૂમ બુક કરાવેલ હતા. એમાં એક રૂમમાં પાર્થ અને કેયુર, બીજામાં રાજ અને અંકિત તથા ત્રીજા રૂમમાં કૃતિ રીતુ અને દયા નો સમાવેશ થાય તે રીતે ગોઠવેલા હતા. બધાના રૂમ ચોથા માળ ઉપર આજુબાજુમાં આવેલ હતા. બધા મિત્રો પોતાના રૂમમાં ગયા. થોડીવાર પછી બધા ફ્રેશ થઈને રેસ્ટોરન્ટમાં જમવા માટે ભેગા થયા. પાર્થે બધા માટે જમવાનું ઓર્ડેર કર્યું અને કહ્યું કે “આજનો દિવસ તો આપણે આરામ કરીશું અને કાલે સવારે ફરવા માટે જઈશું”
બધાને પાર્થેની વાત યોગ્ય લાગી. ત્યાં એક વેઈટર બધા માટે જમવાનું લઈ આવ્યો. બધાએ એને ન્યાય આપ્યો અને ફરીથી આરામ કરવા માટે પોતાના રૂમમાં ગયા કારણ કે, મુસાફરી લાંબી હતી જેથી થાક પણ વધારે લાગ્યો હતો.
@@@@@@
બીજી તરફ કેટલાક આતંકવાદીઓ ભારત પર હુમલાની યોજના બનાવી. તેને અંજામ આપવાની તૈયારીઓ કરી રહ્યા હતા. તેના વડા નું નામ હુસેન અલી હતું. જેની ઊંચાઈ છ ફૂટ જેટલી હતી. શરીર કસાયેલું, તેનો ચહેરો જોતા જ તેની તરફ અણગમો થઇ જાય તેવો ચહેરો, ચહેરા પર ઘા ના નિશાન હતા. તે દેખાવે જેટલો ક્રૂર હતો તેટલો હકીકતમાં પણ દૂર રહે તો કોઈની પણ હત્યા કરતાં તેનો હાથ જરા પણ કાપતો ન હતો. તેણે આ પહેલા પણ ઘણા બધા હુમલાઓ કર્યા હતા. છતાં પણ તે ક્યારેય પકડમાં આવેલ ન હતો તેણે દરેક જાતની ટ્રેનિંગ મેળવી હતી. તેના બે ખાસ સાથીદાર હતા તે પણ હુસેન અલી જેટલા જ ક્રૂર અને ઘાતકી હતા. તેમાંનો એક નાસીર. તેણે પણ દરેક જાતની ટ્રેનિંગ લીધેલી હતી, પણ તેને કોઈપણ પ્રકારના હથિયાર ચલાવવાની નિપુણતા મેળવી હતી. તે દેખાવમાં તો સામાન્ય હતો. તેને જોઈને કોઈ વ્યક્તિ વિચારી પણ ન શકે કે આ વ્યક્તિ આટલો બધો ક્રૂર અને હિંસક હશે. તેનો બીજો સાથી એજાજ. તે પણ કોઈ પણ હથિયાર ચલાવી શકતો હતો. તે દેખાવમાં નાસીર કરતાં થોડો નીચો અને તેનું શરીર પણ થોડું જાડુ હતું. તેની માસ્ટરી તો ટાઈમ બનાવવામાં હતી. તે ઘણા બધા પ્રકારના જરૂરિયાત મુજબ અલગ અલગ બોમ્બ બનાવી શકતો. આ બંને હુસેન અલીના ખાસ માણસો હતા. એ બંનેને પોતે જ તાલીમ આપી હતી. ઘણા બધા દેશમાં હુમલા કર્યા પછી એ લોકોનો હાલ ભારતમાં હુમલો કરવાની યોજના બનાવી હતી. પણ જો એના અંજામ વિશે ખબર હોય તો તે ક્યારેય પણ આવું સાહસ ન કરત. હુસેન અલીએ એ બંનેને ઉદ્દેશીને પૂછ્યું કે “શું ખબર છે, મોહમ્મદના?”
“આજે તેનો સંપર્ક કર્યો હતો. અત્યાર સુધી બધું જ વ્યવસ્થિત યોજના મુજબ જ બધું હેમખેમ પાર પડી ગયેલ છે.” એજાજ ખાન
ત્યાની હાલની પરિસ્થિતિ વિશે થોડી વધારે માહિતી મેળવ. ત્યારબાદ આગળની યોજનાનો અમલ કરીશું.” હુસેન અલી
“ઠીક છે હું આજે જ એ બાબતે મહંમદ સાથે વાત કરી લઉં છું” એજાજ ખાન
ત્યાર બાદ હુસેન અલીએ બન્નેને થોડી સૂચનાઓ આપી અને ત્યાંથી રવાના થયો.
મહંમદ હુસેન અલીનો નો માણસ હતો. જે ભારતમાં રહી તેને મદદ કરતો હતો. એ દરેક નાનામાં નાની માહિતી એકઠી કરી હુસેન અલી સુધી પહોંચાડતો હતો. તેમજ તેના કામ માટે માણસો એકઠા કરી તેને તૈયાર કરતો હતો. ભારતમાં રહેવા માટે તેણે પોતાની ખોટી ઓળખ ઊભી કરી હતી. આગળના હુમલા માટે હથિયારો તેમજ વિસ્ફોટકો તૈયાર કરવા માટેનો કાચો માલ એકઠો કરતો હતો. જેથી એમની યોજનામાં કોઈ અડચણ ન પડે. હાલમાં તે હુસેન અલી તેમજ એજાજ અને નસીર માટે ભારતમાં કઇ જગ્યાએથી ઘૂસણખોરી થઈ શકશે. તે માટેની જગ્યાઓ વિશે ની માહિતી એકઠી કરતો હતો.