yara a girl - 24 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | યારા અ ગર્લ - 24

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

યારા અ ગર્લ - 24



હજુ સુધી મોરોટોસ ને રાણી કેટરીયલ ની કોઈ ભાળ મળી નહોતી. તેને ફરી થી પોતાનું જીવન પહેલા ની જેમ રાબેતા મુજબ કરી દીધું. હવે તેણેે વોસીરોના સ્થાપના દિવસ પર ધ્યાન કેદ્રીત કર્યું.

મોરોટોસ પોતાના કક્ષમાં હતો. ત્યાં રાજમાતા ઈમોગન આવ્યાં.

ઈમોગન એ મોરોટોસ ના માતા છે. તેઓ વૃદ્ધ છે પણ ખૂબ પ્રેમાળ અને સમજદાર છે. મોરોટોસ તેમનું ખૂબ સન્માન કરે છે. એમની કોઈપણ વાત તે ક્યારેય ઉથાપતો નથી. વોસીરોના હિતના નિર્ણયો આજે પણ રાજમાતા પોતે લે છે. તેઓ હંમેશા મોરોટોસ માટે એક માર્ગદર્શક રહ્યા છે. તેઓ નીતિનિયમો અને ન્યાય અન્યાયમાં ખૂબ માને છે. તેમનાં નિર્ણય આગળ મોરોટોસ પણ કઈ કરી શકતો નથી. હાલાકી આવું કોઈ દિવસ બન્યું નથી.

મોરોટોસ કામ માં છે? રાજમાતા એ પૂછ્યું.

મોરોટોસ તરત જ ઉભો થઈ ગયો.

રાજમાતા આપે મને કેમ ના બોલાવ્યો? હું આપની પાસે આવી જાત, મોરોટોસે તેમને સહારો આપી ખુરશી પર બેસાડતા કહ્યું.

મોરોટોસ કામ મને તારું હતું એટલે હું આવી ગઈ તારી પાસે, રાજમાતાએ હસતાં હસતાં કહ્યું.

તું કેમ છે? ખબર નહીં કેમ મને લાગે છે કે તું કોઈ પરેશાનીમાં છે, રાજમાતાએ મોરોટોસના વાળમાં હાથ ફેરવતા પૂછ્યું.

મોરોટોસ એકદમ સાવધાન થઈ ગયો. ના રાજમાતા હું એકદમ બરાબર છું, મોરોટોસે સ્વસ્થતા જાળવતા કહ્યું.

મોરોટોસ તું વોસીરોના સ્થાપના દિવસ ને લઈને તો પરેશાન નથી ને? રાજમાતાએ પૂછ્યું.

ના રાજમાતા હું પરેશાન નથી. ને સ્થાપના દિવસ માટે બધી તૈયારી ક્લિઓપેટર અને ઉકારીઓ સંભાળી રહ્યા છે. ને એ સિવાય પણ ઘણા બધા લોકો છે જે ખૂબ મહેનત થી તૈયારીઓ કરી રહ્યા છે, મોરોટોસે શાંતિ થી કહ્યું.

રાજમાતાએ મોરોટોસ ની સામે જોયું ને પછી બોલ્યા, મોરોટોસ વોસીરોના વારસદારનો મારો નિર્ણય તને ગમ્યો તો છે ને?

અરે માતા! એ કોઈ પૂછવાની વાત છે? વોસીરો ના હિત માટે તમારો નિર્ણય હંમેશા યોગ્ય જ હોય છે. ને હવે વોસીરો માટે પણ તેના વારસદાર ની જાણકારી મેળવવાનો સમય આવી ગયો છે, મોરોટોસે કહ્યું.

મોરોટોસ રાજકુમાર ઓરેટોન અને કેટરીયલ નું બાળક આજે હોત તો મારે આવો નિર્ણય ક્યારેય ના લેવો પડ્યો હોત. એ જ વોસીરો નું વારસદાર હોતું. પણ આજે વોસીરો પાસે કોઈ વારસદાર નથી. ને એટલે જ મેં બાળક ને દત્તક લઈ વારસદાર ઘોષિત કરવાનો નિર્ણય લીધો છે, આ બોલતા બોલતા રાજમાતા ઉદાસ થઈ ગયાં.

મોરોટોસે જોયું કે રાજમાતા ઉદાસ થઈ ગયા છે. ને આ પરિસ્થિતિમાં જો એ ઓરેટોન ને યાદ કરી વધુ કઈક બોલશે તો તેનો ચહેરો કદાચ કોઈ ચાડી કરી દેશે એટલે તેણે તરત જ બાજી સંભાળતા કહ્યું, માતા જે થવાનું હતું તે થઈ ગયું. હું તમારા નિર્ણય થી ખુશ છું. તમે બિલકુલ ચિંતા ના કરો. આગળ જતાં બધું જ સારું થઈ જશે.

રાજમાતા મોરોટોસ ની સામે જોવા લાગ્યાં. મોરોટોસે તેમનો હાથ પકડી તેમને સાંત્વના આપી.

તો હવે હું પણ સ્થાપના દિવસ ની તૈયારીઓ કરવા લાગી જાવ. ને મોરોટોસ મોસ્કોલામાં રાજા ચાર્લોટ ને આ પ્રસંગ નું આમંત્રણ મોકલવાની વ્યવસ્થા કરી દેજે. ને તેમને ખાસ વિનંતી પત્ર મોકલજે કે આ વર્ષે તેઓ પરિવાર સાથે વોસીરો આવે. મને ગમશે, રાજમાતાએ કહ્યું.

જી માતા હું આપના આદેશ નું પાલન કરીશ. આજે જ મોસ્કોલા આમંત્રણ મોકલી આપીશ અને પત્ર પણ, મોરોટોસે નમ્રતાપૂર્વક કહ્યું.

પછી રાજમાતા ત્યાં થી ચાલ્યા ગયા. મોરોટોસ ને હાશ થઈ. તેને લાગ્યું કે પોતે મોટા ભાર થી હળવો થઈ ગયો. તે શાંતિ થી ખુરશી પર બેસી ગયો.

રાજકુમારી યારા, ભોફીને યારા ના કક્ષમાં આવતા કહ્યું.

યારા એકદમ ઉભી થઈ ને ભોફીન તરફ આગળ વધી ને બોલી, ભોફીન આવો.

ભોફીને યારા નું અભિવાદન કર્યું પછી બોલ્યો, રાજકુમારી યારા હું વોસીરો માટે નીકળી રહ્યો છું. આશા છે કે તમે અહીં શાંતિ થી રહી શકશો.

યારા એ ભોફીન નો હાથ પકડી લીધો પછી બોલી, ભોફીન હું બહુ જલ્દી વોસીરો આવીશ. પછી આપણે સાથે જ રહીશું. હું તમને છોડીશ નહિ.

રાજકુમારી હું હંમેશા આપની સેવા માટે હાજર છું. હવે મને રજા આપો, ભોફીને નમ્રતાપૂર્વક કહ્યું.

યારા એ ભોફીન નું માથું નમાવી અભિવાદન કર્યું. ને પછી ભોફીન, બુઓન, કુતંગી, આરોન અને ઓકિલીસ વોસીરો જવા માટે નીકળ્યા.

યારા ની એક રાજકુમારી તરીકે ની તાલીમ ફિયોના એ શરૂ કરી દીધી હતી.

ને યારા ની શક્તિઓ ની જાણ માટે કવીન્સી અને ગ્લોવરે યારા ને તલવારબાજી અને ઘોડેસવારી શીખવાડવાનું શરૂ કરી દીધું હતું. વેલીન અને અકીલ પણ તલવારબાજી શીખી રહ્યા હતાં.

વોસીરોમાં સ્થાપના દિવસની તૈયારીઓ ખૂબ જોર શોરમાં ચાલી રહી હતી. આજુબાજુ ના રાજ્યોમાં આમંત્રણ અપાય રહ્યા હતાં. સમય પસાર થઈ રહ્યો હતો. દરેક જણ પોતપોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતાં.

ભોફીન અને ચાર ઐયારો વોસીરો પહોંચી ગયા હતા. તેમણે પણ નિકોસી ને શોધવાનું કામ ચાલુ કરી દીધું હતું.

વોસીરોના સ્થાપના દિવસ નું આમંત્રણ મોસ્કોલામાં આવી ચૂક્યું હતું. ને એમાં જવાની તૈયારીઓ પણ થવા લાગી હતી.

રાજકુમારી કેટરીયલ હવે એકદમ સ્વસ્થ થઈ ગયા હતાં અને તે યારા ની તાલીમ પર ધ્યાન આપી રહ્યા હતાં.

યારા પણ મન લગાવી ને તાલીમ લઈ રહી હતી. તેના માટે આ બધું થોડું મુશ્કેલ હતું. પણ તે મહેનત કરી રહી હતી. હજુ સુધી તેને તેનામાં રહેલી કે તેના જીવન રક્ષક હીરાની શક્તિઓ ની કોઈ ખબર પડી નહોતી.

ને એક દિવસ કેટરીયલે ફિયોના, કવીન્સી અને ગ્લોવર ને પોતાની પાસે બોલાવ્યા.

ગ્લોવર યારા તાલીમ તો બરાબર લઈ રહી છે. પણ હજુ સુધી તેની શક્તિઓ ની કોઈ ખબર પડી નથી, કેટરીયકે કહ્યું.

જી રાણી કેટરીયલ. પણ યારા ખૂબ મહેનત કરી રહી છે. તે ખૂબ ચપળ અને હોંશિયાર છે, ગ્લોવરે કહ્યું.

ગ્લોવર મને એની આવડત પર કોઈ શંકા નથી. પણ જો સમય રહેતા તેને પોતાની શક્તિઓ ની જાણ નહીં થાય તો તે પોતાનો બચાવ કેવી રીતે કરશે? કેટરીયલે ચિંતા ના સ્વરે પૂછ્યું.

રાજકુમારી યારા મહેનત કરી રહ્યાં છે. પણ કદાચ હજુ સમય નહિ આવ્યો હોય તેમની શક્તિઓ સામે આવવાનો, ફિયોના એ શાંતિ થી કહ્યું.

તારી વાત સાચી છે. પણ વોસીરો જવાના દિવસો નજીક આવી રહ્યા છે. જો સમય રહેતા તે તૈયાર ના થઈ શકી તો? કેટરીયલે પૂછ્યું.

કેટરીયલ હજુ તો યારા એ શીખવાની શરૂઆત કરી છે. તેને થોડો સમય આપ, કવીન્સી એ કહ્યું.

કવીન્સી આપણી પાસે સમય જ નથી. જે પણ કઈ કરવાનું છે તે બસ આજ સમયમાં કરવાનું છે. આપણે સમય ની રાહ જોઈ બેસી ના શકીએ, કેટરીયલે ઉકળાટ સાથે કહ્યું.

તો આપ શું ઈચ્છો છો રાણી કેટરીયલ? ગ્લોવરે પૂછ્યું.

ગ્લોવર એક અણધાર્યો હુમલો જેના થી યારા એકદમ ડરી જાય અને જાતે જ કઈક કરવાનો પ્રયત્ન કરે, કેટરીયલે કહ્યું.

બધા વિચારવા લાગ્યા.

મારી પાસે એક યોજના છે, કવીન્સી એ કહ્યું.

હા તો કહો સેનાપતિ કવીન્સી, કેટરીયલે કહ્યું.

આપણે એક ઘોડેસવારીનો મુકાબલો રાખીએ. ને પછી અચાનક એમાં એક હાથી ને સામેલ કરી દઈએ. હાથી ને અફીણ નું સેવન કરાવીશું એટલે એ થોડો ગાંડો થઈ જશે અને અહીં થી તહીં દોડા દોડી કરશે. ને યારાને ત્યાં એકલી મૂકી દઈશું. પછી જોઈએ એ શું કરે છે, કવીન્સી એ પોતાની યોજના સમજાવતા કહ્યું.

ના ના એમાં રાજકુમારી યારા ના જીવ ને જોખમ થઈ શકે છે, ગ્લોવરે તરત જ ના પડતા કહ્યું.

સેનાપતિ કવીન્સી એ કહ્યું, એવું કઈ નહિ થાય આપણે પુરી સાવધાની રાખીશું. જો કઈ અજુગતું લાગશે તો હાથી ને તીર મારી બેભાન કરી દઈશું.

પણ સેનાપતિ કવીન્સી જો કોઈપણ ચૂક થઈ ગઈ તો મોટી દુર્ઘટના સર્જાય શકે છે, ફિયોના બોલી.

કોઈ દુર્ઘટના નહિ સર્જાય. કવીન્સી તમે યોજનાને અમલમાં મુકો. જો આપણે જોખમ નહીં લઈએ તો આપણે યારા ની શક્તિઓ ને બહાર નહિ લાવી શકીએ, કેટરીયલે કહ્યું.

પણ રાણી કેટરીયલ.....ગ્લોવર આગળ બોલવા જતો હતો પણ કેટરીયલે તેને રોકી દીધો.

ગ્લોવર તું ચિંતા ના કર યારા ને કઈ નહીં થાય. તમે લોકો તૈયારી કરો, કેટરીયલે કહ્યું.

બીજા દિવસે યારા અને ફિયોના વચ્ચે ઘોડેસવારીનો મુકાબલો મોટા મેદાનમાં શરૂ થયો. બન્ને જણ પોતપોતાના ઘોડા પર સવાર થઈ ગયા. બીજા લોકો આ મુકાબલો જોવા ઉભા હતાં.

ફિયોના મને નથી લાગતું કે હું તમારો મુકાબલો કરી શકું. જીત તો તમારી જ થવાની છે, યારા એ હસતાં હસતાં કહ્યું.

ફિયોના એ કોઈ જવાબ ના આપ્યો. માત્ર યારા સામે જોઈ ને સ્મિત કર્યું.

મુકાબલો ચાલુ થયો. ફિયોના ની સ્ફૂર્તિ તો કમાલ ની હતી. તે ઘણી આગળ નીકળી ગઈ. યારા પણ પોતાની ગતિ થી આગળ વધી રહી હતી. પણ અચાનક એક હાથી મેદાનમાં આવી ગયો. જે યારા ના ઘોડા તરફ આવી રહ્યો હતો. યારા હાથી જોઈ ને ગભરાઈ ગઈ. તેણે ઘોડાની લગામ ખેંચી. પણ ત્યાં સુધીમાં હાથી તેની નજીક આવી ગયો હતો.

ફિયોના અને હાથીનો મહાવત ત્યાં આવી ગયા હતાં. પણ અફીણ ના લીધે હાથી મદમસ્ત થઈ ગયો હતો. એ લોકો એ દેખાડા માટે હાથી ને વાળવાનો પ્રયત્ન કર્યો. પણ તે યારા તરફ આગળ વધી રહ્યો હતો.

યારા હવે ઘોડા પર થી નીચે ઉતરી ગઈ હતી. ને ગભરાટ ની મારી પાછળ ની તરફ ખસી રહી હતી.

રાજકુમારી યારા સંભાળો. હાથી ગાંડો થઈ ગયો છે, મહાવતે કહ્યું.

આ સાંભળી યારા ના છક્કા છૂટી ગયા. ત્યાં પેલો હાથી તેની સામે આવી યારા પર સૂઢ થી હુમલો કર્યો. યારા એકદમ નીચે બેસી ગઈ એટલે તેને કઈ થયું નહીં.

રાજકુમારી ઉભા થઈ ને ભાગો. નહીંતો આ હાથી તમને મારી નાંખશે, ફિયોના જોર થી બરાડી.

પણ યારા તો એકદમ સુન્ન થઈ ગઈ હતી. નજર સામે તેને મોત દેખાવા લાગ્યું. તે પોતાના હાથ વડે પાછળ ખસી રહી હતી. હાથી તેની તરફ આગળ વધી રહ્યો હતો. યારા ને શું કરવું તે સમજાતું નહોતું.

રાજકુમારી યારા સંભાળો તમારી જાત ને. તમે ઉભા થઈ ને દોડો, ગ્લોવર જોર જોર થી તેને કહી રહ્યો હતો. તે ચિંતામાં આવી ગયો.

પણ યારા કોઈ નું સાંભળી નહોતી રહી. કેટરીયલ ચિંતામાં આવી ગઈ. કવીન્સી એ તિરંદાજ ને તૈયાર રહેવાનો ઈશારો કર્યો. બધા ના જીવ તાળવે ચોંટી ગયા. હવે શુ થશે?

યારા ખસતી ખસતી પાછળ દીવાલ ને અડી ગઈ. હવે ખસવું મુશ્કેલ હતું. તેણે આજુબાજુ જોયું. પણ બચાવ કરવા માટે કઈ હતું નહીં. હવે તો બે જ રસ્તા હતા ક્યાં તો લડી લેવું, ક્યાં તો મરી જવું.

યારા એ લડવાનું નક્કી કરી લીધું. તે હિંમત કરી ને ઉભી થઈ ગઈ. હાથી હવે બરાબર તેની સામે હતો. હાથી એ યારા ને મારવા સૂઢ ઉઠાવી ને વાર કર્યો. પણ યારા એ પુરી તાકાત થી સૂઢ ને પકડી લીધી. ને તેને હડસેલી બહાર આવી ગઈ. હાથી ની સૂઢ દીવાલ સાથે અથડાઈ. હાથી એકદમ ગુસ્સે થઈ ગયો. તે જોર જોર થી ચિંગાડવા લાગ્યો. ને યારા તરફ દોડ્યો.

યારા હવે દોડી રહી હતી. હાથી તેની પાછળ દોડી રહ્યો હતો. અચાનક એક ખાડો રસ્તામાં આવી ગયો. યારા એ ખાડા ને ઓળગવા માટે કૂદકો લગાવ્યો. ને આ શું? યારા એકદમ હવામાં ઉચકાઈ અને પછી સફળતા થી નીચે આવી ગઈ. યારા ને સમજ ના પડી કે શું થયું. તેણે શું થયું તે જાણવા ફરી કૂદકો લગાવ્યો. ને એ ફરી હવામાં ઉપર ઉચકાઈ અને પાછી સફળતા પૂર્વક નીચે આવી ગઈ. હવે તે સમજી ગઈ કે શું થયું. તેણે ફરી કૂદકો લગાવ્યો ને ફરી એજ થયું. એ ખૂબ ખુશ થઈ ગઈ.

જે લોકો આ જોઈ રહ્યા હતા તે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. યારા હવામાં ઉચકાઈ રહી હતી.

પણ કેટરીયલ, ગ્લોવર, કવીન્સી અને ફિયોના આ જોઈ ખુશ થઈ ગયા. તેમને ખબર પડી ગઈ કે યારા માં શું શક્તિ છે.

હજુ પણ યારા કુદકા લગાવી રહી હતી ને ખુશ થતી હતી.

તિરંદાજે તીર છોડી હાથી ને બેભાન કરી દીધો હતો. બધા લોકો મેદાનમાં આવી ગયા હતાં.

માતા તમે જોયું હું હવામાં, યારા ખુશ થતા થતા કેટરીયલ ને કહી રહી હતી. તે હાંફી પણ રહી હતી.

યારા યારા શાંત, કેટરીયલે તેને બન્ને હાથો થી પકડી લીધી.

અચાનક યારા એ પાછળ જોયું. પેલો હાથી બેભાન પડ્યો હતો. યારાએ કેટરીયલ ની સામે જોયું ને બોલી, માતા આ હાથી..... ને શુ થયું?

રાજકુમારી યારા હાથી પાગલ થઈ ગયો હતો. તેને દવા આપી સુવાડી દીધો છે, કવીન્સી એ હસતાં હસતાં કહ્યું.

એટલે કે એ મને.... તમે બધા ભેગા થઈ ને.... યારા બોલતી હતી ત્યાં ફિયોના બોલી, અમે બધા તમારી કસોટી કરી રહ્યા હતા રાજકુમારી યારા.

ઓહ ગોડ.. યારા એકદમ નીચે બેસી ગઈ. હું ખૂબ ડરી ગઈ હતી ફિયોના, યારા એ કહ્યું.

હા રાજકુમારી ને એટલે તમે તમારી જાત ને બચાવી શક્યા. તમારા ડરે તમારી શક્તિને બહાર લાવવામાં મદદ કરી, ગ્લોવરે કહ્યું.

ઓહ..... તો આ મારી શક્તિ છે, યારા બોલી ને પછી એ ઉભી થઈ ગઈ.

ફરી તે કૂદકો મારવા તૈયાર થઈ ગઈ. બધા તેની સામે જોઈ રહ્યા હતાં. યારા થોડું દોડી ને ફરી એક કૂદકો લગાવ્યો. તે ફરી હવામાં ઉપર ગઈ અને સરળતા થી પાછી નીચે આવી ગઈ. તે ખૂબ ખુશ થઈ ગઈ. તે કેટરીયલ ની પાસે આવી.

માતા આ મારી શક્તિ છે? યારા એ પૂછ્યું.

હા યારા આ તારી શક્તિ છે. હવે તારે તારી આ શક્તિ ને તેજ અને ધારદાર કરવાની છે. જીવનમાં તને એ ખૂબ કામ લાગશે. પણ એકવાત નું ધ્યાન રાખજે કે હમેશાં સારા કામ માટે તેનો ઉપયોગ કરજે. લોકોની ભલાઈ માટે તેનો ઉપયોગ કરજે. ને સતત તેને વધારતી રહેજે, કેટરીયલે તેને શક્તિઓ ની સંભાળ વિશે સૂચનો કર્યા.

જી માતા હું હંમેશા સારા કામ માટે તેનો ઉપયોગ કરીશ, યારા એટલું બોલી ત્યાં થી નીકળી ગઈ. આજે તે ખૂબ ખુશ હતી. તે હવામાં ઉપર ઉઠી શકતી હતી. તે લાંબો કૂદકો મારી શકતી હતી.

ગ્લોવર, ફિયોના યારા ને તેની શક્તિઓ ને સાચવતા અને ઉપયોગ કરતાં શીખવો. એક ઉમદા રાજકુમારી માં જે ગુણો હોય તે કેળવવામાં તેની મદદ કરો. તે વોસીરોનું ભવિષ્ય છે, કેટરીયલે કહ્યું.

જી રાણી કેટરીયલ તમે બિલકુલ ચિંતા ના કરો. અમે તેમને સાચવી લઈશું, ગ્લોવરે કહ્યું.

આજે રાણી કેટરીયલ ખૂબ ખુશ હતી. ને એ ખુશી તેના ચહેરા પર છલકી રહી હતી.

વોસીરોમાં ભોફીન અને ઐયારો એ પોતાનું કામ ચાલુ કરી દીધું હતું. નિકોસી ની શોધખોળ ચાલુ થઈ ગઈ હતી.

રાજા મોરોટોસ રોજ વિચારતો કે કેટરીયલ ગઈ ક્યાં? હજુ સુધી કેટરીયલના કોઈ સમાચાર તેને મળ્યા નહોતા. પણ શોધખોળ ચાલુ હતી.

વોસીરોનો સ્થાપના દિવસ આવી ગયો હતો. દેશ વિદેશ થી મહેમાનો આવી રહ્યા હતાં. ખૂબ મોટા પાયા પર આયોજન કરવામાં આવ્યું હતું.

મોરોટોસ રાજમાતા ના કક્ષમાં બેઠો હતો ત્યાં સૈનિકે આવી ને કહ્યું, રાજમાતા મોસ્કોલા થી રાજા ચાર્લોટ પોતાના પરિવાર સાથે વોસીરોમાં આવી ગયા છે. ને આપને મળવાની ઇચ્છા દર્શાવી છે.

મોરોટોસ આ વાત સાંભળી એકદમ ઉભો થઈ ગયો.

તમે એમને કહો અમે તેમને મળવા આવી રહ્યા છીએ, રાજમાતાએ કહ્યું.

સૈનિક ત્યાં થી જતો રહ્યો.

રાજમાતા રાજા ચાર્લોટ સહપરિવાર આવી ગયા. મને નહોતું લાગતું કે એ આવશે, મોરોટોસે સ્વસ્થતા જાળવતા કહ્યું. ખરેખર તો એ રાજા ચાર્લોટ ના આગમનની વાત સાંભળી થોડો ગભરાઈ ગયો હતો.

આ વખતે તેમનું આવવું નક્કી હતું મોરોટોસ. મેં એમને સંદેશો મોકલ્યો હતો કે તેમને આવવું જ પડશે. ને એમણે મારુ માન સાચવ્યું. કેટલા વર્ષો પછી રાજા ચાર્લોટ વોસીરો આવ્યા. ચાલો આપણે તેમને મળી આવીએ, રાજમાતાએ કહ્યું.

બન્ને જણ રાજા ચાર્લોટ ને મળવા તેમના રહેણાંક તરફ ગયાં.

રાજા ચાર્લોટ, રાજમાતા અને રાજા મોરોટોસ આપને મળવા આવી રહ્યા છે, સૈનિકે આવી કહ્યું.

ફિયોના બધું બરાબર છે ને? રાજા ચાર્લોટે પૂછ્યું.

હા રાજા ચાર્લોટ બધું બરાબર છે, ફિયોના એ કહ્યું.

ત્યાં રાજમાતા અને મોરોટોસ ત્યાં આવી પહોંચ્યા.

રાજમાતા તમારે તકલીફ નહોતી લેવાની આમે આવી રહ્યા હતા, રાજા ચાર્લોટે નમ્રતા થી કહ્યું.

રાજા ચાર્લોટ તમે અમને મળવા વોસીરો સુધી આવ્યા તો અમે અહીં સુધી તો આવી જ શકીએ છીએ, રાજમાતા એ કહ્યું.

બધા એ એકબીજાનું અભિવાદન કર્યું. ને પછી બેઠા.

રાજા ચાર્લોટ વોસીરો આપનો આભારી રહેશે કે તમે અહીં આવ્યા. તમે અમારું માન જાળવી રાખ્યું, રાજમાતાએ આભાર માનતા કહ્યું.

રાજમાતા એ તો આપની લાગણી છે કે તમે અમને આટલું સન્માન આપ્યું, રાજા ચાર્લોટે કહ્યું.

અરે.... તમે અમારા સંબંધી છો તો તમે તો સન્માન ને લાયક છો જ રાજા ચાર્લોટ, મોરોટોસે કહ્યું.

જી ધન્યવાદ, મોરોટોસનું બોલવું રાજા ચાર્લોટ ને બિલકુલ ના ગમ્યું. પણ તેઓ એ પૂરેપૂરી સ્વસ્થતા જાળવી રાખી.

ફિયોના તું કેમ છે? રાજમાતાએ પૂછ્યું.

ફિયોનાએ આગળ વધી માથું નમાવી તેમનું અભિવાદન કર્યું પછી બોલી, રાજમાતા હું બરાબર છું. આપનો ધન્યવાદ.

તો કાલે મળીએ આપણે રાજા ચાર્લોટ, રાજમાતાએ કહ્યું. ને પછી એ લોકો ત્યાં થી જતાં રહ્યાં.

એક પિતા માટે પોતાની દીકરીના ગુનેગાર સામે આમ હસતાં રહેવું ખરેખર મુશ્કેલ છે, રાજા ચાર્લોટ મનમાં બોલ્યાં.

રાજા ચાર્લોટ એક સારો સંદેશ છે, ફિયોના એ કહ્યું.

હા બોલ ફિયોના, રાજા ચાર્લોટે ખુશ થતા પૂછ્યું.

રાજા ચાર્લોટ નિકોસી પકડાઈ ગયો છે. આપણે તેને કાલે પુરાવા તરીકે રજૂ કરી શકીશું, ફિયોના એ કહ્યું.

વાહ ખૂબ સરસ ફિયોના. હવે રાજા મોરોટોસ ને કોઈ નહીં બચાવી શકે, રાજા ચાર્લોટે ખુશ થતા કહ્યું.

બધા પોતાના કામ ને પૂરું કરી આવનાર સવાર ની રાહ જોઈ રહ્યાં હતાં. આવનાર સવાર ગ્લોવર માટે ખૂબ મહત્વની હતી. વર્ષો થી લાગેલો હત્યારા નો સિક્કો કાલે ઉતરી જવાનો હતો. તે અત્યારે રાજા ચાર્લોટની સાથે તેમનો રક્ષક બની ને આવ્યો હતો. તેણે પોતાનામાં થોડો બદલાવ કર્યો હતો. કોઈ એને ઓળખી શકે તેમ નહોતું.

ગ્લોવર શું વિચારે છે? ફિયોના એ પૂછ્યું.

ગ્લોવરે ફિયોના તરફ જોયું એ અને ભોફીન સાથે હતા.

કઈ નહીં બસ આવનાર સવારની રાહ જોઈ રહ્યો છું. ખબર નહીં તે કેવી હશે? ગ્લોવરે કહ્યું.

એકદમ સરસ, તાજા અને મજેદાર, ભોફીને કહ્યું. તું ખોટી ચિંતા કરે છે ગ્લોવર બધું સારું થઈ જશે.

ભોફીન બસ બધું સારું થઈ જાય એજ ઈચ્છા છે હવે તો, ગ્લોવરે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું.

ગ્લોવર કાલ ની સવાર બધાં માટે સોનેરી સવાર હશે. ને બધું બરાબર થશે. ને નિકોસી પણ આપણ ને મળી ગયો છે, ફિયોના એ ગ્લોવર ને ધીરજ આપતા કહ્યું.

ગ્લોવર એકદમ ખુશ થઈ ગયો. ખૂબ જ સારો સંદેશો આપ્યો ફિયોના. બસ આજ વાત ની ચિંતા હતી. પણ હવે લાગે છે કે બધું બરાબર થઈ જશે, ગ્લોવરે કહ્યું.

બધું સારું થઈ જશે. ચાલો હવે આરામ કરો. કાલે ખૂબ કામ કરવાના છે, ભોફીને કહ્યું.

હા ચાલો, ફિયોના બોલી. પછી બધા છુટા પડ્યાં.

આજની રાત ખરેખર ઘણા બધા લોકો માટે થોડી લાંબી હતી. કાલ ની ચિંતા માં ઘણાં લોકો ને ઉંઘ આવવાની નહોતી. જે લોકો સચ્ચાઈ ની લડાઈ લડી રહ્યા હતાં તે બધાં કોઈ ને કોઈ રીતે બેચેન હતાં આવનાર કાલ ની ચિંતામાં.

ને આ બધાં થી અજાણ વોસીરો એકદમ શાંત હતું. ત્યાં કોઈ હલચલ નહોતી. જાણે કોઈ બાળક શાંતિ થી પોતાની માતાના ખોળામાં નિશ્ચિંત થઈ ને સુતું હોય તેમ સુતું હતું. આવનાર કાલની કોઈ પરવાહ કર્યા વગર.


ક્રમશ..............