Prem Kone Kahevay in Gujarati Short Stories by પુરણ લશ્કરી books and stories PDF | પ્રેમ કોને કહેવાય ? - 2

Featured Books
Categories
Share

પ્રેમ કોને કહેવાય ? - 2

પ્રેમ કોને કહેવાય પ્રકરણ 1માં આપણે જોયું કે પ્રેમના ઘણા અલગ અલગ સ્વરૂપ હોય છે.
આજકાલ લોકો પ્રેમ એટલે એક સ્ત્રી અને પુરુષ એમ વિજાતીય લોકો વચ્ચે થતી પ્રક્રિયા ને પ્રેમ કહે છે . પણ ખરેખર આવું નથી .
હવે જોઈએ પ્રકરણ 2 .
તો જેમ પહેલા કહ્યું એ રીતે એક ઘરની અંદર રહેતા બધા જ સભ્યો કોઈ એક લગાવતી બંધાયેલા હોય છે , અને એનું નામ જ પ્રેમ . ઘણા મત-મતાંતર હોવા છતાં પણ એકબીજાની સાથે જે આનંદ છે તેમને કહે છે પ્રેમ . પ્રેમ ઓછો કે વધુ હોઈ શકે એવું લાગે પણ ખરેખર પ્રેમ એ એક અવિરત લાગણિ છે . અવિરત પ્રવાહ છે . એ ક્યારે બંધ થતો નથી . થોડી વાર કોઈ ચીજવસ્તુ કે કોઈ વ્યક્તિ પ્રત્યે હોય છે.ક્યારેક એ જ વ્યક્તિ કે વસ્તુ દ્વારા આપણને કોઈ ઠેસ લાગે અને ત્યારે એ વ્યક્તિ કે વસ્તુ થી આપણલણા મન માં થોડું દૂઃખ થાય . પણ આખરે પ્રેમ મરતો નથી . એ તો શાશ્વત રહે છે ! એક વસ્તુ માંથી બીજી વસ્તુ તરફ પોતાની ગતિ ને બદલે છે . પણ ક્યારેય અંત આવતો નથી . બાળપણ ની અંદર બાળક પોતાની માતાને પ્રેમ કરે છે . માતા વિના એક ક્ષણ પણ રહી શકતું નથી , અને ત્યારે એવું લાગતું હોય છે કે મા વિના મારું જીવન શક્ય નથી ! સમય જતા એ બાળક મોટું થાય અને પિતા તેમજ પોતાના ભાઈ-બહેનો સાથે રમતુ થાય . અને ત્યારે એવું લાગે કે માતાની સાથે સાથે મારા પિતાની અને મારા ભાઈ બહેનોની પણ મને જરૂરિયાત છે .
એમના વિના માનવ જીવન કાંઈ નથી . આવું લાગે છે જ્યારે એ થોડું મોડું થાય અને રમવા માટે ઘરની બહાર શેરીઓમાં જવા લાગે , અને ભણતર માટે થોડુંક બહાર જાય અને નવા નવા મિત્રો એના જીવનમા આવે, ત્યારે એ બાળકને એવું લાગે કે આ મિત્રો મને કંઈક વધારે શીખવાડી જાય છે ,
આ મિત્રો મારા માટે કંઈક ખાસ અને મહત્વના છે.
જે વસ્તુ ઘરેથી નથી મળતી હોતી એ વસ્તુ જાણે કે એમને પોતાના મિત્રો પાસેથી મળી રહે છે !! . એવું લાગતા એ બાળકો તેમના મિત્રોની સાથે વધારે સમય વિતાવવા લાગે છે. અને થોડું થોડું ઘરથી દૂર થવા લાગે છે . ત્યારે એને એવું થાય છે કે આ મિત્રોએ જ મારા જીવનનો અભિન્ન અંગ છે . અને ત્યારે એમનો પ્રેમનો પ્રવાહ માતા-પિતા અને ભાઇ - બહેન , બદલી અને મિત્રો સાથે પણ રહેવાનો શરુ કરે છે . તે જ બાળક જ્યારે મિત્રો સાથે રહેતા આગળ થોડા વર્ષો વિતતા કિશોરાવસ્થા એ પહોંચે કિશોરાવસ્થા યુવાવસ્થા ની આસપાસ પોંચેલું એ બાળક પોતે વિજાતીય લોકો તરફ આકર્ષાય છે . ખેંચાય છે . અને ત્યારે એમને એવું લાગે છે કે, આ વ્યક્તિ તમારા જીવન માટે ખૂબ મહત્વની છે .!! . કોઈ છોકરો હોય તો એમની સામે છોકરી પસંદ આવે ને છોકરી હોય તેમને છોકરો પસંદ આવે . વિજાતીય આકર્ષણમા ખેંચાયેલા રહે છે . ત્યારે એને એમ લાગે છે કે , સામેનું પાત્ર જ મારા માટે યોગ્ય છે !! . એજ મારા જીવન જરૂરિયાત છે . મારા જીવનમાં પ્રેમ ની જે જરૂરિયાત છે એ આ જ પુરી કરી શકશે ! ! અને ત્યારે એ બીજા બધાથી દૂર ખેંચાય અને વિજાતીય આકર્ષણમાં ગુંથાય છે . અને ત્યારે એમ લાગે છે કે આમને જ પ્રેમ કહેવાય છે . એ જ વ્યક્તિ જ્યારે લગ્ન થાય લગ્નગ્રંથિથી જોડાય અને પોતાના જીવન સાથી સાથે જોડાય , ત્યારે એ જ માતા-પિતા ભાઈ-બહેન અને મિત્રો હોય છે પણ એમના તરફ થોડું ઘણું પોતાનો લાગણી નો પ્રવાહ ઓછોકરી અને પોતાના જીવનસાથી પ્રત્યે વધારે ને વધારે ખેંચાય છે. આકર્ષણ અનુભવે છે . અને એમાં પણ એકાદ બે સંતાનના મા કે બાપ બન્યા પછી એના એ જ વ્યક્તિ પોતાના સંતાનો પ્રત્યે વધારે ને વધારે ખેંચાય રહે છે . !! ! તો ત્યારે એના જીવનની અંદર કયો પ્રેમ સાચો છે . એટલા માટે કહ્યું છે કે પ્રેમ માત્ર અને માત્ર વિજાતીય વ્યક્તિઓ વચ્ચેની વસ્તુ નથી . પ્રેમ એ દરેક જગ્યાએ થઈ શકે છે . દરેક વ્યક્તિ સાથે થઇ શકે છે . પણ વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ પ્રેમ કરે છે . તો પ્રેમ કોને કહેવાય આપણી જરૂરિયાત જ્યાં છે એમને પ્રેમ કહેવાય ? કે આપણી લાગણીઓ જ્યાં છે એમને પ્રેમ કહેવાય?