filmo in Gujarati Philosophy by Raaj books and stories PDF | ફિલ્મો

The Author
Featured Books
Categories
Share

ફિલ્મો

ફિલ્મ ,સિનેમા ,movie એમ જુદા જુદા નામે ઓળખાતા ચલચિત્રો આપણી જિદંગી માં ઘણું મહત્વ ધરાવે છે. જ્યારે ફિલ્મ જોતા હોઈએ ત્યારે આપણે આપણી Real life ને 2 કલાક પૂરતી side માં મૂકી દેતા હોઈએ છીએ અને કોઈ નવી દુનિયા માં ખોવાઈ જતા હોઈએ છીએ. કોઈને avengers જોતા પોતાના boss એ આપેલા workload ની ચિંતા નથી થતી, કે પછી "બાલા" જોતા પોતાની ઓછી salary ની, કોઈને " પતિ પત્ની ઔર વૉહ" માં પતિ પત્ની ના ઝઘડા યાદ નથી આવતા . ''Padman ","social network", "wolf of the wall street" જોતા તો બધા પોતાને " enterpreneur" માની બેસે છે અને ''9 to 5" જોબ છોડવા નું વિચારવા લાગે છે . પછી બે ચાર દિવસ માં ફિલ્મ નું ભૂત ઉતરી જાય એટલે પ્રમોશન માટે boss ની પાછળ ફર્યા કરે છે.કોઈ "gully boy" જોઈ " અપના ટાઇમ આયેગા" ને જિંદગી નું સ્લોગન બનાવી નાખે છે .કોઈ " sonu ke tittu ki sweety" જોઈ પોતાના જુના મિત્ર ને call કરી લે છે . તો કોઈ "બરેલી કી બરફી " જોઈ કોઈના પ્રેમ માં પડી જાય છે .તો કોઈ ક્રિકેટ ના જોતો વ્યક્તિ MSD-the untold story જોઈ ક્રિકેટ નો ફેન થઈ જાય છે . કોઈ "mission mangal " જોઈ દેશ પ્રત્યે ગર્વ અનુભવે છે .કોઈ બાળકો ને "angry bird " દેખાડી એની smile માં સંતોષ મેળવે છે. તો કોઈ "harry potter " ના બધા ભાગો વારંવાર જોઈ એની દુનિયામાં ખોવાઈ જાય છે . કોઈ "Inception " જોતા સપના ની દુનિયામાં માં જતા રહે છે . તો કોઈ "jurassic world " જોતા જોતા dinasour ની દુનિયા માં પહોંચી જાય છે . કોઈને "now you see me" અંદર ના જાદુગર ને જગાડી દે છે. આવી bollywood અને hollywood ની અગણિત ફિલ્મો છે .
આ બધી ફિલ્મો જિંદગી માં ચાલી રહેલા દુઃખ,દર્દ , ગમ કે ખરાબ સમય માં painkiller નું કામ કરે છે.એવી painkiller જેની કોઈ આડઅસર નથી .આજકાલ ફિલ્મો પાછળ અઢળક પૈસા વપરાય છે અને મારા મત પ્રમાણે તે યોગ્ય છે .ફિલ્મો દિવસે ને દિવસે વધુ આધુનિક બનતી જાય છે અને આજકાલ ચાલી રહેલી 3D ફિલ્મો કલ્પના ને હકીકત ની નજીક લાવી રહી છે. કદાચ કોઈ બોરિંગ ફિલ્મો ની અમુક મિનિટો આખી ફિલ્મ ની ticket વસૂલ કરી આપે .તો ક્યારેક full entertain કરતી movie નો end નિરાશાજનક હોઈ શકે . વાત ફિલ્મો ના ગમવા ન ગમવા ની નથી વાત ફિલ્મો ને જોવાની છે ,એને માણવાની છે. એને જીવવાની છે તો એને જોતા રહીએ અને થોડા કલાકો માટે કોઈ નવી દુનિયા માં ખોવાઈ જઈએ. આપણી જિંદગી ના અધુરા રોમાંચ ને એ બે કલાક માં જીવીએ . હોઠો પાછળ છુપાયેલ હાસ્ય ને થોડી ક્ષણો માટે બહાર આવવા દઈએ .સામાન્ય જિંદગી ભૂલી થોડો સમય કોઈ fantasy માં ખોવાઈ જઈએ . આપણી પાસે પણ super power છે એમ વિચારી આકાશ માં ઉડવા લાગીએ . Time machine માં ભવિષ્ય ની મુસાફરી કરીયે . થોડો સમય અવકાશમાં બીજા ગ્રહો વચ્ચે વિતાવીએ , કદાચ ફિલ્મો જોતા તમને પણ આવા અનુભવ થયા હશે.

કળયુગમાં આજે હું તલવાર કાઢી લડી રહ્યો,
કોઈ અજાણી શક્તિ થી ઉંચા આકાશ માં ઉડી રહ્યો,
સામાન્ય વાર્તાલાપ સાંભળી ખડ-ખડ હસી રહ્યો,
ભગવાન નું નામ લઇ પળ-પળ ડરી રહ્યો,
કોઈ બીજાનું દુઃખ જોઈ દડ-દડ રડી રહ્યો,
હવે,હકીકત થી દૂર કલ્પના માં ખોવાઈ રહ્યો.