Abroad - one Stuggle in Gujarati Short Stories by Khyati Trivedi books and stories PDF | વિદેશ - એક સંઘર્ષ કથા

Featured Books
  • Krishna

    **The Story of Krishna: The Divine Play of Life**In the vast...

  • Rain Flower - 20

    Rain Flower Kotra Siva Rama Krishna After that she had seen...

  • Too Much is Too Bad

                                               Too Much is  Too...

  • You, Me and Desert - 4

    There were no remnants of the past left here anymore. Neithe...

  • Struggle of Life

    Struggle of Life  In a small, dusty village nestled amidst r...

Categories
Share

વિદેશ - એક સંઘર્ષ કથા

એક છોકરી ના જીવન માં વિદેશ ગયા પછી અને લગન પછી આવતા બદલાવ ની એક નાનકડી વાર્તા વાર્તા એક દીકરી માંથી વહુ અને પત્ની બનવાની। વાર્તા એક ઝરણાં માંથી નદી બનવાની।

આ વાર્તા એ છોકરીઓ માટે છે જેમને વિદેશ જવું છે, આ વાર્તા થી એમને કદાચ ખ્યાલ આવશે કે વિદેશ માં પણ ઘણો સંઘર્ષ હોય છે। અહીંયા કઈ જ ફ્રી નથી હોતું, અહીંયા તો આખી ફેમિલી ના કામ એક વયક્તિ એ કરવા પડતા હોય છે। આ કોઈ મોજ મજા કરવાની જગ્યા તો નથી જ, આ મારો મત છે।

વાર્તા ની શરૂઆત માં હું તમને થોડો મારો પરિચય આપી દવ । આ વાર્તા ની નાયિકા એટલે હું પોતે । એક એવી છોકરી જે ભણવામાં હંમેશા થી આગળ રહી છે અને કદાચ એટલે જ અને ઘર ના કામ માં ક્યારેય ધ્યાન નથી આપ્યું। ૧૦ મુ ધોરણ પાસ કરીને એને નિરમા જેવી ઇન્સ્ટિટ્યૂટે માંથી ડિપ્લોમા કર્યું અને પછી goverment collage ઓફ ગાંધીનગર માંથી BE IT કર્યું। આ બંને અભ્યાસ માં હંમેશા પ્રથમ આવતી હતી હું। BE IT પતાવ્યા પછી તરત જ મને જોબ મળી ગઈ IPhone Developer ની। આ સાથે જ જીવન માં ઘણા બદલાવ આવા લાગ્યા।
ઘર માં ૩ ભાઈ બહન માં સૌથી મોટી છુ હું એટલે જ મારા માતા પિતા અને દાદી એ બહુ લાડકોડ માં ઉછેરી ને મોટી કરી છે મને।
મારા મમી નું હંમેશા થી માનવું હતું કે દીકરી ને ઘર નું કામ તો સીખવાડવું જ જોઈએ પણ મારા પપ્પા હંમેશા થી મારા પક્ષ માં હતા એમનું માનવું હતું કે દીકરી ને ભણાવી ગણાવી ને તૈયાર કરો જેથી એ ઘરે ૨ કામવાળા રાખી શકે અને જીવન માં સફળ થાય। હું પણ હંમેશા થી મારા પપ્પા થી પ્રેરણા લેતી હતી અને આગળ વધતી હતી। મને ઘરે આવીને કોઈ કામ કરવાની ક્યારેય ઈચ્છા જ નહતી થતી એકતો કે હું બહુ થાકી જતી અને બીજું કે ઘરે આવું ત્યારે મને બેઠું તૈયાર આપતી મમી। અને લીધે હું ક્યારેય ઘર નું કામ શીખી જ નાઈ। લગભગ લગન ની ઉમર થઇ હોવા છતાં મને ઘર નું કોઈ કામ પરફેક્ટ તો નહતું જ આવડતું। મમી ને એમ હતું કે હું સમય ની સાથે શીખી જઈશ અને એ સાચી પણ હતી।

મારા લગન થયા જાન્યુઆરી ૨૦૧૭ માં। લગન પછી ૧ મહિના માં હું ઓસ્ટ્રેલિયા આવી ગઈ, હવે અહીંયા હું અને મારા પતિ બંને એકલા હતા। બંને માંથી કોઈને ખાવાનું બનાવતા કે ઘર સાંભળતા નહતું આવડતું। અહીંયા આવીને મારે બહુ કામ એક સાથે કરવાના થયા। જેમ કે મમી ની ઘર સાંભળવું અને પપ્પા ની જેમ જોબ કરવી ઉપર થી મારે ભણવાનું તો હતું જ। ઓસ્ટ્રેલિયા માં માસ્ટર માં એટલા બધા Assignment આપે છે કે સમય જ ના મળે બીજું કઈ વિચારવાનો।કોઈ વાર ખુબ કંટાળો આવતો પણ ધીરે ધીરે હું બેઠું શીખવા લાગી, YouTube પર જોઈને ખાવાનું બનાવતા અને મમી ને યાદ કરીને ઘર નું કામ કરતા। હંમેશા એવું વિચારતી કે મારી ઉમ્મી શુ કોઈ સુપર વુમન છે જે બેઠું આટલી સારી રીતે સાંભળી લેતી હતી।

જયારે હું સ્ટુડન્ટ હતી ત્યારે હું Friday , Saturday અને sunday જોબ કરતી કારણકે સ્ટુડન્ટ અહીંયા ૨૦ કલાક જ કામ કરી શકે। બાકી ના દિવસ હું મારા PR માટે PTE ની તૈયારી કરતી અને યુનિવર્સિટી ના assignment એન્ડ lecture માં જતી। Friday મારે સાંજે ૪-૯ જોબ હતી એટલે હું સવારે વિકેન્ડ ના કામ કરવાના સારું કરી દેતી જેમ કે ચાદર બદલવી, ઘર સાફ કરવું, કપડાં ધોવા, રસોડું detail clean કરવું, ઘર માં Vacuume કરવું, વગેરે। બપોરે હું રાત ના ખાવાની તૈયારી કરી દેતી જેથી ઘરે આવીને બહુ સમય ના લાગે cooking કરતા।

અહીંયા મળતા તૈયાર નાસ્તા મને અને પાર્થ ને બિલકુલ નથી ભાવતા। ધીરે ધીરે હું ગુજરાતી ગૃહિણી ની જેમ ઘરે નાસ્તા બનાવતા શીખવા લાગી। એવું કહેવાય છે ને કે માથે પડે એટલે બધું અવળી જાય એવું જ કૈક થયું મારા કિસ્સો માં પણ।મહિના ના છેલ્લા saturday સવારે કામ પર જતા પહેલા પુરી અને સેવો નો લોટ બાંધી ને જતી અને ઘરે આવી ને તરત જ રસોડા માં જય ને પુરી વણવાનું ચાલુ કરી દેતી અને પુરી અને સેવો બનાવી દેતી અલગ અલગ ૨-૩ પ્રકાર ની। જેથી ૧ મહિનો અમારે આ નાસ્તો ચાલી જતો। પછી ઘર નો સમાન લાવી ને હું Saturday જ ફ્રિજ માં મૂકી દેતી જેમ કે મિલ્ક, શાકભાજી,ફ્રૂઈટ્સ જેથી એક વીક એ સમાન ચાલી જાય અને બીજી વાર લેવા ના જવું પડે। સતુર્દંય હંમેશા મારા માટે ઘણો લોન્ગ ડે રહે છે કારણકે saturday હું શાક ભાજી સમારી ને તૈયાર કરીને ફ્રિજ માં મુક્તિ જેથી મારે જયારે ઉપયોગ માં લેવું હોય ત્યારે મને સરળ પડે। આ ટીપ પણ મને મમી એ જ આપી હતી।

હું કપડાં Friday સાંજે જ ધોઈ નાખતી એટલે saturday સુકાયેલા કપડાં અંદર લઇ લેતી અને ગોઠવી દેતી। Iron કરવાના કપડાં અને યુનિફોર્મ હું અલગ રાખતી અને રાત્રે કામ પતાવી ને એને આયર્ન કરી ને મૂકી ને સુઈ જતી। અને હા દરેક sunday સવારે ઘર માં હું ઇન્ડિયન ગ્રોસરી ચેક કરી લેતી અને પાર્થ ને લિસ્ટ આપી દેતી જો કઈ લેવાનું હોય તો પણ આમ તો હું મહિને જ લાવતી દાળ, ચોખા, કઠોળ અને બીજી બધી વસ્તુ। sunday જોબ પર થી આવ્યા પછી હું અને પાર્થ ફરવા જતા અને લગભગ બહાર જ જમી લેતા અથવા ઘરે થી નાસ્તો કરીને નીકળતા ૬ વાગે કારણકે હું જોબ પર થી ૫ વાગે ફ્રી થતી। પાર્થ હંમેશા મને લેવા આવતો ચા સાથે લઈને। હું રસ્તા માં ચા પીતાં પીતાં કાર માં j ઘરે આવતી। ઘરે આવીને ઈચ્છા હોય તો કૈક હલકો નાસ્તો બનવતી અને હું અને પાર્થ જોડે નાસ્તો કરીને બહાર જવા નીકળતા। । ખાલી એક sunday એવું લાગતું કે જીવી રહ્યા છીએ બાકી તો બસ મશીન ની જેમ ઘડિયાળ ના કાંટા પર દોડતી રહતી જિંદગી।

આજે અહીંયા આવ્યે લગભગ ૩ વર્ષ થઇ ગયા છે હવે આ life style માં સેટ થઇ ગઈ છુ હવે। હવે તો TR માં હું ફુલ-Time કામ કરી શકું છુ એટલે જીવન વધારે વ્યસ્ત લાગે છે સવારે ૬ વાગે ઉઠી ને નહિ ધોઈ ને બ્રેકફાસ્ટ બનાવો, પૂજા કરવી, વાસણ ધોઈ રસોડું સાફ કરી ફટાફટ ૭।૨૦ ની બસ પકડી નોકરી પર જવું। ત્યાં થી ૪।૩૦ નીકળી ને ઘરે એવું ૫।૩૦ એ અને પછી ડિનર બનવું અને વાસણ ધોઈ રસોડું સાફ કરવું। જયારે મારે PTE ની એક્ષામ આપવાની હતી PR માટે ત્યારે તો હું ઘરે આવી ને રોજ ૪ હોઉંર વાંચતી મારા Time ટેબલે પ્રમાણે। પણ મારે મે માં એચ ૮ બેન્ડ આવી ગયા PTE માં। જે અહીંયા PR લેવા માટે Compulsory છે। એ વખતે તો મને બહુ તકલીફ પડતી હતી પૂરતી ઊંઘ પણ નહતી મળતી વાંચવાના કારણે। પણ ભગવાન એ મારી મદદ કરી અને મારે ૩ મહિના માં જ બેન્ડ આવી ગયા। જોડે જોડે હું Professional યેર પણ કરું છુ જેથી મને PR મળવા easy રહે, હવે લગભગ બધી પરીક્ષા પતી ગઈ છે મારી। આ વીક માં જ મેં NAATI ની પરીક્ષા પણ આપી દીધી। હવે હું નવરી છુ મારા શોખ પુરા કરવા। ખુબ વાંચન કરવા અને નવી નવી વાર્તા લખવા।

અત્યારે તો હું Adelaide આવી છુ જોબ નાકામ થી એટલે કૈક વધારે જ ફ્રી છુ। હવે બસ જલ્દી જલ્દી PY પતે અને હું ઇન્ડિયા આવી શકું ફરવા। મારા PR નું કામ પતાવીને। મમી અને પપ્પા બંને મારી રાહ જોઈ રહ્યા છે હવે તો।

ખ્યાતિ ત્રિવેદી મોદી