Anokhi Jeet - 1 in Gujarati Moral Stories by Dt. Alka Thakkar books and stories PDF | અનોખી જીત - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અનોખી જીત - 1

આખરે ગણતરીનાં અંગત સ્વજનોની ઉપસ્થિતિમાં આશા અને સ્વપ્નીલના લગ્ન થઈ ગયા. અંતરમાં અનેક અરમાનો લઈને આશા સ્વપ્નીલને પરણીને સાસરે આવી ગઇ. આશા ખૂબજ સંસ્કારી અને સમજુ હતી. તેણે પોતાના નવા ઘર વિશે અનેક શમણાં સજાવ્યાં હતા. એ ખૂબજ ખુશ હતી કારણ કે અહીં એનું પોતાનું નવું ઘર હતું, નવો સંસાર શરૂ થવાનો હતો સાથે અહીં એને 'માં' મળવાની હતી. માનો પ્રેમ જેનાં માટે એ વરસો સુધી તડપી હતી એની માતા નાનપણમાં જ એને મૂકીને ચાલી ગઇ હતી અને ત્યારથી એ પિતા ના સહારે જ મોટી થઇ હતી અને માના પ્રેમ માટે તરસતી રહી હતી - જોકે એના પિતા એ એને ક્યારેય માતાની ખોટ મહેસૂસ થવા દીધી ન હતી. તેમ છતાં જ્યારે એ પોતાની ઉંમરની બધી છોકરીઓ ને મમ્મી વિશે વાતો કરતી સાંભળતી, - કોઈ પોતાની દીકરીને માથું ઓળાવી આપતી હોય, પ્રેમથી પોતાના ખોળામાં માથું મૂકી તેના માથે હાથ ફેરવતી હોય, - લાડ લડાવતી હોય - આ બધું જોઈ એની આંખો ભરાઈ આવતી હતી.
સ્વપ્નીલ ને જ્યારે એ મળતી ત્યારે કહેતી..... સ્વપ્નીલ મને ખુબજ ખુશી છે કે મને જીવનસાથી તરીકે તુ મળ્યો છે પરંતુ તેનાથીએ વિશેષ ખુશી એ વાતની છે કે લગ્ન પછી તારા ઘરે આવીને મને મા મળશે, માનો પ્રેમ મળશે જેનાં માટે હું ખૂબજ તડપી છું અને આ સાંભળી સ્વપ્નીલ હસ પડતો ને પછી ગંભીર થઇ કહેતો ' આશા મારી મમ્મીનો સ્વભાવ તો ખૂબજ કડક છે તે આપણા સંબંધનો પણ વિરોધ કરે છે તો પછી તને એની પાસેથી માનો પ્રેમ કેવી રીતે મળી શકશે? ને આશા એ કહ્યું હતું આ બધુ તું મારા પર છોડી દેજેે
આવી તો કેટકેટલી વાતો તેને યાદ આવી ગઇ હતી અને એણે મનમાં નક્કી કરી લીધું હતું કે દુનિયા માં વગોવાઈ ગયેલા ' સાસુ - વહુ' ના સંબંધ ને એ નવુું સ્વરૂપ આપશે અને એ બંને મા - દીકરી થઈને જ રહેશે.
પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે બીજા જ દિવસથી સ્વપ્નીલ ની મમ્મી શીલાબહેને પોતાનો સાસુનો હોદ્દો બરાબર નિભાવવાનું બીડું ઝડપી લીધુું હતું. ક્યાંંય સાસુપણામાં કશી રહેમ ન વર્તાઈ જાય તેની તકેદારી સાથે તેમણે વહુ માટેના નિયમોનું લિસ્ટ આશા સામે રજૂ કરી દીધું. - તેમને સ્વપ્નીલ નો આશા સાથેનો સંબંધ બિલકુલ મંજૂૂર નહોતો પરંતુ પોતાના એક ના એક દીકરા ની જીદ સામે તેઓ હારી ગયા હતા. સ્વપ્નીલ ના પિતા વિનોદરાયે પણ તેમને ખૂબજ સમજાવી આ સંબંધ વધાવી લેવા માટે તૈયાર કર્યા હતા. પરંતુ હવે તેઓ આશા ને હેરાન કરવામાં કોઇ કચાશ છોડવા માંગતા નહોતા. તેમણે લગ્ન ના બીજા જ દિવસે આશ સામે જાણે હુકમનામું રજૂ કરી દીધું. - રોજ સવારે વહેલા જાગી જવાનું, મને પૂછ્યા વિના ક્યાંય બહાર જવાનું નહીં, કોઈ ની પાસે બેસવાનું નહીં, પાસ - પડોશમાં ક્યાંય જવાનું નહીં. - આ ઘરમાં હું કહું તેમ જ થશે અને તારે મારી દરેક વાત માનવી પડશે.. આશા એ સામે તરત જ નમ્રતાથી જવાબ આપ્યો ' મમ્મી, તમે કહેશો તેમ જ થશે બસ મારે તો' ' મા' જોઈએ છે મા નો પ્રેમ જોઈએ છે. તમારે મને તમારી દીકરી સમજીને રાખવાની છે અને હું તમારી દરેક ઈચ્છા માથે ચડાવીશ ' ને શીલાબહેન તાડૂકી ઉઠ્યા તુ આ ઘરની વહુ છો ને વહુ જ રહેવાની છો. તે આવી મીઠી મીઠી વાતો કરી ને જ મારા સ્વપ્નીલ ને ફસાવ્યો છે પરંતુ યાદ રાખજે હું તારી આવી વાતો માં આવવાની નથી. મને ખબર છે તું આવી બધી વાતો કરી ને આ ઘરમાં તારું સામ્રાજ્ય સ્થાપવા ઈચ્છે છે પણ યાદ રાખજે મારી સામે તું જીતી શકવાની નથી. આશા એ કહ્યું હતું " મમ્મી હું તો આ ઘરમાં પ્રેમ નું સામ્રાજ્ય ઈચ્છું છું, હું તો તમારો પ્રેમ ઈચ્છું છું તમારી દીકરી બની રહેવા માંગુ છું અને મને વિશ્વાસ છે કે જીત એક દિવસ મારી જ થશે. કેમકે તમે ' મા' છો અને મા નું હૃદય બહુ ટાઈમ સુધી સંતાનો થઈ વિમુખ ન રહી શકે."
અને પછી તો શીલાબહેન નું સાસુપદ જોર પકડતું ગયું હતું. એ ગમે તે બહાને આશા ને જ્યારે ને ત્યારે બસ ટોક્યા જ કરતા. કંઈ ને કંઈ બહાનું કાઢી તેને બોલતા ને આશા આ બધું સહન કરતી. ક્યારેક તેમને સમજાવતી પરંતુ તેના પ્રયત્નો વ્યર્થ જતા હતા અને ક્યારેક આશા જ્યારે સ્વપ્નીલ પાસે રડી પડતી ત્યારે સ્વપ્નીલ પણ કહેતો આશા હવે જીદ છોડી દે મારી મમ્મી સુધરવાની નથી ને આશા એ જવાબ આપ્યો હતો સ્વપ્નીલ મમ્મી મારા સાસુ બન્યા તે પહેલાં મા હતા અને મા નું હૃદય બહુ કઠોર બની શકે જ નહીં જોજે તો ખરો એક દિવસ એ મને જરૂર અપનાવી લેશે.