Prem ni navi safar in Gujarati Love Stories by Margi Patel books and stories PDF | પ્રેમની નવી સફર...

Featured Books
Categories
Share

પ્રેમની નવી સફર...

હવે થી પાર્થ અને ખુશી ના લગ્ન ને ફક્ત 4 જ મહિના બાકી છે. બન્નેથી હવે રાહ જ નથી દેખાતી. પાર્થ ને ફરવાનો ખૂબ જ શોખીન. અને સાથે ખુશી ને જમવાનો. બંન્ને એકબીજા વગર રહી ના શકે એટલો પ્રેમ કરતાં.



પાર્થ અને ખુશી તેમના લગ્નની ખરીદી માટે બંન્ને સાથે જ ગયા. બંનેએ એકસરખા કપડાં પણ ખરીદ્યાં. બંન્ને એ પોતાના લગ્નની તૈયારી ખૂબ જ કરી. અને બંન્ને લગ્ન ની ખરીદી કરતાં કરતાં ફર્યા પણ ખુબ જ. ખરીદી પુરી થઇ ને બન્ને ખુશી ના ઘરે ગયા. અને થોડીવાર ખુશી ના ઘરે બેસીને પાર્થ નીકળી ગયો.



રાતના 11 વાગ્યાં હોય છે. પાર્થ નું ઘર ખુશીના ઘરથી 1 કલાક નો રસ્તો છે. પાર્થ ત્યાંથી ઘરે પહોંચવામાં 25મિનિટ જ બાકી હોય છે ને એટલામાં જ પાર્થ ની ગાડીની સામે ફૂલ સ્પીડમાં ટ્રક આવે છે. અને એ ટ્રક સ્પીડમાં જ પાર્થ ની ગાડી સાથે અથડાઈ જાય છે. ને ગાડી ત્યાંજ 4 થી 5 ગોઠામડાં ખાઈ ને દૂર ફેંકાઈ જાય છે. અને પાર્થ ખુબ જ ગંભીર રીતે ઇજા થાય છે.




ખુશી પાર્થ ના કોલ નો રાહ જોઈ રહી હોય છે. પણ પાર્થ નો ફોન ના આવવાથી ખુશીને પણ થોડું થોડું ટેન્શન થાય છે. ખુશી એ રાતના 1 વાગ્યાં સુધી પાર્થના ફોન ની રાહ દેખતી હોય છે. ને છેલ્લે થાકીને ખુશી જયારે પાર્થને ફોન કરે છે. પાર્થના ફોન ની રીંગ વાગ્યાં જ કરે છે. પણ કોઈ ઉંચકતું જ નથી.




ખુશી થોડી વાર પછી ફરીથી પાર્થને ફોન કરે છે. પણ આ વાર પાર્થ નો ફોન ઉચકી લે છે. પણ તે પાર્થ નહીં બીજું કોઈ હોય છે. બીજા નો અવાજ સાંભળીને ખુશી અનેક સવાલો પૂછવા લાગી. ત્યારે સામે થી ફક્ત એક જ જવાબ આવે છે કે, " તમે જે પણ હોય એ જલ્દી થી સિટી હોસ્પિટલ માં આવી જાઓ. આ જેનો ફોન છે એ ખુબ જ ગંભીર છે. જલ્દી આવો. "


આટલુ સાંભળતા જ ખુશીના હાથમાંથી ફોન પડી ગયો. અને ખુશી એ જોરથી બુમ પાડી. અને ખુશીની બુમ સાંભળતા જ તેની મમ્મી પપ્પા તરત જ ખુશીના રૂમ માં આવ્યા. ખુશી ખુબ જ રડતી હતી. ખુશી એ રડતાં રડતાં તેની મમ્મી ને પાર્થ ના એક્સીડેન્ટ નું કહ્યું. તો બધા તરત જ હોસ્પિટલ માં ગયા. અને રસ્તા માં પાર્થ ના મમ્મી પપ્પા ને પણ ફોન કરીને કહ્યું.


બધા જ હોસ્પિટલ માં પહોંચ્યા. પાર્થ ની હાલત દેખી ને બધા જ હેરાન થઇ ગયા. ડૉક્ટર જોડે વાત થઇ તો પણ ડૉક્ટર પણ જવાબ આપી ધધો હતો કે અમારા હાથ માં કઈ જ નથી. આ સાંભળીને ખુશી ખુબ જ રડી. ડૉક્ટર પાર્થ ને ઓપરેશન થિયેટર માં લઇ ગયા.


પાર્થ નું ઓપરેશન 6 કલાક ચાલ્યું. ઓપરેશન કરીને ડૉક્ટર બહાર આવ્યા. બધા ડૉક્ટર ની આજુબાજુ ભેગા થઈને પૂછવા લાગ્યા પાર્થ વિશે. પણ ડૉક્ટર ને સાફ શબ્દોમાં કહી દીધું કે, " પાર્થ નો જીવ તો બચાવી લીધો છે. પણ પાર્થ પેરેલાઈઝ થઇ ગયો છે. પાર્થ તેના જીવનમાં તેના હાથ પગ થી કામ કરી નહીં શકે. બીજું હવે જ્યારે પાર્થને ભાન આવે એટલે ખબર પડે કે બીજી કોઈ તકલીફ તો નથી ને. " બધા પર આભ તૂટી પડ્યું. ખુશી ને સાચવવી કહું જ અઘરી પડતી હતી. ખુશી એ તો રડી રડી ને તેની પણ તબિયત બગાડી દીધી.


4 કલાક પછી પાર્થ ને ભાન આવે છે. પાર્થ ને ભાન આવવાની સાથે જ પાર્થે ખુશી નું નામ સૌથી પહેલા લીધું. ખુશી પાર્થના જોડે ગઈ. અને પાર્થ ખુશી ને કેહવા લાગ્યો કે, " ચાલ ગાંડી, કેમ રડે છે??? મને કઈ નથી થયું. અરે થોડા દિવસ માં તો હું પહેલા જેવી જ ચાલતો થઇ જઈશ. હજી તો આપણે તારી ફેવરેટ ડીશ ખાવાની બાકી છે. એક વાર મને ઉભો થઇ જવા દે. પછી લઇ જાઉં તને. અને હવે તો આપણા લગ્ન પણ નજીક આવ્યા. હું તારો પીછો તો નથી જ છોડવાનો. તું ધારીશ તો પણ નઈ. " આટલુ સાંભળતાની સાથે જ ખુશીની આંખ માંથી અશ્રુધારા વહેવા લાગી. ને તે રોકી જ ના શકી પોતાને. પછી બધા એક પછી એક પાર્થ ને મળવા જાય. અને પાર્થ બધાને તેના લગ્ન ની જ વાતો કરતો.


થોડા દિવસ પછી ડૉક્ટરે પાર્થને રાજા આપી દીધી. પાર્થ ઘરે જવા માટે ઉભો થવાની કોશિશ કરે પણ તે ઉભો જ ના થઇ શકે. હાથેથી ગ્લાસ પકડવાની કોશિશ કરે પણ હાથની આંગળીઓ જ ના વળે. પાર્થ એની આવી હાલત દેખીને ખુબ જ જોર થી બુમ પાડી. પાર્થ આવી હાલત દેખી જ ના શક્યો. પાર્થ સદમામાં જતો રહ્યો. પાર્થ ને થોડી વાર પછી ડૉક્ટરે તેની પાસે ગયા. અને પાર્થને સમજ્વ્યો અને તેની પરિસ્થિતિ થી વાકેફ કરાવ્યો.


હોસ્પિટલ માંથી રાજા લઈને પાર્થ ઘરે ગયો. પાર્થ ઘરે જઈને પણ કોઈજ બોલ્યો નહીં. અને બસ તેની મમ્મી ને એટલું જ કહ્યું કે, "મમ્મી કાલે ખુશી ને બોલાવજે. મારે વાત કરવી છે તેના જોડે. "


ખુશી બીજા દિવસે આવી. પાર્થ ને દેખીને રડી પડી. પાર્થે ખુશી ને રડતી બંધ કરીને કહ્યું કે, " જો ખુશી, હવે હું જીવનભર આવી જ રીતે રહેવાનો છું. તું પણ હજી નાની છે. તું હવે મને ભૂલી જા. આપણા લગ્ન ને ભૂલી જા. અને આજથી તારા જીવનની નવી શરૂઆત કર. મારા સાથે આવી હાલત માં ના રહેવાય તારે. " આટલુ સાંભળતા જ ખુશી રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. પાર્થ ખુશી ને બૂમો પડતો રહ્યો. છતાં ખુશી દોડતી ચાલી ગઈ.


3 મહિના વીતી ગયા. પાર્થ ની હાલતમાં કોઈ જ સુધાર નથી આવતો. પાર્થ ખુશી ને ખુબ જ યાદ કરે છે. પણ તેની લાચારીના લીધે ખુશી થી અલગ રહેવું પડે છે. ખુશી જોડે વાત કરવાની ઈચ્છા થાય તો પણ પાર્થ નથી કરતો. જેથી ખુશી નું મનોબળ નબળું ના થઇ જાય.


બસ આવી જ રીતે સમય નીકળતો જાય છે. પાર્થ ની નજર આજે કેલેન્ડર માંથી હટતી જ નથી. કેમ કે, આજે જ પાર્થ અને ખુશી લગ્નગ્રંથી માં જોડાવાનું હતા. પાર્થ ખુબ જ રડે છે. પોતની જાત ને નફરત કરે છે. ને સાથે સાથે ખુશી ને ખુબ જ યાદ પણ કરે છે.


રાતના 7 વાગ્યાં હોય છે. એટલામાં નીચે લગ્નના ઢોલ નગારા નો અવાજ આવવા લાગે છે. પાર્થ અવાજ ને ઇગ્નોર કરીને સુઈ જાય છે. 10 મિનિટ પછી પાર્થના રૂમ માં અવાજ આવે છે. "એ પાર્થ ચાલ ઉઠ. શું હજી સુયા કરે છે.?? જો તને લેવા કોણ આવ્યું છે??? "



પાર્થ આંખ ખોલીને દેખે છે તો, સામે સુંદર એવા લાલ રંગના જોડા માં, જાણે અપ્સરા નીચે આવી હોય તેવી ખુશી તૈયાર થઈને ઉભી હતી. અને મુખ પર ખુબ જ મોટી મુસ્કાન સાથે. ને કહે, " દેખ તું ના આવ્યો તો હું આવી ગઈ. આ જનમ માં તો હું તારો પીછો નથી જ છોડવાની. તારે છૂટવું હશે તો પણ નઈ. "



પાર્થ બોલવાજ જતો હતો કે તરત જ ખુશી તેની બાજુ માં આવી ને બોલી, " જો પાર્થ મારે કંઈજ નથી સંભાળવું તારું. પણ તું મરી વાત સાંભળ. તું તારી જ છું. તારી હતી, ને હંમેશા તારી જ રહીશ. હું તારા વગર જીવી ના શકું. અને આપણો પ્રેમ કોઈનો મોહતાજ નથી કે તેને કોઈની જરૂર પડે. હું તારા માટે કાફી છું. અને તું મારા માટે. આપણો પ્રેમ અંતરનો છે. આત્મા નો છે. રૂહ નો છે. સન્માન નો છે. અધિકારી નો છે. હક નો છે. શરીર નો નથી. "



પાર્થ હજી બીજું કઈ પણ બોલે એના પહેલા જ ખુશી બોલી કે, "ચાલ હો હવે, મારે તારી સાથે લગ્ન કરવા છે. હવે રાહ નથી દેખતી. જલ્દી કર. "




આટલું કહેતાની સાથે જ પાર્થ હસી પડ્યો. અને તેને લગ્ન કરવાની હા પણ પાડી દીધી.



બન્ને આજે લગ્ન કરીને ખુબ જ ખુશ છે. ખુશી ના મુખ પર એક સિકંજ પણ નથી આવતી પાર્થની આવી હાલત હોવા છતાં તેની સાથે લગ્ન કર્યાં તેમાં. આજે બન્ને એ લગ્ન જીવન ની નવી શરૂઆત કરી. નેબન્ને એકબીજા માટે જ બનેલા છે. તેવું તેમને સાબિતી પણ કર્યું.