ટુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ -13
સ્તુતિ-શ્રૃતિ અને અનાર નીલમનાં ઘરે પહોંચી ગયેલાં નીલમને ઘસઘસાટ ઊંઘી રહેલી. એની મંમી સાથે ઘણો બધો સંવાદ થયો અને એની મંમીએ બધી હૈયાવરાળ કાઢેલી. નીલમની મંમી ચૂસ્ત પુષ્ટીમાર્ગીય ધર્મ પાળતાં હતાં અને એમનાં લગ્ન મહારાષ્ટ્રીન બ્રાહ્મણ એવાં શિવાજીરાવ સાથે થયેલાં. તેનો કોઇ કાપડની કંપનીમાં કામ કરતાં હતાં. અને ત્યાંજ એમની ઓફીસની કોઇ કર્મચારી સાથે સંબંધ થઇ ગયો. અહીં હું છોકરાં જણવામાંથી ઊંચી ના આવી અને એ બહારનાં સંબંધોમાં. પગારનાં પૈસા ઊડાવતાં અને ઘરમાં ખાવાનાં ધાંધીયા થતાં.
મારું તો આખુ જીવતર દુઃખમાં ગયું. મેં ઘરમાં બેસીને પાપડ-સેવ મરીયા બનાવી વેચવા માંડ્યા. મોટી બધે જઇને આપી આવતી એમાં જેમ તેમ વરસો ગયાં. અને એક દિવસ એનાં બાપા પીધેલાં ટૂક નીચે આવીને ઉપર સીધાવ્ય.... કોઇ દુઃખ નહોતુ થયું છૂટકારાનો એહસાસ થયો. થઇ થોડી તકલીફ કેટલોક સમય પછી મોટીએ પાર્લરમાં નોકરી લીધી. મોટો ભણવા સાથે નોકરી કરતો આગવડ દૂર થઇ ગયેલી.
પાછી અગવડતાં એંધાણ આવે મને. મોટો જુદો ગયો અને આ અભાગીને ખબર નહીં. શું શું એમ બબડતા બબડતાં અંદર ગયેલાં.
નીલમને શ્રૃતિએ મહાપરાણે ઉઠાડી... નીલમ શ્રૃતિ-સ્તુતિ અને અનારને જોઇને પ્હેલાં તો ડઘાઇ ગયેલી શ્રૃતિએ એને પ્રેમથી પૂછ્યું શું છે ? કાલે ક્યાં હતી ? કેમ આટલું ઊંઘે ? અને નીલમ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. સ્તુતિએ ઊઠીને નીલમનાં રૂમનો દરવાજો બંધ કર્યો.
નીલમે કહ્યું "શ્રુતિ હું ફસાઇ ગઇ છું એવો મને પાકો એહસાસ છે. વધારે પૈસા કમાવાની લાલચે મારાથી જ મોટી ભૂલ થઇ છે. સ્તુતિએ કહ્યું "ઠીક છે માણસ છે ભૂલ થાય પણ તારાથી શું થયું છે એવી કઇ ભૂલ ? તું કહીશ તો અમે તને મદદ કરી શકીશું. તું નિખાલસતા થી વાત કર બધી અને.
નીલમને થોડીવાર રડવા દીધી. પછી એ સ્વસ્થ થઇ.. સ્તુતિએ કહ્યું અનાર પાણી લાવને... અનારે કહ્યું છે મારી પાસે અને પોતાની બોટલમાંથી નીલમને પાણી આપ્યુ નીલમે બધાની સામે નજર કરીને પછી કહેવાનું ચાલુ કર્યું.
શ્રુતિ... હુ મહિના પહેલાંજ સ્ટાર બિલ્ડર્સ કરીને આપણાં અંધેરીમાંજ કન્સ્ટ્રકશન કંપની છે. ખૂબ મોટી કંપની છે એનાં માલિક કોણ છે એ પણ મને ખબર નથી પણ મારાં ઇમીજીએટ બોસ ઇકબાલ ભાટી કરીને છે ખૂબ સારાં સ્વભાવનાં છે એમણે જ મારો ઇન્ટરવ્યુ લીધેલો. અને મને પર્સનલ સેક્રેટરીની જેમ કામ કરાવતા બધા કોરોસ્પોનડન્સ સાઇટ રીપોર્ટ અને કોઇ વાર બેંકનું કામ કરાવતા. ક્યારેય મને એમનાંથી તકલીફ નથી પહોચી. એમને મારી પરીસ્થિતિની ખબર હતી. મને ઇન્ટવ્યુમાં ફેમીલી બેકગ્રાઉન્ડ માંડીને બધુ જ પૂછેલુ. મેં કીધેલું..
થોડાં દિવસની જોબ પછી તેઓને દુબંઇ કાંઇ પ્રોજક્ટ માટે જવાનું થયું તેઓ 3-4 માસ માટે જવાનાં હતાં ત્યારે મને કોઇ સરફરાશ કરીને બીજી પાર્ટનર છે એમને રીપોર્ટ કરવા કીધો. એ સરફરાશ સાઇટ અને માર્કેટીંગ બંન્ને સંભાળતા તેઓ એકદમ યંગ અને ફેશનેબલ હતાં.
હું એકવાર એમને રીપોર્ટ કરવા એમની ચેમ્બરમાં ગઇ આમતો કાયમ ફોનથી પતી જતું ક્યારેય મળવાનું જ થતું નહોતું. એ સમયે મને કોઈ અગત્યના ડોક્યુમેન્ટ હેન્ડ ઓવર કરી ગયું અને સરફરાશ સરને આપવા કીધેલું. હું એમની ઓફીસ આવવાની રાહ જોઇ રહેલી તેમાં જ સાંજ સુધી આવ્યા નહોતાં મેં એમનો કોન્ટેક્ટ નંબર ઓફીસમાંથી મેળવીને ફોન કર્યો. એમણે મને તું મારી સાથે દુબાઇથી કોઇ ગેસ્ટ છે મારે થોડું લેટ થશે. જો તમે રાહ જોઇ શકો તો રાહ જુઓ અથવા ઓફીસમાં જે પ્યુન છે ફરહાદ એને આપીને જઇ શકો છો.
મેં ઓકે કહી ફોન મૂક્યો. અને ઓફીસમાં મેં તપાસ કરી ફરહાદ કોઇનું પેમેન્ટ લેવા ગયેલો. હજી નહોતો આવ્યો અને એ પેમેન્ટની એન્ટ્રી પણ મારે કરવાની હતી. મેં એને ફોન કર્યો ક્યાં છું ? ત્યારે એણે કહ્યું પાર્ટી પાસેથી પેમેન્ટ મળી ગયું છે પણ ટ્રાફીકમાં ફસાયો છું. મને આવતાં વાર લાગશે. મેમ તમારે રોકાવું પડશે હું આવું પછી જજો પ્લીઝ..
અને મારે રોકાવું પડ્યું હવે ફરહાદ આવે એ પ્હેલાંજ સર એમનાં ગેસ્ટ સાથે આવી ગયાં મારે રાહ જોવામાં મોડી સાંજ થઇ ગઇ હતી. સર આવીને એમનાં ગેસ્ટ સાથે એમની ચેમ્બરમાં જતાં રહેલાં. બીજો સ્ટાફ એમનાં કામમાં મશગૂલ હતો હું નવી નવી હતી એટલે બધાથી એટલી પરીચીત ન્હોતી.... નીલમ થોડીવાર ચૂપ રહી અને શ્વાસ ખાધો.
નીલમે શ્રૃતિને કહ્યું "શ્રૃતિ મારું નસીબ ચમકી ગયું. હોય એવું મને એ દિવસે લાગ્યું. થોડીવાર પછી મને સરે બોલાવી અને હું ડોક્યુમેન્ટસ લઇને અંદર ગઇ. અંદર સર એમનાં ગેસ્ટ સાથે વાતો કરતાં હતાં. મે અંદર જઇને એમને ડોક્યુમેન્ટસ આપ્યાં અને કહ્યું "સર હું જઊં મારે આજે ઘણુ લેટ થઇ ગયું છે.
સરે મારી સામે જોયું અને પછી કહ્યું "હેય આર યુ નીલમ ? મેં કીધું હાં સર.. મને નવાઇ લાગી મેં એમની સાથે તો વાત કરી હતી એમણે મારી સામે થોડી વાર જોયાં કર્યું પછી કહ્યું "ઓકે ઓકે ભાટી સરે તમારા વિશે વાત કરી હતી.. યપ યુ કેન ગો... બટ આઇ વોન્ટ ટુ ટેલ યુ સમથીંગ... તમારે થોડો સમય વધારે રોકાઇને ઓવરટાઇમ કરવો હોય તો કરી શકો છો અને એનાં માટે કંપની તમને સારી રકમ ચૂકવશે. બાય ધ વે તમે આજથી જ શરૃ કરી શકો છો આમ પણ તમે મોડાં સુધી રોકાયા જ છો.... કારણ કે મારો સમયતો મોડી સાંજે જ શરૂ થાય છે. હું બધી સાઇટ અને બીજો કામ પરવારી ઓફીસે જ આ સમયે આવું છું સો થીંક એબાઉટ ઇટ... એન્ડ પ્રોમીસ યુ.. યુ વીલ ગેટ ગુડ ઇન્કમ....
મેં વિચાર્યા વિના જ કહી દીધું "ઓકે સર આઇ વીલ ડુ ઓવર ટાઇમ.... મને ખબર નહોતી કેટલો સમય અને શું કરવાનું છે ?
સરે કહ્યું "ઓકે ડન... હું એકાઉન્ટસમાં મીરકાદરીને કહી દઊં છું કે આજથી તમારો ઓવરટાઇમ પણ નોટ કરશે અને એ પૈસા તમને વીકલી ચૂકવાઇ જાય જેવી તમને કામ લાગશે અને તમારે સાંજે કોઇ ગેસ્ટ આવે એમને એટેન્ડ કરવાનાં અને બાકીનુ કામ આપોઆપ સમજાઇ જશે.
આ બધું સાંભળીને શ્રૃતિ-સ્તુતિ અને અનાર બધાં એકબીજાની સામે જોઇ રહ્યાં. શ્રૃતિ એ કહ્યું "પણ તારે જાણ્યા વિનાં બધું હા એ હા કરવાની શું જરૂર ? એવાં તો તને કેટલા પૈસા આપી દીધાં અને શું કામ કરાવ્યા ?
નીલમ થોડીવાર શ્રૃતિ સામે જોઇ રહી... થોડીવાર ચૂપ રહીને બોલી... તને ખબર નથી ઘરમાં મારાં શું ચાલે છે ? કેટલી પૈસાની જરૂર છે ? મારી જરૂરિયાતે મને મજબૂર કરી હા પાડવા... મારી મોમને હેલ્થ અને બીજી કેટલી ટ્રીટમેન્ટની જરૂર છે કાંઇ કરાવી નથી શકતાં ફલેટમાં રહીએ છીએ એમાં કેટલાં બધાં પૈસા ભરવાનાં આવ્યા છે બધા રીપેરીંગમાં મોટી ક્યાં સુધી પહોંચે ? નાનો એનો ખર્ચો કાઢે.. બાકી રહી હું …….શું કરુ હું ?
શરૂઆતનાં દિવસોમાં કાંઇ કામ નહોતું રહેતું બસ બેસી રહેતી... ટીવી જોતી કોઇ કોલ આવે એટેન્ડ કરતી અને પછી 3-4 દિવસ પછી બહારથી ગેસ્ટ આવેલા... સરે મને એમનાં માટે સારી હોટલ બુક કરવા કીધું... મેં સર્ચ કરીને સરે કીધેલું એ બજેટમાં રૂમ બુક કરાવ્યા.. અને મારાં સમયે હું કહેવા અંદર ચેમ્બરમાં ગઇ કે મારો સમય થઇ ગયો હું ઘરે જઊં છું. તો સરે થોડીવાર મારી સામે જોઇને કહ્યું "ઓકે તું જા... પણ આપણાં ગેસ્ટ છે.. પછી ગેસ્ટ સામે જોઇને કહ્યું.. મીટ માય સેક્રેટરી નીલમ ગોલકુંડે... શી ઇઝ વેરી ઇન્ટેલીઝનટ એઝ કોઓપરેટીવ સી…એરેન્જન યોર હોટલ એન્ડ એવરીથીંગ... મારો ઇન્ટ્રો કરાવ્યા પછી કહ્યું એ લોકો હમણાં અહીં જ છે... એ લોકોનું આપણી સ્કીમમાં ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે... સો ટેક કેર.. પછી કહે આજે એ લોકો બીઝી છે કાલે કંઇ હેલ્પની જરૂર પડે તો સાથે રહેજે.. મેં કહ્યું ઓકે.. એ બે જણાં હતાં એમાંથી એક જણે મને એની બેગમાંથી એક પર્સ ગીફ્ટ કર્યું.
એ પર્સ એટલું સરસ અને મોંઘું હતું. મેં લેવા માટે ના પાડી તો કહે ઇટ્સ ફોર યુ. તમે અમારું આટલું કામ કર્યુ. તમારો હક છે.. સરે લેવા માટે ઇશારો કર્યો મેં લઇ લીધું. અને બીજાએ કહ્યું "સોરી આઇ ડોન્ટ હેવ એની ગીફટ ફોર યુ બટ પ્લીઝ ટેક ધીસ કહીને એક કવર આવ્યું સરે એ પણ લેવા કીધું. મેં સંકોચ સાથે લીધું અને બહાર નીકળી ગઈ બહાર જઇને જોયુ તો એ કવરમાં 10 હજાર રૃપિયા હતાં મેં સરને તરતજ બહારથી ફોન કર્યો....
પ્રકરણ -13 સમાપ્ત.