Life where will you take - 7 in Gujarati Classic Stories by jagruti purohit books and stories PDF | જિંદગી તું ક્યાં લઇ જઇશ - ૭

Featured Books
Categories
Share

જિંદગી તું ક્યાં લઇ જઇશ - ૭

સોહમભાઈ અને રાશીબેન અત્યારે ખુબ મુશ્કેલ રાહ પર છે , કાવ્ય નો પત્તો લાગતો નથી સાથે સાથે કાવ્ય ની નિશાની પણ ખોવી પડી , જેટલું દુઃખ કાવ્ય ના મમ્મી પાપા ને હતું એના કરતા વધારે નિયતિ ને ભોગવવાનું હતું .

જિંદગી તું ક્યાં લઇ જઇશ : ભાગ -૭

નિયતિ એના મમ્મી પાપા ના ઘરે પહોંચી ગયી ત્યાં એના મમ્મી એનું ખુબ ધ્યાન રાખતા , પણ મમ્મી નો સ્વભાવ થોડો આકરો એટલે એમને નિયતિ ને એના સાસુ સસરા જોડે શરૂઆત માં તો વાત કરવા દીધી પણ દિવસે દિવસે નિયતિ ને વાત ઓછી કરવા કહ્યું , નિયતિ ની તબિયત સારી ના રહેવાથી નિયતિ એ કાવ્ય ના ઘરે જવાનું કહ્યું , નિયતિ ની મમ્મી અકળાયી ને બોલી અવે તારું ત્યાં શુ છે તો તારે ત્યાં જવું છે ? કાવ્ય નથી તો શુ તું કઈ એમની નોકર નથી કે કાવ્ય ના બદલામાં તારે એમને સાચવવાના નિયતિ એની મમ્મી ને બહુ સમજાવી કે મારુ સાસરું જ મારુ ઘર છે , હું એમની જ છું, અને અવે એમની દીકરી બની ને મારે એમને સાચવાના છે , નિયતિ એ મમ્મી ને એવું પણ કહ્યું કે કાવ્ય આજે નઈ તો કાલે આવશે તો શુ વિચારશે મારા માટે । બધા જ તર્ક વિતર્કો વ્યર્થ રહ્યા , નિયતિ ની મમ્મી કઈ માનવા તૈયાર જ ન હતી । નિયતિ ના પાપા એ પણ ખુબ સમજાવ્યા પણ સ્ત્રી હઠ ની આગળ તો યમરાજ નું પણ નતું ચાલ્યું તો સામાન્ય માણસ નું તો કેમ કરી ચાલે ।

એક દિવસ સોહમભાઈ અને રાશીબેન નિયતિ ના ઘરે આવ્યા , નિયતિ ને પોતાની સાથે ઘરે લઇ જવા , નિયતિ તો રાજી રાજી થયી ગયી પણ નિયતિ ના મમ્મી એ ચોખ્ખી ના પાડી દીધી કે અમારી નિયતિ અવે એ ઘરે ક્યારે નહિ આવે , પેહલા તમે તમારા ભાગેડુ કાવ્ય ને લાવો પછી જ મારી દીકરી તમારા ઘરે આવશે નહિ તો ભૂલી જજો કે નિયતિ તમારા ઘર ની વહુ હતી , આમ પણ આટલો સમય જતો રહ્યો અવે શુ કાવ્ય આવાનો ? જો આવાનો હોત તો આટલા સમય ક્યાં છે ? કઈ તમે અમારા થી છુપાવતા તો નથી ને , કાવ્ય કોઈ બીજી છોકરી ના ચક્કર માં ક્યાં ભાગી તો નથી ગયો ને , નિયતિ ગુસ્સા માં બોલી : મમ્મી આ તું શુ બોલે છે ? મારો કાવ્ય હજી નિયતિ કઈ બોલે એ પેહલા જ એની મમ્મી એ રાડ નાખી ને બોલી તું ચૂપ બેસ , તને કઈ ખબર ના પડે , સોહમભાઈ અને રાશીબેન ની આંખો આંસુ ભરેલી હતી , સોહમભાઈ બોલ્યા કે તમે આમ ના બોલશો , અમારો કાવ્ય................... બોલતા બોલતા તો એ રડી પડ્યા , નિયતિ ના પાપા એ સોહમભાઈ

ના ખભે હાથ મૂકી ને શાંત્વના આપવા લાગ્યા , ત્યાં વળી પાછી નિયતિ ની મમ્મી બોલી કે જો તમારો કાવ્ય ક્યાંય ભાગી નથી ગયો અને આટલા સમય થી મળ્યો પણ નથી તો પછી એ જીવતો છે કે નઈ એ પણ ક્યાં કોઈ ને ખબર છે , આટલું બોલતા તો રાશીબેન ભાંગી પડ્યા , નિયતિ તો પોતાની મમ્મી આવું બોલશે એ સપને પણ વિચારી ના શકે , સોહમભાઈ અને રાશીબેન આગળ કઈ બોલ્યા વગર ઘર ની બહાર જવા ઉભા થયા , નિયતિ રડતી રડતી બોલી : તમે મને છોડી ને ના જશો, રાશીબેન નિયતિ ને માથે હાથ મૂકી ને બોલ્યા , દીકરી તારા માટે એ ઘર ના દરવાજા હંમેશા માટે ખુલ્લા જ છે પણ આજે આ ઘર ના દરવાજા અમારા માટે બંધ થયી ગયા . આટલા માં નિયતિ સમજી ગયી કે એની મમ્મી ના શબ્દો એ નિયતિ , કાવ્ય અને કાવ્ય ના મમ્મી પાપા નો રીસ્તો તોડી નાખ્યો . સોહમભાઈ અને રાશીબેન હજી તો બહાર જ જતા હતા ત્યાં નિયતિ ના મમ્મી બોલ્યા ; મારી નિયતિ ને મેં તમારા ઘર પરિવાર ના મોભા ને જોઈ ને આપી હતી , ખબર ન હતી કે ખાલી દેખાડો છે હકીકત તો કઈ જુદી જ છે , મારી નિયતિ ના ભાગ્ય જ ફૂટેલા છે કે આવો પરિવાર સાસરા રૂપે મળ્યો , તમે મારી નિયતિ નો જે કઈ સમાન તમારા ઘરે હોય એ અહીં પહોંચાડી દેજો અને આજ પછી નિયતિ કે એને લાગતી કોઈ વાત વિશે વિચારતા ના .

આ શબ્દો તો જાણે તિર ની જેમ સોહમભાઈ , રાશીબેન અને નિયતિ ને ચીરી ગયા . રાશીબેન જતા જતા નિયતિ ને વષવશો હોય એમ નિહારી રહ્યા હતા નિયતિ પણ મજબુર એક તરફી નિર્ણય ને જોઈ રહી હતી , નિયતિ તો માત્ર અને માત્ર કાવ્ય ની જ હતી પણ આજે નિયતિ ની મમ્મી એ કાવ્ય સાથે ના બધા જ જોડાયેલા સબંધો એક ઘા એ તોડી નાખ્યા . સોહમભાઈ અને રાશીબેન વીલા મોઢે પાછા પોતાના ઘરે આવ્યા . આ ખાલી ઘર તો જાણે ભૂત બંગલો બની ગયો . દરેક ખૂણો નિશબ્દ થયી ગયો હતો .સમાજ તો જેટલા મોઢા એટલી વાતો , આટલું બધું રાશીબેન અને સોહમભાઈ સહન ન હતા કરી શકતા એટલે થોડા દિવસ અમેરિકા જતા રહેવાનું વિચાર્યું .કાવ્ય ક્યાં છે ? એ તપાસ કરી ને પોલીસ પણ હાર માની ગયી , સોહમભાઈ ના કમિશ્નર મિત્ર એ પણ સોહમભાઈ ને કાવ્ય કદાચ હયાત નથી એવું જણાવ્યું , પણ જ્યાં સુધી કાવ્ય ની બોડી ના મળે ત્યાં સુધી સોહમભાઈ અને રાશીબેન માનવા તૈયાર ન હતા .રાશીબેન બોલી ઉઠયા કે મારો સાઈ ના ઘરે દેર છે પણ અંધેર નથી , એ મારા કાવ્ય ને લાવશે પાછો . સોહમભાઈ પણ થાકી ને બોલ્યા ચાલ અવે આપણે અહીં નથી રેહવું , લોકો તો બોલશે જ પણ આપડે આપડા કાવ્ય અને નિયતિ ને ભૂલી ના શકીયે . કાવ્ય ને ગયે લગભગ ૩ મહિના થવા આવ્યા , આ બાજુ સોહમભાઈ એ પણ રોયલ બિલ્ડર નું કામ બધું એમના મેનેજર જોશી સાહેબ ને બધું સોંપી અમેરિકા જવાનું નક્કી કર્યું.

ક્રમશ: